સામગ્રી :
* ૧ કપ સોજી
* ૧ નાની ચમચી છીણેલું ગાજર
* ૧ નાની ચમચી કેપ્સિકમ બારીક સમારેલું
* ૧ નાની ચમચી ડુંગળી બારીક સમારેલી
* ૧ નાની ચમચી લીલું મરચું બારીક સમારેલું
* ૧ નાની ચમચી રાઈ
* ૧ નાની ચમચી ફુદીનો
* ૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ
* ૧-૧/૨ કપ પાણી
* થોડો ચીઝ પાઉડર.
* થોડા ચિલી ફ્લેક્સ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેન ગરમ કરીને રિફાઈન્ડ તેલ લો. ધીમી આંચ કરીને રાઈ દાણા, મીઠું, ડુંગળી, ગાજર, લીલાં મરચાં, કેપ્સિકમ?અને છેલ્લે ફુદીનો નાખો. હવે પાણી લઈને ઉકાળો. સોજી મિક્સ કરો?અને ધીમી આંચ કરીને પાણી ન રહે ત્યાં સુધી પકાવો. હવે મોટા વાસણમાં કાઢીને ઠંડું થવા દો. ૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ લઈને લોટની જેમ ગૂંદીને ચિકણું કરી લો. હવે તેના નાના-નાના બોલ્સ બનાવીને સ્ટીમરમાં સ્ટીમ કરો. ૧ પ્લેટમાં ચીઝ પાઉડર અને ચિલી ફ્લેક્સ મિક્સ કરીને બોલ્સને રોલ કરી લો. સેઝવાન ચટણી અથવા લીલી ચટણી સાથે વેજી ટ્વિસ્ટનો આનંદ ઉઠાવો.

વધુ વાંચવા કિલક કરો....