સંબંધને ગાઢ બનાવે હેલ્થ કેર

જેા સ્વાસ્થ્ય સારું હશે તો હસબન્ડવાઈફ ‘લોંગ એન્ડ હેપી લાઈફ જીવી શકશે, પરંતુ સામાન્ય રીતે ઘણી બધી વાર બંને નાનીનાની સ્વાસ્થ્ય સંબંધિત એકબીજાની બેદરકારીને ગણાવવા લાગે છે, પરંતુ આ સ્થિતિમાં આત્મીયતાની વધારે જરૂર હોય છે અને તે હશે તો જ સંબંધ વધારે મજબૂત બને છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પણ પોતાના લોકો પ્રત્યેની સ્વાસ્થ્ય સંબંધિત કેર દર્શાવે છે. તેથી જરૂરી છે કે સ્વાસ્થ્યને શેડ્સનો પિલર બનાવીને સંબંધોને આપો હેલ્થ કેરનો મજબૂત પાયો. તો આવો જાણીએ, આ કેવી રીતે કરશો :

હેલ્થ ચેકઅપની પરંપરા શરૂ કરો
પતિ હોય કે પત્ની પોતાની લાઈફસ્ટાઈલ તથા ઘરપરિવારની જવાબદારીમાં તેઓ એટલા વ્યસ્ત રહેતા હોય છે કે ઈચ્છવા છતાં પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા. બંનેને હેલ્થ સંબંધિત મુશ્કેલી થવા છતાં ક્યારેક સમયનું બહાનું બનાવીને તો ક્યારેક પૈસાની મુશ્કેલીના લીધે પોતાની હેલ્થને નજરઅંદાજ કરતા હોય છે, જેનું પરિણામ તેમણે ઘણી વાર ગંભીર મુશ્કેલીનો સામનો કરીને ભોગવવું પડે છે. આ સ્થિતિમાં જરૂરી છે કે બંને પાર્ટનરે દર વર્ષે ફુલ બોડી ચેકઅપ રૂટિન બનાવવું જેાઈએ, તેનાથી તમને બંનેને પોતાના શરીરની એક્ચ્યુઅલ સિચ્યુએશન વિશે જાણકારી મળશે, સાથે કોઈ ટેસ્ટથી કોઈ હેલ્થ પ્રોબ્લેમની જાણ થાય તો સમયસર તેની સારવાર પણ શક્ય બનશે.
હેલ્થ બાબતે તમે સ્માર્ટ હેલ્થ ચેકઅપના પ્લાનને ઓપ્ટ કરો, જેમાં તમને પેકેજના હિસાબે ટેસ્ટ કરાવવા પર સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે સાથે તેમાંથી ટેસ્ટ સસ્તા પણ હોય છે તેમજ તમે આ હેલ્થ પ્લાનથી દર વર્ષે તમારી અને પાર્ટનરની હેલ્થનું ધ્યાન પણ રાખી શકો છો. જેા તમારી હેલ્થ સારી હશે તો તમે ખુશહાલ જીવન જીવી શકશો, નહીં તો બીમારીથી ઘેરાઈને કે સમય પર તેની સારવાર ન થવાથી ન તો તમે સ્વયંને સંભાળી શકશો કે ન તમારા પરિવારને. તેની સાથે બીમારીને આજે ટાળવાથી કાલે તમે કોઈ મોટી મુસીબતમાં પણ ફસાઈ શકો છો. તેથી ‘બી એલર્ટ ફોર યોર હેલ્થ.’

હેલ્થ ઈંશ્યોરન્સ પ્લાન ગિફ્ટ કરો
ભલે ને એનિવર્સરીનું પહેલું વર્ષ હોય કે પછી ૫ મું વર્ષ, દરેક કપલ માટે હંમેશાં આ દિવસ યાદગાર અને ખાસ હોય છે, કારણ કે આ જ દિવસે બંનેએ જીવનભર માટે એકબીજાનો હાથ પકડ્યો હોય છે. એકબીજા સાથે જીવવામરવાનું વચન આપ્યું હોય છે. આ સ્થિતિમાં કોઈક આ દિવસને ખાસ બનાવવા માટે પોતાના પાર્ટનરની પસંદની સ્પેશિયલ ગિફ્ટ તેને ભેટમાં આપીને તેના ફેસ પર વધારે ખુશી લાવવાની કોશિશ કરે છે. આ બધા પ્લાન વિશેષ રૂપે તમારા પાર્ટનરના ફેસ પર ખુશી લાવવા માટે ખૂબ સારા સાબિત થઈ શકે છે.
સ્પેશિયલ ગિફ્ટ કે બીજા કોઈ ઉપહાર સાથે પાર્ટનરને હેલ્થ કેર ઈંશ્યોરન્સ પ્લાન ગિફ્ટમાં આપીને સાથીને અત્યાર સુધીની બેસ્ટ એનિવર્સરી ગિફ્ટ આપી શકો છો, કારણ કે આ ગિફ્ટથી તમારા વહાલા સાથીનું સમયાંતરે હેલ્થ ચેકઅપ પણ થશે, સાથે તમે તેની હેલ્થ બાબતે નિશ્ચિંત પણ થઈ જશો. મારા પાર્ટનરની હેલ્થ બાબતે હવે કોઈ ચિંતા કરવાની જરૂર રહી નથી. તેમ છતાં જેા ક્યારેક જરૂર પડે તો પણ તેનો હેલ્થ કેર ઈંશ્યોરન્સ પ્લાન હોવાથી તમારા પાર્ટનર પણ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવા આનાકાની નહીં કરે, નહીં તો હંમેશાં ખર્ચનો વિચાર કરીને મોટાભાગના કપલ પાસે આ બાબતે બહાનાનું લિસ્ટ તૈયાર રહે છે.

બ્યૂટિ, ફેસકેર કે સ્પા વિઝિટ કરો
મેરેજ થયા નથી કે આપણે એમ વિચારીને પોતાના ગ્રૂમિંગ પર ધ્યાન નથી આપતા કે હવે લગ્ન થઈ ગયા છે, કોણ જેાવાનું છે. તેથી ન તો પોતાના ફેસકેર પર ધ્યાન આપીએ છીએ, તો શરીરના ગ્રૂમિંગનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. આ સ્થિતિમાં બંને પાર્ટનરે એકબીજાની કેર કરતા ક્યારેક તેને ફેસકેર માટે સલૂન જવાની ગિફ્ટ આપવી જેાઈએ કે ક્યારેક તેને હેર કેર અથવા હેર લુકને અપટૂડેટ કરવા અથવા સ્ટાઈલિશ લુક આપવા માટે સલૂન જવાની ગિફ્ટ આપવી જેાઈએ. આ ગિફ્ટથી તમે અને તમારો પાર્ટનર રિફ્રેશ થશો, સાથે તમારામાં આવેલો બદલાવ તમારામાં કોન્ફિડન્સ લાવવાનું કામ કરશે.

તમારું પોકેટ બેર કરી શકે તેમ ન હોય તો તમે બંને ૨ મહિનામાં એક વાર સ્પા ટ્રીટમેન્ટ પણ લો. સ્થાયી બોડીમાં ગ્રેસ, એટ્રેક્શન આવવાની સાથેસાથે તમારા બંનેમાં એકબીજા પ્રત્યેનો ક્રેઝ જળવાઈ રહેશે, જે તમારી ઉંમરને વધવા નહીં દે, સાથે ટાઈમ ટૂ ટાઈમ બોડી ગ્રૂમિંગ થઈને તમારી આઉટર બ્યૂટિને નિખારીને પાર્ટનર પ્રત્યે તમારી એક્સાઈટમેન્ટ જાળવી રાખવાનું કામ કરે છે. સ્પાથી તમારી હેલ્થ પણ સારી રહે છે, કારણ કે જ્યારે આપણે સ્વયંને ટિપટોપ રાખવા સ્પા વગેરે ટ્રીટમેન્ટનો સહારો લઈએ છીએ ત્યારે તેની અસર હેલ્થ પર થાય જ છે. તમારું બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે, બોડી પેન દૂર થાય છે અને તમારી બોડી વધારે શાઈન કરવા લાગે છે. તેથી ગ્રૂમિંગ દ્વારા બંને પાર્ટનર સ્વયંને નિખારવાની સાથે પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકે છે.

ફિટનેસ ગ્રૂપ, હેલ્થ ક્લબની મેમ્બરશિપ લો
ભલે ને આપણે સોસાયટીમાં રહીએ કે ફ્લેટમાં કે પછી કોઈ બીજી જગ્યાએ, ત્યાં આપણને જેા ફિટનેસ ગ્રૂપ સાથે જેાડાવાની કે હેલ્થ ક્લબની મેમ્બરશિપ લેવાની તક મળતી હોય તો પણ આપણે એમ વિચારીને તેને ઈગ્નોર કરીએ છીએ કે ઓફિસ અને ઘરના આટલા બધા કામ વચ્ચે ભલા કોણ આ બધા માટે સમય ફાળવે, તેથી તેને છોડી દેવું યોગ્ય સમજતા હોય છે, પરંતુ યાદ રાખો કે જેા તમે હેલ્ધિ હશો તો બધા સાથે ખુશીઆનંદમાં જિંદગી જીવી શકશો.
તેથી તમારી અને તમારા પાર્ટનરની હેલ્થનું ધ્યાન રાખતા ફિટનેસ ગ્રૂપ અથવા હેલ્થ ક્લબની મેમ્બરશિપ જરૂર લો. તેનાથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને તમારા પાર્ટનર સાથેના સંબંધ પણ મજબૂત બનશે. જ્યારે પણ તમે ફિટનેસ સાથે જેાડાયેલી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેશો તો તમને હંમેશાં તમારા પાર્ટનરની યાદ આવશે કે આ બધું તેના લીધે શક્ય બન્યું છે, નહીં તો હું ક્યાં આ બધું કરવાની કે કરવાનો હતો. ભલે ને તેનાથી તમારા પોકેટ પર થોડો બોજ પડે, પરંતુ જાણી લો કે પરિવાર તથા પાર્ટનરની ગુડ હેલ્થમાં સમગ્ર પરિવારની ખુશી છુપાયેલી હોય છે.

ડાયટ પ્લાનને શેડ્યૂલ કરો
જે કંઈ મળ્યું તે ખાઈ લીધું, આ માનસિકતાના લીધે ગમે તે વસ્તુ ખાઈને મોટાભાગે આપણે સ્વયંને બીમાર કરી દઈએ છીએ, પરંતુ હવે એ સમય નથી રહ્યો કે તમે તમારી હેલ્થ બાબતે બેદરકાર રહો. તેથી ફિટ રહેવા માટે તમારા ડાયટ પ્લાનનું શેડ્યૂલ નક્કી કરો. શક્ય હોય તો તેના માટે કોઈ સારા ડાયટ પેકેજની પસંદગી કરો અથવા ઘરે જ ડાયટનું શેડ્યૂલ બનાવી લો. આમ કરીને તમે જાતે અથવા તમારા પાર્ટનર કે પછી પરિવારના બીજા કોઈ સભ્યનું ડાયટ સારી રીતે મેનેજ કરી શકશો.
જેા તમે કોઈ ડાયટ કોચની પસંદગી કરી હોય તો તમને સારી એવી હેલ્પ મળશે, નહીં તો તમે વીકલી ડાયટ પ્લાનના હિસાબે પણ ઘરે ડાયટ ચાર્ટ બનાવીને તમારું અને તમારા પરિવારના લોકોનું ખાસ ધ્યાન રાખી શકશો. જેા હેલ્ધિ ખાશો તો તમે પણ બીમારીથી દૂર રહીં શકશો અને હેલ્ધિ ઈટિંગ હેબિટ તમને યુવાન રાખવામાં મદદ કરશે. તેથી સંબંધને મજબૂત બનાવવા અને પ્રિયજનોનો હંમેશાં સાથ મેળવવા માટે પાર્ટનર્સે એકબીજાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.
– પારૂલ ભટનાગર.

પીરિયડ કુરીતિ પર સવાલ

પીરિયડ પ્રજનન ક્રિયાનો એક કુદરતી ભાગ છે, જેમાં ગર્ભાશયમાંથ રક્ત યોનિ માર્ગે બહાર નીકળે છે. આ પ્રક્રિયા યુવતીઓમાં લગભગ ૧૧ વર્ષથી ૧૪ વર્ષની ઉંમરમાં શરૂ થઈ જાય છે. આ કુદરતી પ્રક્રિયા જ તેમને સમાજમાં મહિલાનો દરજ્જેા અપાવે છે. પીરિયડ યુવતીઓ માટે અદ્વિતીય ઘટના છે, જે માન્યતાથી ઘેરાયેલ છે અને સમાજના ઠેકેદારો પીરિયડમાંથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને જીવનના સામાજિક અને સાંસ્કૃતિક પાસામાંથી બહાર કરે છે, જ્યારે આ સમયે જ તેમને દેખરેખની વધારે જરૂર હોય છે. મિશ્ર અને ગ્રીકના દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે દર મહિને મહિલામાં સેક્સ્યુઅલ ડિઝાયરનું તોફાન ઊઠે છે. જ્યારે આ ડિઝાયર પૂરી નથી થતી ત્યારે શરીરમાંથી રક્ત વહે છે તેને પીરિયડ કહેવાય છે. પીરિયડ પહેલાં મહિલાના મૂડમાં અનેક પરિવર્તન આવે છે, સ્વભાવમાં ચીડિયાપણું અને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય છે. આ જરૂરી નથી કે બધી મહિલાઓ સાથે આવું જ થાય. કેટલીક મહિલાઓને સામાન્ય અને કેટલીક મહિલાઓને અસહ્ય પીડા થાય છે, કેટલીક મહિલાઓ કહે છે કે આ સ્થિતિ સેક્સથી વંચિત રહેવાથી થાય છે. તેથી આજે પણ કેટલાક લોકો યુવતીઓને કહે છે કે લગ્ન પછી આ દુખાવો ઠીક થઈ જશે.

અજીબોગરીબ તર્ક
ભારતમાં તેનો ઉલ્લેખ વર્જિત રહ્યો, કારણ કે હિંદુ સંસ્કૃતિ મુજબ તેની પાછળ એક કથા પ્રચલિત છે, જેમાં ઈન્દ્ર દેવતાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ હતી, જેના પાપનો ચોથો ભાગ મહિલાઓને આપવામાં આવ્યો. તેથી મહિલાઓને પીરિયડ થાય છે અને તેમાં તેમને અપવિત્ર સમજવામાં આવે છે, તેથી તેમને કોઈ પણ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની ના હોય છે અને બીજું કારણ એ માનવામાં આવે છે કે હિંદુ દેવીદેવતાઓના મંત્રો સંસ્કૃતમાં છે, તેને વાંચવા માટે એકાગ્રતાની જરૂર હોય છે અને પીરિયડમાં અસહ્ય પીડા થવાથી એકાગ્રતા નથી રહેતી અને મંત્ર સારી રીતે ન વાંચવાથી પાપ લાગવાનો ડર રહે છે. હકીકતમાં આ પાખંડ દર સમયે મહિલાઓને અહેસાસ અપાવવા માટે કરવામાં આવે છે કે તે પાપી છે અને જ્યાં સુધી દાનપુણ્ય ધનથી જ નહીં તનથી પણ નહીં કરે ત્યાં સુધી તેમનો ઉદ્ધાર નહીં થાય. પાખંડીઓએ શારીરિક નેચરલ પ્રક્રિયાનો ઉપયોગ પોતાનો ફાયદો ઉઠાવવા માટે કર્યો છે.

પીરિયડ સંબંધિત લગભગ દરેક જૂની વાત પાયાવિહોણી છે. પીરિયડમાં શહેરી વિસ્તારમાં મંદિર અને મુખ્યત્વે ગામમાં રસોઈઘરમાં જવું પ્રતિબંધિત છે. તેનું મુખ્ય કારણ આપ્યું છે કે પીરિયડ સમયે વિશેષ ગંધ નીકળે છે, જેથી ભોજન બગડવાની શંકા રહે છે, તેથી તેમને અથાણું વગેરે સ્પર્શ કરવાની મનાઈ હોય છે, જ્યારે વૈજ્ઞાનિક પરીક્ષણમાં એવું કંઈ જ મળ્યું નથી. આ સમયે મંદિરોમાં પ્રવેશ અને યૌન સંબંધ બનાવવાની ના હોય છે. મહિલાઓ સ્વયંને અશુદ્ધ અને પ્રદૂષિત હોવાની દષ્ટિથી જુએ છે.

પાયાવિહોણી વાત
સ્વામીનારાયણ સંપ્રદાયે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે મહિલાઓને આ દિવસોમાં આ નિયમોનું પાલન કેમ કરવું જેાઈએ. તેમના મતે મહિલાઓ વધારે શારીરિક પરિશ્રમ કરે છે, જેથી તેમને થાક લાગે છે અને આ દિવસોમાં તેમના સ્વભાવમાં ચીડિયાપણું જેાવા મળે છે, તેમને આરામ મળે તે હેતુથી તેમને અલગ રાખવામાં આવે છે, પણ તેનો મતલબ એ થયો કે તે ઘરના સૌથી ગંદા રૂમમાં રહે. પણ આજના વૈજ્ઞાનિક યુગમાં આ બધી માન્યતા ખોટી માનવામાં આવે છે. પીરિયડ એક શારીરિક પ્રક્રિયા છે, આ જ લોહી શરીરની અંદર હોવાથી જે મહિલા પવિત્ર છે તો તે જ લોહી બહાર આવતા અપવિત્ર કેવી રીતે? આ તો પાયાવિહોણી વાત છે.
પીરિયડ દરમિયાન મહિલાઓની સ્થિતિ ન દર્દી જેવી હોય છે, ન આપણે તેમની પર દયા કરવી જેાઈએ. જે રીતે દરેક વ્યક્તિ રાતે થાકીને ઊંઘવા ઈચ્છે છે. પીરિયડ મહિલાઓની પૂર્ણતાની ઓળખ છે. પીરિયડમાં સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જેાઈએ. જેમ કે ખાણીપીણીનું, આરામ કરવો, મનને ગમતાં કામ કરવા, વાંચન કરવું જેાઈએ.
– પ્રેમ બજાજ.

ફૂડની ફર્ટિલિટી પર અસર

મા બનવું દરેક મહિલા માટે સુંદર અહેસાસ હોય છે, પરંતુ કેટલીય વાર જ્યારે મહિલાઓ મા બનવાની કોશિશ કરે છે, ત્યારે શરીરની તકલીફના લીધે મહિલાઓને મા બનવામાં સમસ્યા થાય છે તેની પાછળ અનેક કારણ હોય છે. જેમ કે તાણ, લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની કમી વગેરે. એવામાં કેટલાય ફૂડ એવા હોય છે, જે મહિલાઓની ફર્ટિલિટીને અસર કરે છે. જે મહિલા મા બનવાનું વિચારી રહી છે, તો મહિલાઓએ કેટલાક ફૂડથી દૂર રહેવું જેાઈએ. આ ફૂડ્સ ન ખાવાથી મહિલાઓની ફર્ટિલિટીમાં સુધારો આવે છે. આવો જાણીએ આ ફૂડ્સ વિશે :

મીટ
તમે મા બનવાનું વિચારી રહ્યા છો, તો પ્રોસેસ્ડ રેડ મીટના સેવન કરવાથી દૂર રહો. આ ફૂડમાં હાઈ કેલરી હોય છે, જે ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. પ્રોસેસ્ડ રેડ મીટ ખાવાથી મહિલામાં સ્થૂળતાની સમસ્યા ઊભી થાય છે. તે ખાવાથી વજન ઝડપથી વધે છે. તેને ખાવાથી લિવરમાં ફેટ બને છે.

કેફીન
કેફીન શરીર માટે હાનિકારક હોય છે. તમે મા બનવાનું વિચારી રહ્યા છો, તો તમેે ચા-કોફી અને કોલ્ડ ડ્રિન્ક્સ પીવાથી દૂર રહો. તેના સેવનથી મહિલાનું એસ્ટ્રોજન લેવલ વધે છે અને પીરિયડ સાઈકલ પણ ગરબડ થાય છે. જે તમને ચા-કોફી પીવાનું મન વધારે થાય, તો પૂરા દિવસમાં એક કપથી વધારે ન પીઓ.

આલ્કોહોલ
આલ્કોહોલ શરીર માટે નુકસાનકારક હોય છે. આલ્કોહોલ પીવાથી મહિલાની ફર્ટિલિટી પર અસર થાય છે. આલ્કોહોલ મહિલાના હોર્મોન્સમાં અસંતુલન પેદા કરે છે, જેથી ફર્ટિલિટી પ્રભાવિત થાય છે. મહિલા જે આલ્કોહોલનું સેવન કરે છે, તો તેની પીરિયડ સાઈકલમાં પણ પરિવર્તન થાય છે.

જંક ફૂડ
જંક ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જંક ફૂડના સેવનથી સ્થૂળતા વધે છે. જંક ફૂડ ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ વધે છે અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. મહિલા જે નિયમિત જંક ફૂડનું સેવન કરે છે, તો તેનાથી તેની ભૂખ ઓછી થાય છે. એવામાં જંક ફૂડના સેવનથી દૂર રહો.

સોડા
સોડા શરીર માટે નુકસાનકારક હોય છે. હાલમાં સોડા માર્કેટમાં વધારે મળે છે. એવામાં તમે મા બનવાનું વિચારી રહ્યા છો, તો સોડાના સેવનથી દૂર રહેવું જેાઈએ. સોડા પીવાથી સ્થૂળતા વધે છે, જેથી ફર્ટિલિટી પ્રભાવિત થાય છે. સોડામાં વધારે પ્રમાણમાં કેલરી હોય છે, જે શરીર માટે નુકસાનકારક હોય છે.
– પ્રતિનિધિ.

ફેસ્ટિવલમાં વજન કંટ્રોલમાં રાખો

તહેવારની મોસમ બધા માટે ઉત્સાહથી ભરપૂર હોય છે, કારણ કે આ દરમિયાન મોંમાં પાણી લાવતી વાનગી ખાવાની તક પણ મળે છે, પરંતુ તેમાં સામેલ ખાદ્યપદાર્થ મોટાભાગે શુગર સાથે ઓઈલી હોય છે. આવા પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ વિશે ઔરંગાબાદના ડો. હેડગેવાર હોસ્પિટલના તબીબી નિર્દેશક ડો. અનંત પંઢરે જણાવે છે કે હાઈ ટ્રાયગ્લિસરાઈડના સ્તર અને કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સ્થિતિને પ્રોત્સાહન આપતા જંકફૂડ આગળ જતા હૃદય રોગનું જેાખમ વધારે છે. આ સારી વાત છે કે પરિવાર સાથે તહેવાર ખુશીખુશી ઊજવો, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન ચોક્કસપણે રાખો, જેથી તમે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડના સ્તરનું સંતુલન જાળવવામાં સમર્થ હોય :

વધારે ખાંડના સેવનથી દૂર રહો
ફ્રુક્ટોઝ શર્કરાનું ખાસ રૂપ છે. તેનાથી શરીરનું ટ્રાયગ્લિસરાઈડ વધે છે. તેથી તહેવાર દરમિયાન બહાર જતા કેન્ડિ, બેક્ડ ગોળ અને આઈસક્રીમ સહિત વધારે ખાંડમાંથી બનેલા ખાદ્યપદાર્થના સેવનથી દૂર રહો. શુગર ફ્રી મીઠાઈમાં ફ્રુક્ટોઝ હોય છે અને તેનાથી ફેટ વધવાની શક્યતા વધારે હોય છે. ભલે ને તે સામાન્ય મીઠાઈ હોય કે શુગર ફ્રી મીઠાઈ, હંમેશાં યાદ રાખો કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

રિફાઈન્ડ ખાદ્યપદાર્થને ઈગ્નોર કરો
સફેદ બ્રેડ, ભાત, પાસ્તા વગેરે ખાદ્યપદાર્થ જે ઘણી વાર ફૂડ કાઉન્ટર પર સરળતાથી મળે છે, જેા સરળતાથી ખાંડમાં પરિવર્તિત થાય છે. તેને અવોઈડ કરો અને અનાજવાળા ખાદ્યપદાર્થ પસંદ કરીને સરળતાથી તમારા ટ્રાયગ્લિસરાઈડના પ્રમાણને જાળવી રાખે છે.

આહારમાં ફાઈબર સામેલ કરો
ઉત્સવના દિવસોમાં ઘરે ફાઈબરયુક્ત ખાદ્યપદાર્થનું સેવન કરો. એક સર્વે અનુસાર, ફાઈબરયુક્ત ખાદ્યપદાર્થમાં જટિલ કાર્બોહાઈડ્રેટ સામગ્રી હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ ટ્રાયગ્લિસરાઈડની વૃદ્ધિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ભોજન પછી તરત જ વધે છે. ભોજનમાં સેલડ અને શાકને હંમેશાં સામેલ કરો. ફાઈબર અનાજ અને પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થ જેવા ફળ અને શાકમાં વધારે જેાવા મળે છે.

યોગ્ય ફેટનું સેવન
ટ્રાયગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલને સ્વાભાવિક રીતે જાળવી રાખવાની એક સરળ રીત છે, સાલમન, જેતૂનના તેલ અને ડાયટરી પ્રોડક્ટ વગેરેનો ઉપયોગ કરવો, જે સપ્લિમેન્ટની જેમ હોય છે જેમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. તે ઉપરાંત સેચ્યુરેટેડ ફેટ જે માંસ અને અન્ય ખાદ્યપદાર્થમાં મળે છે, જેમ કે આઈસક્રીમ, પનીર વગેરેથી કુલ દૈનિક કેલરી રૂપે ૫ ટકાથી ૬ ટકાથી વધુ ન હોવું જેાઈએ અને કોલેસ્ટ્રોલનો દૈનિક૩૦૦ મિલીગ્રામથી વધારે ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તે ઉપરાંત એક વાર ઉપયોગમાં લીધેલા ફ્રાઈંગ તેલનો ફરીથી ઉપયોગ ન કરો.

નિયમિત એક્સર્સાઈઝ કરો
નિયમિત એક્સર્સાઈઝ કરવી બધા માટે જરૂરી હોય છે ખાસ કરીને હાઈ ટ્રાયગ્લિસરાઈડવાળા લોકો માટે વર્કઆઉટ વધારે જરૂરી હોય છે. તેનાથી રક્તમાં શુગરનું પ્રમાણ ઓછું હોવા ઉપરાંત શરીરની ક્ષમતા વધારવામાં મદદ મળે છે અને શરીર દ્વારા ટ્રાયગ્લિસરાઈડમાં પરિવર્તન થતી શર્કરાનું પ્રમાણ ઓછું કરે છે. એરોબિક એક્સર્સાઈઝથી હૃદય રોગવાળા લોકોમાં ટ્રાયગ્લિસરાઈડને ઓછું કરવામાં મદદ મળે છે.
– સોમા ઘોષ.

બીમારીનું મૂળ સ્થૂળતા

એક વાતમાં કોઈ શંકા નથી કે પ્રજનનકાળ અને આધેડ ઉંમરની મહિલાઓ સ્થૂળતા પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. આ શક્ય હોર્મોનના સ્રાવના વધવા-ઘટવાથી થાય છે. એટલું જ નહીં, પુરુષોની સરખામણીમાં મહિલાઓ તેના પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. તે મહિલાઓ જેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ૩૦ ટકાથી વધારે હોય છે, તેમને સ્થૂળતાનો શિકાર માનવામાં આવે છે. આજે સ્થૂળતા પૂરી દુનિયાના ડોક્ટરો માટે પડકારરૂપ બની ગઈ છે, કારણ કે તેનાથી ઘણા બધા પ્રકારની શારીરિક તથા માનસિક બીમારી થવાની શક્યતા રહે છે. તેમાં સ્તન, અંડાશય, માસિકચક્રમાં અનિયમિતતા, પિત્તાશયની બીમારીની સાથેસાથે માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ સામેલ છે. તે ઉપરાંત હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશરથી લઈને ડાયાબિટીસ જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધારે રહે છે.

કેન્સર અને સ્થૂળતા
તાજેતરમાં ઓનલાઈન બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં થતા અડધાથી વધારે પ્રજનન અંગો અને અન્નનળીમાં થતા કેન્સરનું કારણ સ્થૂળતા અથવા વજનનું વધારે હોવું જણાવવામાં આવ્યું છે. આ જર્નલે સંયુક્ત રાષ્ટ્રના સંબંધમાં પહેલી વાર શોધ?અને અભ્યાસ કર્યા પછી વિસ્તૃત રીતે કેન્સર બાબતે એક વિશ્વસનીય રિપોર્ટ પ્રકાશિત કરવાનો દાવો કર્યો છે.
રિપોર્ટમાં એ વાત પણ પૂરા તથ્યાત્મક પ્રમાણની સાથે જણાવવામાં આવી છે કે મધ્યમવય તથા ઉંમરલાયક મહિલાઓમાં થતા કેન્સરના ૬ ટકાનું કારણ સ્થૂળતા હોય છે અને દર વર્ષે લગભગ ૬ હજાર મહિલાઓ તેનો શિકાર બનતી હોય છે. બીજેા એ દાવો કરવામાં આવ્યો છે કે બીજા ઘણા એવા અંગ છે, જેમાં કેન્સરની શક્યતા રહે છે, જેમ કે કિડનીનું કેન્સર, બ્લડકેન્સર, પેન્ક્રિયાઝ, ઓવરી વગેરેનું કેન્સર, સ્તન અને પાચનતંત્રના કેન્સરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના આ કેન્સર રિસર્ચે પૂરી દુનિયાની સૌથી મોટી શોધ હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે સર્વેના સમયગાળા દરમિયાન ૧૦ લાખથી વધારે મહિલાઓ પર અભ્યાસ કરવામાં?આવ્યો અને ૭ વર્ષ દરમિયાન ૪૫ હજાર કેન્સર પીડિતોની જાણકારી મળી, જેમાં લગભગ ૧૭ હજાર કેન્સર પીડિતોના મૃત્યુ થયા.
કેન્સર રિસર્ચ યૂકે ઈપિડેમિયોલો, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રમુખ ડો. ગિલિયન રિબ્સના જણાવ્યા અનુસાર, પ્રતિ વર્ષ સંયુક્ત રાષ્ટ્રમાં લગભગ ૧ લાખ ૨૦ હજાર મહિલાઓ નવા કેન્સરના રોગથી પીડિત હોય છે, જેમાં વધારે વજન અને સ્થૂળતાના લીધે થતા કેન્સરની પીડિતાની સંખ્યા લગભગ ૬ હજાર હોય છે.
તે ઉપરાંત બે તૃતીયાંશ દર્દી પ્રજનન અંગ અને સ્તન કેન્સરના હોય છે જે એક મિડલ એજ ગ્રૂપના હોય છે અથવા આધેડ ઉંમરના. અનુસંધાન પરથી એ વાત પણ જાણવા મળે છે કે વધારે પડતા વજનનો વધારે પ્રભાવ કેન્સરની શક્યતા પર પડ્યો છે, જ્યારે બીજી સમસ્યા ઓછી જેાવા મળે છે.

બોડી માસ ઈંડેક્સ અને કેન્સર
બોડી માસ ઈંડેક્સનો સંબંધ કેન્સર સાથે છે કે નહીં, તેની ચર્ચા પહેલાં એ જાણવું જરૂરી છે કે આ બોડી માસ ઈંડેક્સ છે શું અને તેનો સંબંધ સ્થૂળતા અથવા વજન સાથે કેવો છે?
કોઈ પણ વ્યક્તિના કિલોગ્રામમાં વજનને મીટરમાં લંબાઈને બેગણી કરીને વિભાજિત કરીને તે વ્યક્તિના બોડી માસ ઈંડેક્સની ગણતરી કરવામાં આવે છે અને વજન તેમજ સ્થૂળતાનું નિર્ધારણ પણ તે પ્રમાણે કરવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ૨૫-૨૯ બીએમઆઈની મહિલાઓને વધારે વજન અને ૩૦ કરતા વધારે બીએમઆઈ ધરાવનારને સ્થૂળતાની શ્રેણીમાં મૂકવામાં આવી છે.
આ રિસર્ચમાં બીજી એક મહત્ત્વની વાતની પણ જાણકારી મળી છે. કેન્સરનો સંબંધ માત્ર બોડી માસ ઈંડેક્સ સાથે નથી, ઉંમર સાથે પણ ખાસ સંબંધ છે. વજન વધવાની સાથે સ્તન કેન્સરની શક્યતા મેનોપોઝ પછી વધી જાય છે, જ્યારે આંતરડાનું કેન્સર મેનોપોઝ પહેલાં થાય છે. સંશોધન પરથી એ વાતની જાણકારી મળી છે કે શરીરમાં ચરબી વધવાથી અન્ય બીમારી અને સમસ્યા થાય છે, જેમાં ડાયાબિટીસ અને હાર્ટએટેક પણ સામેલ છે.
સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય ઈંફર્મેશન કેન્સર રિસર્ચના ડાયરેક્ટર હોર્મોન અનુસાર, આ રિપોર્ટ એ વાતનું પણ નક્કર પ્રમાણ રજૂ કરે છે કે વધારે વજન અને સ્થૂળતાના લીધે કેન્સર ફેલાય છે અને આ બીમારીથી ખૂબ મોટી સંખ્યામાં દર્દીના મૃત્યુ પણ થાય છે.
મેનોપોઝમાં આવી ગયેલી મહિલાઓમાં થતા ૫ ટકા કેન્સરનું કારણ સ્થૂળતા અને વધારે વજન હોય છે અને તેના લીધે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિવર્ષ લગભગ ૬ હજાર મહિલાઓના મોત આ કારણથી થાય છે. ગર્ભાશય અને અન્નનળીનું કેન્સર થવાના કારણોમાં સ્થૂળતા અને વધારે વજનનું હોવું મુખ્ય કારણોમાંથી એક છે. એટલું જ નહીં, મેનોપોઝ પછી થતા બધા કેન્સરમાંથી અડધા કરતા વધારેનું કારણ આ જ હોય છે.
એ વાતમાં શંકા નથી કે પૂરી દુનિયાના વિકસિત દેશોમાં સ્થૂળતાથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને એક સર્વે અનુસાર ઈંગ્લેન્ડમાં ૨૩ ટકા મહિલાઓ સ્થૂળતાનો શિકાર છે, જ્યારે ૩૪ ટકા મહિલાઓ વધારે વજનનો. જેાકે સ્થૂળતાના લીધે આમ તો ઘણી બધી બીમારી થાય છે અને આ જ કારણસર દર્દીના મૃત્યુ પણ થાય છે, પરંતુ તેના લીધે કેન્સર પણ થાય છે તેની જાણકારી હજી સુધી થઈ શકી નહોતી.

પ્રજનન અંગોનું કેન્સર
મહિલાઓમાં હોર્મોન સંબંધિત કેન્સર જેમાં સ્તન અને ઈંડોમિટ્રિયલનું કેન્સર સામેલ છે, તેનો સીધો સંબંધ બોડી માસ ઈંડેક્સ સાથે હોય છે, જે મેનોપોઝ પહેલા અને પછીની મહિલાઓને અલગઅલગ રીતે પ્રભાવિત કરે છે. ડેટાના વિશ્લેષણ પરથી એ વાત સાબિત થઈ છે કે મેનોપોઝ પહેલા એટલે કે પ્રજનનકાળમાં મહિલાઓમાં બોડી માસ ઈંડેક્સના વધવાની સાથે સ્તનકેન્સરની શક્યતા ઓછી હોય છે, જ્યારે મેનોપોઝ પછી સ્થૂળતા સાથે તેના હોવાની શક્યતા વધી જાય છે, જ્યારે આ મહિલાઓએ ક્યારેય પણ હોર્મોનનું સેવન કરેલું નથી હોતું.
કેન્સર થવાના કારણની બાબતમાં એવું સમજવામાં આવે છે કે આ સ્થિતિ શરીરમાં સેક્સ હોર્મોનની સાંદ્રતા વધવાથી થાય છે. તેનાથી વિપરીત મેનોપોઝ પહેલાંની મહિલાઓ સાથે આવું નથી થતું, કારણ કે તેમના લોહીમાં સેક્સ હોર્મોનનું સ્તર સામાન્ય હોય છે.
ફેટનો સીધો સંબંધ ઈંડોમિટ્રિયલના કેન્સર સાથે હોય છે. તેના માટે સેક્સ હોર્મોનને પણ જવાબદાર માનવામાં આવે છે. કેટલાક અભ્યાસકર્તાનું માનવું છે કે ઈંડોમિટ્રિયલ કેન્સરની સાથે મેનોપોઝનો કોઈ સંબંધ નથી કે ન મેનોપોઝ પહેલા તેમજ ન મેનોપોઝ પછી, પરંતુ હા, તેનો સીધો સંબંધ બીએમઆઈ સાથે જરૂર છે. મેનોપોઝ પછી બીએમઆઈના વધવાથી ઈંડોમિટ્રિયલ કેન્સરના વધવાની પ્રબળ શક્યતા રહે છે.
પરંતુ મેનોપોઝ પહેલા એવું જેાવા નથી મળતું. જેાકે આવું એસ્ટ્રોજનની સાંદ્રતાના વધવાથી થાય છે. જ્યારે મેનોપોઝ પહેલાં ઈંડોમિટ્રિયલ કેન્સર થવા પાછળ પ્રોજેસ્ટેરોનની ઊણપને જવાબદાર માનવામાં આવે છે. અંડાશયના કેન્સરના સંબંધમાં કેટલાક અભ્યાસકર્તાનું માનવું છે કે આવું બીએમઆઈના વધવાથી થાય છે, જેની અસર મેનોપોઝ પહેલાં વધારે થાય છે, ત્યાર પછી નહીં.
આ રીતે મહિલાઓમાં પ્રજનન અંગમાં થતા કેન્સર, જેનો સંબંધ સીધેસીધો બોડી માસ ઈંડેક્સ સાથે હોય છે, જે હોર્મોનના પરિવર્તનના લીધે થાય છે અને તેનો પ્રભાવ મેનોપોઝ પહેલાં અને પછી અલગઅલગ રૂપે પડે છે.

બીજા અંગોનું કેન્સર
સ્થૂળતા અને બોડી માસ ઈંડેક્સના પ્રભાવના લીધે પુરુષોમાં કોલોરેક્ટલ કેન્સર થવાના મજબૂત પુરાવા છે, પરંતુ મહિલાઓમાં પ્રજનન અંગોને બાદ કરતા અન્ય અંગોમાં થતા કેન્સરમાં વિભિન્ન લોકોની માન્યતામાં પણ ભિન્નતા જેાવા મળે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેનો સંબંધ સ્થૂળતા સાથે છે, જ્યારે કેટલાક લોકો આ વાતને નકારે છે. કેટલાક લોકોનું એ પણ માનવું છે કે યુવાવસ્થામાં થતા કેન્સરનો સીધો સંબંધ યુવાવસ્થામાં થતા કેન્સરનો સીધો સંબંધ સ્થૂળતા સાથે છે. પહેલાંના અભ્યાસ અને અનુસંધાનના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે બોડી માસ ઈંડેક્સના લીધે મેનોપોઝ પછીની આધેડ ઉંમરની સ્થૂળ મહિલાઓમાં પાચનતંત્રના કેન્સરની શક્યતા વધારે રહે છે.
આ જ કારણે કોલો રેક્ટલ કેન્સરના લીધે ૫૦-૬૪ વર્ષની ઉંમરની મહિલાઓમાં મૃત્યુદર વધારે હોય છે. તેની સાથે મલ્ટિપલ માઈલોમા તથા લ્યૂકેમિયા સાથે પણ આ વાત જેાડાયેલી છે. બોડી માસ ઈંડેક્સના વધવાની સાથે તેના થવાની શક્યતા વધતી જાય છે. આ જ સ્થિતિ અન્નનળી અને કિડનીના કેન્સર સાથે પણ છે. પેન્ક્રિયાઝના કેન્સરની બાબતમાં પણ આ વાતના મજબૂત પુરાવા છે કે દૂબળીપાતળી મહિલાઓની અપેક્ષાએ સ્થૂળ મહિલાઓમાં તેના થવાની પૂરી શક્યતા રહે છે. મેલિગ્નેન્ટ લિંફામાનો સંબંધ બીએમઆઈ સાથે છે, જેાકે કેટલાક વૈજ્ઞાનિક આ વાત સાથે સહમત નથી. કેટલાક લોકોનું એ માનવું છે કે તેનો પ્રભાવ મહિલા અને પુરુષમાં સમાન રૂપે પડે છે.
આ રીતે આપણે જેાઈ શકીએ છીએ કે મહિલાઓમાં સ્થૂળતાનો કેન્સર સાથે સીધેસીધો સંબંધ છે. જેાકે એ વાત અલગ છે કે તેની અસર અલગઅલગ ઉંમરની મહિલાઓમાં અલગઅલગ રૂપે થાય છે.
– ડો. દીપક પ્રકાશ.

બેનિફિટ ઓફ નવરાત્રિ ફાસ્ટિંગ

નવરાત્રિ એટલે સમૂહ નૃત્યનો સૌથી મોટો તહેવાર. નવરાત્રિ એક ઉત્સવ છે અને દર વર્ષે બે વાર ઊજવવામાં આવે છે. એક વાર ચૈત્ર મહિનામાં ઊજવવામાં આવે છે તો બીજી વાર ઓક્ટોબર મહિનામાં. આસો મહિનાની નવરાત્રિ?આડે થોડા જ દિવસ રહી ગયા છે. નવરાત્રિ ૯ દિવસ સુધી પૂરા ભારતમાં ઉત્સાહથી ઊજવવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિ ૯ દિવસ સુધી ઉપવાસ રાખે છે. તેના દ્વારા તે પોતાની તન અને મનની શક્તિને વધારે મજબૂત બનાવે છે. જે તમારી સેલ્ફ રિફ્લેક્શન જેવી છે તો આ મહિનો વર્ષમાં સંપૂર્ણ બોડી એક્સર્સાઈઝ થઈ જાય એવો પરફેક્ટ તહેવાર છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાથી શરીરને પણ અનેક લાભ થાય છે એ વાત વિજ્ઞાન પર પુરવાર કરી ચૂક્યું છે. આવો જાણીએ, ઉપવાસ રાખવાથી કયા લાભ થાય છે.

ઈન્ફ્લેમેશન ઓછું થવું
ઉપવાસ કરવાથી શરીરમાં ઈન્ફ્લેમેશનમાં ઘટાડો થાય છે. આ તે લોકો માટે લાભદાયક છે જેને સાંધા સંબંધિત બીમારી છે જેમ કે આર્થ્રાઈટિસ, સંધિવા, અસ્થમા અને એલર્જી વગેરે.

બ્લડપ્રેશર ઘટે
વ્રત કરવાથી તમે મીઠું અથવા તળેલી વસ્તુનું સેવન નથી કરતા અને જેા સતત કેટલાય દિવસ સુધી આવી વસ્તુ ન ખાઓ તો બ્લડ પ્રેશર આપોઆપ ઘટી જાય છે, જેથી હૃદય હેલ્ધિ બને છે.

હૃદય માટે ફાયદાકારક
ઉપવાસ કરવાથી બ્લડ લિપિડ પ્રોફાઈલમાં સુધારો જેાવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રિત રહેવામાં મદદ મળે છે. ઉપવાસ કરવાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે.

ઉંમર વધવી
ઉપવાસ કરવાથી તમારી ઉંમર વધી શકે છે. આ વાત થોડી અલગ લાગશે, પરંતુ તેનાથી તમારી ઓવર ઓલ હેલ્થને લાભ મળે છે. તેનાથી એજિંગની પ્રક્રિયા હેલ્ધિ રીતે થાય છે અને આ સ્ટડી પરથી સાબિત થયું છે.

માનસિક લાભ
ઉપવાસ કરવાથી શરીર અને મન ખૂબ શુદ્ધ થાય છે, જેથી માનસિક રીતે ઘણો લાભ મળે છે. તેનાથી વ્યક્તિ માનસિક રીતે મજબૂતી અનુભવે છે, જેથી તે પૂજાપાઠ પર વધારે ધ્યાન આપી શકે છે.

સારી ઊંઘ આવવી
ઉપવાસ કરવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોન્સ રિલીઝ થાય છે, જેથી તમને સારી ઊંઘ આવશે. તમારી ઊંઘ પૂરી થશે તો સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળશે અને મૂડ પણ ખુશ રહેશે.

ક્રોનિક ડિસીસનું રિસ્ક ઓછું થશે
ઉપવાસ કરવાથી લાંબી બીમારી જેમ કે કેન્સર, અલ્ઝાઈમર ડિસીસ, પાર્કિંસંસ વગેરેનું રિસ્ક ઓછું થાય છે જે તમારી ઉંમર વધારે છે.

પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઉપવાસ કરવાથી પેટના સ્વાસ્થ્યમાં લાભ મળે છે. તેનાથી તમારા પેટમાં હેલ્ધિ બેક્ટેરિયાનો વિકાસ થાય છે. જે તમારા પેટ માટે ફાયદાકારક હોય છે. તેનાથી તમારા મેટાબોલિઝમને સુધારો મળે છે.

નિષ્કર્ષ : તમે જાણી ગયા હશો કે ઉપવાસ કરવાથી માત્ર તમને આધ્યાત્મિક અથવા ભક્તિ સંબંધિત લાભ નથી મળતા, પરંતુ તમારા શરીર માટે પણ ઉપવાસ કરવો ફાયદાકારક હોય છે. તેનાથી થોડા દિવસ માટે તમારું ઓવર ઈંટિંગ ઓછું થઈ જાય છે, જેથી તમારું હેલ્ધિ વજન જળવાઈ રહેશે, વૈજ્ઞાનિક દષ્ટિએ સમયાંતરે ઉપવાસ કરવાથી અનેક લાભ થાય છે.
– પ્રતિનિધિ.

નવરાત્રિ ફાસ્ટ ૯ હેલ્ધિ ડાયટ રેસિપી

કેટલાક લોકો નવરાત્રિના પ્રથમ અને છેલ્લા દિવસે ઉપવાસ કરે છે તો કેટલાક લોકો ૯ દિવસ ઉપવાસ કરે છે. નવરાત્રિનો તહેવાર તે સમયે ઊજવવામાં આવે છે જ્યારે મોસમમાં ધીરેધીરે પરિવર્તન થવા લાગે છે અને એવામાં ઉપવાસ શરીરને બદલાતા વાતાવરણમાં તાલમેલ બેસાડવામાં મદદ કરે છે. તહેવાર દરમિયાન વ્રત કરવા અથવા ફાસ્ટિંગની મદદથી શરીરને ડિટોક્સ કરવું સરળ હોય છે. તેની સાથે વ્રત કરવું પાચનશક્તિ વધારવા અને પોઝિટિવ અનુભવવામાં સહાયક સાબિત થાય છે.

નવરાત્રિમાં ઉપવાસ કરનાર માટે ટિપ્સ :
જેા તમે આ વર્ષે નવરાત્રિમાં પહેલી વાર ઉપવાસ કરી રહ્યા છો તો તે નિશ્ચિતપણે ખૂબ ઉત્સાહિત અને ખુશી અનુભવશો, પરંતુ ઉપવાસ કરતાં પહેલાં તમારી તૈયારી પૂરી થવી જેાઈએ, કારણ કે ઉપવાસ દરમિયાન કરાતી નાનીનાની ભૂલોના લીધે તમે વધારે થાક અથવા કમજેારી અનુભવી શકો છો, તેથી સૌપ્રથમ પ્રયાસ કરો કે ૯ દિવસના આ ઉપવાસ તમારા માટે સરળ છે. એવામાં તમારે ૯ દિવસમાં એવા ફૂડનું સેવન કરવું જેાઈએ, જે તમારા શરીરને શક્તિ અને પોષણ આપે, જેથી તમે આ ૯ દિવસમાં કોઈ તકલીફ વિના ઉપવાસ કરી શકો.

પ્રથમ ૩ દિવસ ફૂડનું સેવન કરો
વધારેમાં વધારે પ્રમાણમાં ફળનું સેવન કરો.
સફરજન, ચીકુ, કેળાં, દ્રાક્ષ, પપૈયું અને તડબૂચ જેવા મીઠા અને રસાદાર ફળોનું સેવન વધારે કરો.
આમળાનો જ્યૂસ, દૂધીનો જ્યૂસ અને નાળિયેર પાણીનું નિયમિત સેવન કરો.
ચોથા દિવસથી છઠ્ઠા દિવસમાં આ ફૂડ ખાઓ
ઉપવાસના ચોથા દિવસથી તમે દિવસમાં એક વાર ભોજન કરો. વન મીલ અ ડેથી તમારા શરીરને પોષણ અને આરામ મળશે.
નવરાત્રિના ઉપવાસમાં ચોથા દિવસથી એક વાર ભોજન કરો અને ફળનો રસ, છાશ અને દૂધ પી શકો છો.

સાતમા દિવસથી નવમા દિવસનો ડાયટ
છેલ્લા ત્રણ દિવસના ઉપવાસમાં તમે નવરાત્રિના તહેવારમાં બનતી પરંપરાગત ડિશનું સેવન કરી શકો છો, જેમ કે –
શિંગોડાના લોટની રોટલી, સામાની ખીરનું સેવન કરો.
સાબુદાણાની ખીર, સાબુદાણાની ખીચડી અથવા શિંગોડાનો શીરો ખાઓ.
શરીરને ઠંડું રાખવા માટે ઘી, દૂધ અને છાશનું સેવન કરો.
દહીં સાથે દૂધી અને કાકડી જેવા શાકનું રાયતું ખાઈ શકો છો.
સ્વયંને હાઈડ્રેટેડ રાખવા માટે શાકનો જ્યૂસ, સૂપ અને નાળિયેર પાણી પીઓ.
એનર્જી અને સારા હાઈડ્રેશન માટે નાસપાતી, સફરજન અને પપૈયા જેવા ફળોનું સેવન કરો.

આ વાતનું ધ્યાન રાખો
જેા તમે ડાયાબિટીસ, હાઈ બીપી અને અન્ય કોઈ હેલ્થ પ્રોબ્લેમથી પીડાઈ રહ્યા છો તો વ્રત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો.
પ્રેગ્નન્સીમાં નવરાત્રિના ૯ દિવસના ઉપવાસ સાવચેતીથી કરવા જેાઈએ. તેથી તમે ઉપવાસ ત્યારે કરો જ્યારે ડોક્ટર તમને મંજૂરી આપે.
તમારી બોડીની ક્ષમતા ઓળખો અને એટલા જ ફાસ્ટિંગ કરો જેટલા તમારા માટે શક્ય હોય.
– પ્રતિનિધિ.

કેવી રીતે રાખવી સેલ્ફ કેર

દિલ્લી, મુંબઈ સહિત દેશના ૭ મોટા શહેરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં ચોંકાવનાર તથ્યો સામે આવ્યા છે. ‘ધ ઈન્ડિયન વુમન હેલ્થ-૨૦૨૧’ ના રિપોર્ટમાં તારણ આવ્યું છે કે ૬૭ ટકા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી સમસ્યા વિશે વાત કરવામાં ખચકાટ અનુભવે છે. તેમનું કહેવું હોય છે કે અમારા સ્વાસ્થ્ય વિશે વાત કરવાને સમાજમાં સારી માનવામાં નથી આવતી.
દેશમાં આજે પણ કામકાજી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું નથી. અડધાથી વધારે મહિલાઓ માટે કામની સાથે સ્વયં સ્વસ્થ રહેવું પડકારજનક પુરવાર થઈ રહ્યું છે. મહિલાઓ સતત કામ કરવા અને પોતાની જવાબદારીનું પાલન કરતા પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે.
‘ધ ઈન્ડિયન વુમન હેલ્થ-૨૦૨૧’ ના આ રિપોર્ટ અનુસાર ૨૨ થી ૫૫ વર્ષની ઉંમરની ૫૯ ટકા કામકાજી મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના લીધે પોતાની નોકરીને છોડી દેતી હોય છે. જ્યારે ૯૦ ટકા મહિલાઓને પારિવારિક જવાબદારીના લીધે મુશ્કેલી પડતી હોય છે.
૫૨ ટકા મહિલાઓ પાસે નોકરી, પારિવારિક જવાબદારી સાથે સ્વયંને સ્વસ્થ રાખવા માટે સમય નથી હોતો. રિપોર્ટ અનુસાર દેશમાં કાર્યસ્થળ પર પોતાના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી સમસ્યા જેમ કે પીરિયડ, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયને લગતી પ્રોબ્લેમ્સ પર વાત કરવામાં ખચકાટ અનુભવતી હોય છે. તેમનું કહેવું છે કે જ્યારે અમારા સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે ૮૦ ટકા પુરુષ સહયોગી સંવેદનશીલ નથી હોતા.

ચોંકાવનાર પરિણામ
દેશમાં પ્રત્યેક ૪ માંથી ૩ કામકાજી મહિલાઓનું સ્વાસ્થ્ય ઘરઓફિસની દોડધામ અને તેમની વચ્ચે સંતુલન સાધવામાં ક્યાંક ને ક્યાંક કમજેાર પડી જાય છે. એસોચેમના એક સર્વેક્ષણમાં પરિણામ સામે આવ્યું છે કે ઓફિસના કામ, બાળકો અને ઓફિસની દેખરેખના લીધે ઊભા થતા દબાણના લીધે તેમની દિનચર્યા ખૂબ વ્યસ્ત રહે છે અને સમયની સાથે ઘણી લાંબી ચાલતી અને ગંભીર બીમારી તેમને ઘેરી લેતી હોય છે.
સર્વેક્ષણમાં એ વાત પણ જેાવા મળી છે કે ૩૨ થી ૫૮ વર્ષની ઉંમરની વચ્ચેની ૩/૪ કામકાજી મહિલાઓ પોતાની મુશ્કેલ જીવનશૈલીના લીધે લાંબી તથા ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. તેમને સ્થૂળતા, થાક, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કમરનો દુખાવો અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારી ઘેરી લેતી હોય છે.
એક સર્વે અનુસાર કામકાજી મહિલાઓમાં હૃદય સંબંધિત બીમારીનું જેાખમ પણ ઝડપથી વધી રહ્યું છે. ૬૦ ટકા મહિલાઓને ૩૫ વર્ષ સુધીની હૃદય સંબંધિત બીમારી થવાનું જેાખમ રહે છે. ૩૨ થી ૫૮ વર્ષની ઉંમરની મહિલાઓ પર કરવામાં આવેલા સર્વે અનુસાર ૮૩ ટકા મહિલાઓ કોઈ પણ પ્રકારની કસરત નથી કરતી અને ૫૭ ટકા મહિલાઓ ખોરાકમાં ફળ-શાકભાજીનો ઓછો ઉપયોગ કરતી જેાવા મળી હતી.
યુવાન છોકરીઓ જે આ પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ હોય છે તેમની પર પણ સમય જતા આ પ્રકારની સમસ્યાથી ઘેરાઈ જવાનું જેાખમ રહેતું હોય છે. આ સર્વેક્ષણમાં સામેલ મહિલાઓમાં ૨૨ ટકા મહિલાઓ જૂની લાંબી બીમારીથી ગ્રસ્ત જેાવા મળી હતી. એસોચેમનો આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્લી, એનસીઆર, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં ૩૨ થી ૫૮ વર્ષની ૨,૮૦૦ મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. આ મહિલાઓ ૧૧ વિભિન્ન ક્ષેત્રની ૧૨૦ કંપનીમાં કાર્યરત હતી.

વધારાના તાણ અને દબાણ
આમ પણ મહિલાઓ પર એક સારા વાલી, સારી મા બનવાનું ખૂબ દબાણ રહેતું હોય છે અને તેના લીધે તાણ પણ રહેતી હોય છે. મહિલાઓ સવારથી સાંજ સુધીની દોડધામભરી જિંદગીમાં ઘણી વાર સારવાર માટે ડોક્ટર પાસે જઈ શકતી નથી.
એસોચેમ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પરથી જણાય છે કે મા બન્યા પછી ઘણી બધી મહિલાઓ નોકરી છોડી દે છે. સર્વે અનુસાર ૪૦ ટકા મહિલાઓ પોતાના બાળકોના સારા ઉછેર માટે આ નિર્ણય લે છે.
પોતાની ચિંતા છોડીને મા બાળક માટે જીવતી હોય છે. બાળકના જન્મ પહેલાંથી મા બાળકનું ધ્યાન રાખવાનું શરૂ કરી દે છે. જ્યારે બાળક માના પેટમાં હોય છે, ત્યારે મા એવી વસ્તુ ખાવાથી દૂર રહે છે, જેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય. પોતાને ગમતી વસ્તુનો ત્યાગ કરીને તે હંમેશાં હેલ્ધિ વસ્તુ ખાય છે, જેથી બાળકની હેલ્થ સારી રહે.
પછી બાળકોના મોટા થવા સુધી દરેક મા બાળકો અને ઘરના બીજા સભ્યોના આહાર અને સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખે છે અને આ જ કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન નથી આપી શકતી. પછી સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન ન આપી શકવાથી સમય જતા તેમની પર કેટલીક બીમારીનું જેાખમ પણ વધવા લાગે છે. આ સ્થિતિમાં જરૂરી છે કે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પર પણ પૂરતું ધ્યાન આપવું જેાઈએ.
યાદ રાખો, આજે બાળક અને પરિવાર તમારી પ્રાથમિકતા છે, પરંતુ ખૂબ જલદી તે સમય આવશે, જ્યારે બાળકો તેમના અભ્યાસ અથવા નોકરી માટે દૂર ચાલ્યા જશે. એટલું જ નહીં, લગ્ન પછી તેમનો પણ પોતાનો એક અલગ પરિવાર હશે અને શક્ય છે કે તેઓ કોઈ બીજા શહેર અથવા બીજા દેશમાં સેટલ થઈ જાય, આ સ્થિતિમાં તમારે મજબૂત બનવું પડશે. આ સમયે માત્ર તમારા જીવનસાથી જ તમારી સાથે હશે, પરંતુ તેમની દેખરેખ પણ તમે ત્યારે જ રાખી શકશો જ્યારે તમે સ્વસ્થ હશો. આમ પણ બાળકો તમારી પર ત્યાં સુધી જ નિર્ભર હોય છે, જ્યાં સુધી તેઓ મોટા નથી થઈ જતા. ત્યાર પછી તમારે બાકીના ૨૦-૩૦ વર્ષ એકલા સ્વ બળે વિતાવવાના છે. આ સ્થિતિ માટે તમારું શારીરિક અને માનસિક રીતે હેલ્ધિ રહેવું ખૂબ જરૂરી બની જાય છે, નહીં તો તમે બીજા પર બોજારૂપ બની જશો.

તમારા સ્વાસ્થ્યને ઈગ્નોર ન કરો
બદલાતા સમયે મહિલાઓને આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે સશક્ત બનાવી દીધી છે અને તેમની હેસિયત અને માનસન્માનમાં પણ વૃદ્ધિ થઈ છે. ઘણું ખરું જેાવા મળે છે કે જ્યારે મહિલાઓ ઘર, પરિવાર અને કાર્યસ્થળ એમ દરેક જગ્યાએ પોતાની જવાબદારીનું વહન કરે છે, ત્યારે તે પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન આપી શકતી નથી. પછી જ્યારે સમસ્યા હદથી વધી જાય છે ત્યારે તે પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવતી હોય છે. તેથી ઉત્તમ તો એ છે કે તેમણે સમય રહેતા સેલ્ફ કેર કરવી જેાઈએ.

સમયાંતરે મેડિકલ ટેસ્ટ કરાવો
ઘરના કામ, બાળકોની જવાબદારી, ઘરગૃહસ્થી અને ઓફિસના ટેન્શન વગેરેના લીધે મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને સમયની સાથે ઘણી બધી બીમારીનો તે શિકાર બની જાય છે. આ બીમારીથી બચવાની સૌથી સારી રીત એ છે કે સમયાંતરે તમારા ડોક્ટરને બતાવીને તેમની સલાહ અનુસાર કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવી લેવા જેાઈએ. જેા રિપોર્ટમાં કંઈ જ ચિંતાજનક નીકળે તો ડોક્ટર સમયસર ઈલાજ કરી શકે અને બીમારી પર કાબૂ મેળવી શકાય. મેમોગ્રાફી, થાઈરોઈડ, પેપ સ્મીયર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા મેડિકલ ટેસ્ટ સમય પર કરાવતા રહો.

આહારનું ધ્યાન રાખો
સવારે જલદી ઊભી થવાથી લઈને રાત્રે મોડા સૂવા સુધી કોઈ પણ મહિલા દિવસભર ઘરના કામ કરવામાં અને પોતાની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત રહેતી હોય છે. આ સ્થિતિમાં તે પોતાના આહાર પર ધ્યાન આપી શકતી નથી. ઘણી વાર તે બિલકુલ ખાલી પેટ ઘરના કામકાજ કરતી રહે છે, પરંતુ એમ કરવું ખૂબ ખોટું છે, તેથી ખાસ ધ્યાન રાખીને રોજ સમયસર પૌષ્ટિક આહાર લો. ડાયટમાં ફાઈબર, પ્રોટીન, ફ્રૂટ્સ, ફળ અને શાકભાજી સામેલ કરો.

ફિઝિકલ એક્ટિવિટી
દિવસભર ઘરના કામકાજ કરતા રહેવાથી તમારી ફિઝિકલ એક્ટિવિટી ખૂબ વધી જાય છે અને વધારે પડતા કામના બોજથી માનસિક થાક પણ લાગી શકે છે. તેથી પોતાની દિનચર્યામાં કેટલીક ફન એક્ટિવિટીને સામેલ કરવાની કોશિશ કરો. આમ કરવાથી તમારો મૂડ સારો રહેશે, સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ થશે. તમે તમારી દિનચર્યામાંથી સમય કાઢીને ગાર્ડનિંગ કરી શકો છો. આ જ રીતે પાર્કમાં ફરવા જાઓ તેમજ સાહેલીની મુલાકાત પણ લઈ શકો છો.

આરામની જરૂર છે
જેમજેમ ઉંમર વધતી જાય છે તેમતેમ શરીરને પણ વધારે આરામની જરૂર પડે છે. સવારે જલદી ઊઠવા અને રાત્રે મોડા ઊંઘવાથી ઘણી વાર પૂરતી ઊંઘ નથી મળતી. તેથી પ્રયાસ કરો કે શરીરને ઓછામાં ઓછા ૮-૯ કલાકની પૂરતી ઊંઘ મળે. જેા કોઈ કારણવશ રાત્રે પૂરતી ઊંઘ ન મળી હોય તે દિવસે પણ ૨-૩ કલાકની ઊંઘ તમે લઈ શકો છો. આમ કરવાથી થાક દૂર કરવામાં મદદ મળશે.

બીજાની મદદ લો
બાળક નાનું હોય છે ત્યારે તેના કામ ખૂબ વધારે રહે છે. જેાકે તેમના મોટા થયા પછી પણ એક મા માટે બાળકના બધા કામ સંભાળવા મુશ્કેલ હોય છે. આ કારણસર તેને પોતાના વિશે વિચારવાનો સમય નથી મળતો. તેથી જરૂરી છે કે તમે પણ ઘરના અન્ય સભ્યોની થોડી મદદ લો, જેથી તમે તમારા માટે થોડો સમય કાઢી શકો. જેા તમે નવાનવા મા બન્યા છો તો તમારે તમારું વધારે ધ્યાન રાખવું જેાઈએ. આ સ્થિતિમાં તમારે ઉત્તમ સ્વાસ્થ્ય માટે બધું સરળ બનાવવાની જરૂર છે. તમે પાર્ટટાઈમ અથવા ફુલટાઈમ મદદ માટે ઘરમાં એક મેડ કે સર્વન્ટ રાખી શકો છો. ઈચ્છો તો મદદ માટે તમારા માતાપિતા અથવા સાસુસસરાને બોલાવી શકો છો.
જે ઘરમાં પતિ અથવા અન્ય પરિવારજનો કામકાજમાં મદદરૂપ થતા હોય છે, ત્યાં ઘરની મહિલાઓનું સ્વાસ્થ્ય અપેક્ષાકૃત સારું જેાવા મળ્યું છે. સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે, તેથી મહિલાઓ તાણમુક્ત અને કામના બોજથી મુક્ત રહે તે જેાવાની અને તેનું ધ્યાન રાખવાની જવાબદારી પૂરા પરિવારની છે.
– ગરિમા પંકજ.

હર્બલ દવાઓ જાણકારી વિના ન લો

હર્બલ ઔષધિ વિષયક જ્ઞાન દુનિયાની દરેક સંસ્કૃતિ, માનવજાતિ અને સભ્યતાનું એમ તો ભાગ રહ્યું છે. કેટલીક જડીબુટ્ટીને સોનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આદું, શાલ્મલી લસણ, અશ્વગંધા, હળદર, લવિંગ, ધાણા, આમળા, જામફળ અને આવી હજારો જડીબુટ્ટીના પ્રભાવની પ્રામાણિકતા આધુનિક વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે.
કેટલીક જડીબુટ્ટીને આધુનિક મેડિકલ સાયન્સે પણ કાયદેસર દવા રૂપે સ્વીકારી છે. સિનેકોના નામના ઝાડ પરથી પ્રાપ્ત થતી ક્વીનોન નામની દવા તૈયાર કરવામાં આવી છે અને તેને મલેરિયાની સારવારમાં રામબાણ માનવામાં આવે છે.
આજે વિશ્વના બધા દેશ શોધો અને તેના પરિણામોથી પ્રોત્સાહિત થઈને અનેક હર્બલ દવાના વૈજ્ઞાનિક પ્રમાણ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે ડંડેલિયાન નામના છોડમાંથી કેન્સરની બીમારીના ઈલાજની દવા શોધવામાં આવી રહી છે, તો ક્યાંક કોઈ દેશમાં બારમાસી અને કરેણ જેવા છોડવામાંથી સ્કિન પર થતા ઈંફેક્શનની સારવાર પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જેાકે પરંપરાગત જ્ઞાનનું વૈજ્ઞાનિક સમર્થન જરૂરી છે, જેથી આપણે એ હકીકતને સમજી શકીએ કે ખરેખર કઈ જડીબુટ્ટીથી કયો રોગ ઠીક થાય છે અને આ કેવી રીતે શક્ય બને છે, પરંતુ હું જડીબુટ્ટીમાં રહેલા ખાસ રસાયણને અલગ કરીને ઔષધિને કૃત્રિમ રીતે તૈયાર કરવાના પક્ષમાં નથી.

છોડવા, વૃક્ષોમાં હોય છે રસાયણ
ઔષધિ છોડવામાં માત્ર એક નહીં, હજારો રસાયણ અને તેના સમૂહ જેાવા મળે છે અને કોણ જાણે કયું રસાયણ અસરકારક ગુણ ધરાવતું હોય. તેથી માર્કર કંપાઉન્ડ (કોઈ જડીબુટ્ટીમાં જેાવા મળતું ખાસ રસાયણ) શોધ પર કેટલાક જાણકારો પ્રશ્નો ઊભા કરે છે. જડીબુટ્ટીમાંથી મહત્ત્વપૂર્ણ રસાયણોને અલગ કરીને તેને કૃત્રિમ રીતે તૈયાર કરવાની કોશિશ અસરકારક નહીં રહે. આ વાતને સાબિત કરવા માટે એસ્પિરિનથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે.
એસ્પિરિન ટેબ્લેટમાં માર્કર કંપાઉન્ડના નામે સોલિસિલિક એસિડ હોય છે, જેને સૌપ્રથમ વાઈટ વિલ્લો ટ્રી નામના ઝાડમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પછી આ સોલિસિલિક એસિડને કૃત્રિમ રીતે તૈયાર કરવામાં?આવ્યું અને એસ્પિરિન નામની દવાને બજારમાં લાવવામાં આવી. પીડાનાશક ગુણો પ્રખ્યાત આ દવાના સેવન પછી રોગીને પેટમાં ગરબડ અને કેટલાકને પેટમાં છાલા પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાઈટ બિલ્લો ટ્રીની છાલના ઉકાળાને કેટલાય આયુર્વેદના જાણકાર પીડાનાશક તરીકે દાયકાથી આપતા આવ્યા છે અને રોગીને ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. આ વાત જાણીને તમે પણ થોડું વિચારો.
હકીકતમાં છાલના ઉકાળામાં એવા રસાયણ પણ હોય છે જે ચાંદાને થતા અટકાવવામાં અસરકારક માનવામાં આવે છે અને કેટલાક રસાયણ એવા પણ છે જે પેટના દુખાવા અને ડાયેરિયાને અટકાવવા વગેરેમાં મહત્ત્વપૂર્ણ હોય છે. જેાકે અહીં સૌથી મોટો પ્રશ્ન દવા અથવા જડીબુટ્ટીની ગુણવત્તા વિશે ઉપસ્થિત થાય છે. મોટાભાગના વૈદ્ય અને જાણકારો અને ઘણી બધી ફાર્મા કંપની પણ દવાઓને તૈયાર કરનાર જડીબુટ્ટીને બજારમાંથી ખરીદતા હોય છે. આ સ્થિતિમાં કાચા માલની ગુણવત્તા પર પ્રશ્ન ઊઠવો વાજબી છે.
બીજી સૌથી મોટી ચિંતાની વાત ઝોળાછાપ લોકોને ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા પરની ભ્રામક માહિતી અથવા ઢોંગી બાબા દ્વારા પ્રચારપ્રસાર કરાતી જાણકારી હોય છે. આવી અડધીઅધૂરી જાણકારી મેળવીને લોકો પણ પોતે ડોક્ટર બની જાય છે અને ઘર પર ઈલાજ કરીને બેસી રહેવા વિચારતા હોય છે, એમ માનીને કે આ હર્બલ દવાઓ છે, તેથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ કે દુષ્પ્રભાવ પડશે નહીં.

હર્બલ દવાથી નુકસાન
ઘણી વાર આપણે જાણેઅજાણે ડોક્ટરને બતાવ્યા વિના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદીને લાવી દેતા હોઈએ છીએ અને વધારામાં સમસ્યા પણ ઘરે લાવી દેતા હોઈએ છીએ. વળી હર્બલ લેક્સેટિવ્સ બજારમાં ઓવર ધ કાઉન્ટર એટલે કે ઓટીસીના રૂપે બધે મળી જાય છે. આપણામાંના ઘણા બધા લોકો એવા છે જેમને તેની સાથે જેાડાયેલ દુષ્પ્રભાવ વિશે જાણકારી નથી હોતી. આ વિરેચક ઔષધિ ન માત્ર શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલનને ખરાબ કરી શકે છે, પરંતુ ઘણા બધા પ્રકારના વિટામિન અને ફેટી પદાર્થોનું વિઘટન પણ કરી દે છે.
અહીં પેશાબ સંબંધિત ખરાબીઓના દુષ્પ્રભાવની વાત કરવી જરૂરી છે, જેથી વિટામિન બી-૧, બી-૬, વિટામિન-સી, સીઓક્યૂ ૧૦ અને શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ ઘટવા લાગે છે. શરીરમાં કેફીનની માત્રા વધારે થવાથી વિટામિન-એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્ત્વોમાં ઊણપ આવવા લાગે છે.
આમ તો હર્બલ દવાઓને દુષ્પ્રભાવહીન માનવામાં આવે છે અને તેના લીધે લોકો સમજ્યાવિચાર્યા વિના આ દવાઓનો ઉપયોગ કરી લે છે, પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે તેની અસંતુલિત માત્રા અથવા કોઈ પ્રશિક્ષિત ચિકિત્સકની સલાહ લીધા વિના તેનો ઉપયોગ ખરાબ અસર કરી શકે છે.
વૈજ્ઞાનિક એલ્વિન લેવિસની શોધ અનુસાર એલોવેરા જેલની અધિક માત્રા, જેને મોટાભાગે લોકો જાણકારી વિના ઘણા બધા રોગની સારવારમાં ઉપયોગમાં લે છે, પરંતુ તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના લીધે પેટમાં દુખાવો અને પેચિસ જેવી સમસ્યા ઉપરાંત હૃદય સંબંધિત ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઝાડછોડમાં જે રસાયણો જેવા મળે છે, તેનો સીધો ઉપયોગ ઘણી વાર ઘાતક સાબિત થઈ શકે છે. ફ્લેવેનોઈડ નામક રસાયણનું પ્રમાણ વધવાથી માનવશરીરમાં ઘણા બધા દુષ્પ્રભાવ જેાવા મળી શકે છે. અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં વૈજ્ઞાનિક અર્નજે લખેલા રિવ્યૂ લેખનું માનીએ તો ફલેવેનોઈડ એનીમિયા જેવી સમસ્યા ઉપરાંત તે તમારી કિડનીને ક્ષતિગ્રસ્ત કરી શકે છે.

ચિકિત્સકીય સલાહ જરૂરી
હર્બલ દવાઓ કોઈ પ્રિસ્ક્રિપ્શન વિના સરળતાથી બજારમાં મળી જાય છે, પરંતુ મારી માન્યતા મુજબ તમારે હર્બલ દવાઓનું સેવન કરતી વખતે ચિકિત્સકીય સલાહ લેવી જરૂરી છે, કારણ કે મોટાભાગે હર્બલ દવાની ઉપયોગિતા વિશે બધા લોકો વાતો કરે છે, પરંતુ તેમને બીજી દવાઓની સાથે થતા રિએક્શન વિશે વધારે જાણકારી નથી હોતી. આ જ વાતને ડાયેટિશિયને પણ સમજાવી જેાઈએ, જે મેડિકલ સાયન્સની પૂરતી સમજ વિના આહારમાં સારા એવા પરિવર્તન કરાવે છે, પરંતુ કોઈ ખાસ તત્ત્વો વધવા અથવા ઓછા થવાના લીધે થતા દુષ્પ્રભાવની ચિંતા નથી કરતા.
શરીરમાં જેા કોઈ પોષક તત્ત્વોની ઊણપ હોય તો પોષક તત્ત્વોની પૂર્તિ માટે ઔષધિ તરફ દોડી જવાના બદલે તે તત્ત્વોની ઊણપ થવાના કારણો શોધવા જેાઈએ અને તે કારણોનું કુદરતી નિવારણ લાવવું જેાઈએ. જે નિયંત્રિત ખાદ્યશૈલી, દોડધામ અને તાણગ્રસ્ત જીવનમાં આપણે પોતાના શરીરને ઢાળી લેતા હોઈએ છીએ અને ત્યાર પછી આ કારણસર શરીર બીમારીની ઝપેટમાં આવી જાય છે.
હર્બલ જ્ઞાનને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે તેના અંધાધૂંધ બજારીકરણે અને ઝોળાછાપ અપૂરતી જાણકારીએ કેટલાક જાણકારો જડીબુટ્ટી વિશે એટલી બધી વાત કહી દે છે કે આપણને પણ એવું લાગે જણે કે જડીબુટ્ટી અમૃત છે. તથાકથિત જાણકારો આ પ્રકારની જડીબુટ્ટી અને વનસ્પતિને હિમાલયથી લઈને દૂરના પૂર્વી પહાડી વિસ્તારોમાંથી લાવ્યા હોવાની અને તેમાંથી દવા બનાવવાનો દાવો કરતા હોય છે. હકીકતમાં દરેક વનસ્પતિ કે જડીબુટ્ટીની પોતાની એક અલગ ખાસિયત હોય છે. દરેક વનસ્પતિ કોઈ ને કોઈ રીતે અસરકારક પણ હોય છે અને આ વાતને યોગ્ય જાણકાર સારી રીતે જાણતા ઓળખતા હોય છે.
આજે ઔષધિનું બજાર કરોડો રૂપિયાનું છે, પરંતુ કુદરતી રીતે શરીરને સ્વસ્થ રાખવું લગભગ મફત છે અને આ મફત સારવાર માટે કોઈ ચિકિત્સકની જરૂર પણ નથી, માત્ર પોતાની જીવનશૈલી, ખાદ્યશૈલી અને રોજબરોજની જિંદગીને સમયબદ્ધ કરી લેવામાં આવે અને પોતાની થોડીક કાળજી લેવામાં આવે તો શરીર પોતાનું રક્ષણ કરી શકે છે. રોગની સારવાર બિલકુલ શક્ય છે, પરંતુ તે ત્યારે જ થશે, જ્યારે રોગના કારણોને આપણે સમજી શકીએ અને ત્યાર પછી તે કારણોના નિવારણ પર અમલ કરીએ.
– ડો. દિપક આચાર્ય.

ગર્ભપાત પછી શું કરવું શું નહીં

ઘણા બધા લોકો બાળકને ૩૦ વર્ષ પછી વિચારતા હોય છે. એક વિશ્વવ્યાપી સર્વે અનુસાર દર ૪ માંથી ૧ મહિલાનો ગર્ભપાત ૪૫ વર્ષની ઉંમર પહેલાં થાય છે. જેા તમારો અથવા તમારી આસપાસની કોઈ મહિલાનો ગર્ભપાત થયો હોય તો તમારા માટે આ બ્લોગ વાંચવો વધારે જરૂરી બની જાય છે. તો આવો, જાણી લઈએ કે ગર્ભપાત છે શું?
ગર્ભપાત છે શું અને તેને કરવા અથવા કરાવવાની કઈ રીત હોય છે? ગર્ભપાત એટલે ગર્ભાવસ્થા પૂર્ણ થયા પહેલાં અથવા આપમેળે ગર્ભનું નીકળી જવું કે પછી જબરદસ્તી ઓપરેશન અથવા દવાઓના માધ્યમથી દૂર કરવો. તેનું અંતિમ પરિણામ એ હોય છે કે ગર્ભાવસ્થા નાબૂદ થાય છે એટલે કે ગર્ભપાત થઈ જાય છે. એક ડોક્ટર કોઈ પણ મહિલાની જરૂરિયાત અને ગર્ભાવસ્થા અનુસાર તેના માટે ઉપયુક્ત વિધિનો પ્રયોગ કરશે. ગર્ભપાતના પ્રકારોમાં સામેલ છે : ગર્ભપાતની ગોળી, નિર્વાત આકાંક્ષા અથવા વેક્યૂમ એસ્પિરેશનનો ફેલાવો અને નિકાસ અથવા ડી એંડ ઈ. ગર્ભપાત પછી આ પ્રક્રિયા પછી એક મહિલાનું માસિક સામાન્ય રીતે ૪-૮ અઠવાડિયામાં પરત આવવું જેાઈએ. જેાકે મહિલાને શરૂઆતમાં અનિયમિત સ્પોટિંગ અથવા રક્તસ્રાવ થઈ શકે છે. કેટલાક લોકોમાં ગર્ભપાત પછીના દિવસોમાં અને અઠવાડિયામાં મજબૂત ભાવના અને મૂડમાં બદલાવ થતા હોય છે. હોર્મોનના અચાનક પરિવર્તન તેનું કારણ બની શકે છે. ગર્ભપાત થવો ભાવનાત્મક અને માનસિક રીતે પડકારજનક અનુભવ હોઈ શકે છે અને પ્રક્રિયા પછીના દિવસોમાં તમારે તમારા મિત્રો અને નજીકના સંબંધીનો સહારો લેવો જેાઈએ. જેવી જ કોઈ વ્યક્તિ ઓવ્યૂલેટ કરે છે, ત્યારે તેનું ગર્ભવતી બનવું શક્ય થઈ જાય છે. આવું પહેલા માસિક અગાઉ થાય છે અને તે ગર્ભપાત પછી થઈ શકે છે. તેથી જેા કોઈ વ્યક્તિ ગર્ભધારણથી બચવાની કોશિશ કરતી હોય તો ગર્ભનિરોધકનો ઉપયોગ અથવા સેક્સથી દૂર રહેવું જરૂરી રહે છે. ગર્ભપાત પછી નીચે જણાવેલા લક્ષણો દેખાઈ શકે છે :

બ્લીડિંગ થવું
કેટલીક મહિલાઓને ગર્ભપાત પછી બિલકુલ લોહી નથી નીકળતું તો કેટલીકને ત્યાર પછીના ૨ થી ૬ અઠવાડિયા સુધી યોનિમાંથી લોહી નીકળી શકે છે, પરંતુ ડરશો નહીં, ગર્ભપાત કરાવ્યા પછીનું આ બિલકુલ સામાન્ય લક્ષણ છે.
૧. યોનિમાંથી લોહી આવી રહ્યું હોય તે થોડું સ્પોટી અને ભૂરા રંગનું હોઈ શકે છે. તેમાં તમને જેા ક્લોટ્સ દેખાય તો પણ ડરશો નહીં, કારણ કે આ સામાન્ય લક્ષણ છે.
૨. ગર્ભપાત પછીના શરૂઆતના કેટલાક દિવસોમાં લોહી નથી આવતું, પરંતુ ત્યાર પછી હોર્મોનલ બદલાવના લીધે થોડું વધારે લોહી આવી શકે છે.
૩. જેા વધારે લોહી આવી રહ્યું હોય તો પેડ્સનો ઉપયોગ કરો અને ત્યાર પછી ગર્ભાશયવાળી જગ્યાને ૧૦-૧૫ મિનિટ શાંતિથી ધીરેધીરે મસળો, હીટિંગ પેડનો ઉપયોગ કરો અને જેા વધારે પીડા થતી હોય તો પેનકિલર લો.
પ્રવાહ : તમને આ પ્રકારનો પ્રવાહ થઈ શકે છે :
૧. લોહી વિનાનો, ભૂરા અથવા કાળા રંગનો.
૨. કફ જેવો.
ક્રોપિંગ, ગર્ભપાત પછીનું ખૂબ સામાન્ય લક્ષણ છે. તેનો અર્થ એ થાય છે કે ગર્ભાશય ફરીથી પોતાની જગ્યા પર આવી રહ્યું છે.

ગર્ભપાત પછી પોતાનું ધ્યાન કેવી રીતે રાખશો
શારીરિક રીતે : ગર્ભપાત પછી મહિલાઓએ પોતાના કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યને પોતાની સાથે રાખવા જેાઈએ. શક્ય હોય તો ગર્ભપાત પછીના બીજા ૨-૩ દિવસ સુધી સંપૂર્ણ રીતે આરામ કરવો જેાઈએ. આ જ રીતે કામ પરથી થોડા દિવસની રજા પણ લઈ લેવી જેાઈએ. શારીરિક અથવા ભાવનાત્મક રીતે મુશ્કેલ કામ કરવાથી બચાવવાની કોશિશ કરવી જેાઈએ.
ગર્ભપાત થયા પછી પોતાનું, વિશેષ રીતે ધ્યાન રાખવું જરૂરી છે. જેાકે આ પ્રક્રિયા ખૂબ નાની હોય છે, પરંતુ શારીરિક રીતે સ્વસ્થ થવામાં થોડા દિવસ અથવા અઠવાડિયાનો સમય લાગી શકે છે. એક મહિલા નીચે જણાવેલી કોશિશ કરી શકે :
* પેટ અને પીઠના નીચેના ભાગ પર માલિશ કરવી.
* હીટિંગ પેડનો ઉપયોગ કરવો.
* જરૂરિયાત મુજબ પેનકિલર લેવી.
માનસિક રીતે : ગર્ભપાતની પસંદગી કરવી આમ પણ એક મુશ્કેલ નિર્ણય હોય છે અને તે ભાવનાત્મક રીતે ખૂબ પડકારજનક હોય છે.
આ પ્રક્રિયા પછી હોર્મોનલ બદલાવ માનસિક સ્થિતિને ખરાબ કરી નાખે છે, જેનાથી મૂડમાં બદલાવ આવી શકે છે. ગર્ભપાત થયા પછી મહિલાના પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સ્તર ધીરેધીરે ઓછું થઈ જાય છે, જે મૂડમાં બદલાવનું કારણ બની શકે છે. ત્યાર પછી જેવું મહિલાનું માસિક સામાન્ય થઈ જાય છે, ત્યારે હોર્મોનનું સ્તર પણ સ્થિર થઈ જાય છે.
– સવિતા સક્સેના.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો