સામગ્રી :
* ૧ કપ સિંગદાણા
* ૩-૪ બ્રેડ સ્લાઈસ
* ૧/૪ કપ દહીં
* ૧ નાની ચમચી ડુંગળી બારીક સમારેલી
* ૧ નાની ચમચી રેડ ચિલી સોસ
* ૧ નાની ચમચી કોથમીર અને ફુદીનો બારીક સમારેલો
* ૧/૨ નાની ચમચી ધાણા પાઉડર
* ૧/૪ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
* ૨ મોટી ચમચી ચોખાનો લોટ
* ૮-૧૦ લસણની કળીઓ
* ૧/૨ નાની ચમચી લીલાં મરચાં બારીક સમારેલા
* ૧ નાની ચમચી આદું છીણેલું
* તેલ તળવા માટે
* મીઠું સ્વાદ મુજબ.
રીત :
સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરી લો. છાલ અલગ કરીને થોડું કકરું પીસી લો. એક બાઉલમાં લસણની કળીઓને વાટીને નાખો સાથે મગફળી પાઉડર અને અન્ય મસાલા પણ. ૧ બ્રેડને પાણીમાં ભીની કરીને કિનારી કાઢો?અને બધાને એકસાથે મિક્સ કરો. હવે મોટો આકાર આપતા ફ્રાય કરતા જાઓ. લીંબું, કોથમીર અને ફૂદીનો અને ડુંગળી સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.