કપડાં પર ડાઘ લાગી જાય, તો મોડું કર્યા વિના તેને દૂર કરવાની આ રીત અજમાવો :
કપડાં પર ગ્લૂ લાગી જાય તો તરત બરફના ટુકડાથી તેને ઘસો. જ્યારે ડાઘ થોડા સખત થઈ જાય ત્યારે તેને ધાર વિનાના નાઈફથી હળવા હાથે સ્ક્રેચ કરો. ત્યાર પછી સ્ટેન રિમૂવરથી સાફ કરીને સૂકવો. આમ કરવાથી ડાઘ લગભગ દૂર થશે.
મીણના ડાઘ કાઢવા ખૂબ સરળ છે. ડાઘવાળા ભાગની ઉપરનીચે ટિશ્યૂ પેપર લગાવીને તેના પર ઈસ્ત્રી ફેરવી દો. આ પ્રક્રિયા વારંવાર કરીને શક્ય તેટલા વધારે વેક્સને કાઢવાની કોશિશ કરો. પછી સ્ટેન રિમૂવરથી વોશ કરો.
કપડાં પર સોસ પડી જાય તો પહેલા શક્ય તેટલું પાણીથી સાફ કરો. પછી લિક્વિડ ડિટર્જન્ટમાં ડિપ કરીને સોફ્ટ બ્રશથી તેને સાફ કરો. જ્યારે ડાઘ થોડા હળવા થાય ત્યારે વાઈટ વિનેગરથી ડાઘ સાફ કરીને ફરીથી લિક્વિડ ડિટર્જન્ટમાં ડિપ કરીને સાફ કરો. આ ટ્રીટમેન્ટ વૂલન કે રેશમી કપડાની સાથે કરો, તેને એક્સપર્ટ પાસે વોશ કરાવો.
હળવા રંગના કપડાં પર પર્ફ્યૂમના ડાઘ દેખાવા લાગે છે. તેને સાફ કરવા માટે કપડાં લિરક્વિડ ડિયર્જન્ટથી વોશ કરીને ઓક્સિજન બ્લીચનો ઉપયોગ કરો, ત્યાર પછી તેને પાણીથી બરાબર ધોઈ લો.
આમ તો ઈંકના ડાઘ સંપૂર્ણપણે દૂર થવા મુશ્કેલ હોય છે, પરંતુ તેને હળવા જરૂર કરી શકાય છે. ડાઘવાળા ભાગને પકડીને તેના પર ધીરેધીરે સ્ટેન રિમૂવર કરેલા પાણી અથવા આલ્કોહોલ નાખતા રહો. ડાઘ જ્યારે હળવા થઈ જાય ત્યારે ડિટર્જન્ટ બારથી સામાન્ય મસળીને વોશ કરો.
– પ્રતિનિધી.

વધુ વાંચવા કિલક કરો....