કોઈ પણ મહિલાના રંગરૂપ ભલે ને ગમે તેવા હોય, પણ તે સુંદર જ દેખાવા ઈચ્છે છે. કિટી પાર્ટી હોય કે પછી કોઈ બીજું ફંક્શન, આમંત્રણ મળતા જ તે પોતાના ડ્રેસ, જ્વેલરી વગેરે બાબતે ચિંતિત થઈ જતી હોય છે. આ એ જ પ્રસંગ હોય છે જેમાં તે મોંઘા ડિઝાઈનર ડ્રેસ, ભારે જ્વેલરી અને સુંદર મેકઅપથી બધા પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે. પરંતુ આવા પ્રસંગે પોતાની સાદગીથી આકર્ષક બનીને બધાને પ્રભાવિત કરવા માટે પોતાના વ્યક્તિત્વ પર ધ્યાન આપવું પણ જરૂરી બની જાય છે. તમે કેવા દેખાઓ છો, કેવી રીતે રહો છો, કેવી રીતે ચાલો છો, કેવી રીતે ઊભા રહો છો, તમારી બોડી લેંગ્વેજ તમને આકર્ષક વ્યક્તિત્વ પ્રદાન કરે છે. સ્વીકારી લીધું કે આજે સુંદર દેખાવું પણ ખૂબ જરૂરી બની ગયું છે, પરંતુ મનની સુંદરતા એક એવી વસ્તુ છે, જેથી દરેકનું દિલ જીતી શકાય છે. તેથી પોતાનો આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો, તમે જેવા છો તેને જ તમારી શાન માનીને જીવો. સુંદર અને સ્માર્ટ દેખાવા માટે તમારી કેટલીક ટેવ પર ધ્યાન આપો :

આ રીતે સુંદર દેખાઓ : કોઈ ફંક્શન અથવા પાર્ટીમાં, જ્યાં મોટાભાગની મહિલાઓ ડિઝાઈનર મોંઘા કપડાં અને ભારે જ્વેલરીથી લદાયેલી તથા મેકઅપના ભારે થપેડા કરીને આવી હોય ત્યાં તમારો સાદગીથી ચમકતો અને હસતો ચહેરો ખરેખર બધાને તમારી તરફ આકર્ષિત કરશે. ફંક્શનને અનુરૂપ તમારા ડ્રેસની પસંદગી કરો. સમય અને સંજેાગ અનુસાર જ તૈયાર થાઓ. તમારી સાડી પહેરવાની રીત અને મેચિંગ એક્સેસરિઝ તમને બધાના આકર્ષણનું કેન્દ્ર બનાવશે. તમે બીજાની તુલનામાં વધારે ફિટ અને આકર્ષક દેખાતા હશો તો પછી તમારામાં આત્મવિશ્વાસ આપમેળે જ આવી જશે. તમે બીજા લોકોને કેવી રીતે હળોમળો છો, તેમની સાથે કેવી રીતે વાતચીત કરો છો, એ વાતનું જ વધારે મહત્ત્વ હોય છે. આજકાલ લોકો સૌપ્રથમ તો તમે પહેરેલા કપડાથી તમારું મૂલ્યાંકન કરતા હોય છે. તમારી તૈયાર થવાની રીત કેવી છે તે મહત્ત્વ ધરાવે છે નહીં કે તમે કેટલો મોંઘો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો છે. તમે પાર્ટીમાં જેા કોઈ ડ્રેસ પહેરીને જઈ રહ્યા છો, તે ખૂબ જરૂરી છે. તેની સાથે તમારા ડ્રેસને તમે કેવી રીતે સંભાળી રહ્યા છો તે પણ જરૂરી છે. ચહેરો વ્યક્તિત્વનો અરીસો આજે ફિલ્મી અભિનેત્રીઓ અથવા મોડેલ ઘણી વાર એવા ગાઉન અથવા ડ્રેસ પહેરીને સ્ટેજ કે પાર્ટીમાં આવતી હોય છે, જેને તેઓ યોગ્ય રીતે કેરી કરી શકતી નથી અને પછી બધાની સામે તેમણે શરમમાં મુકાવું પડે છે. તેથી એ વાત ખૂબ જરૂરી છે કે તમે તમારા રંગરૂપ, ઉંમર તથા શારીરિક રચના અનુસાર જ ડ્રેસની પસંદગી કરો. સાદગીને આકર્ષક બનાવવા માટે કેટલીક વાત પર ખાસ ધ્યાન આપો. તમારો ચહેરો તમારા વ્યક્તિત્વનો અરીસો છે, તેથી સૌપ્રથમ તમારી સ્કિનને ચમકદાર અને આકર્ષક બનાવવા માટે સ્કિનની સફાઈ જરૂરી છે. ચહેરાની સ્કિન ખૂબ જ નાજુક હોય છે. તેથી તમારું ક્લીંઝર આલ્કોહોલ ફ્રી હોવું જેાઈએ. જેા કુદરતી વસ્તુ જેમ કે દૂધ, દહીં, હળદર વગેરેથી તમે ચહેેરાની સફાઈ કરો છો તો તે વસ્તુ તમારા ચહેરાને કુદરતી સુંદરતા અને ચમક પ્રદાન કરશે. રોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવાથી પણ સ્કિન સારી રહે છે. હાથપગ અને વાળ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તમારી આઈબ્રોઝનો શેપ પણ યોગ્ય રાખો. હોઠને પણ મુલાયમ રાખો. સાદગીને આકર્ષક બનાવવા માટેની કેટલીક ટિપ્સ અહીં રજૂ કરીએ છીએ :

ચહેરા પર હાસ્ય : હંમેશાં તમારા ચહેરા પર હળવું સ્માઈલ અચૂક રાખો. ખુશમિજાજ, હસતો ચહેરો બધાને ગમે છે. ચહેરા પરનું હાસ્ય અજાણ્યા લોકોને પણ તમારી સામે હસવા વિવશ બનાવી દે છે.

અભિવાદન કરો : જ્યારે પણ કોઈ તમને મળે, ત્યારે તેનું અભિવાદન ચોક્કસ કરો. હાયહેલો, શેકહેન્ડ કરો. સમવયસ્ક હોય તો ગળે પણ મળી શકો છો. જેા નામ યાદ હોય તો તેમને તેમના નામથી બોલાવો. તેનાથી આત્મીયતા પ્રગટ થાય છે.

સ્વયંને અપટુડેટ રાખો :

સન્માન કરો : જેા કોઈ બાળક હોય તો તેની સાથે થોડી મસ્તી કરો. તમે મોટા હોવાનો અંચળો ઓઢીને ન બેસી રહો. બાળકને પ્રેમ કરો. તું તો કેટલો સ્વીટ છે જેવા કોમ્પ્લિમેન્ટ આપી શકો છો. જેા વ્યક્તિ સમવયસ્ક હોય તો આ ડ્રેસમાં તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. જેવી કોમેન્ટ કરી શકો છો, પરંતુ જે મોટી ઉંમરના હોય તો તેમના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરો.

મનોરંજન કરો : લોકો સાથેની વાતચીતમાં નાનામોટા જેાક્સ અથવા શાયરી કહીને લોકોને આકર્ષિત કરી શકો છો. જેા તમારામાં કોઈ ખાસ ગુણ હોય જેમ કે સિંગિંગ, તો આજકાલ સ્ટેજ પર ગાવાનું ચલણ વધારે છે, તેનો ઉપયોગ કરો. તમે આ તકને હાથમાંથી જવા ન દો. તમારી સાદગી અને સિંગિંગથી બધાને આકર્ષિત કરો.

શ્રોતા બનો : તમે શ્રોતા બનીને ધ્યાનથી બધાની વાતો સાંભળો. કંઈ પણ બોલતા પહેલાં સામેવાળાને તમારી વાત પૂરી કરી લેવા દો. પછી જરૂરિયાત અનુસાર તમારી પ્રતિક્રિયા, હાસ્ય, હમદર્દી અથવા સલાહ આપો. જેા તમે તેની સમસ્યાનું સમાધાન લાવી શકો તેમ છો તો ચોક્કસપણે વિચારવિમર્શ કરીને તેની સહાયતા કરો.

વખાણ કરો : દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને પોતાના વખાણ પસંદ ન હોય, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે પ્રશંસા સાચી હોવી જેાઈએ, નહીં કે ખોટી એટલે કે વધારીચઢાવીને નહીં. કોઈ વ્યક્તિનો સારો ગુણ ઉપલબ્ધિ જેને તમે જાણો છો તો તેની પ્રશંસા કરવાનું ભૂલશો નહીં. તમારે તે વ્યક્તિને ગમે તેવી વાતો કરવી જેાઈએ, પછી જુઓ તમને મળીને તે વ્યક્તિ કેટલી ખુશી અનુભવવા લાગે છે. તમારે એવા બનવાનું છે કે કોઈ પણ વ્યક્તિને તમારી સાથે સમય પસાર કરવો ગમે. તમે તેને એ અહેસાસ અપાવો કે તે વ્યક્તિ તમારા માટે સ્પેશિયલ છે.

મદદરૂપ થવા તત્પર રહો : જેા કોઈ વ્યક્તિ તમારી સમક્ષ કોઈ સમસ્યા રજૂ કરે અને તમે તેની પરેશાની દૂર કરી શકો તેમ છો તો તેને મદદરૂપ બનો. જેમ કે તમે એક લેક્ચરર છો અને કોઈ વ્યક્તિ તમારી પાસેથી તમારા દીકરા અથવા દીકરીની કરિયર વિશે કોઈ જાણકારી ઈચ્છે, તો તેને માહિતી આપો. એડમિશન, હોસ્ટેલ, બુક્સ, સ્કોલરશિપ, કોલેજ વગેરે વિશે જે કોઈ માહિતી આપી શકો તે બધી જ માહિતી તેમને આપો. આમ કરવાથી તે વ્યક્તિ તમારી સાદગીની પ્રશંસક બની જશે.

સંપર્કમાં રહો : આજકાલ વોટ્સએપ અને ફેસબુક જેવી ઘણી સાઈટ્સ સક્રિય છે. જેથી તમે એકબીજાના સંપર્કમાં રહી શકો છો. બર્થ-ડે એનિવર્સરી અથવા મુખ્ય તહેવાર, નૂતન વર્ષના પ્રસંગે મેસેજથી એકબીજા સાથે તમે જેાડાયેલા રહી શકો છો. આમ કરવાથી પણ તમારી સાદગી દેખાશે. સાદગીને આકર્ષક બનાવવા માટે સૌથી વધારે જરૂરી છે કે તમારું સ્વાસ્થ્ય સારું રહે. તે માટે યોગ્ય આહાર લો. તમારી લાઈફસ્ટાઈલમાં થોડું પરિવર્તન લાવો. પેક્ડ ફૂડથી દૂર રહો. એક્સર્સાઈઝ અને મોર્નિંગ વોક કરો. સ્વસ્થ અને ભરાવદાર શરીર મેળવવા તમારા આહાર અને વ્યવહારમાં સંયમ જાળવતા શીખો. શરીરના પૌશ્ચર પર ધ્યાન આપવાનું પણ ન ભૂલો.

– પદ્મા અગ્રવાલ

વધુ વાંચવા કિલક કરો....