આપણે એ સમજવું પડશે કે વિકાસ?અને મહિલા ઉત્થાન ૨ અલગ બાબત નથી. તેમને ૨ અલગ દષ્ટિકોણથી જોવાથી માત્ર નિષ્ફળતા જ હાથ લાગશે. મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે પ્રયાસ થવા જોઈએ. જેથી તે આત્મનિર્ભર અને જાગૃત થઈ શકે. મનમાં કંઈક સાહસિક અને દુષ્કર કરી બતાવવાની વાત નક્કી કરી લેવી અને સફળતાપૂર્વક કરીને બતાવવાનું આજની મહિલાઓએ શીખી લીધું છે. જે ૧૦-૨૦ વર્ષ પહેલાં સુધી મહિલાઓ વિચારી પણ નહોતી શકતી, પણ હવે તેમની પાસે રસ્તો છે અને હિંમત પણ છે. મહિલાઓ એકબીજથી પણ પ્રેરિત થઈ રહી છે. આ જ આઝાદ ભારતની મહિલાઓની ઉભરતી નવી છબિ છે.

તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલી બોેેટમાં સવાર થઈને ૬ મહિલા અધિકારીઓએ એક સાહસિક અભિયાનને અંજમ આપ્યો હતો. તે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૭નો દિવસ હતો. જ્યારે ઐશ્વર્યા, એસ વિજયા, વર્તિકા જેશી, પ્રતિભા જમવાલ, પી સ્વાતિ અને પાયલ ગુપ્તાએ આઈએનએસ બોટ પર પોતાની સફર શરૂ કરી હતી. ૧૯ મે, ૨૦૧૮ના રોજ તે ૨૧,૬૦૦ નોટિકલ માઈલ્સ એટલે કે ૨૧૬ હજર દરિયાઈ માઈલનું અંતર પસાર કરીને પાછી આવી હતી. આ અભિયાનમાં લગભગ ૨૫૪ દિવસનો સમય લાગ્યો અને તેની સાથે જ આ ૬ નેવી મહિલા અધિકારીઓએ પોતાના નામને ઈતિહાસનાં પાનાંઓમાં નોંધાવી લીધું. ૨૧ મે, ૨૦૧૮ના ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા થતા જ ગોવા પહોંચી. તેમની સામે પણ એટલા જ પડકારો હતા જેટલા પુરુષો સામે આવે છે, પરંતુ તેમણે તેનો મક્કમતાથી મુકાબલો કર્યો અને સફળતા મળી. આ છે આજની નારીની બદલાયેલી છબિ એટલે કે જતે આગળ વધીને જેખમનો સામનો કરનારી મહિલાઓ.

ભારતને આઝાદ થયે ૭૫ વર્ષ થઈ ગયા છે. આઝાદીના સાતથી વધારે દાયકાઓની સફરમાં દેશની મહિલાઓનું જીવન ખૂબ બદલાયું છે. તેમની સ્થિતિમાં સુધારો થયો છે. તેમને અનેક અધિકાર મળ્યા છે, તેમણે કેટલાય બંધનમાંથી મુક્તિ મેળવી છે, અનેક પ્રકારના અધિકારની લડાઈ લડી છે, કેટલીય જગ્યાએ સફળતાનો ઝંડો લહેરાવ્યો છે અને કેટલાંય ક્ષેત્રમાં પુરુષો સામે બાજી મારી છે. પરંતુ એ વાતને પણ નકારી ન શકાય કે કેટલાય અર્થમાં તેમની જિંદગી આજે પણ પરંપરાગત મુશ્કેલીઓ સહન કરી રહી છે. આજે પણ તેમને નિમ્ન દરજ્જે મળેલો છે. આજે પણ તેમનું શારીરિક શોષણ થઈ રહ્યું છે?અને આજે પણ તેમની મુઠ્ઠી ખાલી જ છે. આવો જોઈએ આ ૭૫ વર્ષમાં મહિલાઓની જિંદગીમાં કેવા પ્રકારનાં પરિવર્તન આવ્યા છે.

સકારાત્મક પરિવર્તન : સમાજ અને પરિવારમાં મહિલાઓની સ્થિતિમાં ધીમેધીમે અનેક સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે.

શિક્ષિત થઈ છે નારી
પોતાના અસ્તિત્વને ઓળખવા અને પોતાની કાબેલિયતને સાબિત કરવા માટે જરૂરી છે કે એક મહિલા શિક્ષિત હોય. તે પોતાના હક જાણે અને ફરજને ઓળખે અને આગળ વધવાથી ન ગભરાય. મહિલાઓના વિકાસમાં શિક્ષણનો સૌથી મોટો રોલ રહ્યો છે. આઝાદી પછી મહિલાઓને સમાન અધિકાર મળે જેથી તેમને ભણવાની તક મળે. અહીંથી અડધી વસ્તીની દુનિયા બદલાવાની શરૂ થઈ. શિક્ષણના લીધે મહિલાઓની ચેતના જગૃત થઈ, તે પરંપરાગત અને રૂઢિવાદી વિચારસરણીમાંથી બહાર આવી અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈ. જ્યારે તે શિક્ષિત થઈ તો નોકરી માટે ઘરમાંથી બહાર નીકળી, પુરુષોના આ સમાજમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી અને આર્થિક રીતે આત્મનિર્ભર બની.

મહિલાઓ હવે માત્ર હાઉસવાઈફની ભૂમિકામાં નથી પણ તે હવે હોમમેકર બની ગઈ છે. ઘરપરિવાર ચલાવવામાં આર્થિક સહકાર આપી રહી છે. તેનાથી તેમનામાં આત્મવિશ્વાસ પેદા થયો છે. આ મહિલાઓ કોઈની પર નિર્ભર રહેવાના બદલે ઘરપરિવાર, માતાપિતા અને પતિને આર્થિક રીતે સહયોગ આપવા લાગી છે. જે મહિલાઓ વધારે શિક્ષિત નથી તે પણ પોતાની દીકરીઓને સારું શિક્ષણ આપીને કંઈક બનાવવા ઈચ્છે છે અને તેમને પોતાના પગ પર ઊભી કરવા ઈચ્છે છે. આ એક સકારાત્મક પગલું છે.

છેલ્લા સાત દાયકામાં મહિલાઓના નોકરી કરવાના દરમાં સારો એવો વધારો થયો છે. આજે કેટલીય મહિલાઓ કંપનીમાં સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર બની રહી છે, ઊંચામાં ઊંચા હોદ્દા પર બેસી રહી છે. તે ન માત્ર પુરુષોના ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. તે પોતાની વાત બધાની સામે મૂકી શકે છે. પોતાના અધિકાર મેળવવા માટે તત્પર દેખાય છે. હવે તે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાની વાત રજૂ કરવા લાગી છે. મહિલાઓ સાથે જોડાયેલ કેટલાય કેમ્પેઈન પણ આ માધ્યમ દ્વારા ચલાવવામાં?આવી રહ્યા છે, જેના સકારાત્મક પરિણામ સામે આવી રહ્યા છે.
રાજ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના તાજા રિપોર્ટ પ્રમાણે શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી વધી છે. શિક્ષણ સંસ્થાન સુધી છોકરીઓની પહોંચ સતત વધી રહી છે. એક દાયકા પહેલાં થયેલા સર્વેક્ષણમાં શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી ૫૫.૧ ટકા હતી, જે હવે વધીને ૬૮.૪ સુધી પહોંચી ગઈ છે. એટલે કે આ ક્ષેત્રમાં ૧૩ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આધુનિક ટેક્નિક પણ મહિલાઓની જિંદગીમાં શિક્ષણનું માધ્યમ બની છે, ગામની છોકરીઓ મોટીમોટી સ્કૂલ-કોલેજમાંથી ઘરે બેઠા પોતાનો અભ્યાસ કરી રહી છે. મોટી ઓનલાઈન કંપનીઓ સાથે જેાડાઈને ઉત્પાદન વેચી રહી છે. પોતાના અધિકારો પ્રત્યે જગૃત થઈ રહી છે.

મનથી પણ સ્વતંત્ર થઈ રહી છે મહિલાઓ
મહિલાઓ હવે પોતાના મનની વાત સાંભળે છે અને તેની પર વિચાર પણ કરે છે. યોગ્ય નિર્ણય લેવાથી ખચકાતી નથી. એટલે કે તે હવે મનથી પણ સ્વતંત્ર થઈ રહી છે. તે જે કંઈક કરવાનું નક્કી કરી લે છે તો કરીને જ રહે છે. મનમાં કેટલાક સાહસિક અને દુષ્કર કરીને બતાવવાની વાત નક્કી કરી લેવી અને સફળતાપૂર્વક કરીને બતાવવી આજની મહિલાઓએ શીખી લીધું છે. આ દસ-વીસ વર્ષ પહેલાં સુધી મહિલાઓ વિચારી પણ નહોતી શકતી. જ્યારે હવે તેમની પાસે રસ્તો છે અને હિંમત પણ છે. મહિલાઓ એકબીજાથી પ્રેરિત પણ થઈ રહી છે. આ જ આઝાદ ભારતની મહિલાઓની ઊભરતી નવી છબિ છે.

સ્વયંને સાબિત કરી છે
કોઈ દેશનો વિકાસ તેના માનવ સંસાધન પર નિર્ભર હોય છે. તેમાં મહિલા અને પુરુષ બંનેનું સ્થાન આવે છે. આઝાદ થયા પછી આપણા દેશમાં પણ દરેક નાગરિકને સમાન અધિકાર મળે જેથી તેમના વિકાસનો માર્ગ ખૂલે. મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા અને પ્રતિભાને સાબિત કરી છે. રમતનું ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, રાજકારણ હોય કે કોર્પોરેટ વર્લ્ડ, અદાકારી હોય કે સૈન્ય ક્ષેત્ર, ડોક્ટરી હોય કે એન્જિનિયરિંગ, મહિલાઓ દરેક જગ્યાએ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે. આજે વિદેશ અને રક્ષા જેવા મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી મહિલાઓ પર છે અને તે ખૂબ સારી રીતે આ કામને કરી રહી છે. તે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી રહી છે. ફાઈટર પાઈલટ બનીને દેશ રક્ષા જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. આ તમામ પરિવર્તન ખૂબ જ સકારાત્મક છે. હવે ઘરના પુરુષ ભલે ને પિતા હોય, ભાઈ હોય કે પતિ, મહિલાઓના ફાળાને મહત્ત્વ આપી રહ્યા છે અને તેમને સહકાર પણ આપે છે.

મરજીથી જીવવું
ખાસ તો મુંબઈ અને દિલ્લી જેવા ભારતના મહાનગર અને મોટા શહેરમાં વસતી યુવતીઓ અને મહિલાઓની સ્થિતિમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. આજે તેમને શારીરિક પોષણ અને માનસિક વિકાસ સમાન તક મળી રહી છે. રસ્તાઓ પર જરૂરી કામથી મોડી રાત્રે પણ નીકળવા ઈચ્છે તો નીકળી શકે છે. નીડર થઈને પોતાની પસંદગીનાં કપડાં પહેરે છે. પોતાના દિલ અને મરજીનું થોપીને એકસાથે ગણગણે છે. સ્વેચ્છાથી પોતાનો સાથી પસંદ કરવાનો અધિકાર પણ મળવા લાગ્યો છે. દિલ ઈચ્છે તો તે બુરખો પહેરે છે અને મન થાય તો બીકની પણ. તેની ઈચ્છા હોય ત્યારે લિપસ્ટિક લગાવવાનો અધિકાર છે અને મરજી હોય તો મેકઅપ વિના ફરવાનો હક. લગ્ન કરવા અથવા ન કરવાનો નિર્ણય પણ લઈ શકે છે. તે પોતાની ઈચ્છાથી એકલી પણ રહે છે તો કોઈ તેની પર મહેણાં નથી મારતાં. સ્વેચ્છાથી જેાબ કરીને આત્મનિર્ભર જિંદગી જીવવાની તક પણ તેની પાસે છે.

ઘરમાં સન્માન
શિક્ષણ અને જાગૃતિની અસર ઘરેલુ હિંસા પર પણ થાય છે. હવે આ પ્રકારના કેસ પહેલાંથી ઓછા થયા છે. રિપોર્ટ પ્રમાણે પરિણીત જીવનમાં હિંસા સહન કરતી મહિલાઓની ટકાવારી ૩૭.૨ થી ઘટીને ૨૮.૮ ટકા રહી ગઈ છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન માત્ર ૩.૩ ટકાઐ જ હિંસાનો સામનો કરવો પડ્યો. એક સર્વેક્ષણથી એ પણ સામે આવ્યું છે કે ૧૫ થી ૪૯ વર્ષની ઉંમરે ૮૪ ટકા પરિણીત મહિલાઓ ઘરેલુ નિર્ણયોમાં ભાગ લઈ રહી છે. આ પહેલાં ૨૦૦૫-૦૬માં આ આંકડા ૭૬ ટકા હતા. તાજા આંકડા પ્રમાણે લગભગ ૩૮ ટકા મહિલાઓ એકલી કે કોઈની સાથે સંયુક્ત રીતે ઘર કે જમીનની શેઠાણી છે.

આજના બદલાતા વાતાવરણમાં જે રીતે નારી પુરુષ વર્ગ સાથે ખભાથી ખભો મિલાવીને પ્રગતિ તરફ અગ્રેસર થઈ રહી છે તે સમાજ માટે એક ગર્વ અને પ્રશંસાની વાત છે. આજે રાજકારણ, ટેક્નોલોજી, સુરક્ષા સહિત દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં મહિલાઓએ હાથ અજમાવ્યો તેને સફળતા જ મળી. હવે તો એવી કોઈ જગ્યા નથી જ્યાં આજની મહિલાઓ પોતાની હાજરી નોંધાવી ન રહી હોય. આટલું બધું થયા પછી પણ તેણે એક હોમ મેકર તરીકે પોતાની જગ્યા જાળવી રાખી છે. તાજેતરમાં ભારતે મહિલા સશક્તિકરણની દિશામાં અભૂતપૂર્વ પગલું ઉઠાવતા દેશની સંસદ અને રાજ્ય વિધાનસભામાં એક તૃતીયાંશ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી. તે જ રીતે એક સત્ય એ પણ છે કે મહિલા અનામતનો માત્ર તે જ મહિલાઓ લાભ ઉઠાવી શકે છે જે શિક્ષિત અથવા યોગ્ય છે. આજે પણ જે મહિલાઓ પડદાની પાછળ રહે છે તેમની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે.

વધારે પ્રયાસની જરૂર
સિક્કાનો બીજેા ભાગ પણ વિચારણીય છે જ્યાં આજની મહિલાઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. રેપ કે બળાત્કાર થવા પર આપણો સમાજ અને મહિલાને આત્મહત્યા માટે મજબૂર કરી દે છે. માત્ર એટલું જ નહીં કન્યા ભૃણ હત્યા જેવી ઘટનાઓ મહિલાઓના વિકાસમાં અવરોધ પેદા કરી રહી છે. આજે પણ મહિલાઓને એટલી આગળ નથી આવવા દેવામાં આવી રહી જેટલી તેમને જરૂર છે અને તેનું સૌથી મોટું કારણ છે આપણા સમાજનું પુરુષ પ્રધાન હોવું. સ્થિતિ એવી છે કે નારી પુરુષો માટે ભોગવિલાસની વસ્તુ માનવામાં આવે છે. જહેરાત, ફિલ્મો જેવા ક્ષેત્રમાં તેમને અશ્લીલ તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે. જેા અમે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો જેાઈશું કે આજે પણ આપણા દેશને મહિલાઓની સ્થિતિ સુધારવાની જરૂર છે. શિક્ષણને નિમ્ન સ્તર સુધી પહોંચાડીને આપણે મહિલાઓને સશક્ત કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. મહિલા સશક્તિકરણની દિશામાં દેશમાં પ્રગતિ થઈ છે પણ કેટલાય એવા ક્ષેત્ર છે જ્યાં હજી પ્રયાસની જરૂર છે. છોકરા-છોકરીના મોરચે દેશ વધારે પ્રગતિ નથી કરી શક્યો.

શહેરી ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સેવાનો વિસ્તાર થયો છે, તેથી આ પ્રસૂતિ મોતના કેસમાં ઘટાડો થયો છે. જેાકે ગામની સ્થિતિ હજી વધારે નથી બદલાઈ. યૂનિસેફના મતાનુસાર ભારતમાં પ્રસવ દરમિયાન થનાર મોત પહેલાંથી ઘટ્યા છે પરંતુ આ હજી પણ ખૂબ વધારે છે. દેશમાં દર વર્ષે લગભગ ૪૫ હજાર મહિલાઓનાં મોત પ્રસવ દરમિયાન થાય છે.

પગાર સંબંધિત અસમાનતા
ચેરિટી સંગઠનના એક આંતરરાષ્ટ્રિય પરિસંઘ ઓક્સફેમ પ્રમાણે ભારતમાં પુરુષોઅને મહિલાઓ વચ્ચે પગારની અસમાનતા દુનિયામાં સૌથી ખરાબ છે. મોન્સ્ટર સેલરી ઈંડેક્ક્ષ પ્રમાણે પુરુષો અને મહિલાઓ બંને દ્વારા એક જ પ્રકારના કામ માટે ભારતીય પુરુષ મહિલાઓની સરખામણીમાં ૨૫ ટકા વધારે કમાય છે. ભારતીય સમાજમાં મહિલાઓ ઉપર હિંસા એક પ્રમુખ મુદ્દા છે. મહિલાઓની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે યુવતીઓને ‘યોગ્ય રીતે વ્યવહાર કરતા’ શીખવવાની સરખામણીમાં પુરુષોને ‘તમામ મહિલાઓનું સન્માન’ કરવું શીખવવું વધારે જરૂરી છે. દેશની પિતૃસત્તાત્મક સંરચનાના લીધે ભારતમાં ઘરેલુ દુર્વ્યવહાર હજી પણ સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય છે. ભારતમાં યુવા પુરુષો અને મહિલાઓના એક સર્વેક્ષણ પ્રમાણે ૫૭ ટકા યુવાનો અને ૫૩ ટકા યુવતીઓનું માનવું છે કે મહિલાઓને તેમના પતિ દ્વારા મારપીટ યોગ્ય છે. ૨૦૧૫ અને ૨૦૧૬ની વચ્ચે કરેલા એક સર્વેક્ષણ પ્રમાણે ૮૦ ટકા વ્યવસાયી મહિલાઓએ પોતાના જીવનસાથીના હાથે ઘરેલુ શોષણનો સામનો કરવો પડે છે.

સેનામાં ભારતીય મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે અને તાજેતરનાં વર્ષોમાં તેમાં ઘટાડો થયો છે. પુરુષથી મહિલા સરેરાશ માત્ર ૦.૩૬ છે. સ્વતંત્રતા દિવસનાં ૭૫ વર્ષ પછી પણ મહિલાઓને આ બાબતોથી આઝાદી નથી મળી. સ્વતંત્રતા દિવસ દરેક ભારતીય માટે ખાસ છે, કારણ કે આ જ દિવસે આપણે અંગ્રેજેાની ગુલામીની બેડીઓ તોડીને આઝાદ થયા હતા. પરંતુ વાત જે મહિલાઓની સ્થિતિની કરીએ તો આજે પણ કેટલીય એવી બાબતો છે જેનાથી તેમને આઝાદી નથી મળી. મહિલાઓ જે દેશની ૪૯ ટકા વસ્તીનું ગઠન કરે છે હજી પણ સુરક્ષા, ગતિશીલતા, આર્થિક સ્વતંત્રતા, પૂર્વાગ્રહ અને પિતૃસત્તા જેવા મુદ્દા સામે ઝઝૂમી રહી છે.

નિર્ણયનો હક નથી
આપણા પિતૃસત્તાત્મક સમાજ જેવો પુરુષોને નિર્ણય લેવાની શક્તિ આપે છે, પરંતુ યુવતીઓને નહીં. મોટાભાગે યુવતીઓ પોતાની ઈચ્છાથી ભણી નથી શકતી, રમત પ્રતિસ્પર્ધામાં ભાગ નથી લઈ શકતી, કરિયર નથી બનાવી શકતી અને ત્યાં સુધી કે જીવનસાથી પસંદ કરવાનો હક પણ તેને નથી મળતો. અભ્યાસ કરવો કે કામ કરવાના વિકલ્પથી લઈને આર્થિક નિર્ણયો લેવા અને કમાણીના ઉપયોગ જેવા મહત્ત્વના મુદ્દા પર ઘણીવાર મહિલાઓએ પુરુષોની વાત માનવી પડે છે. પિતૃસત્તા વાળા આ સમાજનું પરિણામ છે કે ભારતમાં કન્યા ભ્રૂણ હત્યાની ઘટનાઓ આટલી વધારે બને છે. તેમને દહેજના નામે સળગાવી દેવામાં આવે છે અને તેમની જિંદગી રસોઈ સુધી સીમિત કરી દેવામાં આવે છે.

હિંસા, દુર્વ્યવહાર અને શોષણથી મુક્તિ નથી
ભારતમાં મહિલાઓને દરરોજ અહેસાસ કરાવવામાં આવે છે કે તે પોતાના ઘર, ઓફિસ અને પબ્લિક પ્લેસમાં કેટલી અસલામત છે. ઘરમાં દુર્વ્યવહાર, પતિની મારપીટ અને સાસુના મહેણાં, કાર્યસ્થળે યૌન ઉત્પીડન અથવા માનસિક દબાણ, સોશિયલ મીડિયા પર ગંદી કમેન્ટ, રસ્તા પર છેડતી અને રેપ, મોબાઈલ પર બેંક કોલ્સ જેવી ઘટનાઓથી મહિલાઓએ દરરોજ પસાર થવું પડે છે. પતિથી વધારે કમાતી ૨૭ ટકા પત્નીઓ શારીરિક હિંસાનો ભોગ બને છે તો ૧૧ ટકાને ઈમોશનલ બ્લેકમેલિંગ સહન કરવું પડે છે.

લગ્ન પછી કામ કરવાની આઝાદી
ભારતમાં કેેેટલીય મહિલાઓ આજે પણ હાઉસવાઈફની જેમ પોતાની જિંદગી વ્યતીત કરી રહી છે. તેમાંથી કેટલીય મહિલાઓ તો ઘરના કામથી ખુશ છે પણ કેટલીક મજબૂરીના પગલે બહાર કામ નથી કરતી. જેાકે આજે પણ કેટલીય જગ્યાએ મહિલાઓને લગ્ન પછી કામ કરવાની આઝાદી નથી. કેટલાક પુરુષ આજે પણ પત્નીના કામને પોતાનું અપમાન સમજે છે.

મનપસંદ કપડાં પહેરવાની આઝાદી
થોડાક સમય પહેલાં ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતે મહિલાઓના ફાટેલા જીન્સને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે આજકાલ મહિલાઓ ફાટેલા જીન્સ પહેરે છે. તેમને ઘૂંટણ દેખાય છે. આ કેવા સંસ્કાર છે. આ સંસ્કાર ક્યાંથી આવી રહ્યા છે. તેનાથી બાળકો શું શીખી રહ્યા છે અને મહિલાઓ આખરે સમાજને શું સંદેશ આપવા ઈચ્છે છે. માત્ર તે જ નહીં ઘણીવાર આ પ્રકારના નિવેદન નેતાઓ અથવા દેશના કહેવાતા હિતચિંતકોના મોંએથી સાંભળવા મળી જાય છે. હવે જે દેશને સંભાળનારની જ એવી વિચારસરણી હોય તો ત્યાં મહિલાઓને પોતાની પસંદનાં કપડાં પહેરવાની આઝાદી ભલા કેવી રીતે મળશે.

મહિલાનો દેહ માનવાની માનસિકતા
એક દષ્ટિએ જેાઈએ તો મહિલાઓએ અત્યાર સધી જે પણ મેળવ્યું છે તે સ્વયંના અનુભવ આત્મવિશ્વાસ અને મહેનતના આધારે મેળવ્યું છે, પરંતુ પુરુષ સમાજ લૈંગિક વિચારસરણીના ઘેરાવાથી બહાર નથી નીકળ્યો. સ્ત્રીને દેહ માનવાની માનસિકતા હજી પણ છે. ખાપ પંચાયતોની મહિલાઓને લઈને થયેલી તઘલખી ફરમાન કોઈનાથી છૂપા નથી. આ સમાજમાં દરરોજ બુલંદ શહેર જેવી ઘટનાઓ પણ આપણા પ્રગતિશીલ સમાજના મોં થપ્પડ મારે છે. દલિત, નિર્ધન અને નિરક્ષર મહિલાઓની સુધ લેવાની વાત તો દૂરની છે જ્યારે શહેરી વસ્તી જ ખરાબ રીતે સામાજિક પરંપરાઓનો બોજ વેંઢારવા વિવશ હોય. વિશ્વભરની સંસદમાં મહિલાઓની સંખ્યાના હિસાબે ભારત આજે પણ ૧૦૩ ક્રમાંક પર છે. જ્યારે નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા કેટલીય વધારે છે. જેમને આપણે આપણાથી વધારે પછાત માનીએ છીએ.

ભારતમાં મહિલાઓની સ્થિતિ સુધરી પણ મંજિલ હજી દૂર
કુલ મળીને આજે આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ ભારતમાં મહિલાઓની સ્થિતિ સંતોષજનક ન કહી શકાય. આધુનિકતાના વિસ્તારની સાથે દેશમાં દિનપ્રતિદિન વધતા મહિલાઓ પ્રત્યે અપરાધની સંખ્યાના આંકડા ચોંકાવનારા છે. તેમને આજે પણ અનેક પ્રકારના ધાર્મિક રીતરિવાજ, કુત્સિત રૂઢિગત માન્યતાઓ, યૌન અપરાધ, લૈંગિક ભેદભાવ, ઘરેલુ હિંસા, નિમ્ન સ્તરની જીવનશૈલી, નિરક્ષરતા, કુપોષણ, દહેજ ઉત્પીડન, કન્યા ભ્રૂણ હત્યા, સામાજિક અસલામતી, તથા ઉપેક્ષાનો ભોગ બનવું પડી રહ્યું છે. જેાકે કેટલીક મહિલાઓ આ તમામ પડકારોને પાર કરીને વિભિન્ન ક્ષેત્રમાં દેશના સન્માનજનક સ્તર સુધી પણ પહોંચી છે જેમાં શ્રીમતી ઈન્દિરા ગાંધી, પ્રતિભા દેવી સિંહ પાટિલ, સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ, મહાદેવી વર્મા, સુભદ્રા કુમારી ચૌહાણ, અમૃતા પ્રીતમ, મહાશ્વેતા દેવી, લતા મંગેશકર, આશા ભોંસલે, શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ, અલ્કા યાજ્ઞિક, સુશ્રી માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, મેઘા પાટકર, અરુંધતી રોય, ચંદા કોચર, પી.ટી. ઉષા, સાઈના નેહવાલ, સાનિયા મિર્ઝા, સાક્ષી મલિક, પી.વી. સિંધુ, હિમા દાસ, ઝૂલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, ગીતા ફોગાટ તથા મેરી કોમ વગેરે નામ ઉલ્લેખનીય છે.

ભારત જેવા પુરુષપ્રધાન દેશમાં ૭૦ના દાયકાથી મહિલા સશક્તિકરણ તથા ફેમિનિઝમ શબ્દ પ્રકાશમાં?આવ્યા. બિનસરકારી સંગઠનોએ પણ મહિલાઓને જાગૃત કરીને તેમાં પોતાના અધિકારો પ્રત્યે ચેતના વિકસિત કરવા અને તેમને સામાજિક અને?આર્થિક રીતે સશક્ત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરેમાં કન્યા-ભ્રૂણ હત્યાને રોકીને લિંગ સરેરાશના ઘટતા સ્તરને સંતુલિત કરવા અને શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના ચલાવવામાં આવી રહી છે.

આઝાદી પછીનાં વર્ષોમાં મહિલાઓ માટે સમાન અધિકાર, અવસરની સમાનતા, સમાન કાર્ય માટે સમાન વેતન, અપમાનજનક પ્રથા પર પ્રતિબંધ વગેરે માટે કેટલીય જેગવાઈ ભારતીય બંધારણમાં કરવામાં આવી. તે સિવાય દહેજ પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૧, કુટુંબ ન્યાયાલય અધિનિયમ ૧૯૮૪, સતી નિષેધ અધિનિયમ ૧૯૮૭, રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ ૧૯૯૦, ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમ ૨૦૦૫, બાળવિવાહ પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬, કાર્યસ્થળે મહિલાઓનું લૈંગિક ઉત્પીડન અધિનિયમ ૨૦૧૩ વગેરે ભારતીય મહિલાઓને અપરાધ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરવા તથા તેમની આર્થિક તેમજ સામાજિક દશામાં સુધારો લાવવા માટે બનાવેલા મુખ્ય કાયદાની જેાગવાઈ છે. કેટલાંય રાજ્યોની ગ્રામ અને પંચાયતોમાં મહિલાઓ માટે અનામત બેઠકોની જેાગવાઈ પણ કરવામાં આવી છે.

મહિલા સુરક્ષા અને સમતામાં?ઉઠાવેલ આપણું દરેક પગલું કોઈ ને કોઈ હદ સુધી મહિલાઓની સ્થિતિ સુધારવામાં કારગત સાબિત થઈ રહ્યું છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ સામાજિક સુધારાની ગતિ એટલી ધીમી છે કે તેના યોગ્ય પરિણામ સ્પષ્ટ રીતે સામે નથી આવતા. આપણે વધારે ઝડપથી આ ક્ષેત્રમાં જનજાગૃતિ અને શિક્ષણ પહોંચાડવાનું કામ કરવાની જરૂર છે. આપણે એ સમજવું પડશે વિકાસ અને મહિલા ઉત્થાન બે અલગ બાબત નથી. તેમને બે અલગ દષ્ટિકોણથી જેાવા પર માત્ર નિષ્ફળતા જ હાથ લાગશે. મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે પ્રયાસ કરવામાં આવે જેથી તે આત્મનિર્ભર અને જગૃત થઈ શકે.

આજે પણ આપણે રાત્રે ૯ વાગ્યા પછી યુવતીઓને બહાર જવા દેતા નથી, કારણ કે અસલામતીની ભાવના એટલી છે કે નિર્ભયા જેવી દુર્ઘટના ઘટવાનો ડરથી દરેક બાપ ડરેલો છે. સમાજમાં જે સલામતી સરકાર સુનિશ્ચિત કરી દે તો કદાચ અલગથી કેટલાક પ્રયાસ કરવાની જરૂર નથી. સરકાર સુરક્ષા આપે અને પરિવાર લિંગ ભેદને દૂર કરે. માત્ર એટલા પ્રયાસોની દરકાર છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....