વૈશ્વિક સ્તર પર જન્મ લેનાર ૧૫ મિલિયન બાળકોમાંથી ૧/૫ બાળકો ભારતમાં જન્મ લે છે અને પૂરી દુનિયામાં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોના મૃત્યુનું મુખ્ય કારણ સમય પહેલાં જન્મ લેવું રહ્યું છે. વાતમાં કોઈ શંકા નથી કે ભારતમાં આવા નવજાતની સઘન ચિકિત્સા અને દેખરેખની ખૂબ જરૂર છે, જે આપણા દેશમાં સમય પર શક્ય નથી હોતી. ‘પ્રીમેચ્યોર ચાઈલ્ડ બર્થ એન્ડ કેર વીક’ પર સમય પહેલાં શિશુના જન્મ વિશે નવી મુંબઈ, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના કંસલ્ટન્ટ, ઓબ્સટેરિક્સ અને ગાયનેકોલોજી ડોક્ટર વંદિતા સિંહા જણાવે છે કે સામાન્ય રીતે ગર્ભાવસ્થાનો પૂરો સમય ૪૦ અઠવાડિયાનો હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં અચાનક એવી મુશ્કેલી પેદા થાય છે કે ૩૭ અઠવાડિયાની ગર્ભાવસ્થા પૂરી થયા પહેલાં શિશુનો જન્મ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સ્થિતિને પ્રીટર્મ અથવા સમય પહેલાંનો જન્મ કહ્યું છે અને તેની ૩ શ્રેણી જણાવી છે :
અત્યાધિક અપરિપક્વ (૨૮ અઠવાડિયાથી ઓછું),
વધારે અપરિપક્વ (૨૮ થી ૩૨ અઠવાડિયાની વચ્ચે જન્મનાર શિશુ),
મધ્યમથી વધારે અપરિપક્વતા (૩૨ થી ૩૭ અઠવાડિયાની વચ્ચે પેદા થનાર શિશુ).
જેા શિશુ ગંભીર રીતે અસ્વસ્થ હોય, તો પૂરા પરિવાર માટે તાણપૂર્ણ સ્થિતિ બની જાય છે. આ સમસ્યા વિશેની જાણકારી અથવા પૂર્વ અનુભવ ન હોવાથી નિઓનેટલ યુનિટમાં શિશુના માતાપિતા મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા હોવાની ભાવનાનો અનુભવ થતો હોય છે. સી સેક્શન અથવા સિઝેરિયન સેક્શનથી કરાવવામાં આવેલા બાળકના જન્મમાં માતાનો શિશુના જન્મ પછી શરૂઆતના થોડા દિવસો સુધી પોતાના નવજાત શિશુ સાથે ખૂબ ઓછો અથવા કોઈ સંઘર્ષ નથી હોતો. આ સ્થિતિમાં માતાપિતા પર તાણ વધી જાય છે અને ત્યાર પછી ચિંતા, ડિપ્રેશન, પોસ્ટ ટ્રામેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને કુલ સ્વાસ્થ્ય પર અસર થવાનું જેાખમ રહે છે. સિંગલ સાઈટ્સ અથવા હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસમાં જેાવા મળ્યું છે કે ગર્ભાવસ્થા પૂરી થવાના ખૂબ પહેલા થયેલા જન્મના લીધે પેદા થનાર તાણ લાંબા સમય સુધી જળવાય છે.
મિથ એન્ડ ફેક્ટ
માતાપિતાને ઘણું ખરું લાગતું હોય છે કે પ્રસવ પહેલાંની સંભાળ સારી રીતે ન કરવાથી તેમના શિશુનો જન્મ સમય પહેલાં થયો છે.
ફેક્ટ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે સમય પહેલાં થનાર પ્રસૂતિમાં લગભગ અડધી પ્રસૂતિના કારણ અજ્ઞાત રહી જાય છે. લગભગ ૩૦ ટકા કિસ્સામાં મેમબ્રેસનું સમય પહેલાં તૂટવું પીપીઆરઓએમ કારણ હોય છે, જ્યારે ૧૫-૨૦ ટકા કિસ્સામાં પ્રીક્લેંપસિયા, પ્લેસેટલ એબ્રપ્શન અને ગર્ભાશયની અંદર વિકાસને પ્રતિબંધિત આઈયૂજીઆર અને ઈલેક્ટિવ પ્રીટર્મ બર્થ વગેરે કારણ હોય છે.
મિથ
સમય પહેલાં જન્મેલ બાળકોનો માતાપિતા સાથે લગાવ નથી થઈ શકતો.
ફેક્ટ
આમ તો શિશુ સાથે લગાવ બનાવવાની ઘણી બધી રીત છે. એનઆઈસીયૂ દિનચર્યામાં શિશુ સાથે લગાવ બનાવવાના નવા રસ્તા માતાપિતાએ શોધવા જેાઈએ. કાંગારું કેર એટલે કે સ્કિનથી સ્કિનનો સંપર્ક કરો, ડાયપર બદલો, શિશુના ટેમ્પરેચરને તપાસો અને જેા શક્ય હોય તો બાળકને સ્તનપાન કરાવો.
મિથ
૨ વર્ષની ઉંમર સુધીમાં શિશુ પોતાના વિકાસના પડાવને પાર કરી લેશે.
ફેક્ટ
ભાષા વિકાસ, સંતુલન અને સમન્વય જેમ કે મોટર કૌશલ અને ફાઈન મોટર કૌશલ દાખલા તરીકે પેન્સિલ પકડવી, પઝલના ટુકડા જેાડવા વગેરે વિકસિત થવામાં મોડું થઈ શકે છે. લગભગ ૪૦ ટકા પ્રીમેચ્યોર શિશુમાં મોટર કૌશલમાં નાનકડી ઊણપ જેાઈ શકાય છે અને માતાઓ પણ આવા શિશુ સાથેના વ્યવહારમાં થોડી મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે.
યોનિ પ્રસૂતિના લાભ
યોનિ પ્રસૂતિ થવાથી તમે મોટી સર્જરી અથવા સી સેક્સન સાથે જેાડાયેલા જેાખમથી બચી જાઓ કે જેમ કે ગંભીર રક્તસ્રાવ, નિશાન રહી જવા, ઈંફેક્શન, એનેસ્થેસિયાની અસર અને સર્જરી પછીની પીડા વગેરે.
સ્તનપાન જલદી શરૂ થાય છે.
શરીરની રોગપ્રતિકારક પ્રણાલી સારી રીતે કામ કરી શકે છે.
સ્તનપાન કરાવવાની પ્રવૃત્તિ વધારે થાય છે, જેાકે અનિવાર્ય હોય ત્યારે સી સેક્શનની સલાહ આપવામાં આવે છે.
પ્રાથમિક સિઝેરિયન (સી સેક્શન) ડિલિવરી માટે સામાન્ય સંકેત છે :
આઈવીએફ પ્રેગ્નન્સી
એલ્ડરલી પ્રાઈમિગ્રેવિડા
પ્રસવ પીડા
ભ્રૂણની હૃદયગતિની જાણકારી ન મળવી, ફીટલ માલપ્રેઝન્ટેશન.
સસ્પેક્ટેડ મેક્રોસોમિયા
– સોમા ઘોષ.