પ્રેમ માત્ર દિલની વાત છે, તે માત્ર ગઝલમાં હોય છે. પેઢીઓથી મહિલાઓ તે પુરુષોને ચાહતી રહી છે, જે તેમનું ધ્યાન રાખે છે અને તેમને જ શરીરસુખ આપતી રહી છે, જે તેમની પર ખર્ચો કરે છે. આ સંબંધને પતિપત્નીનો સંબંધ કહો કે નહીં. આ નકામી વાત છે. જેા કોઈને પ્રેમ કરો છો તો તેની પર ખર્ચ કરવામાં કંઈ ખોટું નથી, નોર્મલ છે અને જે કોઈ પર ખર્ચ કરે છે તેનો સાથ મન અને તનથી પ્રેમ, મિત્રતા નિભાવવા જેાઈએ. જ્યારે બધાના ભાઈબહેન ઓછા થઈ ગયા છે, માતાપિતા પોતાનામાં બિઝી રહે છે. કોઈ પોતાનું છે તો પ્રેમી અથવા પ્રેમિકા. ભલે ને તે સંબંધ ૬ મહિના ચાલે, ૬ વર્ષ ચાલે કે લગ્નમાં પરિણમે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એકબીજાનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં પ્રેમિકા પર કરેલો ખર્ચ સૌથી મહત્ત્વની વાત છે.
રોહિણીએ કોસ્મેટિકનો સામાન ખરીદ્યો અને દુકાનદારને બિલ પૂછ્યું. રૂપિયા ૧,૮૪૫ થતા હતા. રોહિણીએ મોહિતને જેાયો, પણ મોહિત તો દુકાનની બહાર ઊભો હતો. તેમ છતાં રોહિણીએ પોતાનું પર્સ ન કાઢ્યું. જેાકે મોહિત દુકાનની બહાર હોવાથી તેનો મૂડ બગડી ગયો હતો, તેમ છતાં તેણે મોહિતને બૂમ પાડી અને બિલ બતાવ્યું.
‘‘સારું… મારે આપવાના છે? આપું છું…’’ મોહિતે રોહિણીને જતાવ્યું જ હતું કે સામાન તારો, પણ પૈસા હું આપું. બિલ ચૂકવીને બંને દુકાનની બહાર નીકળ્યા ત્યારે બંનેનો મૂડ બગડી ગયો હતો.

તમારો ઉપયોગ તો નથી થતો
રોહિણીને લાગ્યું કે મોહિતે મને કેમ સંભળાવ્યું? જ્યારે હું સામાન લઈ રહી છું અને મોહિત સાથે છે, તો જાહેર છે કે પૈસા તે આપશે. મોહિત વિચારોમાં ખોવાયેલો હતો કે કોસ્મેટિક તો રોહિણીના અંગત ઉપયોગની વસ્તુ છે. રોહિણીએ પૈસા આપવા જેાઈએ ને. હું તેનો પતિ થોડો છું, પ્રેમી છું રોહિણીનો, મોટામોટા ખર્ચા રોહિણી જાતે કરે. સામાન ખરીદ્યા પછી બંને લંચ માટે રેસ્ટોરન્ટ જવાના હતા, પણ જરૂરી કામનું બહાનું બનાવીને મોહિતે રોહિણીને ઉપર બોલાવીને એકલી મોકલી દીધી. તે દિવસ પછી બંને વચ્ચે અંતર આવી ગયું. મોહિત વિચારવા લાગ્યો કે રોહિણી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે તેની સાથે ફરે છે. તે મને પ્રેમ નથી કરતી. બીજી બાજુ રોહિણી વિચારવા લાગી કે થોડા પૈસા માટે મોહિત કંજૂસાઈ કરે છે. તે તેને પ્રેમ કરતો હોત તો તે પૈસાની પરવા ન કરતો. મોહિતને મારી પર ખર્ચ કરવો નથી ગમતો કે લંચ પણ ન કરાવ્યું.
પ્રેમીપ્રેમિકા પૈસા ખર્ચ કરવા-કરાવવાને લઈને કેટલીય વાર પરેશાન રહે છે. ત્યાં સુધી કે પ્રેમની લાગણી, જેને લઈને તે લોકો આગળ વધે છે તેમાં કડવાશ આવી જાય છે.
છોકરીઓ ફરે તો પ્રેમી સાથે, પણ પૈસા પોતાના ખર્ચ કરે, આ વાત વિચિત્ર લાગે છે. ઘણી વાર એવું થાય છે કે ખર્ચ પ્રેમી કરે છે. છોકરીઓ પોતાનું પર્સ ખોલતી જ નથી. કેટલીય છોકરીઓ તો પર્સ ઘરે મૂકીને જાય છે. જ્યારે પ્રેમી ફેરવવા લઈ જાય છે ત્યારે પોતાનું પર્સ સાથે રાખવાનો શું અર્થ? ત્યાં સુધી કે ઓટોરિક્ષા કરીને આવશે તો કહેશે, ‘‘ઓટોવાળાને પૂછશે કેટલા પૈસા થયા.’’
સ્વાભાવિક છે ભાડું આપવાનું છે.
૨ સાહેલીઓ પણ પરસ્પર વાત કરશે તો મોટા અધિકારપૂર્વ પ્રેમીના ખિસ્સા પર હક જતાવશે.
‘‘હજી સુધી વાળ કેમ સેટ નથી કરાવ્યા?
‘‘મારી પાસે પૈસા ક્યાં છે.’’
‘‘કેમ, રાહુલ ક્યાં છે તે આપશે ને.’’

હાલની સ્થિતિ
હાલની સ્થિતિ એ છે કે જેા પ્રેમી પાસે પ્રેમિકા પર ખર્ચ કરવાના પૈસા ન હોય તે પ્રેમી કોઈ કામનો નથી હોતો.
‘‘આવા ભિખારી સાથે તું કેમ ફરે છે?’’
‘‘ભિખારી સાથે ફરીને જીવન બરબાદ ન કર.’’
બીજી બાજુ કેટલાય પ્રેમી પોતાની પ્રેમિકા પર પૈસા ખર્ચ કરવાને પોતાની શાન સમજે છે. કેટલાય તો વિચારે છે કે કેવી રીતે ખબર પડે કે પૈસાના લીધે મને પ્રેમ કરે છે કે ખરેખર પ્રેમ કરે છે. પોતાના સવાલનો જવાબ જાણવા માટે પ્રેમી પૈસાની બાબતમાં હાથ ખેંચી લે તો પ્રેમિકા વિચારશે કે પ્રેમીનું મારાથી મન ભરાઈ ગયું છે અથવા તો મારી સાથે મિત્રતા તોડવા માંગે છે.
સૌથી મોટી સમસ્યા એ છે જ્યાં પ્રેમીપ્રેમિકાએ પૈસાની બાબતે ખૂલીને વાત કરવાની કોશિશ કરી. ત્યાં જ પ્રેમ ધૂળ ચાટવા લાગશે. જરા વિચારો, પ્રેમી કહી નથી શકતો કે મેં તને ફલાણી વસ્તુ અપાવી હતી. જે મેં તને અપાવી ન હોત ત્યારે પણ શું તું મને મળતી?
પ્રેમિકા તરત ગુસ્સે થઈ જાય. તારો મતલબ હું લાલચુ છું અને બીજી બાજુ પ્રેમિકા પણ ક્યાં કહી શકે છે કે તેં ફલાણી વસ્તુ નહોતી અપાવી, તેથી મારો મૂડ ખરાબ છે. હું તને મળવા નહોતી ઈચ્છતી. જ્યારે હકીકત બંને બાજુ આ જ છે અને સત્ય જાહેર કરતા કડવાશ ઝેરની જેમ ફેલાશે.

સાચું શું ખોટું શું
કેટલાય છોકરા પોતાની આવકની મારામારી એટલે કરે છે કે તેણે વધારેમાં વધારે પોતાની પર ખર્ચ કરીને સુંદર અને પૈસાવાળા દેખાવું છે, જેથી છોકરીઓ ફ્રેન્ડ બની શકે. આ છોકરાઓ પૈસાનો દેખાડો કરીને, ખર્ચ કરીને છોકરીઓેને આકર્ષિત કરે છે, આવા પ્રેમી પણ હકીકત સ્વીકારી નથી શકતા. મોટાભાગની છોકરીઓ એશ કરવા અને સુંદર દેખાવા માટે અમીર પ્રેમી પસંદ કરે છે. તે પૈસાનું મહત્ત્વ સમજે છે, તે છોકરીઓના મતે કૂવો સામે છે. પાણી કાઢી શકો છો, તો કાઢવું જેાઈએ. પોતાના માટે અલગથી કૂવો ખોદવાની શું જરૂર છે?
કેટલીક પ્રેમિકાઓ વિચારે છે કે જ્યારે તેઓ સાથે ફરે છે, સાથે ઊંઘે છે તો પતિની જેમ પ્રેમી ખર્ચ કેમ ન કરી શકે. પૂરી વાત પર ધ્યાન આપશો તો બંને બાજુથી યોગ્ય લાગે છે અને ખોટું પણ, કારણ કે આ બધામાં પ્રેમ ઓછો, સોદો વધારે લાગે છે. ખરેખર બંને વચ્ચે પ્રેમ છે તો બંનેએ એકબીજા પર ખર્ચનો ભાર ન નાખવો જેાઈએ. પૈસા એક એવો વિષય છે જેમાં લોહીના સંબંધ પણ લોહીના તરસ્યા થઈ જાય છે. અહીં તો કાચો દોરો છે. પ્રેમીના પૈસા ખર્ચ કરાવવા છે તો લગ્ન કરો અને બસ કામ પૂરું.

પ્રેમ વચ્ચે પૈસા
મિત્ર જે મિત્ર સિવાય પ્રેમી પણ છે તો પ્રેમિકાએ પોતાના અંગત ખર્ચા જાતે ઉઠાવવા જેાઈએ. જેમ કે કપડાં, ચંપલ, કોસ્મેટિક અને ટ્રાવેલિંગ ખર્ચ. હા જેા પ્રેમી કંઈક અપાવવા માંગે છે તો સ્વીકારો, પણ એવું બિલકુલ ન વિચારો કે તમારા દરેક ખર્ચની જવાબદારી પ્રેમીની છે. પ્રેમીની બાબતમાં કહી શકાય છે કે ક્યારેક-ક્યારેક પ્રેમિકાના અંગત ખર્ચા ઉઠાવવા એ તમારો પ્રેમ દર્શાવશે. બંને ફરવા જઈ રહ્યા છો તો ફરવા અને ખાણીપીણીનો ખર્ચ પ્રેમીએ ઉઠાવવો જેાઈએ, પરંતુ જેા પ્રેમિકા નોકરિયાત છે તો ક્યારેક-ક્યારેક ખર્ચા ઉઠાવી શકે છે. આ રીતે પ્રેમ વ્યક્ત થશે અને પ્રેમ વધશે.
હું ખર્ચ કરી રહ્યો છું તો પ્રેમ કાયમ રહેશે આ માનસિકતા ધરાવતા પ્રેમ આપમેળે નાનો થઈ જાય છે. જ્યારે તમારા દિલદિમાગ પર પ્રેમિકાનો હક બને છે તો તમે પણ તમારા ખિસ્સા પર થોડો હક પ્રેમિકાને આપો, પરંતુ પ્રેમિકાનું પ્રેમીના ખિસ્સા પર પૂરો હક જમાવવો, પ્રેમની ઊંચાઈને ઘટાડે છે. કોઈ પણ વ્યક્તિ પર જ્યારે વધારે ભાર નાખવામાં આવે છે ત્યારે તેના શ્વાસ રુંધાઈ જાય છે. આ સ્થિતિ પ્રેમીના પ્રેમની થાય છે. આ વિચારીને પ્રેમિકાએ સમજવું જેાઈએ કે પ્રેમી તમને પ્રેમ કરવા માટે બંધનકર્તા નથી.
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....