મહિલાઓની અંગત જાણકારી અથવા અંતરંગ તસવીરોના આધારે તેમને બ્લેકમેલ કરવા અથવા તેમનું શારીરિક શોષણ કરવું ખૂબ સામાન્ય વાત બની ગઈ છે. સંચાર ક્રાંતિના લીધે મહિલાઓના આપત્તિજનક ફોટા પ્રાપ્ત કરવા અથવા તેમના આપત્તિજનક ઓડિયોવીડિયો બનાવવા ન માત્ર ખૂબ સરળ બની ગયા છે, પરંતુ તેને પ્રસારિત કરવા પણ સરળ થઈ ગયા છે.
બુંદેલખંડ યુનિવર્સિટીના સામાજિક કાર્યવિભાગના એક અભ્યાસ અનુસાર બ્લેકમેલના ૯૦ ટકા કિસ્સામાં પીડિત પક્ષ એક મહિલા હોય છે. ૬૦ ટકા કિસ્સામાં મહિલાના ફોટાને તેમની જાણ વિના છેતરીને બનાવવામાં આવ્યા હોય છે.
કોઈ પણ ઉંમરની મહિલા અથવા છોકરી આજે સુરક્ષિત નથી રહી. ૨૦-૨૫ વર્ષની ૨ બાળકોની માને પણ આ રાક્ષસો ખરાબ નજરે જેાતા હોય છે. તેમને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મિલ્ક (એમઆઈએલએફ) કહીને વર્ગીકૃત કરવામાં આવે છે.
ક્યારેક આપણે રૂઢિવાદી હતા. મહિલાઓ માટે કહેવામાં આવતું હતું કે તેમણે ઘરની ચાર દીવાલોમાં રહેવું જેાઈએ. તેમણે ઘરની બહાર ન નીકળવું જેાઈએ. પછી સમાજ થોડો સુસંસ્કૃત થયો ત્યારે કહેવામાં આવ્યું કે મહિલાએ માન અને મર્યાદાની લક્ષ્મણરેખા ન ઓળંગવી જેાઈએ. પછી આપણે વધારે આધુનિક થયા, જેનાથી આપણા પતનની શરૂઆત થઈ.

ઓછા આંકવું મોટી ભૂલ
મહિલાઓએ તમામ બંધનને તોડતા જાહેરાત કરી કે તેઓ દ્વિતીય શ્રેણીના નાગરિક નથી. તેમને એવું બધું જ કરવું છે જેને એક પુરુષ કરવા ઈચ્છે કે કરતો હોય છે. મહિલાઓ હવે પુરુષ સાથે ખભાથી ખભો મિલાવીને ચાલવા ઈચ્છે છે. હવે મહિલાઓએ પોતાના પુરુષ મિત્રો સાથે પાર્ટી, ડેટ અથવા ફરવા જવા માટે બહાર આવવુંજવું શરૂ કરી દીધું છે. પુરુષો સાથે હાથમાં હાથ નાખીને બીચ પર ફરતા, એકબીજાને ચૂમતા, જામથી જામ ટકરાવતા મહિલાઓના ફોટા આજે સોશિયલ મીડિયામાં સામાન્ય થઈ ગયા છે. શું ક્યારેય વિચાર્યું હતું કે આ ફોટાને જેા તમારા વાલી સુધી પહોંચાડી દેવામાં આવે તો તમારી પર શું વીતશે? સામાન્ય રીતે સારા દિવસોમાં આપણને એ વાતની ચિંતા નથી હોતી. આપણને લાગે છે કે આપણા માબાપની માનસિકતા આધુનિક છે, તેથી તેઓ ખોટું નહીં માને.

સોશિયલ મીડિયા છેતરપિંડી છે
ચાલાક છોકરા મહિલાઓને પોતાની મીઠીમીઠી વાતોમાં ફસાવીને તેમની અંગત જાણકારી અથવા તસવીરો મેળવતા હોય છે અને જ્યારે એક સાધારણ દેખાતા ફોટાની કહાણી સાથે પ્રેષિત કરવામાં આવે છે ત્યારે આપણા પગ નીચેથી જમીન સરકી જાય છે.
અહીં પ્રશ્ન એ છે કે મહિલાઓ સમાજના આ કીટાણુથી બચીને કેવી રીતે પોતાના અસ્તિત્વને જીવિત રાખે? શું મહિલાએ ૨ મોરચે કામ કરવાનું હોય છે. એક તરફ તે પોતાના અધિકારોની માગણી કરી રહી છે, તે બંધનનો ઉંબરો ઓળંગીને બહાર નીકળવા ઈચ્છે તો બીજી તરફ પોતાને પુરુષપ્રધાન સમાજથી સુરક્ષિત રાખવાની હોય છે.
નોકરી, અભ્યાસ કે કોચિંગ કરતી છોકરીઓનો પ્રથમ ઉદ્દેશ એ હોવો જેાઈએ કે તેમણે પોતાની કોઈ ભૂલનો કોઈ પુરાવો રહેવા ન દેવો જેાઈએ. યાદ રાખો કે તમે એક મહિલા છો અને તમારે સૌપ્રથમ અગ્નિપરીક્ષા આપવી પડશે.

મહિલાઓએ બહાર કાર્ય કરતી વખતે નીચે જણાવેલી સાવચેતી અપનાવવી જેાઈએ :
મિત્ર બનાવતી વખતે : તમે ભલે ને કોલેજમાં અભ્યાસ કરતા હોય અથવા ઓફિસમાં સાથે જેાબ કરતા પુરુષો સાથે મિત્રતા કરતી વખતે ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર રહે છે. છોકરાઓ છોકરીઓને મિત્ર બનાવતી વખતે હજારો પ્રકારના જૂઠ બોલે છે. તેમને હરવાફરવા લઈ જાય છે. છોકરા સીધાસાદા ઘરની, સુંદર દેખાતી અથવા શ્રીમંત છોકરીઓને સૌથી પહેલા ફસાવે છે. તેઓ તેમની ચારેય બાજુ ગ્લેમર, સંપન્નતા અને એશઆરામનું મધ ફેલાવી દે છે.
બિચારી છોકરી એક મધમાખીની જેમ છોકરાએ બિછાવેલી જાળ (હની) ઉપર બેસીને ધીરેધીરે આ બનીના સ્વાદથી આનંદિત થવા લાગે છે.
ધીરેધીરે આ હની ફસાઈ જનાર બિચારી છોકરીના પગ અને પાંખો જકડવા શરૂ થાય છે અને તે પછી પોતાની જાળમાં બરાબર ફસાવીને તેના અસ્તિત્વનો અંત લાવી દે છે.
છોકરીઓએ લગ્ન પહેલાં કોઈ છોકરા સાથે ડેટ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ કે તેમની વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવતું ન હોય. તેમને વારંવાર ફોટો પડાવવા માટે વિવશ કરવામાં આવી રહી ન હોય. જેા તમારો સહકર્મી અથવા સહાધ્યાયી વારંવાર અંતરંગ ક્ષણના વીડિયો બનાવવા અથવા ફોટા પાડવાની કોશિશ કરતા હોય તો આવા મિત્રને ‘ના કહેવામાં’ મોડું ન કરવું જેાઈએ.
સાથે તમે જે સ્થળે મળતા હોય, ત્યાં પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈ જાસૂસી કેમેરા અથવા રૂમની અંદર કોઈ બહારથી જેાઈ શકે તેની શક્યતા ન હોવી જેાઈએ. પોતાની પુરુષ મિત્ર સાથે સાર્વજનિક જગ્યાએ ક્યારેય એકલા ફોટો પડાવવાથી બચવું જેાઈએ. એક સામાન્ય ફોટાને પણ એક સુંદર કહાણી સાથે આપત્તિજનક સિદ્ધ કરી શકાય છે.
સગાંસંબંધીમાં જતી વખતે : સામાજિક કાર્યવિભાગની શોધ છોકરીઓને એ વાતની પણ જાણકારી આપે છે કે અંતરંગ ફોટાના આધારે તેમને બ્લેકમેલ કરનાર અથવા અંગત જાણકારીને લીક કરનાર સામાન્ય રીતે ખાસ સગાંસંબંધી જ હોય છે. તેથી તેમના ઘરે જતી વખતે ચોકસાઈપૂર્વક તપાસો કે તેમના ઘરના બાથરૂમ અથવા વોશરૂમમાં કોઈ છૂપા કેમેરા લગાવેલા તો નથી ને.
તમારે તમારા અંતરંગ ફોટો અથવા વીડિયોની સુરક્ષા ન માત્ર પુરુષોથી, પરંતુ સાથી મહિલાઓથી પણ કરવાની છે. શક્ય છે કે તમે તમારા માસ્ટરબેશન કરવાનો વીડિયો પોતાના સંબંધી કાકી, બહેન અથવા ભાભીને શેર કર્યો હોય, પરંતુ તે ગમે ત્યારે કાકા, જીજા અથવા કહેવાતા ભાઈના મોબાઈલમાં પહોંચી શકે છે.
મોટભાગે ભાભી, કાકીના શાવરની નીચે નહાતા ફોટા, કોઈ પણ બેશરમપૂર્ણ કાર્ય કરવાના અથવા પ્રતીકાત્મક સેક્સ કરવાની પોઝિશનના ફોટા મોકલવાની ચેલેન્જ આપવામાં આવે છે. આ પ્રકારની કોઈ પણ ચેલેન્જને ક્યારેય ન સ્વીકારો.
યાદ રાખો કે તમારું સેક્સ જીવન આજે પણ ખૂબ વ્યક્તિગત અને ગોપનીય વસ્તુ છે. તેના મહત્ત્વની તમને ત્યારે જાણ થશે જ્યારે તમને તેના આધારે કોઈ બ્લેકમેલ કરવા લાગશે. તેથી જરૂરી છે કે શરૂઆતથી આ બાબતે સાવચેતી રાખો.
બ્લેકમેલનો પહેલો કોલ : બધી સાવચેતી રાખવા છતાં જેા કોઈ તમારો વીડિયો, ફોટો અથવા ચેટ બતાવીને તમને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યું હોય તો ક્યારેય ડરશો નહીં, કારણ કે ઘટના ગમે તેટલી નાની કે મોટી કેમ ન હોય. તમે તમારું પૂરું શરીર અથવા પૈસા આપીને પણ આવા બ્લેકમેલરને સંતુષ્ટ નહીં કરી શકો.
સારું એ જ રહેશે કે પહેલા દિવસથી આવા પડકારનો સામનો દઢતાપૂર્વક કરો અને તરત મહિલા હેલ્પલાઈન પર આ વાતની ફરિયાદ કરો.
ભલે ને કોઈ મિત્રએ મજાકમાં આવું કર્યું હોય, પરંતુ તમારે ઘટનાની ફરિયાદ કરવામાં ૧ મિનિટનું પણ મોડું કરવું ન જેાઈએ. સૌપ્રથમ પોલીસમાં ફરિયાદ કરવાની છે, તે પછી લાભ-ગેરલાભ વિશે વિચારો. આ ઘટનાની ફરિયાદ કરવા માટે ન તમારે પોલીસ સ્ટેશન જવાનું છે કે ન પોલીસને પોતાના ઘરે બોલાવવાની છે.
ફોન અથવા મેલ દ્વારા મહિલા હેલ્પલાઈનથી તમારી પૂરી જાણકારી એકત્ર કરી લીધા પછી સૌપ્રથમ આવા બ્લેકમેલરને પકડી લેવામાં આવશે. સંપૂર્ણપણે તમને સુરક્ષિત કરી લીધા પછી કોર્ટ દ્વારા ગુનેગારને સજા અપાવવા માટે તમારો સંપર્ક કરવામાં આવશે.
સૂચના પ્રસારણમાં મહિલાની આપત્તિજનક તસવીરો વાયરલ કરવી જેટલી સરળ છે તેટલું સરળ ગુનેગારને પકડવા પણ હોય છે. કેટલાક રાજ્યના પિંક બૂથ પીડિત મહિલાના વાલીઓ સુધ્ધાને ઘટનાની જાણકારી નથી આપતા, તેથી આવી ઘટનાનો શિકાર બનતા બિલકુલ ન ડરો.
આવી ઘટનામાં પોતાની આસપાસની કોઈ વિશ્વાસપાત્ર મહિલાની મદદ લઈ શકાય છે. આ નાજુક સમયે કોઈ પુરુષ મિત્રની સરખામણીમાં અપરિચિત મહિલાનો સહયોગ વધારે લાભદાયી રહે છે, કારણ કે આખરે તો મહિલાઓએ જ એકબીજાની ઢાલ બનવું પડશે ને.
– શીલૂ અગ્રવાલ.

વધુ વાંચવા કિલક કરો....