૪૦ વર્ષની નેહા મોટાભાગે જીન્સ અથવા શોટ્સ સાથે ટીશર્ટ પહેરીને પાર્કમાં ફરવા નીકળી જતી. ક્યારેક સ્ટાઈલિશ વનપીસ પહેરીને સમવયસ્ક પુરુષોના દિલ પર છરી ચલાવતી તો ક્યારેક પોતાના બાળકોની ઉંમરના છોકરાછોકરીઓ સાથે ખૂબ હસીમજાક કરતી. તે પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે ઘણી વાર સાઈકલ અથવા બાઈક પર રેસ લગાવતી. એક દિવસે તે પોતાના હાથ પર ટેટુ ચિતરાવીને આવી. તેની ઉંમરની મહિલાઓ તેને વિચિત્ર નજરથી જેાતી, કારણ કે મહોલ્લાની અન્ય મહિલાઓ આ બધું કરવાનું વિચારી શકતી નહોતી. નેહા પોતાના પતિ સાથે રહેતી હતી અને દીકરો બેંગલુરુમાં જેાબ કરી રહ્યો હતો. પતિના ગયા પછી આમ પણ ઘરમાં વધારે કામ રહેતું નહોતું, તેથી તે પોતાની જિંદગી પોતાની મરજીથી જીવી રહી હતી. તે યોગ અને ફિટનેસ ક્લાસિસ પણ જતી હતી. આ ઉંમરે પણ તેણે પોતાની જાતને ફિટ અને એક્ટિવ રાખી હતી. એક તરફ તેની ઉંમરની મહિલાઓ તેની ઈર્ષા કરતી અને ચિડાઈ જતી હતી, જ્યારે બીજી તરફ પુરુષો તેને વખાણની નજરથી જેાતા હતા. નેહા પોતાની જિંદગી પૂરા જેાશ અને ઉત્સાહ સાથે જીવી રહી હતી. આ જ કારણસર તેના ચહેરા પર ઉંમરની અસર દેખાતી નહોતી. તેના ચહેરાની ગ્લોઈંગ સ્કિન અને સ્વીટ સ્માઈલ જેાઈને કોઈ પણ પ્રભાવિત થયા વિના નહોતું રહી શકતું. મોટાભાગે માનવામાં આવે છે કે આધેડ ઉંમરમાં લોકોનો વ્યવહાર રૂક્ષ અને ચીડિયલ થઈ જાય છે. જિંદગી પ્રત્યેનો ઉત્સાહ ઓછો થઈ જાય છે અને નકારાત્મક માનસિકતા હાવી થવા લાગે છે, પરંતુ હકીકત એ છે કે આધેડ ઉંમરના લોકો વાસ્તવમાં બીજી ઉંમરના લોકોની સરખામણીમાં વધારે સકારાત્મક હોય છે. તાજેતરની એક શોધ અનુસાર ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરના લોકો યુવાનો અને વૃદ્ધોની સરખામણીમાં ખૂબ વધારે સકારાત્મક હોય છે.

જીવનમૂલ્ય અને સંતુષ્ટિ
અમેરિકા અને નેધરલેન્ડમાં ૩૦ હજર લોકો પર કરવામાં આવેલી શોધ અનુસાર આધેડ ઉંમરના લોકો જે જીવનમાં સારી વસ્તુ હોવાથી જીવન મૂલ્યો અને સંતુષ્ટિને વધારે કિંમતી સમજે છે. જેમજેમ લોકો પરિપક્વ થાય છે તેમતેમ પોતાના કામમાં વધારે સક્ષમ થઈ જાય છે. સફળતા તેમના માટે થોડીક સરળ થઈ જાય છે, કારણ કે તેમણે વિભિન્ન કામકાજમાં કુશળતા મેળવી હોય છે. તેથી તેઓ આધેડ ઉંમર સુધી પહોંચતાં વધારે આશાવાદી થવા લાગે છે. આધેડ ઉંમરના લોકો જીવનમાં આગળ વધવા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્તમાનમાં છે તેને ખુશીથી જીવવાની કોશિશ કરે છે.

હકીકતમાં ઉંમર ગમે તે હોય, પરંતુ તમારી જિંદગી સુંદર છે, જેા દિલમાં કોઈના માટે પ્રેમ હોય, આંખમાં સપનાં હોય, કંઈક કરવાનો ઉત્સાહ હોય અને સમયની સાથે ચાલવાની હિંમત હોય. ઉંમર માત્ર એક સંખ્યા છે અને જિંદગી તેમના માટે દરેક પળે એક ઉત્સવ છે. જે પોતાની જાતને હંમેશાં યુવાન માને છે. જે તમે હજી સુધી જિંદગી જીવ્યા નથી, માત્ર ઘર અને બાળકોની સારસંભાળમાં જિંદગી વિતાવી હોય, તો હજી સમય છે પોતાની અંદર કંઈક નવીન લાવો. મોટાભાગે આપણે બીજાને કહેતા ફરીએ છીએ કે હવે હાડકામાં પહેલાં જેવી તાકાત નથી અથવા આ ઉંમરમાં કોણ ફેશન કરે. બસ હવે માત્ર સમય પસાર કરવાનો છે. કંઈ જ કરવાની ઉંમર રહી નથી. આ માનસિકતા મૂર્ખામી છે. કંઈ પણ કરવાની ઉંમર અંતિમ સમય સુધી બાકી રહે છે બસ બીજાને અને પોતાને એમ કહેવાનું બંધ કરી દો કે હવે ઉંમર થઈ ગઈ છે. સ્વયંને હંમેશાં યુવાન માનશો તો હાડકામાં તાકાત આપમેળે આવી જશે. નવી ફેશન સાથે ચાલો. કલરફુલ અને સ્ટાઈલિશ કપડાં પહેરો. આકર્ષક હેર કટ કરાવો અને એવું બધું જ કરો, જે પસંદ છે.

૪૦ ની ઉંમર પછી મહિલાઓ
જેા વાત કરીએ મહિલાઓની તો અભ્યાસ અનુસાર ૪૦-૫૦ ની ઉંમર પછીની મહિલાઓ પોતાના લુકને લઈને સૌથી વધારે દુખી રહે છે. હકીકતમાં આ ઉંમરની આસપાસ કેટલીક મહિલાઓનું વજન વધવું શરૂ થઈ જાય છે અને ત્યાર પછી તે એમ માનવા લાગે છે કે હવે તે સારી નથી દેખાતી. આ નકારાત્મક વિશ્વાસ તેમના માટે ખુશ રહેવા અને પોતાના વિશે ફિલગુડનો અનુભવ કરવામાં મહત્ત્વનો અવરોધ બને છે. આજે રંગરૂપ પર વધારે ધ્યાન આપવાની સાથેસાથે સારા દેખાવાનું દબાણ પણ વધારે રહે છે, જ્યારે ભારતીય મહિલાઓની દુનિયા પોતાના પરિવારની આજુબાજુ કેન્દ્રિત રહે છે.

જેાકે આ ઉંમર સુધીમાં મહિલાઓના બાળકો મોટા થઈ ગયા છે અને કોલેજ તથા પોતાની કરિયરમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમની પાસે પોતાની મા માટે ખૂબ ઓછો સમય રહે છે. જેા મહિલાએ પોતાના પરિવારજનો માટે પોતાની કરિયર, ખુશી અને સ્વાસ્થ્ય ન્યોછાવર કરી દીધા હોય તે એકલતા અનુભવે છે અને આ જ કારણે તેના જીવનમાં ખાલીપો સર્જાય છે. આમ પણ એક મહિલાનું શરીર આ ઉંમર દરમિયાન ભારે બદલાવમાંથી પસાર થાય છે. તે રજેાનિવૃત્તિ તરફ આગળ વધી રહી હોય છે, તેથી તેના શરીરમાં ઘણા બધા હોર્મોનલ પરિવર્તન થાય છે. આ સ્થિતિમાં સાવધાની રાખવામાં ન આવે તો મહિલા ભાવનાત્મક રીતે પરેશાન રહેવા લાગે છે. તે ચિંતા અને આઘાતનો શિકાર થવા લાગે છે. ઘણી વાર પતિ આ ઉંમરે પહેલાં જેવો પ્રેમ નથી કરતા ત્યારે કેટલીક મહિલાઓ વિચારે છે કે તેમના વધતા વજન અને ઘટતા આકર્ષણના લીધે આવું થઈ રહ્યું છે. આ જ કારણસર તેમના પતિ હવે તેમને પ્રેમ નથી કરતા. આ આયુવર્ગની મહિલાઓને અચાનક લાગે છે કે તેમના સપના અને આકાંક્ષા અધૂરી રહી ગઈ છે. જીવનનો આટલો બધો સમય અને શક્તિ બાળકોને ઉછેરવામાં અને પરિવારજનોની દેખરેખમાં પસાર કરીને તેમણે જીવનમાં ઘણું બધું ગુમાવી દીધું છે.

બાળપણમાં પાછા ફરો
જરા વિચારો, બાળપણના દિવસો કેટલા સુંદર હતા. સ્કૂલેથી આવતા જ બગીચામાં પતંગિયા પકડવા દોડી જતા અને જ્યાં સુધી પતંગિયું હાથમાં ન આવી જય ત્યાં સુધી ઘરે પાછા ફરતા નહોતા, પછી ભલે ને આપણે ગમે તે હાલતમાં હોઈએ. જ્યારે આજે આપણે કામ શરૂ કરતા પહેલાં હિંમત હારી જઈએ છીએ અને વિચારીએ છીએ કે આ કામ આપણાથી તો નહીં જ થાય. બાળપણ સાથે દિલનો આ વિશ્વાસ પણ ક્યાંય ગાયબ થઈ જય છે. એવું લાગે છે જણે કે ઉંમર વધવાની સાથે જિંદગીમાંથી આ વિશ્વાસ ગાયબ થયો છે.
યાદ કરો, બાળપણમાં જ્યાં ઊંઘી જતા હતા ત્યાં ઊંઘ આવી જતી, ચિંતા, તાણ અને શંકાની કોઈ ચિંતા નહોતી. મિત્રો સાથે રમવું, વાતો શેર કરવી અને મોટામાં મોટા દુખ અથવા સમસ્યાને મિત્રો સાથે શેર કરવાથી દિલને કેટલી શાંતિ મળતી હતી. જ્યારે આજે આપણે ઘરમાં જીવનસાથી અને બાળકો સાથે સમસ્યાને શેર નથી કરી શકતા. તે જ રીતે મિત્રો સામે ક્યાંક નીચે જેવું ન પડે, તેથી કોઈ સમસ્યા તેમને પણ કહી શકાતી નથી.
આજે આ ઉંમરે ફરીથી તમારા માટે બાળપણ તરફ જવું જરૂરી છે, ત્યારે જીવનમાં નવીનતા અને સંપૂર્ણતાનો અહેસાસ થશે. બાળપણમાં જે રીતે આપણે હાર સ્વીકારતા નહોતા, તે જ રીતે હવે જીવનભર હાર ન સ્વીકારવાનું નક્કી કરીએ.
યાદ કરો તમે ભૂતકાળમાં ક્યારે મન મૂકીને ખુલ્લા મને હસ્યા હતા, જવાબ મળશે આ રીતે હસ્યાને તો મહિના થઈ ગયા છે. જ્યારે બાળપણમાં તમે દિવસમાં કોણ જણે કેટલી વાર ખડખડાટ હસતા હતા. આજે ફરીથી નાનીનાની વાત પર મુક્તમને ખુશીથી હસો. ભલે ને તમારી ઉંમર ૫૫ ની કેમ ન હોય, પરંતુ તમારા જીવનમાં દિલમાં બાળપણ હોવું જરૂરી છે. જિંદગીની ઢળતી સાંજમાં બાળપણને પોતાની સાથે જરૂર રાખો, ઉંમરનો અનુભવ નહીં થાય. જીવનયાત્રાના આ પડાવ પર એક્ટિવ રહો.

જિંદગીને નવી રીતે જીવો
મોટાભાગની ભારતીય મહિલાઓ લગ્ન કરી લીધા પછી પારિવારિક જવાબદારીનો બોજ ઉઠાવવામાં ફસાયેલી રહે છે. પછી જ્યારે તે ૪૦ વર્ષના પડાવ પર તેના બાળકો ઘર છોડવા લાગે છે, ત્યાર પછી તેમને સ્વયંને અને પોતાના જીવનને નજીકથી જેાવાનો સમય મળતો હોય છે. તે વિચારે છે કે તેણે શું મેળવ્યું. તેણે પોતાના પરિવારને વધારે પ્રાથમિકતા આપી અને બેદરકારીમાં પોતાનું વજન વધારી લીધું. રંગરૂપને પણ નજર અંદાજ કરી દીધા. યાદ રાખો રસ્તા હંમેશાં ખુલ્લા હોય છે. તમે કેવા દેખાઓ છો, શું કરો છો, શું મેળવી શકો છો, તમારો પોતાના પ્રત્યેનો દષ્ટિકોણ કેવો છે આ બધું તમારા હાથમાં છે. તમારે જિંદગીને એક નવા દષ્ટિકોણથી જીવવી જેાઈએ. નવાનવા પ્રયોગ કરવા જેાઈએ અને આગળ વધવું જેાઈએ. તમારે તમારી પ્રતિભા નિખારવી જેાઈએ. સૌપ્રથમ સ્વયંમાં બદલાવ લાવો અને ત્યાર પછી જુઓ કે તમારી સાથે દુનિયા પણ કેવી રીતે બદલાયેલી દેખાય છે. ખુશીની શોધ દુખનો સામનો કરવા માટેની સૌથી ઉત્તમ રીત છે. તમે ગમે તેવા દેખાઓ, તેનો સ્વીકાર કરો અને તમારા શરીરને પ્રેમ કરતા શીખો. જેવા છો તેને સુંદર બનાવો, પરંતુ પોતાના દેખાવ બાબતે દુખી ન થાઓ. ખુશી એ મનની અવસ્થા છે. જે નજરથી દુનિયાને આપણે જેાઈએ છીએ, બરાબર એ જ રીતે દુનિયા આપણને જુએ છે.

લોકોની ચિંતા ન કરો
ઘણી વાર લોકોની અસંવેદનશીલ ટિપ્પણી તમને પરેશાન કરી શકે છે. કોઈ તમારી પર કોમેન્ટ કરી શકે છે, પરંતુ આ બધાથી ક્યારેય વિચલિત ન થાઓ. ખુશી તમારી અંદર છે. એક નવી શરૂઆત કરો. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે ક્યારેય સંપૂર્ણ નથી હોતી. સ્વયંને ખૂબ પ્રેમ કરો અને પોતાના વખાણ કરો. આ ઉંમરમાં કસરત અને યોગ જરૂરી છે. શરીર હોર્મોનલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હોય છે અને આ પરિવર્તનને સંતુલિત કરવા માટે થોડા વધારે પ્રયત્ન કરવાની જરૂર પડે છે. જ્યારે તમે વર્કઆઉટ કરો છો, ડાન્સ કરો છો, ખૂલીને હસો છો ત્યારે ફીલગુડ હોર્મોન્સ સેરોટોનિન રિલીઝ થાય છે.

સ્વસ્થ આહાર લો
ક્યારેક મન થાય તો ગમતું ખાઈ લો અને જિંદગીની મજા લો. તમારી લાગણીને ક્યારેય ન દબાવો. બીજા સાથે ખૂલીને વાત કરો. જેાવા મળ્યું છે કે દબાયેલી લાગણી ઘણા બધા પ્રકારની બીમારી પેદા કરે છે. બહાર જાઓ, સકારાત્મક અને ખુશ લોકો સાથે રહો. યાદ રાખો, ક્યારેય તમારા જીવનની સરખામણી પરિવાર અને મિત્રો સાથે ન કરો.

માફ કરતા શીખો
સારી વાત યાદ રાખો અને અપમાન ભૂલી જાઓ. તમારે તમારી ખુશી માટે કામ કરવું પડશે. જ્યારે તમે તમારી મદદ માટે નીકળશો ત્યારે એવા લોકોનું ટોળું તમને જેાવા મળશે જે તમારી પર કટાક્ષ કરશે અથવા તમને અટકાવવા ઈચ્છશે, પરંતુ તેમની પર જરા પણ ધ્યાન ન આપો.

વૃદ્ધાવસ્થામાં ફેશન અપનાવો
ફેશનેબલ બનો. દિલ કહે અને પોતાની પર જે સૂટ થાય તે પહેરો. જીન્સ, ટ્રાઉઝર, પટિયાલા, પેન્ટ, વનપીસ, સ્લીવલેસ, ટોપ, કુરતી, સાડી એટલે કે દિલ કહે તે પહેરો. ફેશન ટ્રેન્ડ અપનાવો. સાથે બ્રાઈટ કલર્સ પણ ટ્રાય કરો.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....