વાર્તા – નીમા શર્મા.

સવારે સહેલ કરીને પાછી આવેલી નિશાએ છાપું વાંચી રહેલા પોતાના પતિ રવિને ખુશીખુશી જણાવ્યું, ‘‘પાર્કમાં થોડાક દિવસ પહેલાં મારી સપના નામની સહેલી બની છે. આજકાલ તેનો અજય નામના છોકરા સાથે જેારશોરથી પ્રેમ ચાલી રહ્યો છે.’’
‘‘મને એ કેમ જણાવી રહી છે?’’ રવિએ છાપા પરથી નજર ઉઠાવ્યા વિના પૂછ્યું. ‘‘આ સપના પરીણિત મહિલા છે.’’
‘‘તેમાં અવાજ ઊંચો કરવા જેવી શું વાત છે? આજકાલ એવી ઘટનાઓ સામન્ય થઈ ગઈ છે.’’
‘‘તમને મસાલેદાર ખબર સંભળવવાનો કોઈ લાભ નથી થતો. હમણાં ઓફિસમાં કોઈ સમસ્યા ઊભી થાય તો તમારા જીવમાં જીવ આવસે. તેને ઉકેલવામાં રાતના ૧૨ વાગી જાય પણ તમારા માથા પર એક વળ નહીં પડે. બસ મારા માટે તમારી પાસે ન સવારમાં સમય છે, ન રાત્રે.’’ નિશા રડમશ થઈ ગઈ.
‘‘તારી સાથે ઝઘડવાનો તો બિલકુલ પણ સમય નથી મારી પાસે.’’ કહીને રવિએ હસીને ઊભા થતા નિશાનું માથું ચૂમ્યું અને પચી ટુવાલ લઈને બાથરૂમમાં ગયો.

નિશાએ મગજ પર ભાર આપ્યો અને પછી વિચારમાં ડૂબી કેટલીક પળ પોતાની જગ્યાએ ઊભી રહી. પછી ઊંડો શ્વાસ લઈને હસી અને રસોઈ તરફ ચાલી નીકળી.
તે દિવસે ઓફિસમાં રવિને ૪ ચિઠ્ઠી મળી.
તે તેના લંચ બોક્સ, પર્સ, બ્રીફકેસ અને રૂમાલમાં મૂકી હતી.
આ તમામ પર નિશાએ સુંદર અક્ષરે ‘આઈલવયૂ’ લખ્યું હતું.
તેને વાંચીને રવિ ખુશ પણ થયો અને દંગ પણ રહ્યો કારણ કે નિશાની આ હરકત તેની સમજ બહાર હતી.
તેના મનમાં તો નિશાની છબિ એક સાંત અને પોતાનામાં સીમિત રહેનારી મહિલાની હતી.
દરરોજની જેમ તે દિવસે પણ રવિનએ ઓફસથી પાછા આવવામાં રાતના ૧૧ વાગી ગયા.
તે ચારેય ચિઠ્ઠીની યાદ તેને હજી પણ તેના દિલમાં ગલગલિયાં કરાવી રહી હતી.
તેણે નિશાને પોતાની આગોશમાં લેતા પૂછ્યું, ‘‘આજે કોઈ ખાસ દિવસ છે કે શું?’’ ‘‘નહીં તો.’’ નિશાએ હસીને જવાબ આપ્યો.
‘‘પછી તે બધી ચિઠ્ઠી મારા સામાનમાં કેમ મૂકી હતી?’’
‘‘શું પ્રેમનો એકરાર કરતા રહેવું ખોટું છે?’’
‘‘બિલકુલ નહીં, પણ..’’
‘‘પણ શું?’’
‘‘તેં લગ્નનાં ૨ વર્ષમાં પહેલા ક્યારેય એવું નથી કર્યું, એટલે મને આશ્ચર્ય થઈ રહ્યું છે.’’
‘‘તો પછી લગે હાથ એક નવી વાત બીજી જણાવું. તમારો ચહેરો ફિલ્મ સ્ટાર શાહિદ કપૂરને મળતો આવે છે.’’
‘‘અરે ના. મજાક ન કર યાર.’’ રવિ એકદમ ખુશ થઈ ગયો હતો.
‘‘હું મજાક બિલકુલ નથી કરી રહી, મહાશય. જેાકે મારો અંદાજ છે કે તમે મજાક કરી રહ્યા છો. અત્યાર સુધી કોણ જાણે કેટલી છોકરીઓ તમને એ વાત કહી ચૂકી હશે.’’
‘‘આજ સુધી કોઈએ આ વાત નથી કહી.’’
‘‘ચાલ શાહિદ કપૂર નહીં કહ્યું હોય, પણ તમારા આ સુંદર ચહેરા પર જીવ આપનારી છોકરીઓની કોલેજમાં તો ક્યારેય કમી નહીં રહી હોય.’’ નિશાએ પોતાના પતિની હડપચી ખૂબ સ્ટાઈલથી પકડીને તેને છેડ્યો.
‘‘મેડમ, મને છોકરીઓમાં રસ નહોતો, પણ ભણવામાં હતો.’’
‘‘હું નથી માનતી કોલેજમાં તમારી કોઈ ખાસ ફ્રેન્ડ નહોતી. આજે તો હું તેના વિસે બધું જાણીને જ રહીશ.’’ નિશા ખૂબ અદાથી હસી અને ફરી સ્ટાઈલથી ચાલતા ચા બનાવવા માટે રસોઈમાં પહોંચી ગઈ.
તે દિવસથી રવિ માટે પોતાની પત્નીના બદલાયેલા વ્યવહારને સમજવો મુશ્કેલ થતો ગયો હતો.
તે રાત્રે નિશાએ રવિને તેના પસાર થયેલા જીવન વિશે કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા.
રવિ શરૂઆતમાં ખચકાયો પણ ધીરેધીરે ખૂલી ગયો.
તેને જૂના મિત્રો અને ઘટનાઓની ચર્ચા કરતા ખૂબ મજા આવી રહી હતી.
જેાકે તે પલંગ પર આડા પડ્યાની થોડીક મિનિટોમાં જ ઘસઘસાટ ઊંઘી જતો હતો, પણ તે રાત્રે ઊંઘતા ઊંઘતા ૧ વાગી ગયા.
‘‘ગુડ નાઈટ સ્વીટ હાર્ટ.’’ નિશાને વળગાડીને ઊંઘતા પહેલાં રવિની આંખમાં તેના માટે પ્રેમના ઊંડા ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

બીજા દિવસે નિશા સહેલ કરીને પાછી આવી તો તેના હાથમાં એક મોટી ચોકલેટ હતી. રવિના પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું,
‘‘આ મને સપનાએ આપી છે. તેનો પ્રેમી અજય તેના માટે એવી ૨ ચોકલેટ લાવ્યો હતો.’’
‘‘શું તને ચોકલેટ હજી પણ ભાવે છે?’’
‘‘કોઈને ચોકલેટ અપાવવાનો વિચાર આવવાનો બંધ થઈ જાય, તો શું બીજા માણસની તેને શોખથી ખાવાની ઈચ્છા પણ મળી જશે?’’ નિશાએ પ્રશ્ન પૂછ્યા પછી નાટકીય અંદાજમાં ઊંડો શ્વાસ લીધો અને આગળની જ ક્ષણે ખડખડાટ હસી પણ પડી.
રવિએ શરમાતા ચોકલેટના કેટલાક ટુકડા ખાધા અને સાથેસાથે મનમાં નિશા માટે જલદીથી ચોકલેટ લાવતા રહેવાનો નિશ્ચય પણ કરી લીધો.

‘‘આજે સાંજે શું તમે સમયસર પાછા આવશો?’’ ઓફિસ જતા રવિની ટાઈને બરાબર કરતા નિશાએ પ્રશ્ન કર્યો.
‘‘કોઈ કામ છે કે શું?’’
‘‘કામ તો નથી, પણ સમયસર આવી ગયા તો તમારો થોડો લાભ જરૂર થશે.’’ ‘‘કેવા પ્રકારનો લાભ?’’
‘‘આજે સાંજે સમયસર પાછા આવજે અને જાણી લેજે.’’
નિશાએ બીજી કોઈ માહિતી ન આપી તો મનમાં ઉત્સુકતાના ભાવ લેતા રવિને ઓફિસે જવું પડ્યું.
મનની ઉત્સુકતાએ જ તે સાંજે રવિને ઓફસથી જલદી ઘરે પાછા આવવા મજબૂર કરી દીધા હતા.
તે સાંજે નિશાએ તેનું મનપસંદ ભોજન તૈયાર કર્યું હતું.
શાહી પનીર, ભરેલા ભીંડા, બૂંદીનું રાયતું અને પરોઠાંની સાથેસાથે તેણે મેવા નાખીને ખીર પણ બનાવી હતી.

‘‘આજે કઈ ખુશીમાં આટલી ખાતરદારી કરી રહી છે?’’ મનપસંદ ભોજનને જેાઈને તે ખૂબ ખુશ થઈ ગયો.
‘‘પ્રેમનો એકરાર કરવાની આ શું શ્રેષ્ઠ રીત નથી?’’ નિશાએ ઠાવકાઈથી પૂછ્યું તો રવિ ખડખડાટ હસી પડ્યો.
ભરપેટ ખાઈને રવિએ ઓડકાર લીધો અને પછી નિશાને કહ્યું, ‘‘મજા આવી ગઈ, જાનેમન.
આ વખતે હું ખૂબ ખુશ છું…
તારી કોઈપણ ઈચ્છા કે માંગણીને જરૂર પૂરી કરવાનું વચન આપું છું.’’

‘‘મારી કોઈ ઈચ્છા કે માંગણી નથી, સાહેબ.’’
‘‘તો પછી છેલ્લા ૨ દિવસથી મને ખુશ કરવાનો આટલો વધારે પ્રયત્ન કેમ કરી રહી છે?’’
‘‘માત્ર એટલે કે તમને ખુશ જેાઈને મને ખુશી મળે છે, હિસાબકિતાબ રાખીને કામ તમે કરતા હશો, હું નહીં.’’ નિશાએ બનાવટી નારાજગી બતાવતા રવિ તરત તેને મનાવવાના કામમાં લાગી ગયો.

રવિએ ટેબલ સાફ કરવામાં નિશાને મદદ કરી. પછી તેને રસોઈમાં મદદ કરી.
નિશા જ્યાં સુધી સહજ ભાવથી હસવા ન લાગી, ત્યાં સુધી તે તેને મનાવવાની રમત રમતો રહ્યો. તે રાત્રે ભોજન કર્યા પછી રવિ નિશા સાથે થોડીવાર છત પર પણ ફર્યો.
ઘણા લાંબા સમય પછી બંનેએ આમતેમની હળવી વાતો કરતા સાથે સમય પસાર કર્યો.

બીજા દિવસે રવિવાર હોવાના લીધે રવિ મોડા સુધી ઊંઘ્યો.
સહેલથી પાછા આવ્યા પછી નિશાએ ચા બનાવ્યા પછી જ તેને ઉઠાડ્યો.
બંનેએ સાથે ચા પીધી.
રવિએ નોટ કર્યું કે નિશા સતત મસ્તીના અંદાજમાં હસતી જઈ રહી છે.
તેણે પૂછી જ લીધું, ‘‘શું આજે પણ મને કોઈ સરપ્રાઈઝ મળવાની છે?’’
‘‘ઘણી બધી મળવાની છે.’’ નિશાની સ્માઈલ રહસ્યમય થઈ ગઈ.
‘‘પહેલી બોલ ને?’’
‘‘મેં છાપું છુપાવી દીધું છે.’’
‘‘એવો જુલમ ન કર, યાર. છાપું વાંચ્યા વિના મને ચેન નહીં પડે.’’
‘‘તમારી બેચેની દૂર કરવાની વ્યવસ્થા પણ મારી પાસે છે.’’
‘‘કેમ?’’
‘‘આવો.’’ નિશાએ તેનો હાથ પકડ્યો અને છત પર લઈ આવી.

છત પર શેતરંજી બિછાવેલી હતી.
નજીકમાં સરસવના તેલથી ભરેલી બોટલ મૂકી હતી.
રવિને કંઈ ન સમજાયું તો તેનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો અને તેણે ખુશીથી પૂછ્યું, ‘‘શું તેલ માલિશ કરીશ?’’
‘‘યસ સર.’’ ‘‘આઈ લવ તેલ માલિશ.’’ રવિ ફટાફટ કપડાં ઊતારવા લાગ્યો.
‘‘એન્ડ આઈલવયૂ.’’ નિશાએ પ્રેમથી તેનો ગાલ ચૂમી લીધો અને પછી પોતાના કૂરતાની બાંય ચડાવવા લાગી.
રવિ માટે તે રવિવાર યાદગાર દિવસ બની ગયો.
તેલ માલિશ કરાવતા કરાવતા તે છત પર જ ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયો.
જ્યારે ઊઠ્યો તો આળસે તેને ઘેરી લીધો.
‘‘ગરમ પાણી તૈયાર છે, જહાંપનાહ અને આજે આ રાણી તમને સ્નાન કરાવશે.’’

નિશાની આ જાહેરાતને સાંભળીને રવિના તનમનમાં ગલગલિયાંની લહેર દોડી ગઈ.
રવિ તો તેને નહાતા મન ભરીને પ્રેમ કરવા ઈચ્છતો હતો પણ નિશાએ સ્વયંને તેની પકડમાં આવવાથી બચાવતા કહ્યું, ‘‘ઉતાવળમાં બાજી બગડી જાય, સાહેબ.
હજી તો કેટલીય સરપ્રાઈઝ બાકી છે.
પ્રેમનું જેાશ રાત્રે બતાવજે.’’
‘‘તું કેટલી રોમેન્ટિક… કેટલી વહાલી… કેટલી બદલાયેલી લાગે છે.’’
‘‘થેંક યૂ સર.’’ તેની કમર પર સાબુ લગાવતા નિશાએ તોડીક બગલમાં ગલગલિયાં કરી તો તે બાળકની જેમ હસતાં હસતાં ફરસ પર ફસડાઈ પડ્યો.

નિશાએ બહાર ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો રવિ તેને લઈને શહેરની સૌથી લોકપ્રિય હોટલમાં આવી ગયો.
ભરપેટ જમીને હોટલમાંથી બહાર આવ્યા તો યૌન ઉત્તેજનાનો શિકાર બનેલા રવિએ ઘરે પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી.
‘‘ધીરજનું ફળ વધારે મીઠું હોય છે, સરકાર.
પહેલા આ સરપ્રાઈઝની મજા તો લઈ લો.’’ નિશાએ પોતાના પર્સમાંથી શાહરૂખ ખાનની લેટેસ્ટ ફિલ્મના ઈવનિંગ શોની ૨ ટિકિટ કાઢીને તેને પકડાવી તો રવિએ પહેલાં મોં બગાડ્યું પણ પછી નિશાના માથા પર પડેલી વળને જેાઈને તરત હસવા લાગ્યો.
નિશાને પ્રેમ કરવાની રવિની ઈચ્છા રાતના ૧૦ વાગ્યે પૂરી થઈ.
નિશા તો થોડીવાર પાર્કમાં ટહેલવા ઈચ્છતી હતી, પણ પોતાની મનપસંદ આઈસક્રીમની લાંચ ખાઈને તે સીધી ઘરે પાછી આવવા રાજી થઈ ગઈ.
રવિનું મનપસંદ સેન્ટ લગાવીને જ્યારે તે રવિ પાસે પહોંચી તો તેણે પોતાના બે હાથ પ્રેમથી ફેલાવી દીધા.
‘‘નો સર. આજે બધી વાતો મારી પસંદની થઈ છે, તો અત્યારે પ્રેમની કમાન પણ તમે મને સંભાળવા દો. બસ, તમે રિલેક્સ થાઓ અને મજા લો.’’

નિશાની આ સલાહને સાંભળીને રવિએ ખુશીખુશી સ્વયંને તેના હવાલે કરી દીધો.
રવિને ખુશ કરવામાં નિશાએ તે રાત્રે કોઈ કસર બાકી ન રાખી.
પોતાની પત્નીના આ નવા રૂપને જેાઈને ચકિત થઈ રહેલો રવિ મસ્તીભર્યા અવાજમાં સતત નિશાના રંગરૂપ અને ગુણની પ્રશંસા કરતો રહ્યો.
મસ્તીનું તોફાન અટકી ગયા પછી રવિએ તેને પોતાની છાતીએ વળગાડીને પૂછ્યું,
‘‘તું આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ છે, જાનેમન અચાનક આટલી બધી શોખીન, ચંચળ અદાઓ ક્યાંથી શીખી લીધા છે?’’
‘‘તમને મારું નવું રૂપ પસંદ ન આવ્યું ને?’’ નિશાએ તેની આંખમાં પ્રેમથી જેાતા પૂછ્યું.
‘‘ખૂબ વધારે.’’
‘‘થેંક યૂ.’’
‘‘પરંતુ એ તો કહો કે ટ્રેનિંગ ક્યાંથી લઈ રહી છે?’’
‘‘કોઈ આપે છે કે શું આ વાતોની ટ્રેનિંગ?’’
‘‘પરિણીત મહિલા એક પ્રેમી બનાવી લે તો તેની અંદર સેક્સ પ્રત્યે ઉત્સાહન ખરેખર વધી જશે.
કમ સે કમ પુરુષોની બાબતમાં તો એવું પાક્કુ હોય છે. ક્યાંક તેં પણ તારી એ પાર્કવાળી સાહેલી સપનાની જેમ કોઈની સાથે ટાંકો ફિટ તો નથી કરી લીધો?’’
‘‘છી: તમે પણ કેવી નકામી વાતો મોંમાંથી કાઢી રહ્યા છો?’’ નિશા રવિની છાતી સાથે વધારે જેારથી વળગી ગઈ.’’ મારી પર શંકા કરશો તો હું પહેલાં જેવી નીરસ અને કંટાળાજનક રૂટિન ફરી અપનાવી લઈશ.’’
‘‘એવું ન કરતી, જાનેમન. હું તો તને થોડું છેડી રહ્યો હતો.’’
‘‘કોઈનું દિલ દુખવવાને છેડવું ન કહેવાય.’’
‘‘હવે ગુસ્સો થૂંકી દે, સ્વીટહાર્ટ. આજે તેં મને જે પણ સરપ્રાઈઝ આપી છે, તે માટે બંદા ‘થેંકયૂ’ બોલવાની સાથેસાથે એક સરપ્રાઈઝ પણ તને આપવા ઈચ્છે છે.’’
‘‘શું છે સરપ્રાઈઝ?’’ નિશાએ ઉત્સાહિત લહેકામાં પૂછ્યું.
‘‘કેમ?’’ નિશા ચોંકી પડી.
‘‘કારણ કે હવે ૩ વર્ષ રાહ જેાવાના બદલે હું જલદીથી પપ્પા બનવા ઈચ્છું છું.’’
‘‘ખરેખર.’’ નિશા ખુશીથી ઊછળી પડી.
‘‘હા, નિશા. એમ તો હું પણ હવે વધારે સમય તારી સાથે વિતાવવાનો પ્રયાસ કરીશ, પણ એકલતાના લીધે તારા સુંદર ચહેરાને મુરઝાયેલો જેવો હવે મને નહીં ગમે. મારા આ નિર્ણયથી તું ખુશ છે ને?’’ નિશાએ તેના હોઠને ચૂમતા પોતાનો જવાબ આપી દીધો.

રવિ તો ખૂબ જલદી ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયો, પણ નિશા થોડી વાર સુધી જાગતી રહી.
તે આ સમયે ખરેખર સ્વયંને ખૂબ ખુશ અને સુખી અનુભવી રહી હતી.
તેણે મનોમન પોતાની સાહેલી સપના અને તેના પ્રેમીને ધન્યવાદ આપ્યા.
આ બંનેના કારણે જ તેના પરીણિત જીવનમાં આજે રોનક આવી ગઈ હતી.
પાર્કમાં ઓળખાણ થવાના થોડા દિવસ પછી જ અજયે સપનાને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.
સપના તો તેને ઠપકો આપીને દૂર કરી દેતી, પણ નિશાએ તેને એવું કરવાથી અટકાવી દીધી.
‘‘સપના, હું જેાવા ઈચ્છું છું કે તે તારું દિલ જીતવા માટે કઈ કઈ તરકીબ અજમાવે છે.
આ માણસ રોમાન્સ કરવામાં માહેર છે અને હું તારા દ્વારા થોડાક દિવસ માટે તેને ઓબ્ઝર્વ કરવા ઈચ્છુ છું.’’
નિશાની આ ઈચ્છાને જાણીને સપના આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી.
‘‘પણ તેનું ઓબ્ઝર્વેશન કરીને તને શું મળશે?’’ આંખમાં મૂંઝવણના ભાવ લઈને સપનાએ પૂછ્યું.
‘‘અજયના રોમાન્સ કરવાના નુસખા શીખીને હું તે મારા પતિ પર અજમાવીશ, યાર. તેમને ઓફિસના કામ સિવાય આજકાલ બીજું કંઈ સૂઝતું નથી.
તેમના માટે કરિયર જ બધું થઈ ગયું છે.
મારી ખુશી અને ઈચ્છાઓ વધારે મહત્ત્વ નથી ધરાવતા.
તેમનામાં પરિવર્તન લાવવા મારા મનની સુખશાંતિ માટે જરૂરી થઈ ગયું છે યાર.’’ સાહેલીની ખુશી માટે સપનાએ અજય સાથે રોમાન્સ કરવાનું નાટક ચાલું રાખ્યું.
સપનાને પોતાની પ્રેમજાળમાં ફસાવવાને તે જેા કંઈપણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો, નિશા તે જ તરકીબને રવિ પર અજમાવતી.
થોડા દિવસમાં નિશાએ રવિને ખુશ કરવા માટે જે પણ કામ કર્યા હતા, તે બધા અજયની એવી જ ઈચ્છાઓ પર આધારિત હતા.
તેણે કેટલાક મહત્ત્વના સબક ભવિષ્ય માટે પણ શીખ્યા હતા. ‘પરીણિત જીવનમાં તાજગી, ઉત્સાહ અને નવીનતા જાળવી રાખવા માટે પતિપત્ની બંનેને એકબીજાનું દિલ જીતવાના પ્રયાસ ૨ પ્રેમીઓની જેામ જ કરતા રહેવું જેાઈએ.’
આ સબકને તેણે હંમેશાં માટે પોતાની ગાંઠમાં બાંધી લીધો.
‘પોતાના આ મજનૂને હવે લીલી ઝંડી બતાવી દે.’
સપનાને કાલે સવારે આ મેસેજ આપવાની વાત વિચારીને નિશા પહેલા હસી પડી અને ફરી ઊંઘી રહેલા રવિના હોઠને ધીમેથી ચૂમીને તેણે ખુશીથી આંખો બંધ કરી લીધી.

વધુ વાંચવા કિલક કરો....