મારી ઉંમર ૨૫ વર્ષ છે અને હું વ્યવસાયે એન્જિનિયર છું. મારા એક દાંતમાં થોડા સમયથી દુખાવો થઈ રહ્યો છે. પહેલા તેમાં માત્ર ઠંડુંગરમ પીતા દુખાવો થતો હતો, જે થોડા સમય પછી ઠીક થઈ જતું હતું. હવે આપમેળે દુખાવો શરૂ થઈ જાય છે અને દુખાવાની દવા લેવી પડે છે. આ દુખાવો રાત્રિના સમયે વધી જાય છે અને ઘણી વાર દવા પણ અસર કરતી નથી. શું તેનો ઈલાજ સંભવ છે?
દાંતની કેવિટી જ્યારે નસ સુધી ઊંડી થઈ જાય છે ત્યારે નસની સારવાર કરાવવી પડે છે. તેને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં દાંતની ખરાબ નસને સાફ કરીને ઈંફેક્શન ફ્રી કરી દેવામાં આવે છે. ઈંફેક્શન દૂર થયા પછી તેને ભરી દેવામાં આવે છે, જેમાં પહેલા તેના મૂળ અને બાદમાં દાંત ભરવામાં આવે છે.

હું ૩૫ વર્ષની નોકરિયાત મહિલા છું. કામમાં વ્યસ્ત રહેવાથી દાંતનું વધારે ધ્યાન રાખી શકતી નથી. છેલ્લા થોડા મહિનાથી મારા અવાળા ફૂલી જાય છે અને તેમાંથી પરુ નીકળે છે અને પીડા પણ થાય છે. કઈ ખાવુંપીવું આ સમયે મુશ્કેલ બની જાય છે અને મોંમાંથી દુર્ગંધ આવે છે. જણાવો મારે શું કરવું જેાઈએ?
આ પાયોરિયા (અવાળાની બીમારી) છે જે જિંજિવાઈટિસથી શરૂ થાય છે. જિંજિવાઈટિસમાં માત્ર અવાળામાં સોજેા આવે છે પછી જ્યારે તે વધી જાય છે ત્યારે પેરિયોડોંટલ લિગામેન્ટને સંક્રમિત કરીને સોજેા તથા પીડા પેદા કરે છે. તે હાડકાને પણ નુકસાન પહોંચાડે છે. અવાળા અને લિગામેન્ટની પકડ નબળી પડી જાય છે અને ધીરેધીરે દાંત હલવા લાગે છે. અવાળાની સારવારથી પાયોરિયાને નિયંત્રણમાં રાખી શકાય છે. દાંતની સફાઈ, રૂટ પ્લાનિંગ અને ક્યૂરેટાઝથી અવાળાને સ્વસ્થ કરી શકાય છે.

હું ૪૨ વર્ષની ઘરેલુ મહિલા છું. મારા દાંતમાં સેન્સિટિવિટી છે જે ઠંડીમાં વધી જાય છે. આ કારણસર ઠંડું અથવા ગરમ પીવામાં પરેશાની થાય છે. શું આમ થવું સામાન્ય છે કે પછી મારે ડોક્ટરની સલાહ લેવી જેાઈએ?
સેન્સિટિવિટીનું મુખ્ય કારણ છે એસિડિટી, ખાદ્યપદાર્થનું સેવન, કોલ્ડ ડ્રિન્ક, દાંતનું ઘસાવું, દાંતમાં કીડા પડવા, પાનમસાલા, તમાકુનું સેવન કરવું વગેરે. આ બધાનું નિદાન કરીને સેન્સિટિવિટીથી બચી શકાય છે. સેન્સિટિવિટી પર ખાસ ટૂથપેસ્ટના ઉપયોગથી નિયંત્રણ મેળવી શકાય છે. વધારે અસર માટે માઉથવોશનો ઉપયોગ તમે કરી શકો છો.

મારા એક દાંતમાં થોડા સમયથી ખાવાનું ફસાઈ જવાની સમસ્યા થવા લાગી છે અને તેમાં પીડા થાય છે તેમજ દવાની જરૂર પડે છે. એક વાર તેમાં સોજેા પણ આવી ગયો હતો. જેાકે આપમેળે તે ઠીક થઈ ગયું હતું. આ સ્થિતિમાં મારે શું કરવું જેાઈએ?
દાંતમાં કીડા પડી જવાથી તમારા દાંત પોલા પડી ગયા છે, જેથી તેમાં ખોરાક ફસાઈ જવાની સમસ્યા થઈ ગઈ છે. ત્યાર પછી ધીરેધીરે નસ ડેડ થવાથી પસ બનવા લાગે છે અને સોજેા આવી જાય છે. સૌપ્રથમ તમે આ નસની સારવાર કરાવો, જેથી ઈંફેક્શન દૂર થઈ શકે અને ફિલિંગ કરીને ફરીથી તેને સ્વસ્થ બનાવી શકાય.

મારી ઉંમર ૭૦ વર્ષ છે. પાયોરિયાના લીધે મારો એક દાંત હલવા લાગ્યો છે અને થોડા સમય પછી નીકળી ગયો છે. હવે મને ખાવામાં પરેશાની થાય છે. શું નવો દાંત લગાવી શકાય છે?
હા, નવા દાંત ૨ પ્રકારે પ્રસ્થાપિત કરી શકાય છે – પ્રોસ્થીસિસ પાર્શિયલ ડેંચર અથવા ફિક્સ્ડ પ્રોસ્થીસિસ રિમૂવેબલ ડેંચર પ્લેટની સાથે હોય છે જે અંદરની તરફથી કવર કરે છે. તેને દરેક સમયે ખાધા પછી કાઢીને સાફ કરીને પહેરવા પડે છે અને રાત્રે ઊંઘતા પહેલાં કાઢી નાખવા પડે છે. ફિક્સ દાંત બ્રિજ અથવા ઈમ્પ્લાન્ટની મદદથી લગાવી શકાય છે. બ્રિજમાં ૨ અથવા વધારે સ્વસ્થ દાંતનો સહારો લઈને પ્રોસ્થેટિક પુલ પ્રત્યારોપિત કરવામાં આવે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટ એક કૃત્રિમ રૂટ છે, જેની મદદથી ફિક્સ દાંત લગાવી શકાય છે.

હું ૩૦ વર્ષની મહિલા છું અને શુદ્ધ શાકાહારી છું. મારા એક દાંતમાં રૂટ કેનાલ કરીને કેપ લગાવેલી છે, પરંતુ હવે તેમાં ખાવાનું ફસાવાની સમસ્યા થઈ રહી છે અને પીડા પણ થાય છે. સમસ્યાની સારવાર કઈ છે?
કેપની નીચે કેવિટી થવાથી ખાવાનું ફસાવાની સમસ્યા આવી શકે છે. તેના માટે પહેલા એક્સ-રે કઢાવીને કેપ દૂર કરીને કેવિટી ભરાવવી પડશે, પછી નવી કેપ લગાવી શકાય છે. ઘણી વાર પાયોરિયાના લીધે પેઢા અને દાંતની વચ્ચે સ્પેસ બની જાય છે, જેમાં ખાવાનું ફસાઈ જાય છે. આમ થતા પાયોરિયાની સારવાર કરાવો.
– ડો. શીતલ ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....