સામગ્રી :
* ૧ કપ ભાત
* ૧/૨ સિંગદાણા બાફેલા
* ૪-૫ આખા લાલ મરચાં ઉકાળેલા
* ૧/૨ કપ દહીં
* ૧/૪ કપ સોજી
* ૧-૧/૨ નાની ચમચી રાઈ
* ૮-૧૦ મીઠો લીમડો
* ૪-૫ લીલાં મરચાં
* ૧ નાની ચમચી અડદની દાળ
* ૧ નાની ચમચી ચણા દાળ
* ૧ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
ભાત, સિંગદાણા, લાલ મરચું અને દહીં નાખીને ગ્રાઈન્ડ કરી . પેનમાં રિફાઈન્ડ ઓઈલ ગરમ કરીને રાઈ અને અડદની દાળ નાખો. પછી સોજી નાખીને ૧ મિનિટ ફ્રાય કરો. હવે સોજીને ભાતના શ્રણમાં નાખીને ઉમેરો. મીઠું નાથીને ફરીથી મિક્સ કરો અને ઈડલીના બીબામાં તેલ લગાવીને તૈયાર મિશ્રણ નાખો અને સ્ટીમ કરો. ફ્રાઈંગ પેનમાં ફરીથી રિફાઈન્ડ ઓઈલ ગરમ કરીને રાઈ, ચીરેલા લીલા મરચાં, અડદ દાળ, ચણા દાળ?અને મીઠો લીમડો નાખીને ઈડલીને કાપીને વઘારમાં મિક્સ કરો. આંચ બંધ કરીને સર્વિંગ બાઉલમાં કાઢો અને ચટણી સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....