કાલે અચાનક પાડોશણ માલતી રૂપિયા ઉછીના માંગવા આવી. તેનો ઉદાસ ચહેરો જણાવતો કે નક્કી દાળમાં કંઈ કાળું છે. મારા પૂછવા પર રડતી આંખે તેણે પતિની એક બાબા પરની અંધભક્તિ વિશે જણાવ્યું. સમયાંતરે આ બાબા માલતીના પતિને ભવિષ્યના ખરાબ સમયથી ડરાવતો હતો અને ત્યાર પછી પૂજાપાઠના નામે રૂપિયા પડાવતો. માલતી અને તેના પરિવારજનોએ લાખ ના પાડવા છતાં તેનો પતિ એક વાત માનવા તૈયાર નહોતો. પછી તો સ્થિતિ એવી ઊભી થઈ કે માલતીને દીકરીની સ્કૂલની ફી જમા કરાવવા પૈસા ઉધાર લેવા પડ્યા. સુખી અને ખુશહાલ ઘરને આ સ્થિતિમાં પહોંચાડીને માલતીનો પતિ ખબર નહીં કયા આનંદભર્યા દિવસોની કલ્પના કરીને, તે બાબા પર સર્વસ્વ લૂંટાવી રહ્યો હતો. જેાકે માલતીનો પતિ એકમાત્ર આ પ્રકારની વ્યક્તિ નથી. અંધશ્રદ્ધાનો શિકાર બનીને આ રીતે પોતાના રૂપિયા બરબાદ કરનારની સંખ્યા આજે લાખોમાં જેાવા મળે છે.

અંધશ્રદ્ધાનું કળણ : અહીં પ્રશ્ન એ થાય કે આખરે આ અંધશ્રદ્ધા છે શું અને માનવીનો અંધશ્રદ્ધા સાથે આટલો મજબૂત સંબંધ કેવી રીતે જેાડાયો છે? જેા સરળ શબ્દોમાં કહીએ તો કેટલીક એવી શ્રદ્ધા જેને તર્કની કસોટી પર ચકાસ્યા વિના માની લેવામાં આવે, તે અંધશ્રદ્ધા કે અંધવિશ્વાસ છે. કેટલાક લોકો અજ્ઞાનતાના લીધે તો કેટલાક રૂઢિચુસ્તતાના લીધે અંધશ્રદ્ધાનો ભોગ બને છે. અંધશ્રદ્ધાને ધર્મ સાથે જેાડીને ધર્મના ઠેકેદાર વ્યક્તિની આ કમજેારીનો ભરપૂર લાભ ઉઠાવે છે.

ગ્રહનક્ષત્રનો પાખંડ : વિજ્ઞાનના વર્તમાન યુગમાં જ્યારે વૈજ્ઞાનિકો નવાનવા ગ્રહ શોધીને તેમનો અભ્યાસ કરે છે, ત્યારે કેટલાક લોકો આજે પણ આ ગ્રહોને પોતાના જીવનના સુખદુખનો આધાર માને છે. બાળકના જન્મ સાથે જ તેની જન્મપત્રિકા બનાવડાવીને તેને ગ્રહનક્ષત્રો સાથે જેાડી દેવાય છે. તે જીવનમાં કેટલું ભણશે, જન્મ સમયે રહેલી ગ્રહોની સ્થિતિ અનુસાર તે કયો વ્યવસાય કરશે, તેનું લગ્ન ક્યારે થશે વગેરેની ભવિષ્યવાણી ગ્રહનક્ષત્ર અનુસાર થાય છે. જેા ગ્રહ ખરાબ અથવા અશાંત હોય તો પૂજાપાઠ, હવન, દાનદક્ષિણાથી તેને શાંત અને અનુકૂળ બનાવવાની સલાહ પંડિત તથા જ્યોતિષી દ્વારા અપાય છે. જેાકે સામાન્ય વ્યક્તિ એ વાત નથી સમજતી કે આ તો એવા લોકો દ્વારા ફેલાવેલી જાળ છે, જેમાં લોકોને ફસાવીને તે પોતાના એશઆરામનો જુગાડ કરવામાં વ્યસ્ત છે. કોણ જાણે ક્યાં સુધી સામાન્ય પ્રજાના લોહીપરસેવાની કમાણી લોકોના ચરણે ભેટ ચઢતી રહેશે? ક્યાં સુધી આવી અંધશ્રદ્ધા લોકોને ભ્રમિત કરતી રહેશે?

ધાર્મિક લૂંટારાના પ્રપંચ : ભગવાનને ખુશ રાખવા, ભૂતપ્રેત, ચૂડેલ તથા દેવીદેવતાના કોપિત હોવાનો ડર બતાવીને સામાન્ય પ્રજાને મૂરખ બનાવવાનું આ કાર્ય દાયકાઓથી ચાલતું આવ્યું છે. મનુષ્યના નસીબ પર બધું નાખી દેવાની મનોવૈજ્ઞાનિક માનસિકતાએ આ પ્રકારના ધાર્મિક લૂંટારાઓને વધારે પ્રોત્સાહન આપ્યું છે. પ્રપંચનું આ કાર્ય મનોવૈજ્ઞાનિક માનસિકતાથી પ્રેરિત થઈને કરવામાં આવે છે. પીડિત વ્યક્તિને વિશ્વાસ થઈ જાય છે કે અમુક બાબા અથવા ગુરુ નક્કી કોઈ શક્તિના સ્વામી છે. તેથી તેમના નિર્દેશોનું પાલન કરવાથી ખરેખર મુશ્કેલીથી મુક્તિ મળી જશે, પરંતુ હકીકતમાં લોકોના ખિસ્સા જ ખાલી થાય છે, મુશ્કેલી નહીં. દિલ્લીના રહેવાસી રમેશકુમારે જણાવ્યું છે કે તે એક વાર તેમની મા સાથે કોઈ બાબા પાસે ગયા હતા, કારણ કે તેમનો તેમની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. બાબાને મળવા સૌપ્રથમ તેમને બહાર કાઉન્ટર પર મોટી રકમ જમા કરાવવી પડી. જ્યારે અંદર પહોંચ્યા ત્યારે એક એરકંડિશનર રૂમમાં પેન્ટશર્ટ પહેરીને મોટી ખુરશી પર બેઠેલા બાબા બધાની સમસ્યા સાંભળીને ચિત્રવિચિત્ર ઉપાય જણાવતા હતા. કોઈને તેઓ સમોસા ખાવા, કોઈને મંદિરમાં દારૂ ચઢાવવા તો કોઈને આસમાની પેનનો પ્રયોગ કરવાની સલાહ આપતા હતા. રમેશને તેમણે કહ્યું કે ખીર ખાવાથી તેની પર કૃપા વરસશે અને બધી સમસ્યાઓ થોડા સમયમાં દૂર થશે. ઘરે આવીને જ્યારે રમેશે ખીર ખાધી ત્યારે તેની તબિયત બગડી, કારણ કે તે ડાયાબિટીસનો દર્દી હતો, પછી શું. હોસ્પિટલમાં સારો એવો ખર્ચ થયો અને બાબાને આપેલા હજારો રૂપિયા પણ બરબાદ થયા. જેાકે તેને પત્નીને સમસ્યા તો રહી.

છેતરપિંડીના રૂપ : ધર્મના નામે છેતરનાર પોતાની મોટી કમાણી માટે જાળમાં ફસાયેલા શિકારના ખિસ્સા ખાલી કરાવવા નવીનવી રીત શોધી કાઢે છે. તે હવે સામાન્ય વાત બની છે. ગ્રહોની દશાથી બચવા પહેલા મોંઘામોંઘા નંગ જડેલી સોનાચાંદીની વીંટી પહેરેલા લોકો જેાવા મળતા. ક્યારેક-ક્યારેક તો આવા ભવિષ્યવેત્તા જ સસ્તા પથ્થર જડેલી વીંટીને ચમત્કારી બતાવીને તગડા રૂપિયા પડાવતા. મંત્રતંત્રના ખોટાખોટા પ્રયોગ કરીને દોરા-તાવીજ બનાવીને વેચવાનું કામ પણ ધૂમ ચાલી રહ્યું છે. કોઈ પણ કાર્યની પૂર્તિ માટે પૂજાપાઠ, હવન અને અભિષેક વગેરે કરાવવાના નામે ધન લૂંટાવાનું કામ તો ભણેલાગણેલા લોકોથી લઈને સેલિબ્રિટી સુધ્ધાં કરતા હોય છે. લગ્ન ન થવા, નોકરી ન મળવી અને ધંધામાં નુકસાન જતા લોકો સ્વયંમાં સુધારો લાવવાની આશ્યકતા નથી સમજતા, પરંતુ આ વાત માટે પોતાના ભાગ્યને દોષિત માનીને ધર્મના નામે છેતરનારના સકંજામાં ખૂબ સરળતાથી ફસાઈ જાય છે અને ત્યાર પછી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉપાય અજમાવવાના ચક્કરમાં પોતાના ખિસ્સા ખાલી કરી નાખે છે.

ચીની ફેંગશુઈનો પ્રપંચ : જીવનધોરણ સુધારવાની લાલચ આપીને કેટલીક ભ્રામક જાળ પણ ફેલાવાય છે. ચાઈનીઝ વાસ્તુ એટલે કે ફેંગશુઈ પણ આ જ શ્રેણીમાં આવે છે. હાલના દિવસોમાં તેને અપનાવવાનું ચલણ ખૂબ વધ્યું છે. ધનદોલત, સારું સ્વાસ્થ્ય, સફળતા તથા સુખશાંતિની લાલચમાં વિભિન્ન રંગની માછલીઓ, દેડકા, કાચબા, ડ્રેગન અને લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ, સિક્કા તથા ક્રિસ્ટલ બોલ પર અંધશ્રદ્ધાળુ લોકો બિનજરૂરી પૈસા વેડફે છે.

ચારેય બાજુ ઠગ : ધર્મના નામે છેતરનાર આજે તો ઠેરઠેર પોતાના કાર્યાલય ખોલીને બેઠા છે. રસ્તાના કિનારે, ફૂટપાથ પર, બસસ્ટેન્ડ પર અને ત્યાં સુધી કે ખરીદીના આધુનિક સ્થળ એટલે કે શોપિંગ મોલ વગેરેમાં પણ આ પાખંડીઓએ પોતાનો વેપાર ફેલાવવાનો શરૂ કર્યો છે. થોડા ધાર્મિક પુસ્તકો લઈને, માથા પર તિલક કરીને ખૂબ સરળતાથી તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવનાર લોકો થોડા ઘણા પૈસા ખર્ચીને પોતાના ભવિષ્યના દિવસો વિશે જાણવા ઉત્સુક હોય છે. તેમની આ ઉત્સુકતા જ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનાર સાબિત થાય છે. વિભિન્ન પ્રકારની બીમારીને ઠીક કરવા, લગ્ન અથવા પ્રેમ સંબંધિત સમસ્યાનું નિવારણ લાવવા, વેપાર તથા નોકરી સંબંધિત સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરવા હેતુ આવા છેતરપિંડી કરનારના મોબાઈલ નંબર ટ્રેન, બસ અને મેટ્રો સ્ટેશન પર પણ લખેલા જેાવા મળે છે. જેા કોઈ તેમનો સંપર્ક કરે ત્યારે માત્ર થોડી વાતચીત પછી તરત આવા ઠગોનો અસલી ચહેરો જેાવા મળે છે. જ્યારે વ્યક્તિ તેમની જાળમાં ફસાય છે ત્યારે તે લાભની વાત કરીને તગડી રકમ વસૂલે છે.

ધર્મના નામે થતી છેતરપિંડીનું બદલાતું રૂપ : અંધશ્રદ્ધાના નામે પૈસાની છેતરપિંડીનો આ ખેલ હવે તો ટીવી ચેનલ અને વેબસાઈટ પર પણ પહોંચી ગયો છે. જેાકે મીડિયા પણ આવા કુકૃત્યનો વિરોધ કરવાના બદલે તેને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભવિષ્યમાં આવનારા સારા દિવસોનો ભ્રમ બતાવીને વિભિન્ન દેવીદેવતાની મૂર્તિઓ, ધાતુના પતરા પર કોતરેલા યંત્રમંત્ર, વીંટી, તાવીજ તથા મોંઘા નંગપથ્થરના વેપારનું ચલણ ખૂબ વધી ગયું છે. રુદ્રાક્ષ, સ્ફટિક પથ્થર તથા તુલસી વગેરેની માળા ધારણ કરીને વિભિન્ન બીમારીથી બચવાનું પ્રલોભન આપવું હવે સામાન્ય થઈ ગયું છે. ટીવી ચેનલ અને વેબસાઈટ્સ પર આવી જાહેરાતનું જાણે પૂર આવી ગયું છે. ફેંગશુઈનો સામાન પણ શોપિંગ સાઈટ્સ પર ધૂમ વેચાઈ રહ્યો છે. તથાકથિત જ્યોતિષીઓ પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ થવા લાગ્યા છે. વેબસાઈટ પર તેઓ મદદ કરવાના બહાના હેઠળ લોકોની સમસ્યા પૂછે છે અને પરિવાર, રૂપિયાપૈસા વગેરેની જાણકારી મેળવી લીધા પછી ઓનલાઈન છેતરવાનો ધંધો શરૂ કરી દે છે. વ્યક્તિ તેમની લલચામણી મીઠીમીઠી વાતોમાં એવા ફસાય છે અને પોતાના કામની સફળતાની રાહ જૂવે છે. આવા પાખંડીના દિશાનિર્દેશ અનુસાર રૂપિયાપૈસા ભેટ ચઢાવવા લાગે છે.

અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો : મનુષ્યના મનમાં બાળપણથી જ સંસ્કારના મૂળિયા જમાવીને બેઠા હોય છે. કેટલાક સંસ્કાર સદાચારનો માર્ગ બતાવે છે તો કેટલાક અંધશ્રદ્ધા વિરુદ્ધ હવે ખરેખર જાગૃતિની જરૂર છે. વિભિન્ન જાગૃતિ કાર્યક્રમ તથા મીડિયાની મદદથી અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયાસ કરી શકાય છે. છાપાં તથા મેગેઝિનમાં ધાર્મિક આડંબરનો વિરોધ કરતા સમાચાર તથા લેખને પ્રાધાન્ય મળવું જેાઈએ. ટીવીના કાર્યક્રમ ખાસ તો દરરોજ પ્રસારિત થતી સીરિયલમાં પાખંડને પ્રોત્સાહન ન અપાવું જેાઈએ. સ્કૂલ તથા કોલેજમાં આ વિષય પરના લેખ અભ્યાસક્રમનો એક ભાગ હોવો જેાઈએ. જ્યારે અશિક્ષિતોમાં એનજીઓની મદદથી જનજાગૃતિ ફેલાવવી જેઈએ. અંધશ્રદ્ધા તો હંમેશાં શોષણને પ્રોત્સાહન આપે છે. તેથી તેની વિરુદ્ધ કાયદો બનાવવો જેાઈએ. જેા આવું કરવામાં આવશે તો સમાજ તથા તેની કોઈ પણ સંસ્થાને આ પાખંડને સાથ આપવા તથા અંધશ્રદ્ધાનો પ્રચારપ્રસાર કરનાર પર કાયદાનો ડર રહેવો જેાઈએ. જીવનમાં હંમેશાં અંધશ્રદ્ધા વિરુદ્ધ સંઘર્ષ કરનાર ડો. નરેન્દ્ર દાભોલકરનું માનવું હતું કે માનવીએ તર્કસંગત વ્યવહાર કરવો જેાઈએ, કારણ કે અસંગત વિચારો પર આધારિત વ્યવહારના કારણે તે ક્યારેય વિજયી ન બની શકે. હકીકતમાં ઢોંગ અને પાખંડના અભિશાપથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે વ્યક્તિની તર્ક પર આધારિત માનસિકતા. જેા વ્યક્તિની માનસિકતા તાર્કિક બની જશે તો સમાજમાં અંધશ્રદ્ધાનું કોઈ સ્થાન પણ નહીં રહે.

– મધુ શર્મા કટિહા.

વધુ વાંચવા કિલક કરો....