વાર્તા – શકુંતલા શર્મા.

મીના અને નીતિશની ગૃહસ્થીમાં અચાનક તોફાન આવી ગયું હતું.
બંનેના લગ્નને માત્ર ૧ વર્ષ થયું હતું.
આધુનિક જીવનની જરૂરિયાત પૂરી કરતા બંને ૪૫ વસંત જેઈ ચૂક્યા હતા.
પહેલાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા, પછી સારી નોકરી અને ગુણદોષની પરખ તેમજ મૂલ્યાંકન કરવાના ફેરામાં એક પછી એક પ્રસ્તાવનો ઈન્કાર કરવાનો જે સિલસિલો શરૂ થયો ત્યારે તે થોભવાનું નામ જ નહોતો લેતો.
મીનાના માતાપિતા જે પહેલાં તેમની દીકરીની ઉપલબ્ધિઓની પ્રશંસા કરતા થાકતા નહોતા.
હવે અચાનક પરેશાન થઈ ગયા હતા.
મુશ્કેલીથી ગુણદોષ, સામાજિક પ્રમાણનું મિલન કરીને કેટલાક નવયુવાનને તેમણે મીનાને મળવા તૈયાર કર્યા હતા, પણ મીના પર તો બીજી જ ધુન સવાર હતી.
મીના વિચિત્ર પ્રશ્ન પૂછતી હતી, ‘‘તમને બાળક ગમે છે કે નહીં?’’
મોટાભાગના ભાવિ વર, મીનાની આશા વિપરીત બાળક ગમતા તો હતા, પોતાના પરિવાર માટે બાળક હોવું જરૂરી પણ સમજતા હતા, પણ આ સ્વીકારોક્તિ મીનાને ગુસ્સે કરવા માટે પૂરતી હતી અને સંબંધ બનતા પહેલાં તેના પૂર્વાગ્રહની ભેટ ચઢી જતા હતા.

નીતિશ સાથે તેની પ્રથમ મુલાકાત તેને આજે પણ યાદ છે.
મજબૂત બાંધાનો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા નીતિશને જેાઈને તે પ્રભાવિત થયા વિના ન રહી શકી, પણ ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ નોકરીએ તેના આત્મવિશ્વાસને ગર્વ કરાવ્યો હતો.
જેાકે તે નારી અધિકાર પ્રત્યે ખૂબ સજાગ હતી.
ડરેલીગભરાયેલી યુવતીઓ જેાઈને તેને દુખ થતું હતું. તેથી નીતિશને જેાઈને તેણે પ્રશ્નોની લાંબી લાઈન લગાવી દીધી હતી.
‘‘આશા છે પત્રના માધ્યમથી તમને મારા વિશે પૂરી માહિતી મળી હશે?’’
મીના તેના અંદાજમાં બોલી હતી.
‘‘હા.’’ નીતિશે તેને ઉપરથી નીચે સુધી નિહાળીને કહ્યું.
મીના મનોમન ગણગણી રહી હતી કે એ રીતે ઘુરકિયા કરે છે જાણે ક્યારેય છોકરી જ નથી જેાઈ, પણ મોઢામાંથી એક શબ્દ નહોતી બોલી.
‘‘તમે બીજું કંઈ કહેવા ઈચ્છો છો?’’ નીતિશે મૌન તોડ્યું.
‘‘હા, કેમ નહીં. કદાચ તમે જાણવા ઈચ્છો છો કે મેં હજી સુધી લગ્ન કેમ નથી કર્યા?’’ ‘‘હા, જરૂર.’’ ‘‘સાંભળો, મારા ખભા પર ન પરિવારની જવાબદારીનો બોજ હતો અને ન કોઈ બીજી મજબૂરી, પણ મેં મારું ભવિષ્ય બનાવવા માટે ખૂબ મહેનત કરી છે.’’ ‘‘હા, હું સમજી ગયો.

તમે તમારા માતાપિતાના એકમાત્ર સંતાન છો.
પિતા જાણીતા વેપારી છે, પરિવારની સમસ્યાનો પ્રશ્ન જ નથી, પણ હું એટલો ખુશહાલ નથી રહ્યો.
પપ્પાની બીમારીના લીધે નાનો ભાઈ અને બહેનના ઉછેર, શિક્ષણ, લગ્ન વગેરેમાંથી સમય નથી મળ્યો કે હું મારા વિશે વિચારી શકું.’’
‘‘તમે સ્વયં માનસિક રીતે લગ્ન માટે તૈયાર થયા છો તો તમે એ પણ વિચાર્યુ હશે કે તમે તમારી ભાવિ પત્નીમાં કયા ગુણો જેાવા ઈચ્છો છો.’’
‘‘મને કોઈ વિશેષ ગુણની ઈચ્છા નથી. હા, એવી પત્ની ઈચ્છુ છું કે જે મને મારા ગુણઅવગુણ સાથે અપનાવી શકે.’’ નીતિશ ભોળપણમાં હસ્યો તો મીના જેાતી જ રહી ગઈ હતી.
આવી જ વ્યક્તિ તેના કલ્પનાલોકમાં હતી. ‘‘તમારા વિચાર જાણીને ખુશી થઈ, પણ તમને નથી લાગતું કે જીવન સાથે વિતાવવાનો નિર્ણય લેતા પહેલાં અન્ય વિશે વિસ્તારથી વાત કરવી જરૂરી છે?’’ મીના સંકોચિત સ્વરમાં બોલી.

‘‘હું દરેક વિષય પર વિસ્તારથી વાત કરવા તૈયાર છું.
પૂછો, તમે શું જાણવા ઈચ્છો છો?’’
‘‘અમે બંનેએ સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી છે, પણ જ્યારે ૨ સફળ વ્યક્તિ એક છત નીચે રહે ત્યારે કેટલીય સમસ્યા સામે આવે છે.’’
‘‘કદાચ.’’
‘‘કદાચ નહીં, વાસ્તવિકતા છે.’’ મીનાએ કહ્યું.
‘‘મને નથી લાગતું કે એવી કોઈ સમસ્યા હશે, જેા આપણે બંને મળીને ઉકેલી ન શકીએ.’’
‘‘સાંભળીને સારું લાગ્યું, પણ લગ્ન પછી ઘરનું કામ કોણ કરશે?’’
‘‘આપણે બંને મળીને કરીશું. મારો દઢ વિશ્વાસ છે કે લગ્ન નામની સંસ્થામાં પતિપત્નીને સમાન અધિકાર મળવા જેાઈએ.’’ નીતિશે જવાબ આપ્યો.
‘‘અને બાળક?’’ ‘બાળક? કયા બાળક?’’
‘‘બાળકની જવાબદારી પણ સંભાળશે?’’
‘‘મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી.’’
‘‘હવે વિચારી લો.

શાહમૃગની જેમ રેતીમાં મોં છુપાવાથી તો સમસ્યાનો હલ નહીં આવે ને.’’
‘‘હું વાદવિવાદ માટે તૈયાર છું મહોદયા.’’ નીતિશ નાટકીય અંદાજમાં બોલીને હસ્યો. ‘‘સાંભળો મને બાળક બિલકુલ નથી ગમતા. એમ કહો કે હું બાળકોને નફરત કરું છું.’’ ‘‘તમે શું કહી રહ્યા છો? સીધાસાદા નિર્દોષ બાળકોએ તમારું શું બગાડ્યું છે.’’

‘‘આ નિર્દોષ બાળકોના ચહેરા પર ન જાઓ. તે માતાપિતાના જીવનને એ રીતે જકડી લે છે કે તેમણે જીવનની દરેક સારી વસ્તુનો ત્યાગ કરવા પડે છે.’’
‘‘હું સહમત છું, તેમ છતાં લોકો સંતાન ઈચ્છે છે.’’ નીતિશે કહ્યું.
‘‘કરતા હશે, પણ મને નથી લાગતું કે હું મારી નોકરી સાથે તમારા બાળકના ઉછેરની જવાબદારી ઉઠાવી શકું. મને તો તેમના નામથી જ નફરત છે.’’
‘‘તમે બોલતા રહો તમારી વાતથી મારી ઉત્સુકતા વધી રહી છે.’’
‘‘જરા વિચારો, ૨ કમાનાર અને ૨ સફળ વ્યક્તિ સાથે રહે તો જીવનમાં આનંદ જ આનંદ છે, પણ મેં મારા કેટલાય મિત્રને બાળકના ચક્કરમાં રડતા જેાયા છે.
સારું તમે જણાવી શકો છો કે માત્ર માનવ શિશુ જ કેમ રડે છે? મેં પ્રાણી કે પક્ષીના બચ્ચાંને ક્યારેય રડતા નથી જેાયા.’’ મીનાએ પોતાની વાત પૂરી કરી.
‘‘તમે સાચું કહો છો. હું સંપૂર્ણ રીતે સહમત છું, પણ પરિવારમાં બાળકની જગ્યા કોઈ પોપટ કે કૂતરું ન લઈ શકે.’’
‘‘તો પછી તમે આ સમસ્યાનો કેવી રીતે હલ લાવશો?’’
‘‘હું એક સમયે એક સમસ્યાનો ઉકેલ લાવવામાં વિશ્વાસ કરું છું.

પહેલી સમસ્યા લગ્ન કરવાની છે. નિર્ણય એ કરવાનો છે કે આપણે બંને એક છત નીચે સાથે રહી શકીએ છીએ કે નહીં.
બાળક જ્યારે આવશે ત્યારે જેાઈશું.
હમણાં આ ઝમેલામાં પડવાની શું જરૂર છે?’’ નીતિશ ગંભીર થતા બોલ્યો.
‘‘પણ મારા માટે આ મહત્ત્વનો પ્રશ્ન છે.
હું કોઈ પણ કિંમતે મારા ભવિષ્ય સાથે સમજૂતી નથી કરી શકતી.
નારી જીવનની સાર્થકતા માત્ર મા બનવામાં છે.
હું એવું નથી માનતી.’’
‘‘મારા માટે કોઈ સમસ્યા નથી. હવે એ સમય તો નથી રહ્યો કે બાળક વૃદ્ધાવસ્થામાં માતાપિતાની લાકડી બનતા હતા. તેથી તમે લગ્ન પછી પરિવારની વૃદ્ધિમાં વિશ્વાસ નથી કરતા તો મને કોઈ સમસ્યા નથી.’’ નીતિશે જાણે નિર્ણય સંભળાવી દીધો.

મીના થોડી વાર મૌન રહી.
કોઈ તેની તમામ શરત માનીને તેની સાથે લગ્નની મંજૂરી આપશે, એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું. તેમ છતાં મન બેચેન હતું.
નીતિશ સાચે આવો છે કે પછી દેખાડો કરી રહ્યો છે અને લગ્ન પછી તેનું બીજું રૂપ સામે આવશે. પણ નિર્ણયની સ્થિતિ વધારે ન રહી.
હકીકત તો એ હતી કે લગ્ન માટે ઘરમાં પ્રસરેલી તાણે તમામ મર્યાદા તોડી દીધી હતી. પોતાના માટે નહીં, પણ માતાપિતા માટે તે લગ્ન કરવા તૈયાર હતી.

મીનાની મમ્મી, મમતા તથા પપ્પા પ્રકાશ બેચેનીથી મીના અને નીતિશના નિર્ણયની રાહ જેાઈ રહ્યા હતા.
નીતિશના માતાપિતા પણ ઈચ્છતા હતા કે તે લગ્ન માટે હા પાડી દે તો રાહત અનુભવે.
નીતિશ અને મીના લગ્ન માટે સહમત થયા ત્યારે ઘરમાં ચારેય બાજુ ખુશી ફેલાઈ ગઈ. મમતા તો મીનાના લગ્નની આશા છોડી ચૂકી હતી. તેને પહેલાં કાન પર ભરોસો ન થયો ત્યારે ખુશ થઈ, ‘‘આ તો ખુશીના આંસુ છે.’’ મમતા આંસુ લૂછીને અતિથિસત્કારમાં લાગી ગઈ હતી. બંને પક્ષ જલદી લગ્ન કરવા ઈચ્છતા હતા.
પહેલાં જ મોડું થઈ ગયું હતું.
હવે ૧ દિવસ પણ મોડું કરવું તેમના માટે અસહ્ય હતું.
અઠવાડિયામાં લગ્ન થઈ ગયા.
લગ્ન પછી મીના અને નીતિશ જે આનંદમય સ્થિતિમાં હતા.
તેવું સામાન્ય રીતે કિસ્સાકહાણીમાં થતું હોય છે.
મધરજની પરથી પાછી આવેલી મીનાના ચહેરા પર અનોખી ચમક જેાઈને તેના માતાપિતા પણ ખુશ થઈ ગયા હતા. પણ જીવન હંમેશાં સીધા માર્ગ પર નથી ચાલતું. અચાનક મીનાનું સ્વાસ્થ્ય બગડી ગયું. તે ઉદાસ રહેવા લાગી.
બીજાને પણ પ્રેરિત કરનારી ઊર્જા જાણે ગાયબ થઈ ગઈ હતી.
તબિયત સુધરતી ન જેાઈને નીતિશ તેને ડોક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટરે જ્યારે નવા મહેમાન આવવાના સમાચાર આપ્યા ત્યારે મીનાનો વ્યવહાર હંમેશાં અપ્રત્યાશિત હતો. તે બેભાન થઈ ગઈ.
ડોક્ટરે ઘણા પ્રયત્નો કરીને તેને ભાનમાં લાવી ત્યારે બૂમાબૂમથી પૂરી હોસ્પિટલ માથા પર ઉઠાવી લીધી.
આસપાસના લોકો ડોક્ટર રમોલાની કેબિન તરફ દોડીને આવ્યા કે જાણે કોઈ ઘટના ઘટી હોય.
‘‘આ રીતે સંયમ ગુમાવવાથી કોઈ પણ સમસ્યાનો નિવેડો ન આવે.
મેં વિચાર્યું હતું કે તમે આ શુભ સમાચાર સાંભળીને ખુશ થશો.
સાંભળો. મેં આવા વ્યવહારની આશા સપનામાં પણ નહોતી કરી.

ડોક્ટર રમોલા મીનાને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મીના તો એક વાત પર અડગ હતી કે તે કોઈ પણ કિંમતે આ ગર્ભથી છુટકારો મેળવવા ઈચ્છે છે.’’
‘‘માફ કરો, હું તમને આ ઉંમરે ગર્ભપાત કરાવવાની સલાહ નહીં આપું.’’
‘‘હું તમારી સલાહ નથી માંગતી… નમ્રતાથી કહું તો વિરોધ કરી રહું છું.
તમને બેગણી કે ત્રણગણી ફી આપવા તૈયાર છું.’’
‘‘માફ કરજેા.
હું કોઈ કિંમતે આ કામ નહીં કરું અને ન તમને ગર્ભપાત કરાવવાની સલાહ આપીશ.’’ ‘‘તમે શું સમજેા છો કે શહેરમાં બીજા ડોક્ટર નથી? બીજે ક્યાંક જઈએ.’’ મીના ગુસ્સે થઈને નીતિશ સાથે ડોક્ટર રમોલાની કેબિનની બહાર નીકળી ગઈ.
‘‘હું વિચારું છું કે પહેલાં ઘરે જઈએ. સમજીવિચારીને નિર્ણય કરીશું કે શું અને કેવી રીતે કરવું છે? કયા ડોક્ટર પાસે જવું છે.’’ કારમાં બેસીને નીતિશે સલાહ આપી.
‘‘હું બધું સમજું છું. બધાની મિલીભગત છે. તું ઈચ્છતો નથી કે હું આ મુસીબતથી છુટકારો મેળવું.’’
‘‘શું કહી રહી છે મીના? લાગે છે ૧ વર્ષ પછી પણ તું મને સમજી નથી શકી.
મને તારા સ્વાસ્થ્યની ચિંતા છે. મેં તારા અને મારા માતાપિતાને જણાવી દીધું છે.
કોઈ નિર્ણય લેતા પહેલાં સલાહ લેવી જરૂરી છે.’’
‘‘તેં કોને પૂછીને જણાવ્યું? મને લાગે છે કે ડોક્ટર રમોલાના કાન પણ તેં જ ભર્યા હતા.
બધા પુરુષ એક જેવા હોય છે.
સ્પષ્ટ કેમ નથી કહેતો કે તને મારા ગ્રોથથી ઈર્ષા થાય છે.
તેથી માર્ગમાં અડચણ પેદા કરી રહ્યો છે.’’ મીના એકીશ્વાસે બોલી.

મીના કોણ જાણે ક્યાં સુધી રડતી રહી, પણ તેની મમ્મી મમતાનો ફોન આવ્યો.
તેમણે સલાહ આપી કે તે પહેલી ટ્રેનમાં આવી રહી છે.
ત્યાં સુધી ધીરજ રાખ.
મીના આકુળવ્યાકુળ થઈ ગઈ.
તે સમજી ગઈ કે આ મુસીબતથી છુટકારો મેળવવો સરળ નથી.
બીજા દિવસે સવારે ઘરમાં મહેમાન હતા.
બધાએ એકમત સાથે કહ્યું કે કુદરતના આ વરદાનને અભિશાપમાં ફેરવવાનો મીનાને કોઈ અધિકાર નથી.
મીના નિરાશ થઈ ગઈ.
તેમ છતાં તેેણે નિશ્ચય કર્યો કે તક મળતા તે આ મુસીબતથી છુટકારો મેળવીને જ રહેશે. લાખ ઈચ્છવા છતાં મીનાને તક નહોતી મળી રહી. તેના તથા નીતિશના માતાપિતા એક ક્ષણ માટે તેને એકલી નહોતા છોડતા. તેની મમ્મી મમતાએ તો બાળકને ઉછેરવાની જવાબદારી લીધી હતી.

નીતિશની મમ્મી ક્યાં પાછળ રહેવાની હતી.
તેમણે પણ સહયોગનું આશ્વાસન આપ્યું હતું.
હવે મીના બેચેનીથી તે સમયની રાહ જેાઈ રહી હતી, જ્યારે બાળકના જન્મની સાથે તેને આ શારીરિક અને માનસિક પીડાથી છુટકારો મળશે.
તે હંમેશાં નીતિશને કહેતી રહેતી કે મહિલા સાથે તો કુદરતે પણ પક્ષપાત કર્યો છે.
તેથી તમામ અસુવિધા મહિલાના ભાગમાં આવી છે.
સમયસર બાળકનો જન્મ થયો.
બધું સારી રીતે પૂરું થયું.
બધાએ રાહત અનુભવી.
બાળકને ખોળામાં લેતા જ મમતાની આંખમાં આંસુ આવી ગયા, ‘‘આજે ૩૫-૩૬ વર્ષ પછી ઘરમાં બાળક આવ્યું છે.
કુદરત આટલી ખુશી આપશે, મેં તો તેની કલ્પના પણ નહોતી કરી.’’ તે રુંધાયેલા અવાજે બોલી.
‘‘બિલકુલ દાદા પર ગયો છે. રોફ વાળો ચહેરો.
તમે તેનું નામ શું વિચાર્યું છે?’’ નીતિશની મમ્મી બાળકને રમાડતા બોલી.
‘‘તમે લોકો જ ઉછેરશો, નામ પણ તમે જ વિચારી લો.’’
નીતિશે બાળકને ખોળામાં લઈને ધ્યાનથી જેાયું.
મીના કુતૂહલપૂર્વક પૂરું દશ્ય જેાઈ રહી હતી.
તે પથારીમાં બેઠી હતી.
નીતિશે બાળક તેના હાથમાં આપ્યું.

મીનાને થયું કે જાણે પૂરા શરીરમાં ધ્રુજારી થાય છે.
તેણે બાળકની બંધ આંખ પર આંગળી ફેરવી.
નાનાનાના હાથથી આંગળીઓ ખોલવાનો પ્રયત્ન કર્યો અને નાનકડા પગને વહાલથી પંપાળ્યા.
મીનાને પહેલી વાર આભાસ થયો કે તે આ બાળકને સ્વયંથી દૂર કરવાની વાત વિચારી પણ નથી શકતી.
તેણે બાળકને ગળે લગાવ્યું અને પછી તે મુલાયમ, સ્પર્શસુખમાં ભીંજાઈ ગઈ, જે શબ્દોમાં કહેવું મુશ્કેલ હતું.
દૂર ઊભેલો નીતિશ મીનાના ચહેરાના બદલાતા ભાવને જેાઈને બધું સમજી ગયો હતો જાણે દૂર ક્ષિતિજથી પ્રથમ સૂર્યકિરણનો અનુભવ થઈ રહ્યો હોય.

વધુ વાંચવા કિલક કરો....