સામગ્રી

  • ૧/૨ કપ વેસણ
  • ૨ મોટી ચમચી કાજુની કતરણ
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૨ લીલા મરચાં સમારેલાં
  • ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧ નાની ચમચી આમચૂર પાઉડર
  • ૧ નાની ચમચી આમલીનો પલ્પ
  • ૧/૪ કપ કોથમીર સમારેલી
  • ૨ નાની ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ.

રીત :
વેસણમાં ૩ કપ પાણી અને બધા મસાલા મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવો. કાજુ પણ ઉમેરો. એક નોનસ્ટિક પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરીને ચારેય બાજુ ફેલાવો. તેમાં આ ખીરું નાખો. ઘટ્ટ થવા સુધી પકાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે કોથમીર નાખો. એક તેલ લગાવેલી પ્લેટમાં જમાવી દો. ઠંડું થતા ચોરસ ટુકડા કરી દો. બાકીનું તેલ નોનસ્ટિક પર લગાવો અને આ ટુકડાને ઉપર નીચેથી શેકો. નાસ્તો તૈયાર છે.

વધુ વાંચવા કિલક કરો....