વધતી ગરમી સાથે જ્યારે ભેજ વધે છે ત્યારે તેની અસર હેર પર સૌપ્રથમ દેખાય છે. ક્યારેક રેશમી દેખાતા હેર સમરમાં શેમ્પૂ કર્યા પછી એક દિવસમાં જ ઓઈલી થઈ જાય છે, જેથી જ્યાં પહેલા અઠવાડિયામાં ૨-૩ વાર શેમ્પૂથી કામ ચાલતું હતું ત્યાં હવે દરરોજ શેમ્પૂ કરવાની જરૂર પડે છે, પરંતુ રોજ શેમ્પૂનો ઉપયોગ હેરને કમજેાર અને ડ્રાય બનાવી શકે છે. તમારે શેેમ્પૂનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો જેાઈએ, તે જાણકારી તમારા માટે ખૂબ મહત્ત્વની સાબિત થશે, જેથી સમરની હીટ હોય તો પણ તમારા હેર હેલ્ધિ અને સુંદર જળવાઈ રહે.

પરસેવો અને પ્રદૂષણ ખતરનાક હોય છે
હાલની દોડધામવાળી લાઈફસ્ટાઈલમાં વાળ ખરવા, ડ્રાય હેર, ડેન્ડ્રફ, દ્વિમુખી વાળની સમસ્યા સામાન્ય છે. સમરમાં સ્કેલ્પ વધારે ઓઈલ હોય છે, જેથી પરસેવો, પ્રદૂષણ અને સ્કેલ્પ પર મેલ જામી જવાથી વાળ ઓઈલી અને ગંદા દેખાય છે. પરસેવા સાથે સ્કેલ્પ પર નીકળતું મીઠું વાળની મજબૂતાઈ માટે નુકસાનકારક સાબિત થાય છે. તે વાળના મૂડને કમજેાર કરે છે, જેથી હેરફોલ થવાની સમસ્યા થાય છે. તેની સાથે સમરમાં વાળમાંથી આવતી દુર્ગંધથી મહિલાઓ અને પુરુષ હેરાન થાય છે. હકીકતમાં, આપણી સ્કેલ્પ પર થતો પરસેવો અને સમરની ગરમી બંને ફંગસ અને બેક્ટેરિયા પેદા થવા માટે ઉત્કૃષ્ટ વાતાવરણ પ્રદાન કરે છે, જેથી વાળમાંથી દુર્ગંધ આવે છે. આ તમામ સમસ્યાની સારવાર વાળને સારી રીતે સ્વચ્છ કરવા અને કાળજી લેવાથી શક્ય છે.

શેમ્પૂ કરવાની સાચી રીત
શક્ય છે કે તમે શેમ્પૂ કરો છો, પણ તે સ્કેલ્પમાંથી તેલને રિમૂવ ન કરી શકે, તેના માટે જરૂરી છે કે તમે શેમ્પૂ કરતી વખતે ઉતાવળ ન કરો. તેની સાથે શેમ્પૂમાં ફીણ બનાવવા સર્ક્યુલર મોશનનો ઉપયોગ કરવાથી વાળ એકબીજા સાથે ઘસાવાથી કમજેાર પડી જાય છે. આ સ્થિતિમાં વાળ ગૂંચવાઈને તૂટવાની સમસ્યા જેાવા મળે છે. તેથી ફીણ બનાવવા માટે સાઈડટૂસાઈડ મોશનનો ઉપયોગ કરો. આ રીતે હેર સ્ટ્રેંડ્સને નુકસાન નથી થતું. તેની સાથે શેમ્પૂ કરતી વખતે સ્કેલ્પ પર આંગળીઓથી હળવું દબાણ કરો. શેમ્પૂને માથા પર ડાયરેક્ટ લગાવતા પહેલાં વાળને બરાબર ભીના કરો અને શેમ્પૂને થોડા પાણીમાં નાખો. તેનાથી શેમ્પૂ સારી રીતે વાળની સફાઈ કરશે અને વાળને નુકસાન બિલકુલ નહીં થાય.

હેર ટાઈપ મુજબ શેમ્પૂ પસંદ કરો
ડ્રાય સ્કેલ્પ અને વાળ માટે તમે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં, સલ્ફેેટથી સ્કેલ્પ ડ્રાય થાય છે અને સ્કેલ્પને સાફ કરવા માટે તમે માઈલ્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો. સમરમાં ડેડ સેલ્સ, હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટ અને ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે હંમેશાં ક્લેરિફાઈંગ શેમ્પૂનો ઉપયોગ કરો. જેા સ્કેલ્પ વધારે ઓઈલી રહે છે તો સલ્ફેટ શેમ્પૂ ઉપયોગ કરવાની જરૂર છે.

હેર વોશ માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો
હેર વોશ કરવા માટે ઠંડા પાણીથી બેસ્ટ કંઈ જ નથી. તે હેર ક્યૂટિકલ્સને બંધ કરે છે અને હેરને શાઈની ટેક્સ્ચર આપે છે. તે સ્કેલ્પને ડ્રાય કર્યા વિના નેચરલ ઓઈલને જાળવી રાખે છે, સાથે હેરને મજબૂત બનાવીને તૂટવાથી અટકાવે છે.

સ્કેલ્પ નહીં હેર માટે કંડિશનર બન્યું છે
સ્કેલ્પ પર કંડિશનરનો ઉપયોગ કરવાથી હેર ઓઈલી થવાની સમસ્યા સતત રહે છે. તેથી કંડિશનરનો ઉપયોગ માત્ર હેરની લંબાઈ પર જ કરો. કંડિશનર લગાવ્યા પછી હેર વોશ માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો.

નિસ્તેજ હેરને આકર્ષક બનાવશે એપ્પલ સાઈડર વિનેગર
સ્કેલ્પમાં ઓઈલ સ્રાવને ઓછું કરવા માટે સેલિસિલિક એસિડ અથવા ગ્લાઈકોલિક એસિડ શેમ્પૂનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. એપ્પલ સાઈડર વિનેગર હેરના પીએચ લેવલને સંતુલિત કરવાની સાથેસાથે કોઈ પણ બિલ્ડઅપને ઊંડાણથી સાફ કરવા માટે સારું કામ કરે છે. શેમ્પૂથી હેર ધોયા પછી થોડા પાણીમાં એક ટેબલસ્પૂન એપ્પલ સાઈડર વિનેગર નાખીને તેનાથી હેર વોશ કરો. તેનાથી હેરમાં પરસેવાની દુર્ગંધથી લાંબા સમય સુધી છુટકારો મળશે.

હીટ સ્ટાઈલિંગ ટૂલ્સનો ઉપયોગ
સમરમાં હીટ સ્ટાઈલિંગ ટૂલ્સનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરો. તે તમારા હેરની હેલ્થ માટે યોગ્ય નથી. હકીકતમાં, સમરમાં વારંવાર સ્ટાઈલિંગ ટૂલ્સના ઉપયોગથી હેર કમજેાર અને દ્વિમુખી થઈ જાય છે, જેથી હેર ગ્રોથ પ્રભાવિત થાય છે. ડ્રાયરનો વધારે ઉપયોગ કરવાથી હેર નિસ્તેજ બને છે. હેર ડ્રાયરના ઉપયોગના બદલે હેરને પ્રાકૃતિક રીતે સૂકાવા દો. તેનાથી હેર જલદી ઓઈલી નહીં થાય.

સમરમાં હેર માસ્ક ટ્રાય કરો
સમરમાં હેરને ડીપ કંડિશનિંગની સાથેસાથે મોઈશ્ચરાઈઝિંગની જરૂર પડે છે. હેરની હેલ્થને દુરસ્ત કરવા માટે હેર માસ્ક મદદરૂપ સાબિત થાય છે. ૧૫ દિવસમાં એક વાર હેર માસ્કનો ઉપયોગ અચૂક કરો. પછી ભલે ને તમારા હેર કોઈ પણ હેર ટાઈપના કેમ ન હોય. હેર માસ્ક માટે એક બાઉલમાં ૧ ચમચી ઓલિવ ઓઈલ લો અને તેમાં અડધું કેળું મેશ કરો. તેમાં ૧/૪ કપ દહીં મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરીને હેરમાં લગાવીને ૨૦ મિનિટ લગાવી રાખો. પછી હેર વોશ કરો.
– સોનિયા રાણા.

વધુ વાંચવા કિલક કરો....