ઊજળો દેખાવ, સ્મૂધ અને ઈવનટોન સ્કિન પ્રત્યેક મહિલા ઈચ્છતી હોય છે અને તેને પ્રાપ્ત કરવા માટે બ્લીચિંગ સૌથી કોમન બ્યૂટિ ટ્રીટમેન્ટ છે, કારણ કે તેના ઉપયોગથી ફેસિયલ હેરનો રંગ હળવો થાય છે, જેથી તે દેખાતા નથી અને સ્કિન પણ ગોરી અને સુંદર દેખાય છે. આજે તો માર્કેટમાં અનેક પ્રકારના બ્લીચ ઉપલબ્ધ છે. બ્લીચનો ઉપયોગ કરતા પહેલાં જાણો કેટલીક મહત્ત્વની વાત :
પ્રોટીન હાઈડ્રા બ્લીચ આ બ્લીચ ફ્રેકલ્સ, એજિંગ, પિગમેન્ટેશન, ડાર્ક સ્પોટ અને અનઈવન સ્કિનટોન જેવી સમસ્યા પર અસરકારક રીતે કામ કરે છે. આ ફેસિયલ હેરને તો લાઈટટોન કરે છે, સાથે પિગમેન્ટેશનની સમસ્યાને પણ દૂર કરે છે. તે સ્કિનટોનને પણ લાઈટ કરે છેે. તે સ્કિનને ડીપ ક્લીન કરીને સ્કિન પોર્સને પણ રિફાઈન કરે છે. સનટેનને રિમૂવ કરવામાં આ બ્લીચ સર્વોત્તમ છે. તે દરેક પ્રકારના સ્કિનટોનને અનુરૂપ કામ કરે છે. ઈવન સેન્સિટિવ સ્કિન પર પણ વિના રેડનેસ અને બળતરા, પરંતુ પ્રોટીન હાઈડ્રા બ્લીચ કોઈ સારા સલૂનમાં જઈને નિષ્ણાત પાસે કરાવો. એક્સ્ટ્રા ઓઈલ કંટ્રોલ નામ પરથી જણાય છે કે આ બ્લીચ ખાસ તોે એક્સ્ટ્રા ઓઈલી સ્કિન માટે ઉમદા ઉત્પાદન છે. આ બ્લીચથી સ્કિનમાં મેલાનિન પિગમેન્ટ ઓછું થાય છે. મેલાનિન પિગમેન્ટ જેટલું ઓછું હશે, સ્કિન તેટલી ફેર દેખાય છે. તેની સાથે આ બ્લીચ સ્કિનના એક્સ્ટ્રા ઓઈલને કંટ્રોલ કરીને મૃત કોશિકાઓને પણ દૂર કરે છે. હાઈડ્રેટિંગ બ્લીચ શુષ્ક સ્કિન માટે આ બ્લીચ સર્વોત્તમ છે. તે સ્કિનમાં પેનિટ્રેટ થઈને તેને મોઈશ્ચર પ્રદાન કરે છે, જેથી તે સોફ્ટ, ફેર તથા હેલ્ધિ દેખાય છે.
બ્લીચના પ્રકાર
પાઉડર બ્લીચ : એમોનિયા, હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બ્લીચ પાઉડરનું સંમિરશ્રત રૂપ છે પાઉડર બ્લીચ. આ બ્લીચ ડાર્ક સ્પોટ અને કરચલીઓ માટે ઉત્તમ છે. તેને નિષ્ણાત પાસે જ કરાવો, કારણ કે યોગ્ય પ્રમાણમાં ન હોવા પર તે સ્કિનને નુકસાન પણ પહોંચાડી શકે છે.
ક્રીમ બ્લીચ: ક્રીમ બ્લીચ સૌથી વધારે ચલણમાં છે અને તેનો ઉપયોગ પણ સરળ છે. આ બ્લીચ ક્રીમ બ્લીચ તથા એક્ટિવેટરનું મિરશ્રત સ્વરૂપ છે.
મિશ્રણ બનાવવાની રીત : ૪ ભાગ બ્લીચ ક્રીમમાં ૧ ભાગ એક્ટિવેટર નાખીને ડાલ સ્પેચ્યુલા દ્વારા બરાબર મિક્સ કરો. કોઈ ગાંઠ રહી ન જાય તેની કાળજી લો. ધ્યાન રાખો કે વધારે ઈફેક્ટ માટે એક્ટિવેટરની માત્રા વધારવાથી ભવિષ્યમાં પિગમેન્ટેશનની સમસ્યા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અથવા તો સ્કિન બર્ન થઈ શકે છે. તેથી ઉત્તમ ઈફેક્ટ માટે સ્કિનને અનુરૂપ બ્લીચની પસંદગી કરો.
પેચ ટેસ્ટ : જેા બ્લીચનો ઉપયોગ પ્રથમ વાર કરી રહ્યા છો, તો બ્લીચ લગાવતા પહેલાં પેચ ટેસ્ટ ચોક્કસ કરાવો. તે માટે થોડીક માત્રામાં મિશ્રણને લઈને હાથ પર લગાવો. જેા બળતરા થવા લાગે અથવા તો સ્કિન પર લાલાશ થાય, તો તેનો ઉપયોગ ન કરો. બ્લીચ લગાવતા પહેલાં બ્લીચ લગાવતા પહેલાં ફેસને ઠંડા પાણી અને સોફ્ટ ફેસવોશથી બરાબર સાફ કરો, પરંતુ ધ્યાન રાખો કે ફેસ પર ગરમ પાણી તથા સ્ક્રબનો બ્લીચ પહેલાં અથવા બ્લીચ કર્યા પછી તરત ઉપયોગ ન કરો. આમ કરવું નુકસાનકારક બની શકે છે. પછી પેસ્ટને સ્પેચ્યુલા અથવા આંગળીની મદદથી ફેસ પર ઉપરથી નીચેની તરફ લગાવો. આંખ, આઈબ્રોઝ અને લિપ્સ પર ન લગાવો. બ્લીચ ૧૦ થી ૧૫ મિનિટ સુધી લગાવેલું રાખો. ત્યાર પછી પેસ્ટને કોટનની મદદથી સાફ કરો. ત્યાર પછી ફેસ પર મોઈશ્ચરાઈઝર લગાવો.
સ્કિનને અનુરૂપ બ્લીચ
સંવેદનશીલ સ્કિન : આ સ્કિન પર પ્રોટીન હાઈડ્રા, હર્બલ, હાઈડ્રેટિંગ તથા રેડિઅન્ટ ગ્લોનો ઉપયોગ કરો. ઓઈલી સ્કિન : ઓઈલી સ્કિન પર ઘણી વાર ખીલની સમસ્યા થતી હોય છે. તેથી તે સ્કિન માટે એક્સ્ટ્રા ઓઈલ કંટ્રોલ, એમોનિયા ફ્રી બ્લીચ, ડી ટેન, ફ્રૂટ બ્લીચ ઉત્તમ રહે છે.
શુષ્ક સ્કિન : આ સ્કિન માટે ઓઈલ તથા મોઈશ્ચર બેઝ બ્લીચનો પ્રયોગ કરો, જેમ કે હાઈડ્રેટિંગ બ્લીચ, વાઈટનિંગ બ્લીચ વગેરે.
મેચ્યોર સ્કિન : આ સ્કિન માટે એજિંગ ઓક્સિજન બ્લીચ સારા રહે છે, પરંતુ સ્કિનની ભીનાશને જાળવી રાખવા માટે હાઈડ્રેટિંગ બ્લીચનો ઉપયોગ કરો. તે ઉપરાંત સ્કિનના મેલાનિન સ્તરને ઘટાડવા માટે પ્રોટીન હાઈડ્રા ઓક્સીનો ઉપયોગ કરો. બ્લીચ કરતી વખતે ધ્યાન આપવા જેવી યોગ્ય વાત :
- થ્રેડિંગ, વેક્સિંગ, સ્ટીમ તથા સ્ક્રબિંગ પછી ક્યારેય બ્લીચ ન કરો.
- બ્લીચિંગ કરતા પહેલાં પ્રી બ્લીચ લોશન અથવા લાઈટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો, ખાસ શુષ્ક અને સેન્સિટિવ સ્કિન પર.
- જેા બ્લીચ લગાવ્યા પછી બળતરા થતી હોય, તો ઠંડા પાણીથી ફેસને તરત ધોઈ લો. બરફ પણ લગાવી શકો છો.
- કપાયેલી ફાટેલી સ્કિન પર બ્લીચનો ઉપયોગ ન કરો.
- બ્લીચનો ઉપયોગ ૧૫-૨૦ દિવસ પછી કરો.
- બ્લીચને ૧૫ મિનિટથી વધારે સમય સુધી લગાવેલું ન રાખો.
- બ્લીચ ક્રીમમાં એક્ટિવેટર મિક્સ કરતી વખતે મેટલ ચમચી તથા બાઉલનો ઉપયોગ ન કરો.
- ફેસના બ્લીચને શરીર પર અને શરીરના બ્લીચને ફેસ પર ન લગાવો.
- બ્લીચ કરતી વખતે ટીવી જેાવા અને પુસ્તક વાંચવાથી દૂર રહો, કારણ કે આમ કરવાથી આંખને નુકસાન થાય છે.
- બ્લીચ કર્યાના ૬ કલાક સુધી સાબુ અથવા ફેસવોશનો પ્રયોગ ન કરો.
- સૂર્યપ્રકાશમાંથી આવીને તરત બ્લીચ ન કરાવો. શરીરનું ઉષ્ણતામાન સામાન્ય થઈ જાય પછી કરાવો.
- જેમને બોડી હીટ વધારે રહેતું હોય તેમણે પોતાની સ્કિનની તપાસ કરાવ્યા પછી સ્કિનને અનુરૂપ બ્લીચ કરાવવું જેાઈએ.
- આફ્ટર બ્લીચ સનગાર્ડ લગાવીને તાપમાં બહાર નીકળો.
- ક્યારેય ફેસિયલ કર્યા પછી બ્લીચનો ઉપયોગ ન કરો, નહીં તો ગંભીર પરિણામ આવી શકે છે.
બ્લીચ કરવાના લાભ :
- બ્લીચથી ફેસિયલ હેર સ્કિનટોન સારી રીતે મેચ થઈને ઈવન ફેર ગ્લો આપે છે.
- ૧૦-૧૫ મિનિટમાં સ્કિનફેર તથા રેડિઅન્ટ દેખાવા લાગે છે.
- બ્લીચ સ્કિનના ડેડ લેયરને રિમૂવ કરીને સ્કિનને બ્રાઈટ લુક પ્રદાન કરે છે.
- પોસ્ટ બ્લીચ પેક સ્કિનને હાઈડ્રેટ કરીને વાઈટનિંગ બેનિફિટ આપે છે.
- સનટેનને રિમૂવ કરીને મેલાનિનને લાઈટ કરીને સ્કિનટોનને લાઈટર તથા ફેર બનાવે છે.
બ્લીચથી થતું નુકસાન :
- બ્લીચમાં મરક્યૂરી હોય છે, જે સ્કિનને નુકસાન કરે છે, તેથી બ્લીચનો જરૂર કરતા વધારે ઉપયોગ ન કરો.
- બ્લીચ કરીને સ્કિન લાલ થઈ જાય તો તેને તાપ અથવા આગના સંપર્કમાં ન આવવા દો.
- ઘઉંવર્ણાને જ નહીં, પરંતુ ઊજળી સ્કિન ધરાવનારને પણ બ્લીચની જરૂર પડે છે, પરંતુ સ્કિનને અનુરૂપ બ્લીચ ન થવા પર તે સ્કિન ડેમેજનું કારણ બને છે.
- જેા તમે કેમિકલ પીલિંગ કરાવ્યું હોય, તો બ્લીચનો ઉપયોગ ઓછામાં ઓછા ૪ થી ૬ મહિના સુધી ન કરો. સૌંદર્ય નિષ્ણાતની સલાહ લઈને બ્લીચિંગનો ઉપયોગ કરો.
- બ્લીચને આંખ તથા ભ્રમરની આસપાસ ન લગાવો, નહીં તો સમસ્યા થઈ શકે છે.
- બ્લીચ કુશળ વ્યક્તિ પાસે કરાવો અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
– પ્રીતિ જૈન