એક રિપોર્ટ અનુસાર રજેાનિવૃત્તિ દરમિયાન આવેલું હોર્મોનલ પરિવર્તન મહિલાઓમાં મહદ્અંશે વજન વધવાનું કારણ બની શકે છે. સિનસિનાટી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે શોધી કાઢ્યું છે કે ફેટની વહેંચણી ક્યાં ક્યાં થશે. હકીકતમાં, તેને નિયંત્રિત કરવામાં એસ્ટ્રોજનનો મગજમાં એક ગુપ્ત, છૂપો રોલ છે. મનોચિકિત્સક આસિસ્ટન્ટ પ્રોફેસર ડેબરા ક્લેગનું રિસર્ચ જણાવે છે કે રજેાનિવૃત્તિ પછી એસ્ટ્રોજન બનવાની ઊણપ, મસ્તિકના એક ખાસ ક્ષેત્રમાં જે ભોજનની ગ્રહણતા અને ફેટને રાખવાની જગ્યા નિર્ધારિત તથા તેને નિયંત્રિત કરે છે, તેની પર અસર કરે છે.
વિશેષ હાઈપોથેલેમસના એ એસ્ટ્રોજન રિસેપ્ટર્સ, જે મગજના એ ભાગ જે શરીરના ઉષ્ણતામાન, ભૂખ અને તરસને નિયંત્રિત કરે છે, વજન વધવા તથા વજનની વહેંચણીમાં પ્રત્યક્ષ રોલ અદા કરે છે. ક્લેગનું કહેવું છે કે આ રિસર્ચ વૈજ્ઞાનિક જ્ઞાનમાં એક મોટી ઉપલબ્ધિ છે. તે સ્વાસ્થ્ય સંબંધિત જેાખમ સિવાય હાલની તકલીફ સાથે જેાડાયેલ સ્તન તથા ઓવેરિયન કેન્સર અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, હૃદયની નાડી સાથે જેાડાયેલ આજકાલની રિપ્લેસમેન્ટ ટેક્નિકની હોર્મોન થેરપિમાં સુધારો કરી શકે છે.

સ્વાસ્થ્ય માટે ભયજનક
જ્યારે મહિલાઓ રજેાનિવૃત્તિનો અનુભવ કરે છે ત્યારે એસ્ટ્રોજન બનવાનું ઓછું થાય છે. મોટાભાગની મહિલાઓમાં રજેાનિવૃત્તિ પછી વસા એટલે કે ‘ફેટ’ જે પહેલા કૂલાના ભાગમાં એકત્રિત થતી હતી. તેનું સ્ટોરેજ સ્થાનમાં જમા થવાના બદલે હવે પેટ, ઉદરમાં થાય છે, જે સ્વાસ્થ્ય માટે વધારે ખરાબ છે. ક્લેગનું કહેવું છે કે જ્યારે મહિલાઓમાં કૂલા અને જાંઘના ભાગ પરથી ફેટ દૂર થઈને જે અપેક્ષાકૃત સુરક્ષિત સ્થાન છે વસાનું ટ્રાન્સફર તેમના ઉદર અને પેટમાં થઈ જાય છે, ત્યારે સ્થૂળતા સંબંધિત રોગના જેાખમ વધવાની શક્યતા વધી જાય છે.

એક રહસ્ય પણ છે
આ એક રહસ્ય હતું કે ફેટના સેલ્સ કેવી રીતે નિર્ણય લે છે કે શરીરના કયા સ્થાનમાં તે પોતાનું ઘર બનાવે અને રહે. ક્લેગની ટીમે કરોડરજ્જુ પાસે, ખોપરીના આધારસ્થળ પર હાઈપોથેલેમસમાં એસ્ટ્રોજન રિસેપ્ટર્સને કેન્દ્રિત જેાવા મળે છે. યુવાનીના ઉત્તરાર્ધમાં માદા ઉંદરોનો ઉપયોગ કરીને વિશેષજ્ઞોએ ન્યૂરોલોજિકલ રિસેપ્ટર્સ જે એસ્ટ્રોજનને સેલમાં પ્રવેશ કરવા દે છે, તેને શાંત કરી દીધા હતા. જ્યારે રિસેપ્ટર્સ આરએનએ ઈન્ટરફિએરંસ ટેક્નિક દ્વારા બંધ કરી દેવામાં આવ્યા. ઉંદરડીઓનું વજન વધવા લાગ્યું અને ફેટનું વિતરણ ઉદરના ક્ષેત્રમાં થવા લાગ્યું. ક્લેગનું કહેવું છે કે ઉંદરડીના મગજના એસ્ટ્રોજન રિસેપ્ટર્સને બંધ કરવાથી એવી સ્થિતિ પેદા થાય છે જે રજેાનિવૃત્તિ પછી મહિલાઓમાં જિનનું હાઈપોથેલેમસ, જેમજેમ તેમના શરીરના ઉત્પાદનમાં ઘટાડો થતો જશે, તેમતેમ હોર્મોનથી વંચિત થતું જશે. આ રિસર્ચ એ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપિ તરફ આગળ વધારી શકે છે જે મગજના માત્ર એ ભાગને લક્ષિત કરશે જે શરીરના વજન વિતરણને નિયંત્રિત કરે છે.

સ્થૂળતા માટે જવાબદાર
ક્લેગનું કહેવું છે કે આ રીતે કરવામાં આવેલી સારવાર સ્તનના સ્તર પર અસર નહીં કરે કે ન હૃદયના સ્તરને અસર કરશે, જેવું વર્તમાન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપિથી જેાખમ હોય છે. કેનેડિયન સંસ્થાનના હેલ્થ રિસર્ચના ફિઝિયોલોજિસ્ટ, જીન માર્ક લાવોઈનું કહેવું છે કે આ ખૂબ રસપ્રદ હકીકત છે, કારણ કે આ રજેાનિવૃત્તિ પછી વજન વધવા પર ખૂબ મહત્ત્વપૂર્ણ નવો પ્રકાશ પાડે છે, પરંતુ અત્યાર સુધી તેઓ એ વાત સાથે નિર્ણયાત્મક રીતે સહમત થઈ શક્યા નહોતા કે હાઈપોથેલેમસમાં એસ્ટ્રોજનની ઊણપ વજન વિતરણ માટે જવાબદાર છે. લાવોઈનું કહેવું છે, ‘‘ફેટ ઉદર ક્ષેત્રમાં કેમ જાય છે, બીજા ક્ષેત્રમાં કેમ નહીં. આવું એટલા માટે હોઈ શકે છે કે એસ્ટ્રોજન રિસેપ્ટર્સ ફેટના ટીસ્યૂસની બિલકુલ નજીક છે, જરૂરી નથી કે તે મગજમાં હોય.’’

પૌષ્ટિક ભોજન અને કસરત
ગમે તે હોય રજેાનિવૃત્તિ મહિલાઓ માટે ઓછામાં ઓછી એ આશા બની ગઈ છે કે જેા હાલમાં નહીં તો ઓછામાં ઓછું આ દિશામાં કામ શરૂ થવાથી ભવિષ્ય સોનેરી દેખાવા લાગે છે. આ પ્રક્રિયાથી ભવિષ્યમાં આવી મહિલાઓ પણ પાતળી, સુંદર દેખાવાની શક્યતા રહે છે. પરંતુ સાથે ભવિષ્યના સપનાં ભલે ને ગમે તેટલા રંગીન કેમ ન હોય. વર્તમાનની મજબૂત જમીન પર જીવન જીવવું પણ જીવનની એક મોટી જરૂરિયાત છે, તેથી રજેાનિવૃત્ત મહિલાઓ પણ આજની પરિસ્થિતિ સાથે સમજૂતી કરીને સ્થૂળતાને પૌષ્ટિક ભોજન અને કસરતથી નિયંત્રિત કરવી પડશે.
– સ્નેહ ઠાકુર.

વધુ વાંચવા કિલક કરો....