બ્રેન બ્લીડથી હાર્ટએટેકનું જેાખમ

સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.

સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જેાખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જેાખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જે બ્લીડિંગ ખૂબ ગંભીર હોય. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવાની અનેક રીત છે. એક રીત એ છે કે હૃદયની બીમારીને પેદા કરતા પરિબળો, જેમ કે હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસથી સુરક્ષિત રહો. તેના માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવો, સ્વસ્થ આહાર લો, નિયમિત એક્સર્સાઈઝ કરો, ધૂમ્રપાન ન કરો તેમજ દારૂનું સેવન સીમિત પ્રમાણમાં કરો. બીજી રીત એ છે કે જેા ઉપર જણાવેલી બાબતમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

ઈસ્કેમિક સ્ટ્રોકના લક્ષણ
અચાનક કમજેારીનો અનુભવ થવો, ચહેરો, ખભા અથવા પગ સુન્ન થવા, તેમાં પણ ખાસ તો શરીરના એક ભાગમાં સુન્નપણાનો અનુભવ થવો, અચાનક ભ્રમિત થવું, બોલવા અથવા સમજવામાં મુશ્કેલી, એક અથવા બંને આંખે જેાવામાં સમસ્યા, અચાનક ચાલવામાં પરેશાની, ચક્કર આવવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી, અચાનક માથામાં તીવ્ર દુખાવો.

હાર્ટએટેકના લક્ષણ
છાતીમાં દુખાવો અથવા અસહજતાનો અનુભવો થવો, શરીરના ઉપરના ભાગ, બાવડા, પીઠ, ગરદન, જડબા અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો અથવા સારું ન લાગવું, શ્વાસ લેવામાં તકલીફ, વધારે પરસેવો થવો, ઊલટી આવવી, ચક્કર આવવા અથવા સામાન્ય થાક લાગવો. અહીં એ વાત પર ધ્યાન આપવું જેાઈએ કે જરૂરી નથી કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના દરેક કિસ્સામાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવે. જેાકે તેનાથી બચવા માટે જરૂરી પગલાં લેવા ખૂબ જરૂરી છે. કુલ મળીને સેરેબ્રલ હેમરેજના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ઘણા બધા લોકો માટે ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ જેાખમ ખાસ એ લોકોમાં વધારે રહે છે જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો ઈતિહાસ રહ્યો હોય, પરંતુ બ્રેન બ્લીડિંગથી પીડિત કોઈ પણ વ્યક્તિમાં આવું થઈ શકે છે. તેથી જરૂરી છે કે એ પરિબળોથી સુરક્ષિત રહો, જેનાથી હૃદયની બીમારી થતી હોય. તેની સાથે ઈસ્કેમિક સ્ટ્રોક કે હાર્ટએટેકના લક્ષણ દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો.

એન્ટિપ્લેટલેટ થેરપિ
આ થેરપિમાં દર્દીને એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટ અટકાવે છે. એન્ટિપ્લેટલેટ થેરપિથી તે લોકોમાં ફરીથી સ્ટ્રોક શક્યતા ઓછી થઈ જાય છે જેમને પહેલા સેરેબ્રલ હેમરેજ થયું હોય છે.

એન્ટિકોગ્યુલેશન થેરપિ
આ થેરપિમાં એવી દવા આપવામાં આવે છે જે બ્લડ ક્લોટને બનવા અથવા મોટા થતા અટકાવે છે. આ થેરપિની સારવાર બ્લડ ક્લોટ ઘટાડવા, એટ્રિયલ ફાઈબ્રિલેશન માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સેરેબ્રલ હેમરેજની સારવાર માટે પણ આ થેરપિનો ઉપયોગ કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના કેટલાક કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. તેમાં ફાટેલી બ્લડ વેસલનું રિપેરિંગ કરવામાં આવે છે. ઘણી વાર બ્રેન ટ્યૂમરને દૂર કરવા અને બ્લીડિંગના લીધે મગજ પર પડતા દબાણને ઘટાડવા પણ સર્જરી કરવામાં આવે છે. સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના ઠીક થયા પછી રીહેબિલિટેશન પણ જરૂરી છે. મગજને કેટલું નુકસાન પહોંચ્યું છે, તેને ધ્યાનમાં રાખીને દર્દીને ફિઝિકલ થેરપિ, ઓક્યુપેશનલ થેરપિ, સ્પીચ થેરપિ અથવા જરૂર મુજબની બીજી કોઈ થેરપિ આપવામાં આવે છે, જેથી દર્દીના ફંક્શન ફરીથી સામાન્ય થાય અને તેના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે.

અહીં એ વાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની સારવાર અને વ્યવસ્થા મુશ્કેલ બને છે. તેને દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવે છે. તેથી દર્દીએ સત્વરે ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ.
ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતાને ઘટાડવા માટે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના જેાખમથી બચવું જેાઈએ. હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન, દારૂનું વધારે પડતું સેવન અને લોહી પાતળું કરવાની દવા વગેરે એવા પરિબળ છે, જેથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા વધી જાય છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને અને કેટલીક દવાની મદદથી સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતા ઘટાડી શકાય છે. નિયમિત રીતે શારીરિક એક્સર્સાઈઝથી પણ સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગની શક્યતામાં ઘટાડો કરી શકાય છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તેનાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત બીમારીથી બચાવી શકાય છે.
– પ્રતિનિધિ.

બોન હેલ્થ બેદરકારી ભારે પડશે

ભરપૂર ઊર્જા સાથે પોતાના કામ કરવા અને વાસ્તવમાં એક સુંદર ખુશહાલ જિંદગી જીવવા માટે હાડકાનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. હાડકામાં થતી સમસ્યાના લીધે તમારા જીવનની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે અને તમે તમારા પરિવાર અને ઘરના કામકાજને યોગ્ય રીતે મેનેજ નથી કરી શકતા. જેાકે વધતી ઉંમરની સાથે હાડકાનું ઘનત્વ ઘટવા લાગે છે જેનાથી તે કમજેાર પડી જાય છે, પરંતુ આ સ્થિતિનો સામનો કરવા માટે પહેલાંથી તૈયાર રહેવું અને બોન હેલ્થ વિશે જાણકારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. હકીકતમાં, હાડકાં આપણા શરીરમાં ઘણી બધી ભૂમિકા ભજવતા હોય છે. તે આપણને એક નિશ્ચિત સંરચના પ્રદાન કરે છે, અંગોનું રક્ષણ કરે છે અને માંસપેશીઓને સલામત રાખવાની સાથે કેલ્શિયમનો સંગ્રહ કરે છે. જે લોકોના હાડકાં મજબૂત રહે છે તેઓ સ્વસ્થ અને સક્રિય જીવન જીવતા હોય છે. શરીરમાં જૂના હાડકાં તૂટતા રહે છે અને નવા હાડકાં બનતા રહે છે.

આ જ કારણસર આપણું બોન માસ અથવા વેઈટ વધે છે. ૩૦ વર્ષની ઉંમર સુધી વ્યક્તિના જૂના હાડકાં ધીરેધીરે તૂટે છે અને નવા હાડકાં જલદી બને છે. આ ઉંમર પછી નવા હાડકાં બનવાની પ્રક્રિયા ધીમી પડતી જાય છે, જેથી હાડકાં કમજેાર પડતા જાય છે. ખાસ તો મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીનું જેાખમ વધી જાય છે, પરંતુ જેા યોગ્ય જીવનશૈલી, આહાર અને એક્સર્સાઈઝ કરવામાં આવે તો તેનાથી તમારા હાડકાં હંમેશાં મજબૂત રહે છે.

બોન હેલ્થનું ખાસ ધ્યાન રાખો
આવો જાણીએ કે મહિલાઓને પોતાના હાડકાના સ્વાસ્થ્ય વિશે બીજા કરતા ખાસ સાવચેતી રાખવાની જરૂર કેમ છે :
પુરુષોની સરખામણીમાં મહિલાઓના હાડકાં કમજેાર અને નાના હોય છે. તેમના નાના શરીરના લીધે ફ્રેક્ચરનું જેાખમ વધારે રહે છે. પશ્ચિમની મહિલાઓની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં હાડકાની તાકાત ઓછી હોય છે. જે મહિલાઓના હાડકાં નાના અને પાતળા હોય છે, તેમનામાં ઓસ્ટિયોપોરોસિસ સંબંધિત ફ્રેક્ચરનું જેાખમ પણ વધારે રહે છે. તેથી સ્પષ્ટ છે કે પોતાની શારીરિક સંરચનાના લીધે પણ ભારતીય મહિલાઓએ પોતાના હાડકાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મહિલાઓમાં મેનોપોઝ તેમના હાડકાં જલદી અને ઝડપથી કમજેાર પાડી શકે છે : મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનના લીધે માસિકધર્મ થાય છે. આ હોર્મોન હાડકાના વિકાસ અને મજબૂતાઈ માટે ખૂબ જરૂરી હોય છે. સામાન્ય રીતે ૪૫-૫૦ ની ઉંમર સુધીમાં મેનોપોઝની શરૂઆત થઈ જાય છે. જ્યારે આ હોર્મોનનું સ્તર ઘટી જાય છે, ત્યારે મહિલાઓને મેનોપોઝ થઈ જાય છે અને આ ઉંમર પછી મહિલાઓમાં હાડકાની મજબૂતાઈ પણ ઘટવા લાગે છે. તેથી આ કારણસર મહિલાઓએ મેનોપોઝ સમયે પોતાના હાડકાનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મહિલાઓનું કમજેાર ડાયટ : પુરુષોની સરખામણીમાં ભારતીય મહિલાઓને કેલ્શિયમયુક્ત ખાદ્યપદાર્થ જેમ કે દૂધ, દહીં વગેરેનું નિયમિત રીતે સેવન કરવાની ટેવ ઓછી હોય છે. તે ઉપરાંત પુરુષોની સરખામણીમાં મહિલાઓ માંસ, માછલી અને ઈંડાનું સેવન કરવાથી દૂર રહેતી હોય છે. જ્યારે આ બધા એવા ખાદ્યપદાર્થ છે જે મજબૂત હાડકાં માટે પોષક પદાર્થ પ્રદાન કરે છે. તેની ઊણપથી મહિલાઓને બોન સંબંધિત પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે રહે છે.

મહિલાઓમાં બોન હેલ્થના સંદર્ભમાં જાણકારીનો અભાવ : અનેક અભ્યાસ પરથી જાણકારી મળે છે કે ભારતીય મહિલાઓમાં હાડકાના સ્વાસ્થ્ય વિશે જાગૃતિનો અભાવ હોય છે. આ અભાવ તેમને આ બાબતે આવશ્યક પગલાં ભરતા અટકાવે છે. તે પોતાના બાળકો અને પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખતી હોય છે, પરંતુ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ જાય છે. આમ કરવાથી તેમના હાડકાં નાની ઉંમરે કમજેાર થવા લાગે છે.

હાડકાં આ રીતે મજબૂત રાખો
એક નિશ્ચિત ઉંમર પછી હાડકાનું કમજેાર થવું સ્વાભાવિક વાત છે, પરંતુ જેા તમારી લાઈફસ્ટાઈલમાં કેટલીક ખોટી આદતો સામેલ હશે તો ઉંમર પહેલાં તમારા હાડકાં કમજેાર પડી શકે છે. ત્યાર પછી હાડકાં કમજેાર થવા પર અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી નીચે જણાવેલી વાતનું ધ્યાન જરૂર રાખો.

કેફીન અને કાર્બોનેટેડ પેયપદાર્થથી અંતર જરૂરી : ચા, કોફી અથવા કાર્બોનેટેડ પેયપદાર્થ જેમ કે સોફ્ટ ડ્રિંક, શેમ્પેઈન વગેરે હાડકામાંથી કેલ્શિયમને ખેંચી શકે છે. હાર્વર્ડમાં થયેલા એક રિસર્ચ અનુસાર ૧૬ થી ૨૦ વર્ષની ઉંમરની મહિલાઓમાં સોફ્ટ ડ્રિંકના વધારે સેવનથી હાડકાને નુકસાન પહોંચવાની વાત સામે આવી હતી. સોફ્ટ ડ્રિંકમાં ફોસ્ફેટ વધારે હોય છે, જે શરીરમાં કેલ્શિયમને ઘટાડવાનું કામ કરે છે.

જરૂર કરતા વધારે પ્રોટીન લેવું : જરૂર કરતા વધારે પ્રોટીન લેવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. વધારે પ્રમાણમાં પ્રોટીન લેવાથી શરીરમાં એસિડિટી થઈ શકે છે, જેથી પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી શકે છે. મોટાભાગના લોકોને દિવસમાં ૦.૧૨ કિ.ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. તેનાથી વધારે પ્રમાણમાં પ્રોટીન લેવું તમારા હાડકાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એસિડિટીની દવાઓ મુશ્કેલી વધારી શકે છે : ઘણા લોકો શરીરમાં ગેસ અનુભવતા અથવા વધારે તીખું ભોજન ખાધા પછી સાવચેતીવશ એસિડિટીની દવાનું સેવન કરતા હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનીજપદાર્થના અવશોષણ માટે પેટમાં એસિડનું હોવું જરૂરી છે. જેા તમે આ એસિડને બનતું અટકાવવાની કોઈ દવા લઈ રહ્યા છો તો તેનાથી તમારામાં ઓસ્ટિયોપોરોસિસનું જેાખમ વધી જાય છે. જે તમે કોર્ટિકોસ્ટેરોઈડ દવાનું સેવન લાંબા સમયથી કરી રહ્યા છો તો તેનાથી પણ ઓસ્ટિયોપોરોસિસનું જેાખમ વધી જાય છે.

કોફીથી દૂર રહો : ૧ કપ કોફી પીવાથી પેશાબ દ્વારા ૧૫૦ મિલીગ્રામ કેલ્શિયમ શરીરમાંથી બહાર નીકળી જાય છે. કોફીમાં બીજા પણ હાનિકારક કેમિકલ હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં અડચણ પેદા કરી શકે છે. તેમ છતાં તમે જેા કોફી પીવા ઈચ્છો તો કોફીના પ્રત્યેક કપના બદલામાં ૧૫૦ મિલીગ્રામથી વધારે કેલ્શિયમ લેવાની ટેવ પણ પાડો.

સપ્લિમેન્ટ લો : તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપ હોય તો તેનાથી તમારા હાડકાં કમજેાર પડવા લાગે છે. આ સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર ખાદ્યસામગ્રીનું સેવન કરવું ખૂબ જરૂરી બની જાય છે. વિટામિન-ડી કેલ્શિયમના અવશોષણ અને તેને હાડકાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જ્યારે તમે સૂર્યપ્રકાશ નથી લઈ શકતા તો તેની જગ્યાએ વિટામિન-ડીના સપ્લિમેન્ટ પણ લઈ શકો છો. તમારો દૈનિક આહાર તમારી કેલ્શિયમની જરૂરિયાતને પૂરી નથી કરી શકતો, તેથી કેલ્શિયમ સપ્લિમેન્ટ અને વિટામિન-ડી સપ્લિમેન્ટ લેવાના વિકલ્પ પસંદ કરો.

તાણ : સ્ટ્રેસથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધે છે. જેા લાંબા સમય સુધી આ સ્તર વધેલું રહે તો હાડકાને નુકસાન પહોંચી શકે છે. તેથી બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી શકે છે. તેથી તાણથી દૂર રહેવા માટે મેડિટેશન કરો અને પૂરતી ઊંઘ લો.

એક્સર્સાઈઝ : શારીરિક નિષ્ક્રિયતા વધવાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અને તેના લીધે સંધિવા જેવી બીમારીનું જેાખમ વધી જાય છે. મહિલાઓ માટે પોસ્ટ મેનોપોઝલ અવસ્થા પછી ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ એક્સર્સાઈઝ કરતા રહેવું જરૂરી છે. એક્સર્સાઈઝ દરમિયાન જ્યારે માંસપેશીઓ હાડકાની વિપરીત ખેંચાય છે ત્યારે તેનાથી હાડકામાં ઉત્તેજના પેદા થાય છે. ચાલવાથી, સાઈકલિંગ કરવાથી, સીડીઓ ચઢવાથી અને વેટ લિફ્ટિંગથી હાડકાંના ઘનત્વમાં વધારો થાય છે. તેથી દિવસમાં ૧૫ થી ૩૦ મિનિટની એક્સર્સાઈઝ પણ ખૂબ જરૂરી રહે છે.
– ગરિમા પંકજ.

૫ સુપર હેલ્ધિ ઓઈલ હાર્ટ રાખે ફિટ

જ્યારે પણ આપણે કુકિંગ ઓઈલ ખરીદવા જઈએ છીએ ત્યારે જેાઈએ છીએ કે તેની કિંમત કેટલી છે. જેા ઓઈલની કિંમત ઓછી હોય છે આપણે તે જ ખરીદીએ છીએ. એ જાણ્યા વિના કે તે આપણી હેલ્થ માટે સારું છે કે નહીં. જ્યારે ઓઈલનો સીધો સંબંધ આપણી હેલ્થ અને હાર્ટ સાથે જેાડાયેલો છે. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે કુકિંગ ઓઈલની પસંદગી સાવચેતીથી કરો, જેથી તમારું ભોજન સ્વાદિષ્ટ બનવાની સાથેસાથે તમારા હાર્ટની હેલ્થ પણ સારી રહે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર વર્ષે ૧૨ લાખની આસપાસ યંગસ્ટર્સના હાર્ટએટેકના લીધે મૃત્યુ થઈ રહ્યા છે, જે ચિંતાજનક આંકડા છે. તેથી સમય રહેતા સતર્ક થવાની જરૂર છે. તો આવો જાણીએ, કયું કુકિંગ ઓઈલ આપણી હેલ્થ માટે સારું છે :

સેચ્યુરેટેડ-અનસેચ્યેુરેટેડ ઓઈલ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ મુજબ, જેા આપણે આપણા હાર્ટને હેલ્ધિ રાખવું છે તો આપણે અનસેચ્યુરેટેડ ઓઈલ અથવા ગુડ ફેટ, જેને પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટમાં કહેવામાં આવે છે, તેનું સેવન કરી શકો છો. તે રૂમ ટેંપરેચર પર લિક્વિડ હોય છે. ઓમેગા ૩ ફેટી એસિડ, જે અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, તે આપણી હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ ફેટ હાર્ટએટેક અને સ્ટ્રોકનું જેાખમ ઘટાડે છે, સાથે આ શરીરમાં ટ્રિગ્લીસેરિડેસ લેવલને પણ ઘટાડે છે. તે ઉપરાંત શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. તેની સાથે તે આપણા બ્લેડપ્રેશર લેવલને કંટ્રોલ કરવા અને આપણી આર્ટરીજને હાર્ડ થવા નથી દેતું. બીજી બાજુ સેચ્યુરેટેડ ફેટ, જેને બેડ ફેટ પણ કહેવાય છે. આપણે તેને ખાવાથી પરેજ કરવી જેાઈએ અને ઓછા પ્રમાણમાં ખાવું જેાઈએ, કારણ કે તે આપણા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. આ ફેટ રૂમ ટેંપરેચર પર સોલિડ હોય છે. તમારે આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ્સથી દૂર રહેવું જેાઈએ, કારણ કે તે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર, સ્થૂળતા વગેરેને વધારવાનું કામ કરે છે.

ઈન્ફોર્મેટિવ ફેક્ટ
જેા તમારા શરીરને રોજ ૨૦૦૦ કેલરીની જરૂર હોય તો તમારે તેની ૨૦-૨૫ કેલરી ફેટમાંથી લેવી જેાઈએ અને પ્રયાસ કરવો જેઈએ કે આ ફેટ અનસેચ્યુરેટેડ ફેટ હોય અને જેા સેચ્યુરેટેડ ફેટ લઈ રહ્યા છો તો તેની લિમિટ નક્કી કરો એટલે માત્ર ૫-૬ ટકા જ લો.

હાર્ટ માટે કયું ઓઈલ હેલ્ધિ છે
ઓલિવ ઓઈલ : નિષ્ણાત અને ન્યૂટ્રિશનિસ્ટની સલાહ અનુસાર ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય જ છે પરંતુ હાર્ટ હેલ્થ માટે તેને વધારે લાભદાયક માનવામાં આવે છે. હાર્ટને હેલ્ધિ બનાવવા માટે તમે કુકિંગમાં આ ઓઈલનો નિશ્ચિંતપણે ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલ પોલીફેનોલ્સ નામક કંપાઉન્ડથી ભરપૂર હોય છે, જે હૃદયરોગના જેાખમને ઘટાડે છે. તે સિવાય ઓલિવ ઓઈલના તેલમાં હેલ્ધિ ફેટ હોય છે. હકીકતમાં આ ઓઈલ મોનોઅનસેચ્યુરેટેડ હોય છે અને ઓલિવ ઓઈલમાં ઓલિક એસ્ડિ નામનું મુખ્ય ફેટી એસિડ હોય છે, જે શરીરમાં સોજેા, કેન્સર અને હાર્ટની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. સાથે તેમાં મોટી સંખ્યામાં પાવરફુલ એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે તમારા બ્લડ કોલેસ્ટ્રોલને ઓક્સિડેશનથી બચાવીને હાર્ટની બીમારી સામે રક્ષણ આપે છે. દુનિયામાં સ્ટ્રોકથી મૃત્યુ થવું બીજું મોટું કારણ છે. એક રિસર્ચમાં લગભગ દોઢ લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં જેાવા મળ્યું કે જે લોકોએ સતત ઓલિવ ઓઈલનું સેવન કર્યું, તેમાં સ્ટ્રોકનું જેાખમ ઓછું જેાવા મળ્યું. ઓલિવ ઓઈલ બ્લડપ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથેસાથે બ્લડ વેસલ્સના ફંકશનને ઈમ્પ્રૂવ કરીને તમારા હાર્ટને પણ હેલ્ધિ બનાવવાનું કામ કરે છે. તેમાં એન્ટિકેન્સર પ્રોપર્ટી કેન્સરના જેાખમને પણ ટાળવામાં મદદ કરે છે. તેથી કુકિંગમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક છે.

કેનોલા ઓઈલ : જેા તમે હાર્ટ અથવા કોલેસ્ટ્રોલની બીમારીથી ગ્રસ્ત છે કે પછી સ્વયંને તેનાથી બચાવવા માંગો છો તો કેનોલા ઓઈલ તમારા માટે સૌથી સેફ અને હેલ્ધિ ઓપ્શન છે, કારણ કે તેમાં ગુડ ફેટની સાથેસાથે વિટામિન એ અને વિટામિન કેની ખૂબીઓ અને આ કોલેસ્ટ્રોલ પણ ફ્રી છે. તેમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ હોવાની સાથેસાથે તેમાં મોટા પ્રમાણમાં ઓમેગા ૩ ફેટી એસિડ અલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે તમારા બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ સોજાને કંટ્રોલ કરીને તમારા હાર્ટનું ખાસ ધ્યાન રાખવાનું કામ કરે છે. કેટલાય હેલ્થ ઓર્ગેનાઈઝેશને કેનોલા ઓઈલને હાર્ટ સ્માર્ટ ઓઈલ જણાવ્યું છે, કારણ કે તેમાં ૦્રુ ટ્રાન્સ ફેટ હોવાની સાથેસાથે હાઈ લેવલ ઓફ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમને હાર્ટ અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીથી દૂર રાખવાનું કામ કરે છે.

સરસવનું તેલ : સરસવના તેલનો ઉપયોગ મોટાભાગે લોકો કરે જ છે. જેા તમે સરસવના તેલનો ઉપયોગ નથી કરતા, તો હાર્ટ હેલ્થને સુદઢ રાખવા માટે સરસવના તેલમાં જમવાનું બનાવવાની શરૂઆત કરો. સરસવનું તેલ હાર્ટ હેલ્થને જાળવી રાખે છે. તેની સાથે સાંધા અને શરીરનાં અન્ય ભાગ માટે પણ લાભપ્રદ હોય છે. હકીકતમાં સરસવના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી હોય છે જે હાર્ટ માટે લાભદાયક હોય છે.

રાઈસ બ્રાન ઓઈલ : રાઈસ બ્રાન ઓઈલ હાર્ટ હેલ્થ માટે ખૂબ લાભદાયક છે. તમારા હાર્ટને હેલ્ધિ રાખવા માટે તમે રાઈસ બ્રાન કુકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. રાઈસ બ્રાન ઓઈલમાં પણ મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચુરેટેડ ફેટી એસિડનું બેલેન્સ યોગ્ય હોય છે. આ સ્થિતિમાં તે હાર્ટને હેલ્ધિ રાખે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને પણ સંતુલિત કરે છે.

સૂરજમુખીનું તેલ : સૂરજમુખીનું તેલ હાર્ટને હેલ્ધિ રાખવામાં લાભપ્રદ હોય છે. તમારા હાર્ટને હેલ્ધિ રાખવા માટે તમે સૂરજમુખી કુકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. સૂરજમુખીનું તેલ હૃદયરોગના જેાખમને ઓછું કરવામાં મદદ કરી શકે છે. તેની સાથે તેમાં વિટામિન ઈ હોય છે, જે હૃદયને સ્વસ્થ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એવોકાડો ઓઈલ : તેમાં વધારે પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે એટલે તેમાં હેલ્ધિ ફેટ્સની સાથેસાથે એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જેનો સીધો સંબંધ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવાની સાથેસાથે ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારવાનું કામ કરે છે. એવોકાડો ઓઈલમાં હાર્ટની હેલ્થનું ધ્યાન રાખનાર ઓલિક એસિડ હોય છે. કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય રહેવાથી હાર્ટ સારી રીતે કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે છે. સાથે આ ઓઈલની ખાસિયત એ છે કે તેમાં વધારે પ્રમાણમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે પોષણ તત્ત્વોના અવશોષણમાં મદદ કરે છે, સાથે તેમાં પોલીફિનોલિસ નામના એન્ટિઓક્સિડેન્ટ ફ્રી રેડિકલ્સથી શરીરને સુરક્ષા પ્રદાન કરવામાં પણ સહાયતા થાય છે. આ ઓઈલ ન માત્ર હાર્ટ માટે, પરંતુ તમારી ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે.

સનફ્લાવર ઓઈલ : અનેક સ્ટડીમાં જેાવા મળ્યું છે કે સનફ્લાવર ઓઈલમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હાર્ટ માટે સારું માનવામાં આવે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ નથી હોતી. જેનાથી તે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આ સેચ્યુરેટેડ ફેટની સરખામણીમાં તરત શરીરને ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે સાથે તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ ઈમ્યૂન સિસ્ટમને મજબૂતી પ્રદાન કરે છે, જેથી બેક્ટેરિયા અને વાયરસ સરળતાથી શરીરમાં પ્રવેશ નથી કરી શકતા. તેમાં રહેલા પ્રોટીન ટિશ્યૂની રિપેર કરવા અને બનાવવામાં સહાયક થાય છે.

સીસમ ઓઈલ : સીસમ ઓઈલ એન્ટિઓક્સિડેન્ટથી લોડેડ થવાની સાથેસાથે તેમાં વિટામિન ઈ, ફીટોસ્ટેરોલ્સ થવા, સેસમોલ અને સેસમિનોલ તત્ત્વ હોય છે, જે તમારા શરીરમાં ફ્રીરેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તેમાં સંતુલિત પ્રમાણમાં ઓમેગા ૩, ઓમેગા ૬ અને ઓમેગા ૯ ફેટી એસિડ હોય છે. તે હાર્ટ ડિસીસને વધારતા અટકાવવાનું કામ કરે છે. સ્ટડી અનુસાર, સીસમ ઓઈલ હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જેથી હાર્ટ સંબંધિત બીમારીનું જેખમ ઓછું થઈ જાય છે. તેમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેથી આ ઓઈલને હાર્ટ માટે સારું માનવામાં આવે છે. સાથે તે મેગ્નેશિયમનો સારો સ્રોત હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રતિ કરવાનું કામ કરે છે.
– પારૂલ ભટનાગર.

ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય

દુનિયાભરમાં ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકાની વચ્ચે પરિણીત કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ભારતમાં ૩૦ મિલિયન ઈંફર્ટાઈલ કપલમાંથી લગભગ ૩ મિલિયન કપલ દર વર્ષે ઈનફર્ટિલિટીનો ઈલાજ કરાવી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં આ આંકડા વધારે છે. ત્યાં દર ૬ માંથી ૧ કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને તેના ઈલાજને લઈને જાગૃત છે, પરંતુ દર સમસ્યાનો ઈલાજ શક્ય છે. તેથી નિરાશ થયેલા કપલ પણ પેરન્ટ બની શકે છે.

ઈનફર્ટિલિટી શું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે, ઈનફર્ટિલિટી રીપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જેાડાયેલી બીમારી છે. ઈનફર્ટિલિટી શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે કપલ કોઈ પ્રોટેક્શન વિના ઉપયોગ માટે એક વર્ષથી વધારે સમય પ્લાન કરી રહ્યા હોય, તેમ છતાં કંસીવ કરવામાં સમસ્યા આવી રહી હોય. ઈનફર્ટિલિટીનું કારણ માત્ર મહિલાઓ જ નથી, પરંતુ પુરુષ પણ હોય છે. ઘણી વાર મહિલાઓમાં તેનું કારણ ફેલોપિયન ટ્યૂબનું બ્લોક થવું, ઈંડા ન બનવા, ઈંડાની ક્વોલિટી ખરાબ હોવી, પ્રેગ્નન્સી હોર્મોન્સનું સંતુલન બગડવું, પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ વગેરેના લીધે થાય છે, જેથી મા બનવામાં સમસ્યા આવે છે. બીજી તરફ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા, તેની ક્વોલિટી સારી ન હોવી અને તેમની મોટેલિટી એટલે કે તે એક્ટિવલી કેટલું કામ કરે છે. સારી ન હોય ત્યારે પણ પાર્ટનરને કંસીવ કરવામાં સમસ્યા થાય છે, પરંતુ સમસ્યા થવાની નહીં, પરંતુ ઈનફર્ટિલિટીની ટ્રીટમેન્ટથી તમારી સમસ્યાનું સમાધાન થશે.

તેનો ઈલાજ શું છે
પીરિયડને નિયમિત કરવું : ભલે વાત સામાન્ય રીતની કે પછી કોઈ ટ્રીટમેન્ટની, ડોક્ટર સૌપ્રથમ તમારા પીરિયડને નિયમિત કરવાની કોશિશ કરે છે, જેથી તમારા હોર્મોન્સ સામાન્ય થઈ શકે અને તમને કંસીવ કરવામાં કોઈ સમસ્યા ન આવે. સાથે તમારા ઓવ્યુલેશન પીરિયડને ટ્રેક કરવામાં સરળતા હોય. એવામાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ અને દવાઓ દ્વારા તેને સામાન્ય કરવાની કોશિશ કરવામાં આવે છે.

હોર્મોન્સના સંતુલનને ઠીક કરવું : કંસીવ કરવા માટે જરૂરી હોર્મોન્સ જેમ કે એફએસએચ, જે ઓવરીમાં ઈંડાને મોટું થવામાં મદદ કરે છે, જેથી એસ્ટ્રોજનનું ઉત્પાદન વધી જાય છે અને પછી જેા શરીરમાં એલએચ હોર્મોન્સની વૃદ્ધિનો સંકેત આપે છે. જેથી સફળતાપૂર્વક ઓવ્યુલેશન થવાની સાથેસાથે કંસીવ કરવામાં સરળતા રહે છે. એવામાં ભલે તમે આઈયૂઆઈ એટલે ઈંટ્રાયૂટરિન ઈનસેમિનેશન કરાવો કે પછી ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન, દવાઓ અને ઈંફેક્શન દ્વારા તેને ઠીક કરી શકાય છે. તેમાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

ઈંડાને પરિપક્વ બનાવવામાં મદદ : કેટલાક મામલામાં જેાવામાં આવે છે કે ઈંડાં બને તો છે, પરંતુ મેચ્યોર થઈને તૂટતા નથી, જેથી કંસીવ થવામાં સમસ્યા થાય છે. એવામાં દવાઓ દ્વારા હેલ્ધિ ઓવ્યુલેશન કરાવવાની કોશિશ કરવામાં આવે છે, જેથી તમારી ટ્રીટમેન્ટ સફળ થતાં તમે પેરન્ટ બનવાનું સપનું પૂરું કરી શકો.

બ્લોક ટ્યૂબને ખોલવી : જેા તમારી બંને ટ્યૂબ બ્લોક છે કે પછી કોઈ એક, તો ડોક્ટર લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી દ્વારા તેને ઓપન કરે છે. સાથે તમને સિસ્ટની સમસ્યા છે, જેા કંસીવ કરવામાં અડચણ બને છે, તો ડોક્ટર સર્જરીથી તેને રિમૂવ કરે છે, જેથી કંસીવ કરવામાં સરળતા રહે.

ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન : ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશનમાં મહિલાના ઈંડા અને પુરુષના સ્પર્મને લઈને લેબોરેટરીમાં ફર્ટિલાઈઝ કરીને મહિલાના યૂટરસમાં નાખવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પૂરી તપાસ, દવાઓ અને ઈંફેક્શનનો સહારો લેવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા ન થાય અને પહેલા જ પ્રયાસમાં સફળતા મળી શકે, પરંતુ તે માટે અનુભવી ડોક્ટર અને દવાઓનું હોવું જરૂરી હોય છે.
આ તમામ વસ્તુ સિવાય તમારે તમારી લાઈફસ્ટાઈલ પણ બદલવાની જરૂર છે.
– પારુલ ભટનાગર

આઈવીએફ આ પણ જાણો

આઈવીએફ એટલે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન. તેમાં મહિલાના અંડકોશને પુરુષના શુક્રાણુ સાથે શરીરની બહાર એક લેબોરેટરી ડિશમાં ફર્ટિલાઈઝ કરાવવામાં આવે છે. તેની વિપરીત સામાન્ય રીતે ફર્ટિલાઈઝ મહિલાના શરીરમાં ફેલોપિયન ટ્યૂબની અંદર હોય છે. જે ફર્ટિલાઈઝ ઈંડું ગર્ભાશયની દીવાલ પર જેાડાઈ જાય છે અને સતત વિકસિત થતું રહે છે, ત્યારે ૯ મહિના પછી બાળકનો જન્મ થાય છે. આઈવીએફ અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિક (એઆરટી) નું એક રૂપ છે, જે કોઈ મહિલાને ગર્ભવતી થવામાં મદદરૂપ કરે છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે અન્ય ટેક્નિક નિષ્ફળ થાય છે. જ્યારે મહિલા ગર્ભધારણ કરી લે છે, ત્યારે આગામી કેટલાક અઠવાડિયામાં અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, જેથી ભ્રૂણના વિકાસની ખબર પડી શકે. તેના નિષ્ફળ થવાની શંકા તેના સફળ થવાથી વધારે હોય છે, તેથી તમારે માનસિક રીતે તૈયાર રહેવું જેાઈએ. જેા પહેલી વારમાં આ ટેક્નિક સફળ ન થાય, તો ફરીથી કોશિશ કરી શકો છો.

આઈવીએફ ખર્ચાળ ટેક્નિક નથી
આઈવીએફ ટેક્નિકનો સફળતા દર ૪૦ ટકા છે. સફળતા માત્ર ટેક્નિક પર જ નહીં, પરંતુ ત્યાર પછી મહિલાઓની ઉંમર, વંધ્યત્વનું કારણ, બાયલોજિકલ અને હોર્મોનલ કારણો પર પણ નિર્ભર કરે છે. કેટલીક અન્ય પ્રક્રિયા જેમ કે હાર્ટ સર્જરી અથવા જેાઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સરખામણીમાં આઈવીએફ ટેક્નિકમાં ઓછો ખર્ચ આવે છે.

મા બનવામાં સહાયક છે
આઈવીએફ ટેક્નિક મહિલાઓને ગર્ભવતી થવામાં સહાયતા કરે છે. તેનો વંધ્યત્વના અનેક કારણોની સારવાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કરિયરથી ઉપજેલી તાણ અને હોર્મોન્સ અસંતુલનના લીધે સમય પહેલાં મેનોપોઝ પહોંચી ચૂકેલી અને મોટી ઉંમરમાં મા બનવાનો નિર્ણય લેનારી મહિલાઓ પણ સામેલ છે. તે ઉપરાંત આઈવીએફ ટેક્નિક તે મહિલાઓ માટે પણ અસરકારક છે, જેા એંડોમેટ્રિઓસિસ, યૂટરિન ફાઈબ્રોયડ્સ કે ઓવલ્યૂશન ડિસઓર્ડરથી પીડિત છે. પેલ્વિક ઈનફ્લેમેટરી ડિઝિઝ અથવા પહેલા પ્રજનન સમયે થયેલી સર્જરીના લીધે જે મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બંધ થઈ ગઈ છે તે પણ સંતાનપ્રાપ્તિ માટે આ ટેક્નિકનો સહારો લઈ શકે છે. એટલું જ નહીં, શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાથી થતી પુરુષ નપુંસકતાના લીધે સામાન્ય રીતે ગર્ભધારણમાં થતી સમસ્યા અથવા પતિપત્નીમાંથી કોઈ એકથી બાળકમાં જેનેટિક ડિસઓર્ડર પાસ કરવાનું જેાખમ થવાની સ્થિતિમાં પણ આઈવીએફ ટેક્નિકનો સહારો લઈ શકાય છે.

જન્મજાત વિકૃતિ હોવાની શંકા
આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મ લેતા બાળકોમાં જન્મજાત વિકૃતિ હોવાની શંકા સામાન્ય રીતે પ્રેગ્નન્સી દ્વારા જન્મ લેતા બાળકોની સમાન જ છે. આજ સુધી થયેલા કેટલાય સર્વેથી ખબર પડી છે કે આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મજાત વિકૃતિની શંકા વધતી નથી.
અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિકમાં નિતનવી ટેક્નિક વિકસિત કરવામાં આવી રહી છે, જે ન માત્ર તે લોકોની મદદ કરી રહી છે જેા કોઈ કારણવશ સંતાનહીન છે, પરંતુ આનુવંશિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપવામાં પણ સહાયતા કરી છે. એવા કેટલાય દંપતી છે, જે સામાન્ય છે, પરંતુ તે એવા જીન્સના સંવાહક છે, જેા કોઈ આનુવંશિક રોગના કારણ છે જેમ કે થેલેસેમિયા, હનટિંગ્ટન ડિઝિઝ, ડાઉન સિંડ્રોમ, ટર્નર સિંડ્રોમ વગેરે. આ પ્રક્રિયા તે લોકોને પણ સ્વસ્થ બાળક પ્રાપ્ત કરવામાં સહાયતા કરી રહી છે. ભ્રૂણને વિકસિત કર્યા પછી તેમની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ ભ્રૂણ મહિલાના ગર્ભમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જેમાં જેનેટિકલી કોઈ ખરાબ નથી હોતી.
પહેલા આઈવીએફનો સફળતા દર ૨૦ થી ૪૦ ટકા હતો, પરંતુ અનુસંધાનમાં આ વાત સામે આવી છે કે સર્વશ્રેષ્ઠ ભ્રૂણ પસંદ કરવાની જે ટેક્નિક છે તે તેની સફળતા દરને ૭૮ ટકા સુધી વધારે છે.

સંતાનપ્રાપ્તિનો અંતિમ વિકલ્પ
જેા મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બ્લોક થાય છે, તેમાં ઈંડાનું નિષેચન કે ગર્ભાશય સુધી ભ્રૂણનું પહોંચવું મુશ્કેલ થઈ જાય છે. આવી મહિલાઓ માટે આ અંતિમ નથી, પરંતુ સૌપ્રથમ વિકલ્પ છે. મોટી ઉંમરના પુરુષ માટે પણ આઈવીએફ પ્રથમ વિકલ્પ હોઈ શકે છે.

આઈવીએફ ટેક્નિકે સંતાનહીનતાની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને આશાનું એક નવું કિરણ બતાવ્યું છે. કેટલાય વર્ષ પહેલાં સુધી આઈવીએફ ટેક્નિક દ્વારા સંતાનપ્રાપ્તિનો દર ઓછો હતો, પરંતુ અનેક સંશોધનથી તેની સફળતાનો દર વધી ગયો છે.
– ડો. અરવિંદ વૈદ

પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ

મા બનવું એક ઘણો ખૂબસૂરત અહેસાસ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો ન માત્ર મુશ્કેલ, પરંતુ અસંભવ લાગે છે. કોઈ પણ મહિલા મા તે દિવસે નથી બનતી જ્યારે તે બાળકને જન્મ આપે છે, પરંતુ તેનો સંબંધ નાનકડા જીવ સાથે ત્યારે બની જાય છે જ્યારે તેને જાણ થાય છે કે પોતે પ્રેગ્નન્ટ છે. ગર્ભાવસ્થાદરમિયાન બધી મહિલાઓના અનુભવ અલગઅલગ રહેતા હોય છે, પરંતુ આજે આપણે સામાન્ય સમસ્યાની વાત કરીશું, જેને જાણવી ખૂબ જરૂરી છે. આમ તો ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ શરૂઆતના ૩ મહિના પોતાના પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. પહેલા ટ્રાઈમેસ્ટરમાં બાળકના શરીરના અંગ બનવા શરૂ થાય છે, આ સ્થિતિમાં તમારે તમારા શરીરમાં થતા બદલાવ પર નજર રાખવી જેાઈએ અને જેા કઈ ઠીક ન લાગે તો ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરો.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ સારા હોર્મોનલ અને શારીરિક બદલાવમાંથી પસાર થવું પડે છે, પરંતુ તમે કેવી રીતે આ બધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો, તે વિશે અહીં જણાવી રહ્યા છે ગાયનેકોલોજિસ્ટ ડો. વિનિતા પાઠક :

શરીર પર સોજેા
શરીર પર સોજેા આવવો પણ ગર્ભાવસ્થાનું એક સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં મહિલાનું શરીર લગભગ ૫૦ ટકા વધારે લોહીનું નિર્માણ કરે છે. ગર્ભમાં ઊછરી રહેલા બાળકને પણ માના શરીરમાંથી પોષણ મળતું હોય છે, જેથી માનું શરીર વધારે પ્રમાણમાં લોહી અને ફ્લૂઈડનું નિર્માણ કરે છે. આ દરમિયાન શરીર પર સોજેા આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જેા સોજેા ખૂબ વધારે હોય તો તે ચિંતાજનક હોઈ શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને ઓએડેમા કહે છે. આ દરમિયાન હાથ, પગ અને ફેસ પર સૌથી વધારે સોજેા દેખાય છે. સોજાને ઓછો કરવા માટે નવશેકા પાણીમાં મીઠું નાખીને પગને થોડો સમય ડુબાડેલા રાખો. રાત્રે પગની નીચે તકિયો મૂકવાથી પણ સોજામાં રાહત મળશે.

ગર્ભાવસ્થાની કબજિયાત ન કરી દે મસા
ગર્ભાવસ્થામાં યોગ્ય આહાર ન લેવાથી કેટલીક મહિલાઓને કબજિયાતની સમસ્યા થાય છે, જેથી આગલ જતા મસાની તકલીફ થવાનું જેાખમ વધી જાય છે. નિયમિત આહાર લેવાથી આ સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમારે પોતાના આહારમાં સફરજન, કેળા, નાસપતી, શક્કરિયા, ગાજર, સંતરા, કોળું જેવા ફળ અને શાકભાજીને સામેલ કરવા જેાઈએ.

મસાલેદાર ભોજનથી બિલકુલ દૂર રહો અને શક્ય તેટલું વધારે પાણી પીઓ.
ગેસ, અપચો અને પેટના દુખાવાન સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન ગેસ, અપચો અને પેટના દુખાવાની સમસ્યા પણ સામાન્ય રીતે મહિલાઓમાં જેાવા મલતી હોય છે. તેનાથી બચવા માટે સૌપ્રથમ પોતાના આહારમાંથી તળેલી વસ્તુને દૂર કરો. મસાલેદાર ખાવાથી પણ બચો અને એક જ વારમાં વધારે ભોજન ન કરો. ગેસ અને અપચાની સમસ્યાની સારવાર માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીઓ.

યૂરિન ઈંફેક્શન બને છે પરેશાનીનું કારણ
ગર્ભાવસ્થામાં યૂરિન ઈંફેક્શન થતા જરૂરી છે કે તમારે શક્ય તેટલું વધારે પાણી પીવું જેાઈએ, જેથી પેશાબ દ્વારા તમારા શરીરમાંથી બધા પ્રકારના હાનિકારક તત્ત્વો બહાર નીકળી જાય. તદુપરાંત વિટામિન સીથી ભરપૂર હોય તેવા ફળ અને શાકભાજી ખાઓ. દહીં અથવા છાશ પણ યૂરિન ઈંફેક્શનમાં ખૂબ લાભદાયી રહે છે.

સ્વસ્થ પ્રેગ્નન્સી માટે તૈયાર કરો ડાયટ ચાર્ટ
શરૂઆતના ૩ મહિનામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ વધારે ખાવી જેઈએ. પોતાના ભોજનમાં દાળ, પનીર, ઈંડા, દૂધ, નોનવેજ, સોયાબીન, દહીં, પાલક, ગોળ, દાડમ, ચણા, પૌંઆ, મમરા વગેરેને સામેલ કરો. ફળ અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ ખૂબ ખાઓ. બાળક ફ્લૂઈડમાં રહેતું હોય છે, તેથી શરીરમાં પાણીની ઊણપ બિલકુલ ન થવી જેાઈએ. દર ૨ કલાકમાં નિયમિત પ્રમાણમાં કઈ ને કઈ જરૂર ખાતા રહો.

ઓમેગાયુક્ત આહાર લો
બાળકના મગજ, તંત્રિકા પ્રણાલી અને આંખના વિકાસ માટે ઓમેગા -૩ ફેટી એસિડનું સેવન પણ વધારો. બાળકના મગજના વિકાસ માટે ઓમેગા ૩ અને ઓમેગા ૬ ખૂબ જરૂરી છે. ફિશ, કોડ લિવર ઓઈલ, ડ્રાયફ્રૂટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સરસવના તેલમાંથી તે સારા પ્રમાણમાં મળી જાય છે. આયર્ન અને ફોલિક એસિડની ગોળી ખાવી પણ શરૂ કરી દો. તેનાથી શરીરમાં લોહીની ઊણપ થતી નથી.
પ્રેગ્નન્સી દરમિયાન ખેંચ, હાઈપો-થાઈરાઈડ અને થેલેસેમિયા માટે પણ તપાસ કરાવવામાં આવે છે, જેા પેરન્ટ્સમાંથી કોઈ એકમાં પણ થેલેસેમિયાના લક્ષણ હોય તો બાળકની પણ તેનાથી પીડિત થવાની આશંકા ૨૫ ટકા વધી જાય છે. તપાસમાં બાળક ઈંફેક્ટેડ જેાવા મળે, તો ડોક્ટરની સલાહ લઈને એબોર્શન કરાવવું ઉત્તમ રહે છે.
– સોનિયા રાણા.

સારકોમા કેન્સર ઈલાજ છે ને

આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે પોતાનું પણ બરાબર ધ્યાન નથી રાખી શકતા. આ વાતથી અજાણતા ઘણી બધી બીમારીની પકડમાં આવી જઈએ છીએ, પછી વાત કેન્સર જેવી જીવલેણ બીમારીની કેમ ન હોય. વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦ માં લગભગ ૧૦ મિલિયન લોકોના મોત વિવિધ પ્રકારના કેન્સરના લીધે થયા હતા, કારણ કે આપણે બેદરકારીના લીધે કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઈગ્નોર કરીએ છીએ અને જ્યારે સ્થિતિ આપણા અંકુશની બહાર જાય છે ત્યાં સુધીમાં તે અત્યંત જેાખમી બની ગઈ હોય છે.

સારકોમા કેન્સર ભલે ને સામાન્ય બીમારી નથી, પરંતુ તે ઝડપથી ફેલાતું કેન્સર છે. તેથી સમય રહેતા તેના લક્ષણોને ઓળખીને તેેની યોગ્ય સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. આવો જણીએ, આ કેન્સર વિશે મણિપાલ હોસ્પિટલના કંસલ્ટંટ ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડોક્ટર શ્રીમંત બેએસ પાસેથી :

શું છે સારકોમા કેન્સર
સોફ્ટ ટિશ્યૂ સારકોમા એક પ્રકારનું કેન્સર છે, જેા શરીરની ચારેય બાજુ રહેલા ટિશ્યૂમાં થઈ જાય છે. તેમાં માંસપેશીઓ, ફેટ, રક્તવાહિનીઓ, કોશિકાઓની સાથેસાથે જેાઈન્ટ્સ પણ સામેલ હોય છે. વયસ્કની સરખામણીમાં આ બીમારીની ઝપટમાં સૌથી વધારે બાળકો અને ત્યાર પછી યુવા વર્ગ આવી જાય છે અને આ કેન્સર ત્યારે વધારે ઘાતક બની જાય છે, જ્યારે તે અંગમાં ફેલાવાનું શરૂ થાય છે. તેથી તેના લક્ષણો દેખાતા તરત ડોક્ટરને બતાવો, નહીં તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

તે ક્યારે થાય છે
આમ તો તેના ખાસ કારણ વિશે હજી સુધી જાણ નથી થઈ, પરંતુ તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોશિકાઓ ડીએમએમાં વિકસિત થવા લાગે છે.

કેવી રીતે ઓળખશો
• હાડકામાં દુખાવો થવો તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે, જેથી ઊંઘવામાં મુશ્કેલી થવી.
• સોજા સાથે મોટા આકારની ગાંઠ બનવા લાગે છે, જે ઝડપથી વધતી જાય છે.
• ચાલતી વખતે સામાન્ય પડી જવાથી અથવા કોઈ ઈજાના લીધે હાડકાનું તૂટવું.
• પેશાબ સાથે ઘણી વાર બ્લડનું આવવું.
• પેટમાં ખૂબ તીવ્ર દુખાવો થવો.
• ઊલટી જેવી ફીલિંગ થવી.
• હાડકામાં દુખાવો થવો.

જેા તમને ઉપરોક્તમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને બતાવો, જેથી જરૂરી તપાસથી બીમારી વિશે જાણીને સમયસર તેની સારવાર શરૂ કરી શકાય.

હાડકાના કેન્સરના પ્રકાર નીચે મુજબ છે :
• એસ્ટેઓમા
• ઈવિંગ સારકોમા
• કોન્ડ્રો સારકોમા
• એડમેન્ટીનોમા

હાડકાના કેન્સરના નિદાન માટે કયા ટેસ્ટ જરૂરી :
• એક્સ-રે (પ્લેન રેડિયોગ્રાફ)
• બ્લડ ટેસ્ટ
• એમઆરઆઈ અથવા સિટી સ્કેન
• બાયોપ્સી
• હોલ બોડી સ્કેન

કઈકઈ સારવાર ઉપલબ્ધ છે
સૌપ્રથમ કેન્સરના સ્ટેજ અને કેન્સરના ટાઈપને જેાઈને ડોક્ટરની ટીમ સારવાર શરૂ કરે છે. તેની સારવાર માટે કીમોથેરપિ, સર્જરી અથવા રેડિયોથેરપિની મદદ લેવામાં આવે છે. ૧૦ ટકાથી વધારે હાડકાના કેન્સરના કેસમાં લિંબ સાલ્વેજ સર્જરીથી ઈલાજ કરવામાં આવે છે. તેનાથી અવયવો એટલે કે અંગ બચી શકે, જ્યારે બીજા ઉપાયથી પણ તે ગાંઠને દૂર કરી શકાય છે, જેથી વ્યક્તિ ફરીથી સામાન્ય જીવન જીવી શકે.

– પારૂલ ભટનાગર

પ્રેગ્નન્સીમાં સ્કિન કેર

જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોય અને આ સમયગાળા દરમિયાન તમને જાણ થાય કે તમે કંસીવ કરી લીધું હોય તો તમે ખૂબ ખુશ થઈ જતા હો છો. તમને એવું ફિલ થવા લાગે છે કે જાણે પૂરી દુનિયા બદલાઈ જવાની ન હોય. જેાકે આ વાત સ્કિન કેર પ્રોડક્ટ પર લાગુ પડે છે. ભલે ને તમારી કેબિનેટ મેકઅપના સામાનથી ભરેલી કેમ ન હોય, જેા તમારી સ્કિનને સુંદર અને ગ્લોઈંગ બનાવવાનું કામ કરતી હોય, પરંતુ પ્રેગ્નન્ટ થતા તમારા શરીરની જેમ તમારી સ્કિનમાં પણ ઘણા બધા પ્રકારના બદલાવ આવવા શરૂ થાય છે. હોર્મોન્સનું સંતુલન બગડવાના લીધે સ્કિનમાં ભીનાશ ઘટી જવાની સાથેસાથે તમારી સ્કિન પણ વધારે સેન્સિટિવ થવા લાગે છે.
તેથી હવે ન તમે પહેલાંની જેમ ફોલો કરી શકો છો કે ન તમારી સ્કિન કેર રૂટિનને. હવે તમારે જરૂર છે પોતાના સ્કિન રૂટિનમાં એવી બ્યૂટિ પ્રોડક્ટને સામેલ કરવાની, જેા પ્રેગ્નન્સીમાં તમારા અને તમારા બાળક માટે યોગ્ય અને સેફ હોય. ઘણા બધા રિસર્ચમાં સાબિત થયું છે કે પ્રેગ્નન્ટ મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલથી દૂર રહેવું ખૂબ જરૂરી રહે છે. તો જાણીએ એવા કેમિકલ વિશે કોસ્મેટોલોજિસ્ટ પૂજા નાગદેવ પાસેથી :

રેટિનોઈડ્સ
સારી સ્કિન, પ્રજનન સંબંધી તથા આંખોની સારી હેલ્થ માટે વિટામિન ઈ ને ખૂબ જરૂરી તત્ત્વ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે તેને લઈએ છીએ અથવા સ્કિન દ્વારા અવશોષિત કરીએ છીએ ત્યારે આપણું શરીર તેને રેટિનોલમાં બદલી નાખે છે. ખૂબ સારા એન્ટિએજિંગ સ્કિન કેર પ્રોડક્ટમાં રેટિનોઈડ્સ હોય છે, જે એક પ્રકારનું રેટિનોલ હોય છે, જેમાં ખીલ અને કરચલીઓ સામે લડવાની ક્ષમતા હોય છે. રેટિનોઈડ્સ ડેડ સ્કિનને એક્સફોલિએટ કરીને ઝડપથી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે. પરંતુ ઓવર ધ કાઉન્ટર મેડિસિનની સરખામણીમાં પ્રિસક્રાઈબ્ડ મેડિસિનમાં ખૂબ વધારે પ્રમાણમાં રેટિનોઈડ્સ હોય છે, પરંતુ જ્યારે જરૂર કરતા વધારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે બાળકમાં ઘણી બધી સમસ્યાનું કારણ બની શકે છે. તેથી તેનો ઉપયોગ પ્રેગ્નન્સી દરમિયાન સ્કિન કેર પ્રોડક્ટમાં કરવાથી બચવું જેાઈએ.

સેલિસિલિક એસિડ
વધારે પ્રમાણમાં સેલિસિલિક એસિડમાં એસ્પિરિનની સરખામણીમાં એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે, જેનો હંમેશાં ખીલને ઠીક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેથી ડોક્ટરને પૂછ્યા વિના સેલિસિલિક એસિડયુક્ત ક્રીમનો ઉપયોગ પ્રેગ્નન્સી દરમિયાન ન કરો, કારણ કે ઘણું ખરું જરૂર પડતા ડોક્ટર ૨ ટકા ઓછા સેલિસિલિક એસિડનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેથી જેા તમે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા એસિડનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે. તેથી જેા તમે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા હોય તો તે તમને નુકસાન પહોંચાડવાનું કામ કરશે.

ફેથલેટ્સ
ફેથલેટ્સ એક એવું તત્ત્વ છે, જેને હોર્મોન્સના સંતુલનને ખરાબ કરવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેનો ઉપયોગ ખૂબ સારા કોસ્મેટિક્સ અને પર્સનલ કેર પ્રોડક્ટમાં કરવામાં આવતો હોય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે પ્રાણીઓની પ્રજનનક્ષમતા તથા હોર્મોન્સના સંતુલનને ખરાબ કરવામાં તે જવાબદાર હોય છે. તેથી આ કેમિકલથી દૂર રહેવામાં સમજદારી છે.

કેમિકલ સનસ્ક્રીન
સનસ્ક્રીનમાં સૌથી વધારે ઉપયોગ થનાર અલ્ટ્રાવાયોલેટ ફિલ્ટર ઓક્સિબેંઝોન તથા તેના વિવિધ પ્રકાર છે. જેાકે તે સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, પરંતુ ઓક્સિબેંઝોનને સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે યોગ્ય માનવામાં નથી આવતું, કારણ કે તે એક એન્ડોક્રાઈન ડિસ રૂપ્ટર છે. તેથી આશંકા રહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન તે હોર્મોન્સનું સંતુલન ખરાબ કરવાની સાથેસાથે મા તથા બાળક બંનેને નુકસાન પહોંચાડી શકે છે.

હેર ડાઈ
હેર કલરમાં એમોનિયા અને પેરોક્સાઈડ હોય છે જે સ્કેલ્પ દ્વારા શરીરમાં જઈને બળતરા, એલર્જી તથા બીજી કેટલીક નકારાત્મક અસર પેદા કરવાનું કામ કરે છે.

બ્લીચ
બ્લીચમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ હોય છે, જે સ્કિનને ડેમેજ કરવાની સાથેસાથે આંખોના ટિશ્યૂને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તેથી પ્રેગ્નન્સીમાં તેનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જેાઈએ.

હવે જણીએ ઓલ્ટરનેટિવ સેફ સ્કિન કેર ઈન્ગ્રીડિએંટ્સ વિશે :
ખીલ અને હાઈપરપિગમેંટેશન
તમે પ્રેગ્નન્સી દરમિયાન ખીલ તથા સ્કિન પિગમેન્ટેશનની સમસ્યાથી પરેશાન છો, તો રેટિનોઈડ બેઝ્ડ કોસ્મેટિક્સના બદલે જેમાં ગ્લાઈકોલિક એસિડ ઈન્ગ્રીડિએંટ હોય, તેનો ઉપયોગ કરો, કારણ કે તે હેલ્ધિ સ્કિન સેલ્સને પ્રમોટ કરીને તમારી પ્રેગ્નન્સીના ગ્લોને પણ જળવી રાખવાનું કામ કરે છે.

એન્ટિએજિંગ
વિટામિન સી જે રીતે તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તે રીતે વિટામિન સી એન્ટિઓક્સિડેન્ટ કોલેજનને જાળવી રાખવાનું તેમજ સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવી રાખવાનું કામ કરે છે. તેની સાથે તમે પ્રેગ્નન્સી દરમિયાન બીજા એન્ટિઓક્સિડેન્ટ જેમ કે વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન બી-૩ તથા ગ્રીન ટીનો પણ ઉપયોગ કરી શકો છો.

ડ્રાય સ્કિન એન્ડ સ્ટ્રેચ માર્ક્સ
એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે પ્રેગ્નન્સી દરમિયાન શરીર પર ખૂબ દબાણ તથા ભાર પડતો હોય છે અને ગર્ભમાં ઊછરી રહેલા શિશુને કોઈ પણ સમયે પાણીની જરૂર પડે છે, ત્યારે તે તમારી પાસેથી તેની પૂર્તિ કરે છે. આ વાતથી તમારી સ્કિન ડ્રાય થઈ જય છે. શુષ્ક સ્કિન તેનું તથા હોર્મોન્સના અસંતુલનનું પરિણામ હોય છે. આ સ્થિતિમાં જે તમે સ્ટ્રેચ માર્ક્સથી બચવા ઈચ્છતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારી સ્કિન ડ્રાય ન થાય. તેના માટે તમે સ્વીટ આલ્મંડ ઓઈલ કે પછી સીસમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તમે લવન્ડર ઓઈલ, રોઝ ઓઈલ, જાસ્મીન ઓઈલનો પણ ડર્યા વિના ઉપયોગ કરીને ડ્રાય સ્કિન તથા સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

સન પ્રોટેક્શન
સ્કિનને તાપથી બચાવવી ખૂબ જરૂરી હોય છે. જેા તમારી સ્કિન તાપથી સુરક્ષિત રહેશે તો સ્કિન કેન્સરની સાથેસાથે કરચલીઓનું જેાખમ પણ ઓછું થશે. આ સ્થિતિમાં તમે પ્રેગ્નન્સી દરમિયાન નેચરલ સનસ્ક્રીન રૂપે રસભર્યા સીડ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન કેમિકલયુક્ત સનસ્ક્રીનની જગ્યાએ મિનરલ બેઝ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
– પારૂલ ભટનાગર.

૫ વાત મેંસ્ટ્રુઅલ હાઈજીનની

માસિકધર્મ એટલે કે પી્રયડ દરમિયાન હાઈજીનનું ધ્યાન રાખવું પ્રત્યેક મહિલા માટે ખૂબ જરૂરી છે. વમુન હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેમાં ભારતમાં તમામ પ્રકારની પ્રજનન સંબંધી બીમારી પાછળનું મુખ્ય કારણ પીરિયડ દરમિયાન સ્વચ્છતાનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવું જેાવા મળ્યું છે.

દેશના ગ્રામ્ય વિસ્તારમાં માસિકધર્મને લઈને કેેટલાય પ્રકારના ભ્રમ ફેલાયેલા છે. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ માસિકધર્મ પર વાત કરવાની મનાઈ છે, જેથી માસિકધર્મ દરમિયાન સ્વચ્છતામાં ઊણપ રહી જાય છે, જે સમય જતા બીમારીનું કારણ બનતી હોય છે.

આજે પણ ખૂબ ઓછી મહિલાઓને સંપૂર્ણ હાઈજીન હોય તેવા સાધનો ઉપલબ્ધ છે. મોટાભાગની મહિલાઓ માસિકધર્મ અને હાઈજેનિક હેલ્થ પ્રક્ટિસના વૈજ્ઞાનિક પાસાથી અજાણ છે. માસિકધર્મ વિશેની જાણકારી ન હોવાથી ન માત્ર મહિલાઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે, પણ તે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ જેાખમ ઊભું થઈ શકે છે. તેઓ તાણ, વિશ્વાસમાં અભાવ જેવી સમસ્યાનો શિકાર બની શકે છે.

માસિકધર્મ દરમિયાન બેઝિક હાઈજીન બાબતે પ્રત્યેક મહિલા અને છોકરીએ નીચે જણાવેલ વાત પર અચૂક ધ્યાન આપવું જેાઈએ.

સેનિટેશનની રીત : આજે તો બજારમાં કેટલાય પ્રકારના સાધનો ઉપલબ્ધ છે, જેમ કે સેનેટરી નેપ્કિન, ટેંપૂન્સ અને મેંસ્ટ્રુઅલ કપ જેના ઉપયોગથી માસિકધર્મ દરમિયાન સાફસફાઈ નક્કી થતી હોય છે. કેટલીક મહિલાઓ પોતાના પીરિયડ દરમિયાન અલગઅલગ દિવસે અલગઅલગ પ્રકારના સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કરતી હોય છે, જેમ કે ટેંપૂનનો ઉપયોગ કરતી હોય છે અથવા તો નેપ્કિનનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક તો કોઈ એક પ્રકારના અથવા બ્રાન્ડનો ઉપયોગ કરતી હોય છે. આ સ્થિતિમાં જાણવું જરૂરી છે કે આ સાધનો તમારી જરૂરિયાતના હિસાબે યોગ્ય છે કે નહીં.

દરરોજ સ્નાન કરો : કેટલાક સમાજમાં એ માન્યતા પ્રવર્તે છે કે પીરિયડ દરમિયાન મહિલાએ સ્નાન ન કરવું. આ માનસિકતા પાછળનું કારણ એ છે કે જૂના જમાનામાં મહિલાએ ખુલ્લામાં અથવા કોઈ નદી અથવા તળાવના કિનારે ખુલ્લામાં સ્નાન કરવું પડતું હતું. સ્નાન કરવાથી શરીરની સફાઈ થાય છે. સ્નાન કરવાથી માસિકધર્મ દરમિયાન સાંધાની પીડા, કમરનો દુખાવો વગેરેમાં રાહત મળે છે અને મૂડમાં સુધારો થવાની સાથેસાથે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. આ લાભ માટે નવશેકા પાણીથી સ્નાન કરવું હિતાવહ છે.

સાબુનો ઉપયોગ ન કરો : માસિકધર્મ દરમિયાન સાબુનો ઉપયોગ ન કરો. યોનીની સફાઈ સાબુથી કરવા પર સારા બેક્ટેરિયા નાશ પામવાનું જેાખમ રહે છે, જે સમય જતા ઈંફેક્શનનું કારણ બની શકે છે. પરિણામે આ સમયગાળા દરમિયાન યોનીની સફાઈ માટે નવશેકું પાણી પૂરતું છે. હા, બાહ્યભાગની સફાઈ માટે તમે સાબુનો ઉપયોગ કરી શકો છો. માસિકધર્મ દરમિયાન સફાઈ માટે વજાઈનલ કેર લિક્વિડ વોશનો ઉપયોગ કરવો જેાઈએ અને તેનો ઉપયોગ માત્ર માસિકધર્મ દરમિયાન નહીં, પરંતુ બાકીના દિવસોમાં પણ કરવો જેાઈએ.

હાથ અવશ્ય ધુઓ : સેનેટરી પેડ ટેંપૂન અથવા મેંસ્ટ્રઅલ કપ બદલ્યા પછી હાથ અવશ્ય ધુઓ. હાઈજીનની આ વાતોનું હંમેશાં પાલન કરો. તદુપરાંત ઉપયોગ કરેલા પેડ અથવા ટેંપૂનને ડસ્ટબિનમાં નાખો. ફ્લશ ન કરો.

અલગ અંડરવેરનો ઉપયોગ કરો : માસિકધર્મ દરમિયાન અલગ અંડરવેરનો ઉપયોગ કરો. તેનો માત્ર પીરિયડ દરમિયાન ઉપયોગ કરો અને તેને અલગથી નવશેકા પાણીમાં સાબુથી ધુઓ. એક એક્સ્ટ્રા પેન્ટી પોતાની સાથે અચૂક રાખો, જેથી માસિક થતા તેનો ઉપયોગ કરી શકાય. જેા પેન્ટી પર ડાઘ પડી ગયા હોય તો લીંબુ અથવા બ્લીચિંગ પાઉડરથી તેને દૂર કરો.

– અમોલ પ્રકાશ માને.

અસ્થમા અને ઓરલ હાઈજીનનું મહત્ત્વ

અહીં અમે તમને તમારા મોંના સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જરૂરી વાત જણાવી રહ્યા છીએ. દાંતના પેઢા અને દાંતને લગતી બીમારી તથા દમ વચ્ચેના સંબંધની તપાસ કરનાર અભ્યાસમાં જેાવા મળ્યું છે કે દમના દર્દીઓના દાંતના પેઢા અને દાંતનું સ્વાસ્થ્ય બીજા લોકોની સરખામણીમાં ખરાબ હોય છે. તમારા દાંતનું સ્વાસ્થ્ય ખરાબ થાય તે પહેલાં તેની કાળજી લેવા માટે અહીં કેટલીક ઉપયોગી વાત જણાવી રહ્યા છીએ, જેા મુખના રોગનો શિકાર બનવાની સંભાવનાને ઘટાડી શકે છે.

ઈન્હેલરનો ઉપયોગ કર્યા પછી મુખની કાળજી લો : ઈન્હેલરનો ઉપયોગ દમની સારવાર માટે કરવામાં આવે છે અને બની શકે કે તે તાળવામાં પરેશાની પેદા કરે જેથી લાલ રંગના ઘા પડી જાય અને મોંમાં અલ્સર તથા છાલા પણ પડી જાય. ઈન્હેલરનો ઉપયોગ કર્યા પછી તમારા મોંને સ્વચ્છ પાણીથી અવશ્ય ધુઓ. જેા દાંતને બ્રશ કરી શકો તો વધારે ઉત્તમ રહેશે અને નિયમિત રીતે ઈન્હેલરને બદલવાનું પણ ભૂલશો નહીં.

વધારે ફ્લોરાઈડનું સેવન ન કરો : એ વાત સાબિત થઈ ગઈ છે કે ફ્લોરાઈડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરવાથી દમના દર્દીઓમાં દાંતના સડાને આગળ વધતો અટકાવી શકાય છે. ફ્લોરાઈડ દાંતને મજબૂતી પ્રદાન કરીને દાંતની તંદુરસ્તીને સુંદર બનાવે છે, જેથી દાંત દમની દવાઓની અસરથી દાંતના સડા અને દાંત પડી જવાની સમસ્યાનો મુકાબલો કરવા માટે વધારે સક્ષમ બની જાય છે.

દાંત જળવાઈ રહે તે માટેના ઉપાય : દમની દવાઓ દર્દીના દાંતની મજબૂતાઈને ઘટાડે છે. આ દવાઓના લીધે ખટાશ વિરુદ્ધ લાળ જે સુરક્ષા આપે છે તેમાં ઘટાડો થાય છે. દમના રોગીએ લોકોમાં સામેલ હોય છે જેમને દાંત પડી જવાનું વધારે જેાખમ રહે છે. દાંતની મજબૂતાઈ માટે દર્દીએ ઈન્હેલરનો ઉપયોગ કર્યાના તરત પછી પોતાનું મોં બરાબર ધોઈ લેવું જેાઈએ. એક્યૂટ અસ્થમા એટેક દરમિયાન મોંથી શ્વાસ લેવાની ક્રિયા વધી જાય છે, જેથી મોં સુકાઈ જતું હોય છે. મોંથી શ્વાસ લેવો વાંકાચૂકા દાંતના લીધો હોઈ શકે છે. જેા મોંથી શ્વાસ લેવા પડતા હોય તો કોઈ સારા દંત ચિકિત્સકને મળો અને સમસ્યા જેાવા મળે તો તેને દૂર કરવા માટે ઓર્થોડોન્ટિક સારવાર કરાવી શકાય છે.

હાઈજીન છે સ્વાસ્થ્યની ચાવી : દમના દર્દીઓએ યાદ રાખવું જેાઈએ કે તેમને મોંના રોગ થવાનું વધારે જેાખમ રહે છે, તેમણે કાળજી લેવી જેાઈએ કે હાઈજીન ઉત્તમ રહે અને પાણીની ઊણપ ન થાય.

જરૂરી ટિપ્સ : દમના દર્દીઓને દાંતના રોગ થવાનું વધારે જેાખમ રહે છે. તેથી દમ અને મોંના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી હોવી જેાઈએ. જેા પૂરતી જાણકારી હશે તો તમે ભાવિ સમસ્યાથી સ્વયંને સુરક્ષિત રાખી શકશો અને હા, ઈન્હેલરનો ઉપયોગ કરતા પહેલાં મોંને સારી રીતે ધોઈ લેવાનું ભૂલશો નહીં.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો