આપણા દેશમાં આખું વર્ષ કોઈને કોઈ તહેવારની ધૂમધામથી ઉજવણી થતી રહે છે. ૪ મુખ્ય તહેવાર ઉપરાંત વિભિન્ન રાજ્યમાં બીજા અનેક નાનાનાના તહેવાર ઊજવવામાં આવે છે. તહેવાર ઉપરાંત કેટલાય વ્રત અને ઉપવાસ હોય છે, જેને કુંવારી તથા પરિણીત એમ બંને પ્રકારની શિક્ષિત, અલ્પશિક્ષિત તથા અશિક્ષિત દરેક મહિલાઓ કરે છે. આમ આ વ્રત-તહેવાર, ઉપવાસ, કર્મકાંડ વગેરે સામાજિક રીતે એકબીજાને હળવામળવાના એક માધ્યમ માત્ર હોય છે, પરંતુ તેની પાછળ છુપાયેલી ઘણી બધી સમસ્યા છે. આ વિષય પર કેટલીક મહિલાઓ સાથે કરવામાં આવેલી વાતચીતના મુખ્ય અંશ અહીં રજૂ કરીએ છીએ :

ફિફ્ટીફિફ્ટીની વાત
૪૫ વર્ષની અર્ચના સાથે જ્યારે આ વિષય પર વાત થઈ ત્યારે તે કહેવા લાગી, ‘‘અમે મારવાડી છીએ, અમારે ત્યાં ઘણા બધા પ્રકારના તહેવાર તથા વ્રતઉપવાસ થતા રહે છે, જેમાં પોતાના સગાંસંબંધી સાથે સજીધજીને મુલાકાત થતી રહે છે. આ તહેવારમાં ખાણીપીણી ખૂબ થાય છે. પછી હું એક ઘરેલુ મહિલા છું તો તે બહાને થોડી સજીધજી પણ લઉં છું, નહીં તો એ જ રોજ ઘરના રસોઈકિચન તથા સાફસફાઈ વગેરે. મોટાભાગે આ બધા વ્રત લગ્ન પછી પોતાના લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખસમૃદ્ધિ તેમજ શાંતિ માટે કરવામાં આવે છે.’’
‘‘૧૮ વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયા હતા અને હું આટલા વર્ષોથી આ બધું કરી રહી છું. આમ તો મારા પતિ લગ્ન પહેલાંથી છોકરીઓ પ્રત્યે વધારે આકર્ષિત રહેતા હતા. તેથી તેમના માતાપિતાએ ૨૩ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા હતા કે ક્યાંક છોકરો હાથમાંથી નીકળી ન જાય, પરંતુ લગ્ન પછી પણ તે ન સુધર્યા. બીજું તો ઠીક અમારો ફેમિલી બિઝનેસ હતો અને સસરાએ જમાવ્યો હતો, તેને પણ તેમણે ન સંભાળ્યો. સમય જતા સસરાનું મૃત્યુ થઈ ગયું અને તે હતા એકમાત્ર દીકરા, તેથી તેમનાથી ન ઘર સાચવી શકાયું કે ન ધંધો. બસ જ્યાં કોઈ છોકરી જેાઈ નથી કે તેની પાછળ પાગલ થયા સમજેા પછી તે સુંદર હોય કે કદરૂપી.’’
‘‘હવે મન થાય છે કે કરવા ચોથનું વ્રત કરવાનું બંધ કરી દઉં, કારણ કે જે પતિ જવાબદારી ન ઉઠાવે તેના માટે વ્રત કેવું, પરંતુ લોકલાજના લીધે બધું કરી રહી છું, કારણ કે જેા હું ધાર્મિક ક્રિયાકાંડ કે તીજતહેવાર, ઉપવાસ વગેરે બંધ કરી દઈશ તો મારા સાસુ જીવતેજીવ મરી જશે.’’
‘‘ઘરમાં દુકાન છે, જેને હું સંભાળું છું, સાથે સિલાઈ અને ભરતગૂંથણનું કામ કરું છું. લગ્ન થતા મેં કહ્યું હતું કે મારે બૂટીક ખોલવું છે, પરંતુ ઘરમાં મારું કોઈએ સાંભળ્યું જ નહીં. હું ફાલતુના રીતરિવાજમાં વ્યસ્ત રહી. તેના બદલે જેા આવકનું કોઈ સાધન શોધી લીધું હોત તો સારું રહ્યું હોત.’’

આંખ ફૂટી પીડા મરી
મુંબઈમાં રહેતી સ્મિતા કહે છે, ‘‘હું ૫૦ વર્ષની છું. જ્યારે લગ્ન થયા ત્યારે ૭ વર્ષ હું એન્જિનિયરના પદ પર નોકરી કરી ચૂકી હતી. પિતાના ઘરમાં ન કોઈ પ્રતિબંધ હતા કે ન કોઈ અંધશ્રદ્ધાભરી માન્યતા. જ્યારે મુંબઈથી લગ્નની વાત આવી ત્યારે વિચાર્યું કે ચાલો મુંબઈ મોટું શહેર છે. તેથી સારી નોકરીની તક પણ વધારે મળશે, પરંતુ પરિવારના બીજા સભ્યો ખૂબ જુનવાણી વિચારોના હતા. મજાની વાત એ છે કે તેમના પોતાના માટે કોઈ નિયમકાયદા નહોતા, પરંતુ મારા માટે એક લાંબી યાદી હતી રીતરિવાજ અને નિયમોની.’’
‘‘મારા સાસુ રોજ સવારે ૯ વાગે ઊંઘીને ઊઠતા. ૧૨ વાગે સ્નાન કરતા, ૪ વાગે લંચ બનતું અને રાત્રે ૧ વાગે અમે ખાઈને ઊંઘી જતા. પરિવારમાં સસરા, દિયર અને પતિ એમ ૩ વ્યક્તિ નોકરી કરતા હતા, જેમના ટાઈમટેબલ અનુસાર મારે રસોઈ અને ઘરની વ્યવસ્થા કરવી પડતી જેમાં સાસુની કોઈ મદદ મળતી નહોતી. જેાકે અમાસના દિવસે સાસુ જલદી નહાઈધોઈને ખીર બનાવી લેતા અને પૂજાપાઠ કરતા.’’
‘‘મને આ અમાસ, પૂનમ, તિથિવ્રતનું ધ્યાન રહેતું નથી, કારણ કે પિયરમાં આ બધું વધારે જેાયું કે સાંભળ્યું નહોતું. દુખની વાત એ છે કે સાસુ મને આ બધા વિશે અગાઉથી જણાવતા પણ નહોતા, પરંતુ પાછળથી મહેણાંટોણાં મારતા. પૂરું વર્ષ મેં કેટલાક વ્રતઉપવાસ કર્યા પણ ખરા, પરંતુ દરેકમાં તેઓ કોઈ ને કોઈ ખામી શોધીને ઝઘડતા રહેતા.’’
‘‘જેાકે હું કોશિશ કરતી કે ઘરમાં આવી વાતને લઈને કોઈ ઝઘડા ન થાય, તેથી સાસુને પહેલાં પૂછી લેતી કે આ કેવી રીતે કરવાનું છે તો પણ તેઓ મહેણાંટોણાં માર્યા કરતા. એક દિવસ સસરાએ મને પૂરા ૧૨ માસના વ્રતતહેવારનું એક પુસ્તક લાવીને આપી દીધું. મેં પણ આ પુસ્તકને વાંચીવાંચીને વ્રત રાખવા શરૂ કરી દીધા. તેમ છતાં સાસુનું મોં હંમેશાં ચઢેલું રહેતું.’’
‘‘મને મનોમન ખૂબ દુખ થાય છે કે હું ક્યાં આ બધી જંજાળમાં ફસાઈ ગઈ. તેમાં પણ સૌથી વધારે ખરાબ ત્યારે લાગ્યું જ્યારે કરવા ચોથ હતી. તે દિવસે સાસુએ મને મહેંદી લગાવવાનો સમય પણ ન આપ્યો. રોજ ઘરના કામકાજ મારી પર નાખી દેતા, તેથી તહેવાર પર વ્યવસ્થિત તૈયાર થવાનો કોઈ અર્થ રહેતો નહીં. દરેક તહેવાર પર રીતરિવાજને લઈને ઘરમાં ઝઘડા થતા હતા, જેા હું કંઈ પૂછતી તો બ્લેકમેલ કરતા કે હું તને નહીં જણાવું, પછી તું કેવી રીતે કરે છે તે મારે જેાવું છે. જ્યારે તે નવરાત્રિમાં કાંદાની ટોપલીને કિચનમાંથી બહાર મુકાવી દેતા હતા.’’ પાણીપૂરીના શોખીન મારા પતિ અને દિયર જ્યારે ઘરે હોય ત્યારે પાણીપૂરીની વ્યવસ્થા કરી લેતા ત્યારે સાસુથી રહેવાતું નહીં અને તેઓ ખાઈ લેતા. આમ કહીને સ્મિતા જેારજેારથી હસવા લાગી હતી.
‘‘જેાકે મારા માટે આ બધા રીતરિવાજનું કોઈ ખાસ મહત્ત્વ નહોતું, તેથી સામે જવાબ આપતા કહી દેતી કે તમે નહીં જણાવો તો કોઈ વાંધો નહીં, હું આમ પણ આ બધું કરવાની નહોતી. ત્યાર પછી મેં પણ એ જ કર્યું કે હું વ્રતઉપવાસ નહીં કરું કે ન કોઈ રીતરિવાજ અનુસરીશ. હવે સાસુ પણ કેવી રીતે મારી ખામી શોધશે.’’
‘‘સમય જતા મેં પણ આ બધું છોડીને પતિના વેપારમાં મદદરૂપ થવાનું શરૂ કરી દીધું. જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે તેની સાથે વ્યસ્ત રહેવા લાગી અને તેના મોટા થતા પોતાનો ફેમિલી બિઝનેસ જેાવા લાગી.’’

ઓફિસમાં મેનેજર હતી, હવે ઘરની ગુલામ
૩૯ વર્ષની બિપાશા કહે છે, ‘‘૩૧ વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયા હતા. હું એક સારી કંપનીમાં મેનેજરના હોદ્દા પર કાર્યરત હતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી આવક પતિ જેટલી જ હતી. પતિ તથા સસરા પણ સારી કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત છે. તેથી મારી નોકરી છોડીને જ્યારે તેમના શહેર અને પરિવારમાં આવી ત્યારે તેમને કદાચ મારી નોકરીનું કોઈ મહત્ત્વ નહોતું. પછી મેં પણ આ નવા શહેરમાં નોકરી શોધવાનું શરૂ કરી દીધું.’’
‘‘થોડી તક મળી, ત્યારે સસરાએ કહ્યું હતું કે અમે તને કોઈ સારી જગ્યાએ નોકરી અપાવી દઈશું. બીજી તરફ મારા સાસુ ખૂબ ઓછું ભણેલા અને અંધશ્રદ્ધાળુ મહિલા છે, તેથી મને પણ કેટલાય રીતરિવાજમાં અટવાયેલી રાખે છે, સાથે એવું પણ કહે છે કે તું પહેલાંથી ભણેલીગણેલી અને નોકરી કરે છે, તેથી ઘર કેવી રીતે સંભાળવું તેની તને ક્યાં ખબર છે. સૌપ્રથમ હું તને એ બધું શીખવીશ.’’
પછી ૩ વર્ષ આ જ રીતે પસાર થયા અને હું એક દીકરાની મા પણ બની ગઈ. હવે ન તેઓ મારા બાળકની કોઈ જવાબદારી લે છે કે ન મારા પતિ મને કોઈ સાથ આપે છે. બાળકને તેઓ એ જ જૂની પરંપરા પ્રમાણે રાખે છે. મેં ઘણી વાર આ વિશે પતિને કહ્યું પણ ખરું કે આ કેવું વાતાવરણ છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે હું પણ તેમની માની ઈચ્છા પ્રમાણે ચાલું. જેા તેમની કોઈ વાતને નજરઅંદાજ કરું તો ઘરમાં હોબાળો મચી જાય છે, જાણે કે તેમના દ્વારા કરવામાં આવતી આ બધી અંધશ્રદ્ધા તેમના પતિની પ્રગતિ પાછળના મુખ્ય પરિબળ છે.
ઘણી વાર વિચાર આવે છે કે જેા આ બધું કરવાનું હોય તો આટલું બધું શું કામનું. લગ્ન પહેલાં ખૂલીને મોજમસ્તી નથી કરી કે સારું ભણવાનું છે અને લગ્ન પછી આ બધી અંધશ્રદ્ધા. એવું અનુભવાય છે કે આ લોકોને દુનિયાને બતાવવા માટે ભણેલીગણેલી છોકરીની જરૂર હતી બસ, પરંતુ રાખે છે તો મને એક અભણની જેમ. પૂરું વર્ષ વ્રત-તહેવાર, ઉપવાસ વગેરેમાં વ્યસ્ત રહું છું.
‘‘દુખની વાત એ છે કે મારા સાસુ ખૂબ વિચિત્ર મહિલા છે. તેઓ કહે છે કે સાડી જરીગોટાની પહેર વહુ. જેા હું લગ્નના ઘરેણાં પહેરવા ઈચ્છુ તો તેઓ કહે છે કે કોઈ ખેંચી લેશે, આર્ટિફિશિયલ પહેરી લે. હું મારા કોઈ પણ શોખ પૂરા નથી કરી શકતી. જેાકે મને પણ આ બધું પસંદ નથી, પરંતુ પરિવારની ખુશી અને શાંતિ માટે આ બધું કરવું પડે છે. ક્યારેક-ક્યારેક એવું લાગે છે જાણે કે પૂરો પરિવાર પોતાની મનમરજીથી જીવે છે અને એકમાત્ર હું અહીં ગુલામ છું.’

મહિલાઓએ પોતાનો સમય લાભદાયી કામમાં ફાળવવો જેાઈએ
આ બધા ઉદાહરણ પરથી સમજાય છે કે જેા વ્રતઉપવાસ અથવા તહેવાર માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યના ફાયદા માટે બનાવવામાં આવ્યા છે અને તેમાં અનુસરવામાં આવતા ખોટા રીતરિવાજ અને અંધશ્રદ્ધા માત્ર મહિલા માટે નહીં, પરંતુ પૂરા પરિવાર માટે તાણનું કારણ બને છે. આ બધું પુરુષોએ કરવું પડતું નથી, તેથી તેમને કોઈ ફરક નથી પડતો. તેઓ એમ વિચારતા હોય છે કે આ સાસુવહુની લડાઈ છે, પરંતુ વાસ્તવમાં આ માત્ર લડાઈ નથી હોતી, પરંતુ પરિવારમાં આવેલી નવી વહુને દબાવીને રાખવાની એક ચાલ હોય છે.
આ પ્રકારની હરકતોથી ન માત્ર તેમનું મોરલ ડાઉન કરી શકાય છે, પરંતુ એ પણ બતાવવામાં આવે છે કે સાસરીના લોકો જાણે સર્વગુણસંપન્ન છે અને વહુ જાણે તેમની પર કલંક છે જેને સમાજના રીતરિવાજની કોઈ જ ખબર નથી, જ્યારે વાસ્તવમાં દરેક જાતિના રીતરિવાજમાં જગ્યા, પસંદ તથા સમય અનુસાર બદલાવ આવ્યા છે, પરંતુ પરિવારના વડીલો જેમણે પોતાનાથી નાનાને વડના ઝાડની જેમ છાંયો આપવો જેાઈએ, તે આ બધા કુરિવાજ અને અંધશ્રદ્ધા અનુસરીને પોતાની આકાંક્ષાનો શિકાર બનાવતા હોય છે.
મહિલાઓ જે આટલી મહેનત આ તમામ રૂઢિ અને ફાલતુના રિવાજને શીખવામાં અને નિભાવવામાં કરે છે તેના બદલે કોઈ લાભદાયી કાર્યમાં કરે, જેમ કે જેા તે ભણેલીગણેલી હોય તો કોઈ ગમતા પ્રોડક્ટિવ કામ કરે જેમ કે નાનોમોટો ધંધો-નોકરી વગેરે અને જેા ઓછું ભણેલી કે બિલકુલ અભણ હોય તો કોઈ કલા કે મહેનતના કામ કરીને ઘરને આર્થિક રીતે થોડીઘણી મદદરૂપ બની શકે છે. જેા આ બધું ન કરી શકે તેમ હોય તો કમ સે કમ પોતાના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે છે.
બાળકો સાથે સમય વિતાવવો, તેમની સાથે રમવું, તેમને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવી તો નિશ્ચિતપણે બાળકો તથા પરિવાર સ્વસ્થ, સુંદર અને શાંતિપૂર્ણ બનશે તેમજ આવા ખુશહાલ ૧-૧ પરિવાર મળીને દેશનું ઉજ્જ્વળ નિર્માણ કરશે.
– રોચિકા અરુણ શર્મા.

વધુ વાંચવા કિલક કરો....