સફળ, ખુશહાલ મેરિડ લાઈફ માટે કેટલીક નાનીનાની વાત અપનાવવી જરૂરી છે. તો આવો જાણીએ, તે નાનીનાની વાત, જે સંબંધને સુંદર, સફળ અને ખુશહાલ બનાવે છે.

એકબીજાની લાગણીને મહત્ત્વ આપવું
એક દાંપત્ય સંબંધનો મજબૂત પાયો એ વાત પર ટકેલો છે કે તમે એકબીજાની લાગણીને કેટલું માન-સન્માન અને મહત્ત્વ આપો છો. ક્યાંક એવું તો નથી કે તમે એકબીજાની લાગણીને સમજ્યા વિના પોતાની વાત એકબીજા પર જબરદસ્તી થોપો છો? જેા હા, તો આ ટેવ બદલો અને એકબીજાની લાગણીને મહત્ત્વ આપવાનું શરૂ કરો. તમારા સંબંધનો પાયો મજબૂત થશે.

કામમાં મદદ કરવી
આજકાલ મોટાભાગના કપલ વર્કિંગ હોય છે. તમે એવામાં માત્ર પોતાના કામ વિશે વિચારશો તો વાત બગડશે. તેથી એકબીજાના કામને સમાન મહત્ત્વ આપો. કોઈ દિવસ તમારા પાર્ટનરને જલદી જવાનું છે તો તમે તેના કામમાં મદદ કરો, જેથી કામ જલદી પૂરા થાય.

એકબીજા સાથે ક્વોલિટી સમય વિતાવો
વર્કિંગ કપલ્સ પાસે હંમેશાં સમયની કમી રહે છે. ક્યારેક-ક્યારેક તેમની ઓફિસનો સમય પણ અલગઅલગ હોય છે. તેથી તેમણે એકબીજા સાથે એક સારો ક્વોલિટી સમય વિતાવવાની એક પણ તક ન ગુમાવવી જેાઈએ. તેના માટે રજાના દિવસે સવારે જિમ, મોર્નિંગ વોક માટે જઈને હેલ્થ બનાવી શકો છો અને એકબીજા સાથે કોઈ પણ વિષય પર વાત કરી શકો છો તથા એકબીજાની સલાહ લઈ શકો છો કે પછી કિચનમાં સાથે મળીને ભોજન બનાવી શકો છો અથવા ક્યાંક બહાર હરવાફરવાનો પ્રોગ્રામ બનાવીને કેટલીક યાદગાર ક્ષણ એકબીજા સાથે વિતાવીને સંબંધમાં મીઠાશ લાવી શકો છો.

પૈસાની યોગ્ય વ્યવસ્થા
લગ્ન પછી કપલ્સે એકબીજા માટે પૈસાની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી જરૂર પડતા પૈસા કામ આવે અને કોઈ પ્રકારનું ટેન્શન ન થાય. તેના માટે એકબીજાની સલાહથી યોગ્ય જગ્યાએ પૈસાનું રોકાણ કરો.

મી ટાઈમનું ધ્યાન રાખો
એકબીજાના મી ટાઈમનું ધ્યાન રાખો. કેટલીય વાર કપલ્સ પણ રોજની દોડધામ પછી થોડો સમય પોતાના માટે કાઢવા ઈચ્છે છે, જેથી તે પોતાની પસંદ અથવા હોબી મુજબ જેમ કે પુસ્તક વાંચવાનો શોખ, ગાર્ડનિંગનો શોખ અથવા અન્ય જેને મી ટાઈમમાં કરી શકો. તેના માટે કપલ્સને એકબીજા માટે મી ટાઈમ જરૂર આપો.
– શોભા.

વધુ વાંચવા કિલક કરો....