કિર્તિનો આજે હોસ્ટેલનો પ્રથમ દિવસ હતો. ૨૨ વર્ષની કીર્તિ પહેલાં ક્યારેય ઘરથી દૂર કોઈ બીજા શહેરમાં જઈને હોસ્ટેલમાં નહોતી રહી. તેથી તે ખૂબ નર્વસ હતી, પરંતુ સાથે ઉત્સાહિત પણ હતી. સાંજે ૪ વાગે જ્યારે તે હોસ્ટેલના રૂમમાં સામાન લઈને પહોંચી ત્યારે ત્યાં અગાઉથી એક છોકરી હાજર હતી. ઔપચારિક પરિચય પછી કીર્તિએ પોતાનો સામાન મૂકીને રૂમમાં નજર દોડાવી. આ રૂમમાં ૩ બેડ હતા. એક કીર્તિનો, બીજેા રિદ્ધિમાનો, જે આ સમયે ત્યાં નહોતી. કીર્તિ સાથે થોડો સમય વાતચીત કર્યા પછી રિદ્ધિમા કોઈ કામસર બહાર ગઈ. તેના ગયા પછી કીર્તિએ પોતાના કપડાં અને સામાન કબાટમાં ગોઠવી દીધા અને પથારીમાં ઊંઘી ગઈ. તે થાકેલી હતી, તેથી પથારીમાં પડતા જ ઊંઘી ગઈ. અચાનક ગેટ પર થયેલા ખખડાટથી તેની ઊંઘ ઊડી ગઈ. ઘડિયાળ પર નજર નાખી તો રાત્રિના ૮ વાગ્યા હતા. ખોલીને જેાયું તો દરવાજા પર રિદ્ધિમા હતી. થોડા સમય પછી રિદ્ધિમા તેને સાથે ડિનર માટે હોસ્ટેલની મેસમાં લઈ ગઈ. રિદ્ધિમા ૧૯ વર્ષની શાંત અને સરળ સ્વભાવની છોકરી હતી અને ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી. તેથી કીર્તિને પણ તેની સાથે આત્મીયતા બંધાવામાં વધારે સમય ન લાગ્યો. પછી તો રિદ્ધિમા પણ કીર્તિને દીદી કહીને બોલાવવા લાગી. ડિનર કરીને થોડો સમય બંને હોસ્ટેલના કેમ્પસમાં ફરવા લાગ્યા. રાત્રિના ૧૦ વાગી ગયા હતા. રૂમમાં પરત ફર્યા પછી રિદ્ધિમા ભણવા બેસી ગઈ અને કીર્તિએ પણ પોતાના પુસ્તકો ખોલી દીધા. જેાકે પહેલા દિવસે તો કીર્તિએ રૂહાના વિશે વધારે પૂછપરછ ન કરી અને થોડો સમય અહીંતહીં વાતો કર્યા પછી બંને ઊંઘી ગયા.

બીજા દિવસે સાંજે જ્યારે કીર્તિ કોલેજથી આવી ત્યારે રૂમ અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી ખખડાવ્યા પછી જ્યારે દરવાજેા ખૂલ્યો તો સામે એક છોકરી ઊભી હતી, જેની આંખો ઊંઘથી ઘેરાયેલી હતી. ખુલ્લા વાળ, શોર્ટ્સ અને સ્લીવલેસ ટોપમાં તે ખૂબ મોડર્ન દેખાઈ રહી હતી. તેની ઉંમર હશે કોઈ ૨૪-૨૫ વર્ષ, પરંતુ તેની ઊંઘથી ભરેલી લાલલાલ આંખો જેાઈને કીર્તિને થોડું વિચિત્ર લાગ્યું. દરવાજેા ખોલીને તે પોતાના બેડ પર જઈને ઊંઘી ગઈ. કીર્તિ સમજી ગઈ કે આ રૂહાના છે, પરંતુ તે પોતાનો પરિચય આપે અને તેનો પરિચય લે તે પહેલાં તો તે ઊંઘી ગઈ હતી. રિદ્ધિમાએ જેવું કહ્યું હતું તે પ્રમાણે રૂહાનાનો પૂરો બેડ વેરવિખેર પડ્યો હતો અને તેની પર ફેલાયેલા કપડાં પર તે ઊંઘી રહી હતી. બેડ પાસે મૂકેલા ટેબલ પર પર્સ અને તેની બાજુમાં સિગારેટનું પેકેટ મૂકેલા હતા. ફ્રેશ થઈને કીર્તિએ પોતાના ઘરે ફોન કર્યો. મમ્મીપપ્પા સાથે વાત કરીને તેને ખૂબ સારું લાગ્યું. સાંજની ચા પીને તે બાલ્કનીમાં આવીને બેસી ગઈ.

૫ વાગ્યા સુધીમાં તો રિદ્ધિમા પણ આવી ગઈ. જેાકે ડિનરના સમય સુધી રૂહાના ઊંઘતી હતી. રાત્રિના ૧૦ વાગે ડિનર પછી બંને જ્યારે પોતાના રૂમમાં આવ્યા ત્યાં સુધીમાં રૂહાના પણ ફ્રેશ થઈને વિખેરાયેલા કપડાં બેડના એક ખૂણે નાખવામાં વ્યસ્ત હતી. રિદ્ધિમાએ રૂહાનાનો કીર્તિ સાથે પરિચય કરાવ્યો. રૂહાના કીર્તિના ઘરપરિવાર અને સ્ટડી વિશે પૂછવા લાગી, ‘‘આટલું બધું કેવી રીતે ભણી લો છો તમે લોકો? મારાથી તો મુશ્કેલીથી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ થઈ શક્યો છે.’’ કીર્તિએ પણ તેને પૂછ્યું કે તે શું કરે છે. ‘‘હું તો અત્યારે કંઈ કરતી નથી. બસ ફરવું અને મસ્તી કરવી. નોકરી અને ભણવું મારા વશની વાત નથી.’’ રૂહાનાએ બેફિકરાઈથી કહ્યું. ‘‘હું તો હવે ભણવા જઈ રહી છું.’’ કીર્તિએ જેવું રૂહાનાને કહ્યું ત્યારે રૂહાનાએ તેને ફરીથી અટકાવતા કહ્યું કે હજી વધારે વાતો કરીએ. તમે તો રોજ ભણો છો. રિદ્ધિમા અને કીર્તિના વારંવાર મનાઈ કરવા છતાં રૂહાનાએ તેમના પુસ્તકો બંધ કરાવીને પોતાના લેપટોપ પર ફિલ્મ લગાવી દીધી. ફિલ્મ પણ એવી કે કીર્તિ અને રિદ્ધિમા પણ ઊંઘનું બહાનું બનાવીને ઊભા થઈ ગયા, પરંતુ રૂહાના તો મોડી રાત સુધી ફિલ્મ જેાતાંજેાતાં પોપકોર્ન ખાતી રહી. પછી રાત્રિના ૩ વાગે બાલ્કનીમાં જઈને તેણે ડ્રિન્ક લીધું અને ૧ કલાક પીધા પછી પથારીમાં આવીને ઊંઘી ગઈ.

સવારે જ્યારે કીર્તિ નહાઈ લીધા પછી બાલ્કનીમાં ગઈ ત્યારે તેના પગમાં કોઈ વસ્તુ અથડાઈ. જેાયું તો દારૂની બોટલ હતી અને પાસે સિગારેટના ૨-૩ ટુકડા પણ પડ્યા હતા. કીર્તિ માટે તો આ બધું ખૂબ વિચિત્ર હતું. પછી તેણે આ વિશે રિદ્ધિમા સાથે વાત કરવાનું વિચાર્યું. રિદ્ધિમા સાથે વાત કરતા જાણ થઈ કે તે પોતે પણ રૂહાનાના આવા વર્તનથી પરેશાન છે. ઘણી વાર રૂહાનાએ રિદ્ધિમાને ડ્રિન્ક પણ ઓફર કર્યું હતું અને સિગારેટ પીવા માટે પણ કહ્યું હતું. જ્યારે રિદ્ધિમાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે એમ કહીને તેને ચુપ કરી દીધી હતી કે મારી મમ્મી બનવાનો પ્રયત્ન ન કર. રિદ્ધિમાએ જણાવ્યું કે એક વાર તેની તબિયત બગડી હતી ત્યારે રૂહાનાએ તેની ખૂબ કાળજી લીધી હતી. તેના ખાવાપીવાથી લઈને દવા અને બીજી ઘણી વસ્તુનું પણ તેણે ધ્યાન રાખ્યું હતું. તેથી તે ઈચ્છવા છતાં મેનેજમેન્ટને તેની ફરિયાદ નથી કરી શકતી. રિદ્ધિમાએ કીર્તિને કહ્યું, ‘‘હું જાણું છું કે તે થોડી વિચિત્ર છે, દારૂ સિગારેટ પીવે છે, કઢંગી વાતો કરે છે, પરંતુ દિલની ખરાબ નથી. મેં રૂમ બદલવા વિશે વિચાર્યું હતું, પરંતુ બીજેા કોઈ રૂમ ખાલી ન હોવાથી બદલી ન શકી. સાચું કહું તો દીદી હું આ બધા ચક્કરમાં પડવા ઈચ્છતી નથી. વળી, ઘરે પર નથી જણાવી શકતી. કહીશ તો વિપરીત મને જ ઠપકો સાંભળવા મળશે, કારણ કે હું તો જિદ્દ કરીને ઘર છોડીને અહીં ભણવા આવી છું ને.’’ જેાકે રિદ્ધિમાએ તો એમ વિચારીને મૌન ધારણ કરી લીધું કે કોણ આવા બિનજરૂરી ચક્કરમાં પડે, પરંતુ કીર્તિએ રૂહાના સાથે વાત કરવાનું વિચાર્યું. તેણે રૂહાનાને સમજાવ્યું કે તે આ બધું રૂમની અંદર ન કરે, તેના આમ કરવાથી તેમને ખૂબ પરેશાની થાય છે, પરંતુ રૂહાનાના કરતૂતમાં કોઈ ઘટાડો ન થયો.

રૂહાનાના રૂટિનથી કીર્તિને ખૂબ આઘાત લાગ્યો હતો. રોજ સવારે બાલ્કનીમાં દારૂની બોટલ અને સાંજે કોલેજથી આવ્યા પછી રૂમમાં સિગારેટના સળગેલા ઠૂઠા જેાઈને કીર્તિ પરેશાન થઈ ગઈ હતી. વળી, તેની ઊલટીસીધી વાતો જેવી કે કોણ કોનો બોયફ્રેન્ડ છે, કોણ કોની સાથે ડેટ પર ગયું, કોણે પોતાની વર્જિનિટી લૂઝ કરી અથવા કોની હજી સુધી નથી થઈ… જેવી ફાલતુ વાતો કરીને તે કીર્તિની ધીરજની પરીક્ષા લઈ રહી હતી. જેાકે કીર્તિ તો શરૂઆતથી બોલ્ડ અને સ્ટ્રોંગ છોકરી હતી. જ્યારે તેણે પોતાના પરિવારજનોને ફોન પર જણાવ્યું ત્યારે તેમણે પણ તેને રૂહાના વિરુદ્ધ મજબૂત પગલાં ભરવા કહી દીધું. એક દિવસે જ્યારે કીર્તિ સાંજે થાકેલી કોલેજથી હોસ્ટેલ આવી ત્યારે તેના રૂમનો દરવાજેા ખુલ્લો હતો. તેણે અંદર આવીને જેાયું તો રૂહાના શોર્ટ્સ અને ટોપમાં કીર્તિના પલંગ પર ઊંઘી રહી હતી. બેડની નીચે દારૂની બોટલ પડી હતી અને પૂરા રૂમમાં વિચિત્ર દુર્ગંધ ફેલાયેલી હતી. કીર્તિએ તરત વોર્ડનને પોતાના રૂમમાં બોલાવ્યા અને રૂહાનાની સ્થિતિ બતાવી. બીજા દિવસે વોર્ડને રૂહાનાને બોલાવીને ગઈ રાત્રિના કરતૂત વિશે પૂછ્યું અને તેના પેરન્ટ્સ સાથે વાત કરાવવાનું કહ્યું, પરંતુ રૂહાનાએ માફી માંગીને ફરીથી આવું નહીં કરવાનું તેમને વચન આપ્યું. આ ઘટના પછી રૂહાના અને કીર્તિ વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ, પરંતુ હા, રિદ્ધિમા બંને સાથે વાતચીત કરી લેતી હતી. જેાકે કીર્તિના આ પગલાથી રૂહાના પર લાગેલી લગામથી તે પણ ખુશ હતી. રૂહાનાએ દારૂ પીવાનું તો ન છોડ્યું, પરંતુ હવે તે દારૂની બોટલ છુપાવીને રાખતી હતી. કોઈ દિવસ જેા દારૂ પીને ઊંઘી ગઈ હોય તો પણ આંખ ખૂલ્યા પછી તે ખાલી બોટલ અને સિગારેટના ઠૂઠા ઠેકાણે નાખીને રૂમ સાફ કરી લેતી હતી.

હોસ્ટેલના રૂમમાં તમને પણ આવી કોઈ રૂમ પાર્ટનર મળી હોય, જેથી તમારે પરેશાની અને માનસિક તાણ સહન કરવા પડ્યા હોય. જેાકે કીર્તિએ તો આ પરેશાનીથી મુક્તિ મેળવી, પરંતુ શું આ પરેશાની ઓછી થવી પૂરતી છે? જે તમે હોસ્ટેલ કે કોઈ ભાડે રૂમ લેતા પહેલાં સાવચેતી રાખો અને નાનીનાની વાતની કાળજી રાખો તો બની શકે કે આ પરેશાની અને અણધારી મુસીબતથી બચી શકશો. કીર્તિએ તો યોગ્ય સમયે યોગ્ય પગલું ભરી લીધું, પરંતુ રિદ્ધિમા જેવી છોકરી હોય છે જેા કોઈ ડર અથવા જાણેઅજાણે આ પ્રકારના લોકોનો વિરોધ કરવાના બદલે મૌન રહેવામાં જ શાણપણ સમજે છે. બીજી તરફ વોર્ડનની ચેતવણી પછી રૂહાનામાં પણ થોડોક સુધારો આવ્યો, પરંતુ બની શકે કે રૂહાના જેવા કરતૂત કરતી કોઈ છોકરી ગુસ્સામાં આવીને કીર્તિ જેવી સીધી છોકરી સાથે કંઈ ખોટું કરી દે અથવા તો ફોસલાવીને ખોટી વસ્તુ શીખવે, જેમ કે રૂહાના રિદ્ધિમા સાથે કરી રહી હતી. આજે ઘણી છોકરીઓ અભ્યાસ અને નોકરી બાબતે ઘરથી દૂર કોઈ શહેર કે મહાનગરમાં રહે છે, જ્યાં તેમને કોલેજની હોસ્ટેલ અથવા પ્રાઈવેટ છાત્રાલયમાં કે ભાડે ફ્લેટમાં રહેવું પડે છે. આ સ્થિતિમાં ઘરથી દૂર બહાર રહેતી છોકરીઓએ તો આંખ અને કાન ખુલ્લા રાખવા જેાઈએ. તેની સાથે પેરન્ટ્સ, હોસ્ટેલ મેનેજમેન્ટ અને ફ્લેટના માલિકોએ પણ જરૂરી વાતનું ધ્યાન રાખવું. પેરન્ટ્સે બાળકો સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખવો આજે ઘણા યુવાનો માબાપ સાથે મુક્ત અને નિ:સંકોચ વાતાવરણમાં રહે છે. જે પેરન્ટ્સ પોતાના બાળકો સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખે છે તે કૂલ કહેવાય છે. જેાકે બાળકો પણ પોતાની દરેક પરેશાની અને વાત માબાપને ત્યારે કહી શકે છે જ્યારે તેમને લાગે કે તેમને તેમના પેરન્ટ્સ પાસેથી ઠપકો અને લેક્ચર સાંભળવા નહીં મળે. રીમા તેના પેરન્ટ્સ સાથે દરેક નાનીમોટી વાત ડિસ્કસ કરતી હતી. ભલે ને તે કોલેજની હોય કે મિત્રોની. તેની મા તેની વાતોને સાંભળતી પણ હતી અને રીમાના ખોટા હોવા પર તેને એક મિત્રની જેમ સમજાવતી. આ સ્થિતિમાં જ્યારે રીમાને કોઈ મુશ્કેલી આવતી ત્યારે પોતાની માની અવશ્ય મદદ લેતી અને તેની મા પણ તેને મુશ્કેલીમાંથી બહાર આવવા માર્ગ બતાવતી. રીમાના પેરન્ટ્સ તેને પ્રેમ પણ કરતા અને તેની પર વિશ્વાસ રાખતા હતા, જેથી રીમા કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને ચુપચાપ સહન કરી લેવાના બદલે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો સરળતાથી શોધી લેતી હતી. એ વાત પણ જરૂરી છે કે નિયમપાલનના નામે બાળકોને સ્વયંથી દૂર રાખવાના બદલે તેમના મિત્ર બનીને કોઈ પણ અજાણી મુશ્કેલીમાંથી બહાર નીકળવાની હિંમત આપો, જેથી કાલે કોઈ બહારની વ્યક્તિ તમારી વચ્ચેના અંતરનો લાભ ન લઈ શકે અને તમારા બાળકો જ્યાં પણ રહે, ત્યાં સુરક્ષિત રહે.

સ્વયંને બનાવો સ્ટ્રોંગ એન્ડ સ્માર્ટ અભ્યાસ હોય કે નોકરી, જ્યારે તમારે ઘરથી દૂર કોઈ અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકો વચ્ચે રહેવું પડે તો ત્યાં તમારો સાચા સાથી તમે પોતે છો. કોઈ પણ મુશ્કેલ સમયમાં પોતાની મદદ જાતે કરી શકો, તે માટે જરૂરી છે કે તમે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનો. આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ સાથે તમે સ્વયંને કોઈ પણ મુસીબતમાંથી બહાર કાઢી શકો છો. સ્વયંને નબળા અને અણસમજુ બનાવીને જીવવાથી લોકો તમારો લાભ ઉઠાવી શકે છે, તેથી ખૂબ જરૂરી છે કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સમજીવિચારીને પૂરા આત્મવિશ્વાસ સાથે યોગ્ય પગલું ભરો. ડરમાંથી બહાર નીકળો બીજાનું મનોબળ તોડવા અને તેમને નીચા દર્શાવવાથી લોકો પણ દૂર નથી રહેતા. તેમાં પણ ખાસ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ પોતાનાથી નાની અથવા ભલીભોળી છોકરીઓને બુલી કરવાનો ખૂબ પ્રયાસ કરતી હોય છે. તેમને ડરાવવી ધમકાવવી, તેમની પાસે પોતાના નાનામોટા કામ કરાવવા, તેમના પૈસા વાપરવા, તેમના કોસ્મેટિક્સ યૂઝ કરવા વગેરે તેમની ટેવ બની હોય છે. તેઓ નબળી છોકરીઓને પોતાના અંકુશ હેઠળ રાખવા ઈચ્છે છે. આ પરિસ્થિતિથી બચવા માટે જરૂરી છે કે તમે કોઈ કારણ વિના ડરીને ન રહો અથવા તો કોઈની અસભ્યતા સહન ન કરો. તેઓ તમારી સામે કોઈ પણ અશ્લીલ ચેષ્ટા કરે અથવા અપશબ્દોનો પ્રયોગ કરે કે પછી તમારી કોઈ વસ્તુનો તમારી મંજૂરી વિના ઉપયોગ કરે તો ડર્યા વિના ના પાડી દો.

જેા તેમની વર્તણૂક ગંભીર લાગે તો પેરન્ટ્સને પણ આ વિશે અચૂક જણાવો. વાતચીત કરીને સમાધાન શોધો તમને તમારા રૂમપાર્ટનર સાથે કોઈ વસ્તુ બાબતે પરેશાની થઈ રહી હોય અથવા તો તેની દિનચર્યાથી તમારું કોઈ કામ બાધિત થઈ રહ્યું હોય તો તેની સાથે ખૂલીને વાતચીત કરી લો. તેને સમજાવો કે તેના કયા કામથી તમને પરેશાની થઈ રહી છે, એકબીજા સાથે વાત કરીને તેનું સમાધાન શોધો. બની શકે કે તમારા કોઈ કાર્યથી તેને પણ પરેશાની થઈ રહી હોય. પોતપોતાના કામનો સમય નક્કી કરી લો. તેને એ પણ જણાવી દો કે તેણે તમારી કઈ વસ્તુનો ઉપયોગ ન કરવો કે પછી તે પોતાની કઈ વસ્તુને તમારા ટેબલ અને પથારી પર ન ફેલાવે. દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો સ્વયંને દરેક પરિસ્થિતિ માટે હંમેશાં તૈયાર રાખો. ક્યારેક દબંગ રૂમમેટ્સ અપશબ્દો તથા મારપીટ પર પણ ઉતારુ થઈ જાય છે. આ સ્થિતિમાં પોતાના બચાવ માટે તમારે પણ શારીરિક રીતે તૈયાર રહેવું જેાઈએ. એટલું જ નહીં, આવા રૂમમેટની ફરિયાદ મકાનમાલિક અથવા પોલિસને આપવામાં પણ સંકોચ ન રાખવો જેાઈએ. ક્યાંક એવું ન બને કે તમે ફરિયાદ કરવા વિશે વિચારતા રહી જાઓ અને તે તમને વધારે નુકસાન કરી દે. રૂમમેટથી સાવચેત રહો ભલે ને તમને તમારી રૂમ પાર્ટનર સારી લાગતી હોય, પરંતુ આખો બંધ કરીને તેના પર વિશ્વાસ મૂકવો ક્યારેક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. રૂમ પાર્ટનર સાથે ક્યારેય અંગત વાતો કરવાની ભૂલ ન કરો. પોતાના ઘરપરિવારની વાતો ત્યાં સુધી તેની સાથે શેર ન કરો, જ્યાં સુધી તે ખૂબ વિશ્વાસપાત્ર ન બની જાય. એ વાતને ક્યારેય ન ભૂલો કે તમે ઘરથી દૂર તમારા સપના સાકાર કરવા આવ્યા છો. હોસ્ટેલ અથવા પ્રાઈવેટ રૂમ ભાડે લેવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ તમારી પોતાની સુરક્ષા અને સુવિધા હોય છે. ક્યાંક એવું ન બને કે બીજાના લીધે તમારો હોસ્ટેલ અથવા ક્યાંક બહાર એકલા રહેવાનો અનુભવ ખાટો ન થઈ જાય. તેથી હોસ્ટેલ લાઈફને સુરક્ષિત રીતે જીવવા માટે જરૂરી છે કે તમે દરેક પરિસ્થિતિમાં પોતાની સમજ અને હોશિયારીથી કામ લો.

– પારૂલ શ્રી.

વધુ વાંચવા કિલક કરો....