૧૧ વાગ્યા હતા. આરોહીની સી.એ. ની ફાઈનલ પરીક્ષાનો સમય બપોરના ૨ વાગ્યાનો હતો. તે ઘરમાં ફરતાંફરતાં અંતિમ સમયની તૈયારી પર એક નજર નાખી રહી હતી. તેના હાથમાં બુક હતી. તેની મા રીના કિચનમાં વ્યસ્ત હતી. ડોરબેલ વાગ્યો ત્યારે રીનાએ દરવાજેા ખોલ્યો. દરવાજા પર નીચેના ફ્લોર પર અલકા રહેતી હતી. અંદર આવતા તેણે કહ્યું, ‘‘ઈન્ટરકોમ નથી ચાલી રહ્યો રીના. જરા જેા ને કેબલ આવી રહ્યો છે.’’ ‘‘જેાઈને જણાવું છું.’’ કહીને રીનાએ ટીવી ઓન કર્યું. કેબલ ગાયબ હતો. તેણે કહ્યું, ‘‘ના અલકા.’’ ‘‘અરે, મારી સીરિયલનો ટાઈમ થઈ ગયો છે.’’ જેાકે આરોહીની નજર તો પોતાની બુકમાં જ હતી, તેમ છતાં તેણે અલકાને ગુડ મોર્નિંગ આંટી કહ્યું ત્યારે અલકાએ પૂછ્યું, ‘‘પરીક્ષા ચાલી રહી છે ને? આજે પણ પેપર છે?’’ ‘‘હા, આંટી.’’ ‘‘આરોહી, સાંભળ્યું છે કે સી.એ. ફાઈનલ પ્રથમ પ્રયત્ને પાસ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. ૩-૪ પ્રયાસ તો કરવા જ પડે છે. મારો પિતરાઈ તો ૬ ટ્રાયલે પણ નહોતો પાસ કરી શક્યો. જેાકે તે પણ ભણવામાં તારી જેમ હોશિયાર હતો. ‘‘જેાઈએ છે આંટી.’’ કહેતા આરોહીનો ચહેરો ચિંતાથી ઘેરાઈ ગયો. અલકાએ ફરીથી કહ્યું, ‘‘ત્યાર પછી શું કરીશ?’’ ‘‘એમ.બી.એ.’’ ‘‘અને લગ્ન?’’ ‘‘તે વિશે હજી કંઈ નથી વિચાર્યું, આંટી.’’ કહેતા આરોહીના ચહેરા પર ગુસ્સાના ભાવ જેાઈને રીનાએ વાત સંભાળી લીધી, ‘‘અલકા, કિચનમાં આવી જા. હું તારા માટે ખાવાનું તૈયાર કરી રહી છું.’’ અલકા કિચનમાં ઊભાઊભા અડધા કલાક સુધી આરોહીના લગ્ન વિશે પૂછતી રહી. રીનાએ ચા-કોફી વિશે પૂછતા તેણે કહ્યું, ‘‘ના, ફરી ક્યારેક. અત્યારે જલદીમાં છું.’’ કહીને તે જતી રહી. તેના ગયા પછી આરોહી માત્ર એટલું જ બોલી, ‘‘મમ્મી, તમે આવા આંટી ક્યારેય ન બનશો, જેમને એ વાતની પણ જાણ ન હોય કે ક્યારે કઈ વાત કરવી જેાઈએ.’’

આંટીઓ વિશે યુવાનોના વિચાર : મહિલાઓને તો હંમેશાં એમ કહેતા સાંભળી શકાય છે કે આજકાલની યુવા પેઢીથી તો પરેશાન થઈ ગયા છીએ, આજકાલનાં બાળકો તો આવા છે, તેવા છે. ફરિયાદો ચાલુ રહે છે, પરંતુ શું મહિલાઓએ ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે આજકાલના યુવાનોને આ આંટીની કઈ વાત નથી ગમતી? જેાકે યુવા બાળકો પણ ઓછા પરેશાન નથી આંટીના સ્વભાવ, વ્યવહાર અને ટેવથી. ઘણા બધા યુવાનો બાળકોને એ પ્રશ્ન પૂછતા કે તેમને કયા આંટીની કઈ વાત પસંદ નથી, ત્યારે તેમણે પોતાના દિલની વાત ખૂલીને જણાવી હતી. આવો તે વિશે વિસ્તારથી જાણીએ :

૨૪ વર્ષની વાન્યા પોતાના એક આંટી વિશે જણાવે છે, ‘‘મંજુ આંટી, જ્યારે પણ ઘરે આવે છે ત્યારે હું પ્રયત્ન એ જ કરું છું કે હું મારા રૂમમાંથી ન નીકળું, સતત ડર રહે છે કે મમ્મી ક્યાંક કોઈ કામથી બૂમ ન પાડે. તેમના ઘરમાં હંમેશાં ‘પીસ ઓફ માઈલ્ડ’ ચેનલ ચાલતી રહે છે. તે જ્યારે પણ આવે છે ત્યારે દરેક વાતમાં સમજાવવું શરૂ કરી દે છે કે ગુસ્સો ન કરવો જેાઈએ, હળવું પૌષ્ટિક ભોજન લેવું જેાઈએ, સિમ્પલ રહેવું જેાઈએ વગેરે.’’ ‘‘જેા મમ્મીની તબિયત ખરાબ હશે તો તેઓ સમજાવશે, જિંદગીનો કોઈ ભરોસો નથી, કોઈનો મોહ ન રાખો. બાળકો તરફથી પોતાનું ધ્યાન ખેંચી લો, આજકાલનાં બાળકો તો સ્વાર્થી છે. તેમના મોહમાં ન પડો. કોઈ પણ બીમાર હશે, તો તેઓ કહેશે કે આ તો કર્મનું ફળ છે, પરંતુ તે પોતે આમાંથી કોઈ જ વાત ફોલો નથી કરતા. દરેક વીકેન્ડમાં મૂવી, બહાર લંચ-ડિનર, બિલકુલ ફેશનેબલ અને દરેક સમયે પોતાનાં બાળકોની પાછળ જ. અરે, બીજાને તેમાંનું કંઈ જ નથી કરી રહ્યા. બીજાઓએ શું બગાડ્યું છે તમારું, જીવવા દો ને બધાને.’’

શાઉટિંગ આંટી : આ બાળકોએ બીજી એક ફરિયાદ પર એકસમાન પ્રતિક્રિયા આપી અને તે તો એ મિત્રો સામે કોઈ પણ પેરન્ટ્સનું ગુસ્સે થવું તેમને ગમતું નથી. રાહુલે જણાવ્યું હતું, ‘‘અમારું પૂરું ગ્રૂપ મારા ઘરે બેસીને પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું હતું. અમે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. મારી મમ્મીએ બધા માટે નાસ્તો કર્યો હતો. બધાએ કામ કરતાંકરતાં ખાધો. થોડી રાત થઈ ત્યારે મારા મમ્મીએ કહ્યું, ‘‘શિખાને તેના ઘર સુધી મૂકી આવ ને રાહુલ.’’ શિખાની મમ્મી અને મારા મમ્મી ફ્રેન્ડ છે. જ્યારે હું તેને મૂકવા માટે તેના ઘરે ગયો ત્યારે દરવાજેા ખોલતા જ શિખાની મમ્મી નીતુ આંટીએ કહ્યું, ‘‘ખૂબ મોડું કરી દીધું. ચાલ ખાવાનું પીરસું છું.’’ શિખાએ કહ્યું, ‘‘મમ્મી, હમણાં જ આંટીએ થોડું ખવડાવ્યું છે અને લાંબા સમયથી બેઠાંબેઠાં ખૂબ થાકી ગઈ છું. હવે માત્ર ઊંઘી જઈશ.’’ હું દરવાજા પર હતો. આંટી ગુસ્સે થઈ ગયા, ‘‘ખાઈ લીધું? ફોન કરીને જણાવ્યું કેમ નહીં? હું આટલા મોડા સુધી શું કિચનમાં રહીશ?’’ પછી તો હું ચુપચાપ ‘બાય’ કહીને પાછો આવી ગયો, પરંતુ મિત્રોની સામે જેા આ રીતે કોઈ ગુસ્સામાં બૂમો પાડે તો ખરેખર ખરાબ લાગે છે. જેા આંટીએ એકાંતમાં શિખા પર ગુસ્સો કર્યો હોત કે પ્રેમથી સમજાવ્યું હોત તો સારું રહેતું, પરંતુ બીજાની સામે આ રીતે ગુસ્સામાં બૂમો પાડવી મિત્રતાને અસહજ બનાવી દે છે.’’ હવે બાળકો સાથે વાત કરતા કોઈ પણ ટિપ્પણી કરતા પહેલાં પોતાના શબ્દોને સૌપ્રથમ મનમાં તપાસો. ફાલતુની નકારાત્મક વાત કોઈને પણ ગમતી નથી. આજની યુવા પેઢી ખૂબ જ સમજદાર છે. તેમની વાતને ધ્યાનથી સાંભળોસમજેા, તેમની સાથે પ્રેમાળ અને મિત્રવત્ વ્યવહાર કરો.

એક્સ-રે વાળા આંટી : ૨૩ વર્ષની નેહાએ પણ પોતાના દિલની ભડાસ કાઢતા કહ્યું, ‘‘રેખા આંટી, મમ્મીની કિટી ફ્રેન્ડ છે. તે ગમે ત્યાં મળી જાય પછી તે મોલ હોય, કોઈ ફંક્શન કે પછી ઘર, ત્યારે પોતાની આંખથી એક્સ-રે કરવા બેસી જાય છે. ઉપરથી નીચે સુધી જેાતી રહે છે. વાત કરતી વખતે તેમની નજર તો મારા માથાથી પગ સુધી એટલી વાર જેાઈ લે છે કે મનમાં થઈ આવે છે આંટી મારામાં શું શોધી રહ્યા છે? મારી સમજમાં આજદિન સુધી નથી આવ્યું કે તે દરેક વ્યક્તિને આ રીતે કેમ જુએ છે? ખૂબ વિચિત્ર લાગે છે તેમનું આ રીતે જેાઈ રહેવું.

સેલ્ફીવાળા આંટી : આરતી તો પોતાની એક આંટી વિશે જણાવતા પહેલાં કંઈ યાદ કરીને હસી પડે છે. તે જણાવે છે, ‘‘અમારું મિત્રોનું જે ગ્રૂપ છે, તેમાં શેખર નામનો એક છોકરો પણ છે. તેના બર્થ-ડે પર અથવા આમ જ કોઈ કામસર જ્યારે પણ તેના ઘરે જવાનું થાય છે, ત્યારે અમે છોકરીઓ તો પહેલાંથી જ માનસિક રીતે તૈયાર રહીએ છીએ કે તેના ઘરે જતા શું થશે.’’ ‘‘તેના મમ્મી એટલે કે નીલા આંટીને સેલ્ફી લેવાનો ખૂબ શોખ છે. અમારા બધા સાથે અને તે પણ એક સામાન્ય સેલ્ફી નહીં, દરેક સેલ્ફીમાં તેઓ જાતજાતના મોં બનાવતા રહે છે, જેને જેાઈને શેખર પણ શરમાઈ જાય છે, જ્યારે અમે બધા હસીને સાથે સામાન્ય ફોટો પડાવીએ છીએ. માત્ર આંટી જ આ સમયે જાતજાતના મોં બનાવીને એટલા બધા ફોટા પડાવે છે કે બધા એકબીજા સામે એવી નજરથી જેાવા લાગી જાય છે કે જાણે પૂછી રહ્યા ન હોય હવે આ આંટીનું શું કરીએ? બિચારો શેખર.’’

બિચારા આંટી : ૨૦ વર્ષના રોહનનો અનુભવ પણ એવું હસવું આવે તેવો નથી, તે જણાવે છે, ‘‘માલતી આંટી પણ ઘરે આવે છે ત્યારે અંકલની નિંદા કર્યા સિવાય બીજી કોઈ વાત કરતા જ નથી. તેઓ અંકલની ટેવથી પરેશાન દેખાય છે, પરંતુ અમે બધા અંકલને તો ખૂબ લાંબા સમયથી જાણીએ છીએ. અંકલ ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. તેમનો સ્વભાવ ખૂબ સારો અને હસમુખો છે, પરંતુ આંટીને તો માત્ર પોતાને બિચારી દર્શાવવાનો શોખ છે, તેથી તે પોતાના પતિ અને બાળકોની નિંદા જ કરતા રહે છે. હવે મેં તો તેમનું નામ જ ‘બિચારા આંટી’ રાખી દીધું છે. આ રીતે આરોહી પણ જણાવે છે, ‘‘એક તો એ વાત સમજમાં નથી આવતી કે આ આંટીઓને અમારા લગ્નની આટલી બધી ચિંતા કેમ રહે છે. અરે, અમારી લાઈફ છે, અમારા પેરન્ટ્સ પણ છે, તેઓ આ વિશે વિચારશે કે ક્યારે શું કરવાનું છે. દર ૧૦-૧૫ દિવસે સામનો થતા પુછાતા આ પ્રશ્નને તર્કસંગત શું કહી શકાય છે કે લગ્ન ક્યારે થશે? હાલમાં મારી પ્રાથમિકતા જુદી છે, લગ્ન નહીં. હજી તો મારે મહેનત કરીને મારા પગ પર ઊભા થવાનું છે, પરંતુ અલકા આંટી જેવા લોકોનું દરેક સમયે આ તે ટોકવું જરા પણ નથી ગમતું. આજકાલનાં બાળકો આસપાસના લોકો તથા આંટીને ખૂબ સારી રીતે ઓબ્ઝર્વ કરતા હોય છે. છોકરાઓની જેમ આજે તો છોકરીઓ પણ ઘણું બધું ઈચ્છતી હોય છે. તેથી તેમની સાથે વાત કરતા સમયે હંમેશાં લગ્નના ટોપિક પર જ ચોંટી ન રહો, નહીં તો તમારા ગયા પછી આરોહીની જેમ કોઈ પોતાની મમ્મીને કહી રહ્યું હશે, ‘‘મમ્મી, તમે ક્યારેય આવા આંટી ન બનશો.’’

– પૂનમ અહમદ

વધુ વાંચવા કિલક કરો....