જાન્યુઆરી, ૨૦૧૯ માં એક વીડિયો ટ્વિટર પર વાયરલ રહ્યો હતો, જેમાં તામિલ સુપરસ્ટાર અજીતના પ્રશંસક દર્શકો રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ ના પોસ્ટર સલગાવી રહ્યા હતા. રજનીકાંત અને અજીતની ફિલ્મ ‘પેટ્ટા’ અને ‘વિશ્વાસમ’ એક જ દિવસે રિલીઝ થઈ હતી. તેથી બંને ફિલ્મ સ્ટાર્સના પ્રશંસક દર્શકો પરસ્પર લડી રહ્યા હતા. દક્ષિણ ભારતમાં ફિલ્મ સ્ટાર્સ અને નેતાને લઈને તેમના પ્રશંસક દર્શકો કઈ હદે અંધભક્તિના શિકાર છે, તેના નમૂના કલાકારને દેખાય છે. કોઈ ફેન ક્લબવાપો તેમનું મંદિર બનાવે છે તો કોઈ તેમને શિવલિંગની જેમ દૂધથી નવડાવે છે. રજનીકાંત, કમલ હાસનથી લઈને પવન કલ્યાણ, ચિરંજીવી જેવા કેટલાય કલાકાર છે જેમની કાયદેસર ફેનની ક્લબ બનેલી છે અને કેટલાય કલાકાર તરફથી તેમને પૈસા પણ મલે છે. પરિણામે, આ ક્લબવાલા એવા અંધભક્તની ફોજ ઊભી કરે છે જે પોતાને એક્ટર કે નેતાનો ફેન કહીને લડવામરવા પર ઉતારું થઈ જાય છે. કમલ હાસને રજનીકાંતને કંઈક કહી દીધું તો તેમના ફેન પહોંચી જાય છે કમલ હાસનના ઘરે તોડફોડ કરવા. કેટલાક વર્ષ પહેલાં જ્યારે એક દક્ષિણ ભારતીય એક્ટર ચંદ્રશેખરે રાજનીતિમાં ઊતરેલા પોતાના પ્રતિસ્પર્ધક એક્ટર વિરુદ્ધ કંઈક કહ્યું હતું તો તે એક્ટરના પ્રશંસક દર્શકોએ ચંદ્રશેખર પર સભામાં પથ્થરમારો કર્યો હતો. તે બિચારા જખમી થઈ ગયા હતા, પણ પ્રશંસક દર્શકો પર કયો કેસ નોંધાય. સ્વયંને સળગાવી દીધો તાજેતરમાં થયેલ ઘટના આશ્ચર્યચકિત કરનાર છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશને મલવાની જિદ્દમાં એક છોકરાએ પોતાને જ આગ ચાંપી દીધી.થયું એવું કે યશને જન્મદિનના અભિનંદન આપવા માટે જ્યારે તેમનો એક ફેન રવિશંકર તેના મિત્રો સાથે તેમના ઘરે પહોંચ્યો ત્યારે તેને ત્યાં એન્ટ્રિ આપવાનો ઈન્કાર કરી દીધો. નારાજગી દર્શાવતા રવિશંકરે એક્ટરના ઘર સામે સ્વયંને આગ લગાવી દીધી. તેની યશના જન્મદિને મલવાની ઈચ્છા હતી. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ એક્ટરે ‘કેજીએફ’ ફિલ્મ પછીથી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ને માત આપીને પોતાના ફેન વધારી લીધા છે, પરિમાણે તેના ઘરની બહાર આ પ્રશંસક દર્શકોની સંખ્યા સતત વધી રહી છે. હવે બધા ફેનને મલવું કોઈ પણ એક્ટર માટે શક્ય નથી. પરિણામે રવિશંકરને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ બીજા દિવસે તે મૃત્યુ પામ્યો.

૨૬ વર્ષના આ છોકરાએ પોતાનો જીવ ગુમાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એ વાતનું આશ્ચર્ય છે કે આ વાતથી તેના માતાપિતા પણ વાકેફ હતા. માતાપિતાના જણાવ્યા અનુસાર, રવિશંકર દર વર્ષે યશને મલવા જતો હતો. ગયા વર્ષે તે અમને પણ તેના ઘરે લઈ ગયો હતો. આ વર્ષે અમે તેને જવાની ના પાડી હતી, પણ તે જતો રહ્યો, રવિને પેટ્રોલ ક્યાંથી મળ્યું. આ ઘટના પછી યશ રવિશંકરને મલવા માટે હોસ્પિટલ ગયો, તે આ વાતથી ગુસ્સે પણ થયા. તેણે કહ્યું, ‘‘હું આવા ફેનને ચાહતો નથી. આ ફેન્ટેસી કે પ્રેમ નથી. તેનાથી મને ખુશી ન મલી. હું આ રીતે કોઈ બીજાને જેાવા નહીં આવું. આ તે પ્રશંસકોને ખોટો સંદેશ આપે છે, જે વિચારે છે કે જેા તે આવું કરશે તો હું તેમને મલવા આવીશ.’’ તેમાં ભૂલ ભક્તની છે કે દેવતા બની ચૂકેલ ફિલ્મ સ્ટાર્સની? કારણ કોઈ પણ હોય, ફેનની આવી વર્તણૂક ચિંતાની વાત છે. અભ્યાસના પ્રેશરથી લઈને છોકરીના દિલ તોડવાના સુધી સુસાઈડ કરવાનો પ્રયાસ નવયુવાનના જીવ લઈ રહી છે, તેમાં પણ ફિલ્મ સ્ટાર માટે આવું પાગલપણું ગંભીર મુદ્દો છે. કેટલાક લોકો તો એવું પણ કહેશે કે તેમાં કલાકારનો શું વાંક છે? પણ ક્યાંક ને ક્યાંક આ ફેનને કલાકાર જ પ્રોત્સાહન આપે છે.

પોતાની ફિલ્મમાં સારી ઈમેજ બનાવીને ફેન ક્લબને રજિસ્ટર કરાવવું હોય અથવા તેમના ઉત્સવમાં સામેલ કરવાની વાત ફેન્સને અલગઅલગ સમૂહમાં બાંધી દે છે. કેટલાક રાજકીય કાર્યકર્તા જેવું, જે નેતા બનીને અભિનેતાનો ધ્વજ (પોસ્ટર) લઈને ચાલે છે. તેમની ફિલ્મના રિલીઝ સમયે પૂરું થિયેટર આ ફેન્સ ક્લબની મુઠ્ઠીમાં હોય છે. ફિલ્મને અધવચ્ચે અટકાવીને ઢોલનગારા વગાડીને જશ્ન જેવું પાગલપણું પણ દેખાય છે. બ્લેક ટિકિટનો ધંધો પણ થાય છે અને અસલામતીનું વાતાવરણ ઊભું થાય છે. હિન્દી બેલ્ટમાં આ સંક્રમણ વધારે નથી ફેલાયું, પણ કેટલાક લક્ષણ જરૂર દેખાય છે. જેમ કે, સલમાન ખાન અને અક્ષય કુમારના પોસ્ટર પર રિલીઝ સમયે ધક્કામુકી થવા લાગે છે. જીવ આપવા કે લેવા જેવી વાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દેખાય છે. જ્યાં ફેન્સ પરસ્પર ઝઘડવા લાગે છે અને કલાકારને ઘેરવા લાગે છે.

મહામાનવ જેવા અભિનય હકીકતમાં, રીઝનલ સિનેમાએ ક્યારેય પણ દેશી મુદ્દાને બાકી નથી રહ્યો. ત્યાંના હીરો હજી પણ લૂંગી ડાન્સ કરે છે અને ‘રંગ્થલમ’, ‘કાલા’, ‘પેટ્ટા’, ‘શિવાજી’, ‘નાયકન’, ‘મારી’, ‘સરકાર’ જેવી ફિલ્મ ત્યાંના ગામ, ખેડૂત અને ક્ષેત્રિય રાજનીતિની વાત કરે છે. પરિમાણે, આ ફિલ્મના કલાકાર જનનાયક મહામાનવ બની જાય છે. એમ.જી. રામચંદ્રન, રામ્યા, જાનકી રામચંદ્રન, સી.એન. અન્નાદુરાઈ, એન.ટી. રામારાવ, એમ.કે. કરુણાનિધિ, પવન કલ્યાણ, જયલલિતા, ચંદ્રશેખર, વિજય કાંત, ચિરંજીવી, બાલકૃષ્ણ, હરિકૃષ્ણ, જયાપ્રદા વગેરે નામ ફિલ્મી બેકગ્રાઉન્ડના હતા. એન.ટી.આરે અભિનેતા તરીકે પોતાની નાયક છબિનો ઉપયોગ તેલુગુ ગર્વના મુદ્દા પર આધારિત પોતાની તેલુગુદેશમ પાર્ટીને બનાવવામાં કર્યો. પછી તે મુખ્યમંત્રી બન્યા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા વાઈએસ રાજશેખર રેડ્ડીની બાયોપિક, બાલકૃષ્ણની કથાનાયુડૂ, નેતાઅભિનેતા ચિંરજીવીનો સઈરા નરસિંહા રેડ્ડીને ફ્રીડમ ફાઈટર ઉય્યલાવાડા નરસિંહા રેડ્ડીના જીવનને પડદા પર ઉતારવું, તામિલનાડુની મુખ્યમંત્રી રહી ચૂકેલી જે. જયલલિતાની બાયોપિક ‘આયરન લેડી’ નું બનવું, બધા તે જ ફેનબાજીના ખભા પર સવાર થઈને અહીં સુધી પહોંચ્યા છે. ફિલ્મ કોરી કલ્પના પર આધારિત હોય છે, પણ તેમાં કામ કરનાર કલાકાર સામાજિક સરોકારની આડમાં રિઆલિસ્ટિક સિનેમાને દરકિનાર કરીને લાર્જર દેણ લાઈફ અભિનય રચે છે, જે રાજ પણ હોય છે અને રંક પણ, બિલકુલ દેવતા જેવા બનીને પ્રજાનો અવાજ ઉઠાવે છે અને દર્શકો તે અભિનયને રિયલ લાઈફ સમજવા લાગે છે.

કેટલીય વાર અભિનેતા આ પાગલપણાનો ફાયદો ઉઠાવીને રાજકારણમાં ઊતરે છે અને થિયેટરની ટિકિટને વેલેટ બોક્સ સુધી ખેંચીને લઈ જાય છે, પરંતુ આ ફેનબાજીમાં તેમનું શું, જે ઉત્સાહમાં આવીને સ્વયંને મારી રહ્યા છે. હકીકતમાં, દેશના ડીએનએમાં જ વ્યક્તિ પૂજા અને ગુલામીના બીજ છે. આપણને કોઈ ગમવા લાગે તો તેને ભગવાન માની લીએ છીએ. જાહેર છે, તેનો ફાયદો દાયકાથી ભારચમાં સત્તામાં બેસેલા લોકો ઉઠાવી રહ્યા છે અને કદાચ આગલ પણ ઉઠાવતા રહેશે.

– રાજેશ સિંહ

વધુ વાંચવા કિલક કરો....