આ જીવન દરમિયાન આપણે એમ માનતા હોઈએ છીએ કે કોલેસ્ટ્રોલ હૃદયરોગનું એકમાત્ર કારણ છે. સામાન્ય રીતે એક એવી માન્યતા છે કે શરીરમાં ખૂબ વધારે કોલેસ્ટ્રોલ આપણા હૃદયની ધમનીને અવરોધવા માટે જવાબદાર હોય છે, જેથી ઘણી વાર છાતીમાં દુખાવો થવા લાગે છે અને તે અતિશય વધી જતા હાર્ટએટેક આવે છે. જેાકે વાસ્તવિકતા તો આ વાતથી પણ વધારે જટિલ છે. આવો, સૌપ્રથમ એક નજર નાખીએ કે આ કોલેસ્ટ્રોલ હકીકતમાં છે શું. તે યકૃત દ્વારા નિર્મિત એક ચરબીયુક્ત પદાર્થ છે, જેનો ઉપયોગ શરીરના હજારો કાર્યો કરવામાં મદદ માટે હોય છે. લગભગ ૭૫ ટકા કોલેસ્ટ્રોલનું ઉત્પાદન લિવર કરે છે, બાકીનું ઉત્પાદન આપણે ખોરાકમાં લીધેલા ભોજનમાંથી થાય છે. આપણું શરીર સેલ મેમ્બ્રેનના નિર્માણમાં મદદરૂપ થવા માટે તેનો ઉપયોગ કરે છે. તેના વિના આપણે પૂરતું હોર્મોનલ સંતુલન નથી જાળવી શકતા.

કોલેસ્ટ્રોલ એક વ્યાપક પરિભાષિત શબ્દ છે, જે સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ એમ બંનેને દર્શાવે છે. લોકો સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ શબ્દનો ઉપયોગ બેડ કોલેસ્ટ્રોલ માટે કરતા હોય છે, જેને ઘણી વાર હૃદયને લગતા રોગ માટે જવાબદાર એકમાત્ર પરિબળ માનવામાં આવે છે. જેાકે આ વાત બિલકુલ સાચી નથી. હૃદય સાથે જેાડાયેલી મુશ્કેલીઓના અનેક પરિબળ હોય છે. બ્લોકેજ, સોજેા અને બળતરા, ખરાબ જીવનશૈલી અને તાણ જેવા કારણો છે, જ્યારે હૃદયની સમસ્યામાં કોલેસ્ટ્રોલનું યોગદાન માત્ર ૩૦ ટકા હોય છે. તેથી માત્ર કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવવા પર ફોકસ કરવાના બદલે આદર્શ રીતે તમારા હૃદયની સંપૂર્ણ સારસંભાળ માટેના સમાધાનોને શોધી શકો છો અને તે પણ નાની ઉંમરથી જ તમે હૃદયના દષ્ટિકોણથી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવીને હૃદયરોગને અટકાવી શકો છો. તમારા હૃદયના બચાવ માટે મદદરૂપ થનારી મહત્ત્વની રણનીતિ નીચે મુજબ છે :

પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહારથી તમને હૃદયરોગ થવાનું જેાખમ ઓછું થઈ શકે છે. ફળ, શાકભાજી અને આખા અનાજથી ભરપૂર આહાર તમારા હૃદયનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. તમારા હૃદયને વધારે સુચારુ અને મજબૂત બનાવે છે. ખોરાકમાં ખૂબ વધારે સોલ્ટ અને શુગરથી દૂર રહો. સંતૃપ્ત ચરબીનું સીમિત સેવન મહત્ત્વપૂર્ણ બને છે. આ દિશામાં પહેલું પગલું ભોજન બનાવવા માટે એવા તેલની પસંદગી કરવી જેાઈએ, જેમાં હૃદયના સ્વાસ્થ્યને સુચારું રાખે તેવા તત્ત્વો યોગ્ય પ્રમાણમાં હોય. તેલ ઓમેગા-૩ થી સમૃદ્ધ હોવું જેાઈએ અને તેમાં ઓમેગા-૬ તથા ઓમેગા-૩ ની વચ્ચેની સરાસરી પણ આદર્શ હોવી જેાઈએ. તેમાં વિટામિન એ, ડી, ઈ અને ઓરાઈજેનોલ જેવા પોષકતત્ત્વો પણ હોવા જેાઈએ.

સ્વસ્થ આહારનો અર્થ દારૂ અને તમાકુના સેવન પર સતર્ક નજર રાખવાનો પણ છે. વજનને નિયંત્રણમાં રાખો વધારે વજન હોવાનો અર્થ છે તમારી કમરની આસપાસ વધારે ચરબીનું જમા થવું. આ સ્થિતિ હૃદયરોગના જેાખમને વધારે છે. દિનચર્યામાં નિયમિત એક્સર્સાઈઝને સામેલ કરવાથી હૃદયરોગનું જેાખમ ઓછું કરી શકાય છે. જ્યારે તમે યોગ્ય પ્રમાણમાં ભોજન લેવાની સાથેસાથે તમારી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિને પણ સામેલ કરો છો, ત્યારે તેની અસર વધારે અસરકારકતા સાબિત થાય છે. તાણને કાબૂમાં રાખો તાણને કાબૂમાં રાખવા માટે રિલેક્સ કરનાર અભ્યાસ અથવા મેડિટેશન જેવી વૈકલ્પિક રીતો અપનાવો, જેા તમારા સ્વાસ્થ્યને વધારે સુદઢ બનાવવામાં મદદરૂપ બની શકે છે.

રાત્રે પૂરતી ઊંઘ અચૂક લો જેમને પૂરતી ઊંઘ નથી મળતી, તેમનામાં સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને તાણનું જેાખમ વધારે રહે છે. દરેક ઉંમરની વ્યક્તિ માટે દરરોજ રાત્રે ૭ થી ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. ધ લૈંસેટ ગ્લોબલના એક અભ્યાસ અનુસાર, ભારત પર આવી પડનાર બીમારીના કુલ બોજામાં હૃદય સંબંધિત રોગનું યોગદાન વર્ષ૧૯૯૦ પછી લગભગ બેગણું થઈ ગયું છે. આ આંકડા પર વિચાર કરતા તેને સમજાવી ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે માત્ર ઉચ્ચ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરવો હૃદયના સ્વાસ્થ્યની ગેરન્ટી નથી આપી શકતું, કારણ કે તેમાં બીજા ઘણા પરિબળોની ભૂમિકા પણ હોય છે. હવે સમય આવી ગયો છે કે તમારે તમારા હૃદયની જવાબદારી જાતે જ લેવી જેાઈએ અને સમગ્ર રીતે તેના માટે સ્વસ્થ જીવનશૈલી પર અમલ શરૂ કરી દેવો જેાઈએ.

વધુ વાંચવા કિલક કરો....