કેટલાય વર્કિંગ માતાપિતાની ચિંતા હોય છે કે નોકરી સાથે બાળકોની સ્કૂલ ટાઈમિંગને કેવી રીતે મેનેજ કરશે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે આ સમસ્યા વધારે થાય છે. તેથી કેટલાય બાળક સ્કૂલ મોડા પહોંચે છે, તો કેટલીય વાર માતાએ નોકરી છોડવી પડે છે. જે મહિલાઓ પ્રાઈવેટ સેક્ટરમાં છે લગ્ન પછી તેમની પર પ્રેશર આવી જાય છે કે નોકરી છોડી દે. કેટલીય મહિલાએ આવું કરવું પડે છે, જેથી તે વર્કિંગ લેડીથી હાઉસવાઈફ બની જાય છે. તેથી મહિલાની પૂરી ક્ષમતાનો લાભ દેશ, સમાજ અને ઘરપરિવારને નથી મળતો.
આજે છોકરીઓના શિક્ષણમાં પણ સારા એવા પૈસા ખર્ચ થાય છે. ત્યાર પછી લગ્ન કરીને તે હાઉસવાઈફ બનીને રહી જાય તો તે શિક્ષણ વ્યર્થ જાય છે. મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે મહિલાઓ પોતાની ક્ષમતાભર કામ કરે. તેના માટે દેશ અને સમાજને પણ આવું વાતાવરણ તૈયાર કરવું જેાઈએ, જેથી ઘરપરિવાર બાળકો સાથે મહિલાઓ પોતાની કરિયર પણ જેાઈ શકે. સ્કૂલ ટાઈમિંગમાં ફેરફાર આ દિશામાં એક ક્રાંતિકારી બદલાવ થશે.

ઓફિસ અને સ્કૂલ ટાઈમિંગ એક હોય
જેા સ્કૂલના સમય અને ઓફિસ વર્કિંગ આવર્સમાં સમાનતા હોય તો મહિલાઓ માટે કામની સાથેસાથે બાળકોને સ્કૂલ મૂકવાની સમસ્યા ન થાય. સ્કૂલ ટાઈમિંગ સવારે ૧૦:૩૦ થી શરૂ થાય અને સાંજે ૫ વાગે છૂટી જાય. આ સમય ઓફિસનો પણ હોય, જેથી કોઈ પણ વર્કિંગ મહિલા પોતાની સાથે બાળકને સ્કૂલ મૂકી આવી શકે અને જ્યારે ઓફિસથી છૂટે ત્યારે બાળકને સ્કૂલથી ઘરે લેતી જાય. એવામાં મહિલાઓને ઓફિસ જતી વખતે ચિંતા નહીં રહે જેા તે નહીં રહે તો બાળકની દેખરેખ કેવી રીતે થશે?
આજના સમયમાં બાળકોની સ્કૂલ સવારે ૭:૩૦ થી શરૂ થાય છે. ૧ થી ૨ વાગ્યાની વચ્ચે છૂટી જાય છે. બાળક ઘરે આવે છે. જેા ઘરમાં કોઈ દેખરેખ કરનાર નથી તો માતાપિતાને આ વાતની ચિંતા થાય છે કે બાળક ઘરમાં એકલું કેવી રીતે રહેશે. કોઈ એવું કામ ન કરી બેસે, જે તેના માટે ખોટું હશે. કેટલાય લોકો તેના માટે નોકરો અને ઘરપરિવારવાળાની મદદ લે છે.

બાળક સલામત રહેશે
કેટલાક માતાપિતા બાળકોને ક્રેચમાં મૂકે છે. કેટલીય સ્કૂલમાં વ્યવસ્થા હોય છે કે સ્કૂલ પછી પણ આ બાળકો જ્યાં સુધી માતાપિતા લેવા ન આવે સ્કૂલમાં રોકાય છે. આ વ્યવસ્થા સ્થિર અને સારી નથી હોતી. નોકરોના ભરોસે મૂકવામાં રિસ્ક છે. તેમને અલગથી પૈસા પણ આપવા પડે છે. ક્રેચ મોટાભાગે દરેક જગ્યા પર હોતા નથી. જ્યાં છે સારા નથી હોતા. રજા પછી સ્કૂલમાં બાળકો સલામત નથી રહેતા.
આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે બાળકોની સ્કૂલનો સમય બદલી દેવામાં આવે. સ્કૂલ અને ઓફિસનો સમય એકસાથે કરી દેવામાં આવે. જેથી ઓફિસ જતી વખતે માતાપિતા બાળકોને સ્કૂલ મૂકી જાય અને જ્યારે ઓફિસથી ઘરે આવે ત્યારે બાળકોને સ્કૂલથી સાથે લેતા ઘરે આવે.
તેના ૨ લાભ છે – એક બાળકોને રહેવા માટે કોઈ પૈસા ખર્ચ નથી થતા તેની સાથે ઓફિસમાં કામ કરતા માતાપિતા આ ચિંતાથી મુક્ત રહેશે અને ઓફિસમાં સારી રીતે કામ કરી શકશે.
બાળકોના સ્કૂલ ટાઈમિંગમાં ફેરફાર કરવાથી કોઈ સમસ્યા નહીં થાય. સ્કૂલ પોતાના સમયે જ ખૂલશે. અંતર માત્ર એટલું હશે કે તે સવારે નહીં ખૂલે. બાળકો સૌથી વધારે માતાપિતા સાથે સલામત હોય છે. એવામાં જ્યારે માતાપિતા જ ઘરેથી સ્કૂલ મૂકશે અને તેઓ જ રજા પછી ઘરે લાવશે તો કોઈ ને કોઈ અસુવિધા નહીં રહે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....