શું એક શુદ્ધ શાકાહારી માટે દુનિયામાં પોતાનું શાકાહારી તરીકેનું અસ્તિત્વ જાળવી રાખવું શક્ય છે, જ્યારે ચારેબાજુ પ્રાણીઓથી બનેલી ચીજવસ્તુ વિખેરાયેલી પડી હોય? શુદ્ધ શાકાહારી જેમને યુરોપમાં વેગાન કહેવામાં આવે છે, જેમણે હંમેશાં સચેત રહેવું પડે છે કે ક્યાંક પ્રાણીઓમાંથી બનેલી વસ્તુ વેજ કહીને તો પીરસવામાં નથી આવી રહીને. કેટલાક તો એટલા માટે આવી રેસ્ટોરન્ટમાં જતાં જ નથી જ્યાં મીટ બનતું હોય. વનરાસ ક્રોકરી બનાવતી એક કંપની છે, જેની પ્લેટોની નીચે ૧૦૦ ટકા વેજિટેરિયનની મહોર લાગેલી હોય છે, કારણ કે બોન ચાઈનાની પ્લેટો પર હાડકાંનો ભૂકો લાગતો હોય છે, પરંતુ શું શેમ્પૂની બોટલની નીચે લખેલું હોય છે કે ૧૦૦ ટકા શુદ્ધ વેજિટેરિયન છે?

કંઈ પણ શાકાહારી નથી : પ્રાણીઓના હાડકાં, ઓવરી, લિવર, લંગ્સ, ગ્લેંડ, બ્રેન, સ્પાઈનલ કોર્ડ, તેમના શરીરના કેમિકલ ખૂબ સારી રોજબરોજની ચીજ વસ્તુમાં નાંખવામાં આવે છે અને વેગાન તેને શુદ્ધ શાકાહારી સમજીને ખુશીથી ઉપયોગ પણ કરતા હોય છે. દવાઓમાં પણ આ પ્રાણીઓના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ક્યારેક-ક્યારેક થોડા સમય પહેલાં જ મરેલા અથવા મારવામાં આવેલા પ્રાણીઓના કેમિકલનો દવાઓ અને કોસ્મેટિક્સમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાયના લિવરમાંથી વિટામિન બી-૧૨ તૈયાર થાય છે. ગ્લાઈકોજેન, જે પેન્ક્રિયાસમાંથી કાઢવામાં આવે છે અને તેનો ઉપયોગ બ્લડશુગરના લેવલને વધારવા કરાય છે. મેલાટોનિક પ્રાણીઓની પીનિયલ ગ્લેંડ્સમાંથી કાઢવામાં આવે છે અને તેનો ઈન્સોમેનિયા એટલે કે અનિદ્રાની બીમારીમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણીઓ અને સૂવરના પેટના બાઈલ લિવરની બીમારીઓ, કબજિયાત વગેરે સમસ્યાની દવામાં ઉપયોગ કરવામાં આવે છે. હ્યાલૂરોનિક એસિડનો ઉપયોગ સૌંદર્ય ઉત્પાદનોમાં કરવામાં આવતો હોય છે, જે પ્રાણીઓના સાંધામાંથી મળી આવે છે.

પ્રાણીઓ સાથે ક્રૂરતા : સુગંધિત ચીજવસ્તુમાં એનિમલ પ્રોડક્ટસનો ખૂબ ઉપયોગ થતો હોય છે. મસ્ક, કસ્તૂરી જેનો મોંઘા પફર્યૂમ્સમાં ઉપયોગ કરવામાં આવે છે તે હિમાલયના કસ્તૂરી મૃગમાંથી નીકળે છે. આ હરણને મારીને તેની ગ્લૈંડને સૂકવવામાં આવે છે અને ત્યારપછી તે આલ્કોહોલમાં રાખવામાં આવે છે જેથી તેમાંથી કસ્તૂરી નીકળી શકે. કેસ્ટોરિયમ પેસ્ટ જૈલ એક પ્રકારનું કેમિકલ છે જે લિવરમાંથી નીકળે છે અને તાજ નવા લેધરને સુગંધિત બનાવવા માટે પફર્યૂમમાં અથવા ગાડીઓની અપહોલ્સટ્રીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણીઓની ગુદામાંથી નીકળતા કેમિકલનો ઉપયોગ પણ સેન્ટ વગેરેમાં કરવામાં આવે છે અને આ કેમિકલ તો ત્યારે જ મળે છે જ્યારે પ્રાણી જીવિત હોય અને તેની સાથે અત્યાચાર કરવામાં આવે. કુદરતે ગંધ તેને બીજાઓને ડરાવવા માટે અથવા પોતાના સાથીઓને સાવચેત કરવા માટે આપેલી છે, પરંતુ હવે તેનો ખૂબ મોટા પ્રમાણમાં ઈન્ડસ્ટ્રિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં પણ આફ્રિકામાં તો ખૂબ સારા એવા ફાર્મ છે જ્યાંથી આ પ્રકારના કેમિકલ્સ પૂરા વિશ્વમાં મોકલવામાં આવે છે.

મનુષ્ય પ્રાણીઓનો દુશ્મન છે : કેટલીક ક્રીમમાં સેરેબ્રોસાઈડ અને એરાફિડૌજિક એસિડ્સ બ્રાઈન ટિશ્યૂમાંથી નીકળતા હોય છે. પ્રાણીઓના ટિશ્યૂમાંથી નીકળતા આ એસિડનો ઉપયોગ લિપસ્ટિક બનાવવામાં થતો હોય છે. પ્રોવિટામિન બી-૫ શેમ્પૂ અને કંડિશનરમાં ઉપયોગમાં લેવામાં આવે છે જે પ્રાણીઓના શિંગડાં, ખરી, પાંખો અને વાળમાંથી નીકળે છે. શાર્ક લિવર ઓઈલનો ઉપયોગ લૂબ્રિકેટિંગ ક્રીમમાં કરવામાં આવે છે. રેનિટ જે ગાય, સૂવર અને બકરીના પેટમાંથી નીકળે છે, તેનો ઉપયોગ પણ વિવિધ વસ્તુ બનાવવામાં થાય છે. આમ પ્રાણીઓના સૌથી મોટા દુશ્મન તો મનુષ્યો જ છે જે સ્વયંને શાકાહારી ગણાવીને પણ ખુશીખુશી પ્રાણીઓમાંથી બનેલી વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે.

હેલ્થ માટે હેલ્ધિ શાકાહાર : આપણે ત્યાં હંમેશાંથી શાકાહાર પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકો અને સંશોધકોના અભ્યાસ પછી શાકાહારનો ડંકો વિશ્વભરમાં વાગવા લાગ્યો છે. શરીર પર શાકાહારના હકારાત્મક પરિણામને જેાતા દુનિયાભરમાં લોકોએ હવે માંસાહાર ઓછો કરવાનું શરૂ કર્યું છે. ઉત્તર અમેરિકાના કેટલાક લોકોએ ૭૦ના દાયકામાં નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટીની રચના કરી. સોસાયટીએ ૧૯૭૭થી અમેરિકામાં વિશ્વ શાકાહાર દિવસ ઉજવવાની શરૂઆત કરી. સોસાયટી મુખ્યત્વે શાકાહારી જીવનના હકારાત્મક પાસાને દુનિયા સામે લાવે છે. તે માટે સોસાયટીએ શાકાહાર સંબંધિત અભ્યાસ પણ કરાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે સોસાયટીનું આ અભિયાન શરૂ થયા પછીથી એકલા અમેરિકામાં લગભગ ૧૦ લાખથી વધારે લોકોએ માંસાહારને સંપૂર્ણ રીતે છોડી દીધું છે. વિશ્વ શાકાહાર દિવસના પ્રસંગે આહાર નિષ્ણાત ડો. અમિતા સિંહે જણાવ્યું, જેાકે એક સંશોધન પ્રમાણે તેમાં પાણીની માત્રા વધુ હોય છે, જેથી સ્થૂળતા ઘટે છે.

– મેનકા સંજય ગાંધી.

વધુ વાંચવા કિલક કરો....