‘‘મમ્મી, આજે જલદી તૈયાર થઈ જા. આપણે ક્યાંક બહાર જવાનું છે.’’ મીનલે મમ્મી સાધનાને કહ્યું.
‘‘પણ ક્યાં જવાનું છે? જેા મારે બહુ કામ છે, તું જ.’’ કહીને સાધનાએ તેને ટાળવા ઈચ્છી.
મીનલ અડગ રહી, ‘‘કોઈ વાંધો નહીં મમ્મી હું કામ પતાવવામાં તારી મદદ કરું છું. બસ તું તૈયાર થઈ જા.’’
‘‘એમાં તૈયાર શું થવાનું. ડ્રેસ પહેરી રાખ્યો છે. દુપટ્ટો કેરી કરી લીધો.’’ સાધના બોલી.
‘‘ઓકે મમ્મી, તું તો એમ પણ રોજ આ જ પહેરે છે.’’
‘‘ઠીક છે, હવે બોલ આપણે ક્યાં જઈએ છીએ.’’
‘‘અરે મમ્મી, મારી ફ્રેન્ડ છે ને દીપા, બસ તેને મળવા જવાનું છે.’’ મીનલે જવાબ આપ્યો.
‘‘અરે, તો મને કેમ લઈ જાય છે? ’’ સાધના હજી પણ જવાના મૂડમાં નહોતી.
‘‘મમ્મી પ્લીઝ. તું વધારે સવાલ ન કર. બસ મારે એકલા નથી જવું, તેથી તને લઈને જાઉં છું.’’ મીનલે બહાનું બનાવ્યું.
વિખેરાયેલા વાળનો જૂડો બનાવીને સાધના દીકરી સાથે નીકળી ગઈ. મીનલે ઓટો કરી. ઓટો એક બ્યૂટિપાર્લર સામે ઊભી રહી ત્યારે સાધના ચોંકીને બોલી, ‘‘આ તું મને ક્યાં લઈને આવી છે? તેં તો કહ્યું હતું દીપાના ઘરે જઈએ છીએ, પણ આ તો બ્યૂટિપાર્લર છે.’’
‘‘મમ્મી આ કોઈ બીજાનું નહીં, પણ દીપાનું જ બ્યૂટિપાર્લર છે.’’
દીપાએ સાધનાને બેસાડતા કહ્યું, ‘‘આંટી તમે અહીં આરામથી ચેર પર બેસો. અમને ૨-૩ કલાક આપો અને પછી જુઓ જાદૂ. તમારો પૂરો મેકઓવર થઈ જશે.’’
આગામી ૨-૩ કલાક દીપા અને તેના સહયોગીએ મળીને સાધનાની કાયાકલ્પ કરી દીધી. તેના બાંધેલા લાંબા વાળ ખોલી દીધા. શેમ્પૂ કરીને સ્ટેપ કટમાં હેર કટિંગ કર્યા. બ્રાઉન શેડમાં હેર કલરિંગ કરી દીધા. વાળ પછી ફેસ પર મહેનત કરી. ફેસિયલ વગેરે કર્યા પછી જ્યારે હળવો મેકઅપ લગાવ્યો ત્યારે સાધના પોતાનો ચહેરો જેાઈને આશ્ચર્યચકિત રહી ગઈ.

પોતાની પર ધ્યાન ન આપવું
એક સમય હતો જ્યારે સાધના યુવાન હતી અને તે પણ પોતાના ચહેરા અને વાળને સુંદર બનાવી રાખવા માટે ઘણું બધું કરતી હતી, પરંતુ લગ્ન પછી જ્યારે બાળક થયા ત્યારે તે પરિવારમાં ખોવાઈ ગઈ. તેને પોતાની કેર કરવા અથવા સુંદર દેખાવાનો વિચાર નહોતો આવતો.
૩૫ વર્ષની ઉંમરે ચહેરા પર થાક અને ફાઈનલાઈન્સ દેખાવા લાગી. લગ્ન પહેલાં તે હંમેશાં વાળ ખુલ્લા રાખતી, પણ હવે રોજ સવારે જૂડો બનાવીને ઘરના કામ કરવા જ તેનું રૂટિન થઈ ગયું હતું. વાળમાં સફેદી આવવા લાગી હતી અને તેનું શરીર પણ એટલું આકર્ષક નહોતું રહ્યું. તે હંમેશાં ખુલ્લા કુરતા અને પાયજામો પહેરતી અને એક સાઈડ દુપટ્ટો નાખતી. પોતાની પર તે તેનાથી વધારે સમય નહોતી આપતી.
હવે તેની દીકરી મીનલ મોટી થઈ ગઈ હતી અને તેણે મધર્સ ડેના દિવસે પોતાની મમ્મીનો મેકઓવર કરવાનું વિચાર્યું. બ્યૂટિપાર્લર પછી તે મમ્મીને લઈને મોલ ગઈ. ત્યાં તેણે સુંદર પેપલમ ટોપ અને સ્ટ્રેટ જિન્સ ખરીદ્યું. તેણે મમ્મીને પહેરવા આપ્યું. સાધના જિન્સ અને ટોપ પહેરવામાં સંકોચાતી હતી, પરંતુ મીનલે દબાણ કર્યું તો તેણે જિન્સટોપ પહેરી લીધા. હવે મીનલે એક સુંદર હેન્ડ પર્સ અને પ્લેટફોર્મ હીલ્સ ખરીદી.
સાધનાએ તેને ટોકી, ‘‘આટલા પૈસાનો ખોટો ખર્ચ કેમ કરી રહી છે અને આ પૈસા ક્યાંથી આવ્યા?’’
‘‘મમ્મી પહેલી વાત આ રૂપિયા બરબાદ નથી થઈ રહ્યા, પણ તેનો યોગ્ય વપરાશ થઈ રહ્યો છે અને બીજી વાત આ રૂપિયા મારા પોકેટમનીમાંથી બચાવ્યા છે.’’
સાધનાએ પ્રેમથી દીકરીનું કપાળ ચૂમી લીધું. સાધના જ્યારે જિન્સટોપ સાથે હીલ્સ પહેરીને ઘરે આવી ત્યારે સાધનાને તેના પતિ ઓળખી ન શક્યા. ઘરમાં બધા તેને જેાતા જ રહી ગયા. સાધનાનો કાયાકલ્પ થઈ ગયો હતો અને તે ખૂબ સુંદર લાગતી હતી. તની ઉંમર ૨૮ વર્ષથી વધારે નહોતી લાગતી.

બધા પ્રશંસા કરશે
મમ્મીનો મેકઓવર કરી આજે મીનલ ખૂબ ખુશ હતી. તેણે મમ્મીને વાયદો કર્યો કે તે ઘરના કામમાં થોડી મદદ કરાવશે, પણ મમ્મીએ આ રીતે સજીધજીને રહેવું પડશે. સાધનાના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાતો હતો. હકીકત એ છે કે જિંદગીની પ્રથમ શિક્ષક મા હોય છે. પ્રથમ મિત્ર મા હોય છે અને સૌથી અગત્યની વાત જીવન આપનાર પણ મા જ હોય છે. આ મમ્મી પર જીવન ન્યોછાવર કરી દેવામાં આવે તો પણ ઓછું છે, પરંતુ અફસોસ આપણે જીવનમાં માને ઈગ્નોર કરીએ છીએ. આપણી પાસે તે મા માટે સમય નથી હોતો, જે માએ પોતાનો પૂરો સમય આપણને આપ્યો છે. બાળકોની દેખરેખ અને જવાબદારીને લીધે સમય જ નથી મળતો, જેમાં તે સજીધજી શકે. મધર્સ-ડે એક એવો દિવસ છે, જેને તમે યાદગાર બનાવવા માંગો છો તો મેકઅપથી લઈને ડ્રેસિંગસેન્સ અને ન્યૂ હેરસ્ટાઈલના મેકઓવરથી માને વધારે સુંદર લુક આપવામાં સફળ થઈ શકો છો.

મેકઅપ મેકઓવર
કદાચ જ કોઈ મહિલા છે જેને મેકઅપનો ક્રેઝ ન હોય. કેટલીય મહિલાઓ મેકઅપ ટ્રેન્ડને ફોલો કરવા માટે યૂટ્યૂબનો સહારો લે છે. મેકઅપ કરવાની અનેક રીત છે જેનો કોઈ ખાસ નિયમ નથી, પરંતુ ૩૦-૪૦ વર્ષની માએ મેકઅપ કરતી વખતે પોતાની સ્કિન ટોન મુજબ મેકઅપ કરવો જેાઈએ, કારણ કે આ ઉંમરમાં ફેસ પર ફાઈનલાઈન્સ દેખાવા લાગે છે.

સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ગુંજન અધેરા પટેલ પાસેથી જાણીએ કે માએ કેવા પ્રકારનો મેકઅપ કરવો જેાઈએ :
ફાઉન્ડેશન સિલેક્શન
નોર્મલ સ્કિન માટે પાઉડર ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
ડ્રાય સ્કિન છે તો લિક્વિડ, સ્ટિક અથવા હાઈડ્રેટિંગ પાઉડર ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
ઓઈલી સ્કિન માટે ઓઈલ ફ્રી લિક્વિડ અથવા પાઉડર ફાઉન્ડેશનનું સિલેક્શન કરો.
કોમ્બિનેશન સ્કિન માટે જે જગ્યા પર ઓઈલ વધારે આવે છે તે જગ્યા પર પાઉડર ફાઉન્ડેશન વધારે કરો અને જ્યાં ઓછું ઓઈલ હોય ત્યાં પાઉડર ફાઉન્ડેશનનો ઉપયોગ ઓછો કરો.

સ્કિન ટોન મુજબ મેકઅપ
યલો બેઝ અને પિંક બેઝ ફાઉન્ડેશન મોટાભાગે દરેક પ્રકારના સ્કિન ટોન પર સૂટ કરે છે.
પિંક બેઝ ફાઉન્ડેશન વધારે ગોરા રંગને ઠીક કરે છે.
ડસ્કી સ્કિન ટોન માટે રોઝી, રેડિશ અથવા બ્લૂ બેઝ ફાઉન્ડેશન સિલેક્ટ કરો.

લિપસ્ટિક કલરનું સિલેક્શન
તમારા નેચરલ લિપ કલરથી ૨ શેડ ડીપ કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરો.
પિંક અને રેડ શેડ સાથે એક્સ્પેરિમેન્ટ કરો. જે દરેક આઉટફિટ સાથે મેચ થાય છે.
દિવસમાં લિપસ્ટિકનો શેડ લાઈટ અને રાતે ડાર્ક રાખો.
ફેર સ્કિન માટે પિંક અંડરટોન, મીડિયમ માટે ક્રેનબેરી અને બ્રિક રેડ, ડાર્ક કોમ્પ્લેક્શન માટે બ્રાઉન અને બરગંડી શેડ પસંદ કરો.

હેર મેકઓવર
વ્યક્તિત્વને નિખારવામાં હેરસ્ટાઈલની વધારે મોટી ભૂમિકા હોય છે. હેરસ્ટાઈલ જ પહેલી એવી વસ્તુ છે જે સામેવાળાનું ધ્યાન સૌપ્રથમ આકર્ષિત કરે છે. મધર્સ-ડે પર તમે પણ તમારી મમ્મીના હેર સાથે એક્સ્પેરિમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તેમના ફેસ મુજબ પરફેક્ટ હેરસ્ટાઈલ પસંદ કરો.

હેરસ્ટાઈલ કેવી હોય
ગોળ ફેસ પર થોડા વાળને ફેસની બંને બાજુથી બહાર આવવા દો. ચોપી લેયર્ડ બોબ, ડિફાઈન્ડ પિક્સી અથવા ડીપ લેયરવાળા ઓપન હેર ટ્રાય કરી શકો છો.
ઓવલ ફેસ પર નાના હેરમાં બ્લંટ બોબ અને લાંબા હેર સાથે લાઈટ લેયર કટ સારા લાગશે.
ડાયમંડ ફેસ પર લવિંગ, સાઈડ સ્વેપ્ટ બેંગ્સ અને ટેક્સચર્ડ બોબ ટ્રાય કરી શકો છો.
સ્કિન ટોન મુજબ હેર કલર પસંદ કરો
ફેર સ્કિન ટોન પર લા. બ્રાઉન, હની ચેસ્ટનટ, ડાર્ક બ્લાન્ડ હાઈલાઈટ્સ ખૂબ શોભે છે.
મીડિયમ સ્કિન ટોન પર ચોકલટ બ્રાઉન, બેસ કલર, ચેસ્ટનટ જેવા કલર્સ ઉપરાંત ગોલ્ડન બ્રાઉન, ડીપ રિચ બ્રાઉન હેર કલર સારા લાગે છે.
ડસ્કી સ્કિન પર ડાર્ક ચોકલેટ બ્રાઉન કલર સારો લાગે છે. તે ઉપરાંત તમે ચોકલેટ બ્રાઉન, રેડ અંડરટોન અને ડાર્ક બ્રાઉન કલર પણ ટ્રાય કરો.

ડ્રેસિંગ મેકઓવર
મધર્સ-ડે પર બાળકો સૌથી વધારે પોતાની માને સાડી ગિફ્ટમાં આપે છે. જેાકે સાડી એક એવો પોશાક છે, તેની આગળ બધા ડ્રેસ ફેલ છે. એવામાં તમે તમારી મમ્મી માટે સાડી ખરીદવાના છો તો તમે બોડી શેપ મુજબ સાડી પસંદ કરો.

આ સંદર્ભમાં સીમા કલાવાડિયા (ફાઉન્ડર એન્ડ ફેશન ડિઝાઈનર, સિમ્સ સ્ટુડિયો) કેટલીક ટિપ્સ જણાવી રહી છે:
બોડી શેપ મુજબ યોગ્ય સાડી જેા પ્લસ સાઈઝ છે
પ્લસ સાઈઝની મહિલાઓ માટે શિફોન, સોફ્ટ એન્ડ ફાઈન સિલ્ક, જેાર્જેટ સાડી પસંદ કરો.
પ્રિન્ટેડ અને બ્રોડ પ્રિન્ટેડ સાડીના બદલે ઝીણી પ્રિન્ટની સાડી પસંદ કરો.

જેા બોડી શેપ પાતળો છે
પાતળી મહિલાઓ કોઈ પણ પ્રકારની સાડી કેરી કરી શકે છે. કોટન, ઓરગેંજા અને નેટની સાડીનો ઓપ્શન સારો રહેશે.
બ્રોડ પ્રિન્ટ, હોરિજેન્ટલ લાઈન્સની સાથેસાથે હેવી વર્કની સાડી ખૂબ શોભે છે.

આજકાલ મા વર્કિંગ અને હાઉસવાઈફ બંને હોય છે. તેમણે બંને ડ્યૂટિ નિભાવવાની હોય છે અને કોઈ આવી જાય તો પ્રેઝન્ટેબલ દેખાવું પડે છે. એવામાં તમે તેમના માટે એવા ડ્રેસિસ પસંદ કરો, જેમાં મા મોડર્ન લાગે અને કંફર્ટેબલ પણ અનુભવે.
આ સંદર્ભમાં ફેશન ડિઝાઈનર આશિમા શર્મા મધર્સ ફેશન મેકઓવર માટે કેટલીક ટિપ્સ આપી રહી છે :
આજકાલ મહિલાઓમાં લોંગ સ્કર્ટ (જેાધપુરી અથવા રાજસ્થાની ડિઝાઈનવાળા) પોપ્યુલર છે. ચિકનકારી ટોપ અથવા શર્ટ સાથે પેર કરતા તે વેસ્ટર્ન અને ઈન્ડિયન લુકનું ફ્યુઝન લાગે છે. તેની સાથે કલરફુલ બ્રેંડ બેંગલ્સ લો. તેની સાથે મેકઅપ પણ હળવો એટલે ન્યૂડ મેકઅપ સારો લાગે છે.
સ્ટ્રેટ જિન્સ જેને બોયફ્રેન્ડ જિન્સ પણ કહેવાય છે. મમ્મી માટે ખરીદી શકો છો. જે બિલકુલ ખુલ્લા પગનું હોય છે. તેથી મિડલ એજની મહિલાઓ તેને આરામથી પહેરી શકે છે. તે તેને ઘરની બહાર પણ પહેરી શકે છે અને ડેલી યૂઝમાં પણ રાખી શકે છો, કારણ કે તે કંફર્ટેબલ હોય છે. તેને ઈન્ડિયન પ્રિન્ટવાળી શોર્ટ કુરતી સાથે પેર કરવામાં આવે છે.
શોર્ટ ટોપ સાથે શ્રગ પહેરીને એક ડિસન્ટ અને સ્માર્ટ લુક મળે છે ખાસ તો જિન્સ સાથે તે પ્રેઝન્ટેબલ લુક આપે છે.
આજકાલ ટ્રાઉઝર ખૂબ ચાલે છે. તમે તમારી મમ્મી માટે લાઈટ બ્લૂ અથવા લાઈટ બ્રાઉન જેવા ટ્રેન્ડી કલર લઈ શકો છો. તેમાં તે ફેશનેબલ દેખાશે.
તમારા મમ્મી થોડા હેલ્ધિ છે તો યાદ રાખો આજકાલ પ્લસ સાઈઝની કેટલીય બ્રાન્ડ આવી ગઈ છે, જે એવી મહિલાઓ માટે સ્ટાઈલિશ આઉટફિટ તૈયાર કરે છે. તમે તમારા મમ્મી માટે સુંદર ‘એ’ લાઈન ડ્રેસ લઈ શકો છો. મમ્મી દૂબળી છે તો શર્ટ ડ્રે, કાફ્તાન અથવા શ્રગના ઓપ્શન બેસ્ટ રહેશે.

જ્વેલરી સેટ
તમે તમારા મમ્મી માટે આજકાલના ટ્રેન્ડ મુજબ કોઈ પણ પ્રકારના જ્વેલરી સેટ ખરીદી શકો છો. આર્ટિફિશિયલ જ્વેલરી સેટ તમને લગભગ ૪૦૦ થી લઈને ૧૫૦૦ની વચ્ચે સરળતાથી મળશે.

સ્કિન કેર પ્રોડક્ટ
તમે ઈચ્છો છો કે તમારા મમ્મી હંમેશાં યુવાન અને સુંદર દેખાય તો તમે તેને સ્કિન કેર પ્રોડક્ટની એક પૂરી રેંજ ગિફ્ટ કરી શકો છો. મમ્મી માટે ડે, નાઈટ ક્રીમથી લઈને લિપ ટિંટ, અંડર આઈ ક્રીમ, બીબી ક્રીમ અને તે તમામ જરૂરી વસ્તુ સામેલ થઈ શકે છે, જે વધતી ઉંમર સાથે મહિલાઓને જેાઈએ.

ફિટનેસ બેંડ
મધર્સ-ડે પર તમારી મમ્મીને આપવા માટે ફિટનેસ બેંડ એક બેસ્ટ ગિફ્ટ છે. જે ન માત્ર મમ્મીની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે, પરંતુ તેમને ફિટનેસ પ્રત્યે વધારે મોટિવેટ કરશે. તમે એક ફિટનેસ ટ્રેકર અથવા બેંડ તમારી મમ્મીને આપી શકો છો.

સ્પા ઓફર કરો
તેમને હેર અને બોડી સ્પા, મેકઅપ પ્રોડક્ટ અથવા બોડી મસાજ ઓફર કરો. તેનાથી મમ્મીની જરૂરિયાત પૂરી થશે અને તે સ્પેશિયલ ફીલ કરશે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....