સારા સ્વાસ્થ્ય માટે તડકામાં બેસવું જરૂરી છે. આપણે ઘણી વાર સવારે તડકો માણવા માટે કલાકો તડકામાં બેસીએ છીએ. સમરમાં પણ સવારે તડકામાં બેસવાની કોશિશ કરો છો એટલે આ સાચું છે કે સૂર્યપ્રકાશ સ્વાસ્થ્ય માટે સારો છો. તેમાંથી વિટામિન-ડી મળે છે, સાથે સૂર્યપ્રકાશ શરીરમાં ઊર્જનો સંચાર કરે છે, પરંતુ યાદ રાખો કે તડકામાં વધારે સમય સુધી બેસી રહેવાથી સ્કિનને અનેક પ્રકારના નુકસાન થાય છે.
હકીકતમાં, સૂર્ય દ્વારા યૂવી કિરણોનું ઉત્સર્જન થાય છે. આ કિરણો શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. તેનાથી શરીરમાં વિટામિન ડીનું નિર્માણ થાય છે, હાડકાં મજબૂત બને છે, પરંતુ આ કિરણો સ્કિન સંબંધિત કેટલીક સમસ્યા પેદા કરે છે.
યૂવી કિરણોના ૨ મુખ્ય રૂપ યૂવીએ અને યૂવીબી છે. યૂવીએ અને યૂવીબી બંને પ્રકારના કિરણોથી સ્કિનને નુકસાન થાય છે.
યૂવીએ કિરણો સ્કિનના ઊંડા પડને પ્રભાવિત કરે છે અને યૂવીબી કિરણો સ્કિનના ઉપરના પડને પ્રભાવિત કરે છે. સ્કિન પર યૂવી કિરણોની કેટલીય નકારાત્મક અસર થાય છે, જેમ કે :
ટેનિંગ : સૂર્યના સંપર્કમાં આવવાથી સ્કિનનો રંગ બદલાવા લાગે છે. સ્કિન નિસ્તેજ દેખાય છે. રંગ શ્યામ પડી જાય છે. સ્કિન પર ડાર્ક પેચિસ પડી શકે છે, જે ટ્રીટમેન્ટ વિના દૂર નથી થતા. ફેસ ડલ દેખાવા લાગે છે.
સનબર્ન : સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી સ્કિન પર છાલા પડી જાય છે, સાથે લાલલાલ ધબ્બા પડવા લાગે છે, જેમાં ખંજવાળ આવી શકે છે. તેને સનબર્ન કહેવાય છે.
એજિંગ : સ્કિન નીચે કોલોજન અને ઈલાસ્ટિકમાં ડેમેજ અથવા કમીના લીધે સ્કિન એજિંગ થવા લાગે છે. તેનાથી ફાઈન લાઈન્સ અને કરચલી પડી જાય છે. યૂવી કિરણો સીધા કોલોજન અને ઈલાસ્ટિકના સ્તરને પ્રભાવિત કરે છે.
સ્કિન કેન્સર : સ્કિન કેન્સર જેનેટિક હોય છે, પરંતુ તે સન ડેમેજના લીધે પણ થાય છે.
સૂર્યના આ કિરણોની અસર દરેક વ્યક્તિ પર સરખી નથી થતી. તડકામાં નીકળ્યા પછી સૌથી વધારે જેાખમ ગોરી સ્કિનવાળાને થાય છે અથવા જેના શરીરમાં મોટી સંખ્યામાં તલ હોય છે તેને વધારે નુકસાન થાય છે. તે ઉપરાંત જેની સ્કિનમાં દાઝવાના નિશાન હોય જે કેટલાય કલાક બહાર તડકામાં સમય વિતાવે તેમને વધારે સમસ્યા થાય છે.

યૂવી કિરણોથી સ્કિનની સુરક્ષા કરવાની રીત
પૂરી સ્કિન અને શરીરને કવર કરતા કપડાં પહેરીને યૂવી કિરણોને સ્કિન સુધી પહોંચવાથી અટકાવી શકો છો. ૫૦ અથવા તેનાથી વધારેના યૂપીએફ રેટિંગવાળા કપડાંથી આ જેાખમ ઘટાડી શકો છો.
કોઈની સ્કિનને હાનિકારક યૂવી કિરણોથી બચાવવા માટે સૌથી અસરકારક રીતમાંથી એક સનસ્ક્રીનનો ઉપયોગ છે. સુનિશ્ચિત કરો કે ઉપયોગમાં આવતી સનસ્ક્રીનમાં ઓછામાં ઓછા ૩૦ એસપીએફ (સન પ્રોટેક્શન ફેક્ટર) હોય. વાસ્તવમાં એસપીએફ ૩૦ વાળી સનસ્ક્રીન મોટાભાગે ભારતીય સ્કિન માટે બેસ્ટ હોય છે, પરંતુ જેા તમે દિવસમાં મોટાભાગનો સમય તડકામાં રહો છો, તો એસપીએફ ૫૦ અથવા તેનાથી વધારેવાળી સનસ્ક્રીન તમારા માટે યોગ્ય છે. બહાર જવાથી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પહેલાં એસપીએફ ૩૦૆ ની બ્રેંડ સ્પેક્ટ્રમ લગાવો.
બ્રેંડ સ્પેક્ટ્સનો મતલબ છે કે ઉત્પાદન ૨ પ્રકારના હાનિકારક યૂવી કિરણો – યૂવીએ અને યૂવીબીથી સુરક્ષા પ્રદાન કરે છે. જેા તડકામાં કલાકો રહો છો તો સતત અંતરે નિયમિત સન પ્રોટેક્શન ક્રીમ લગાવવી જરૂરી છે.

સરળ અને અસરકારક રીત
કેપ પહેરીને પણ તમે યૂવી કિરણોથી તમારી આંખો, કાન અને ફેસને કવર કરી શકો છો. યોગ્ય સુરક્ષા માટે પહોળી કિનારી વાળી કેપ પસંદ કરો.
સ્કિનને યૂવી કિરણોથી બચાવવાની સૌથી સરળ અને અસરકારક રીત છત અથવા છાયડા નીચે રહો. જ્યારે સવારે અને બપોરના સમયે સૂર્ય ચરમ પર હોય છે ત્યારે સલાહ આપવામાં આવે છે કે સૂર્યના સીધા સંપર્કથી બચો.
પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કિન અને શરીરને સૂર્યના કિરણોથી થતા વિકિરણથી બચાવી શકાય છે. ફ્રેશ જ્યૂસ, ગ્લુકોઝ, પાણી અને ઈલેક્ટ્રોલાઈસિસ પીવાથી ફાયદો મળે છે.
સૂર્યપ્રકાશના ચશ્માં આંખને યૂવી જેાખમથી બચાવે છે. સૂર્યપ્રકાશના તે જ ચશ્માં પહેરવા જરૂરી છે, જે સંપૂર્ણ રીતે યૂવીએ અને યૂવીબી કિરણોને કવર કરે છે અને આંખ માટે કંફર્ટેબલ છે.
લેઝર સ્કિન ટોનિંગ અને ડીટેનિંગ : લેઝર એક્સપોઝરના પરિણામસ્વરૂપ સ્કિનનો રંગ ડલ થઈ જાય છે.
સ્કિન પોલિશિંગ : સ્કિન પોલિશિંગ ડેમેજ સ્કિન પર કામ કરે છે અને તેને ફરીથી જીવંત બનાવે છે.
એન્ટિએજિંગ સારવાર : ક્યારેક-ક્યારેક કરચલીઓ અને રેખા રૂપે સ્કિનને થતા નુકસાન સ્થાયી હોય છે. બોટોક્સ અને પિલર્સનો ઉપયોગ કરીને તેને ઠીક કરી શકો છો.
યૂવી કિરણોથી સ્કિનને બચાવવા માટે ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો :
યૂવી કિરણોથી બચવાનો એક બીજેા ઉપાય છે જેની પર લોકો ધ્યાન નથી આપતા અને તે છે યૂવી કિરણોથી બચવા માટે હેલ્ધિ ફૂડનું સેવન કરવું. હકીકતમાં જે પણ ખાઓ છો તેની સીધી અસર આપણા ફેસ પર દેખાય છે. તેથી તમારે એવા ફૂડ્સનું સેવન કરવું જેાઈએ, જેમાં વિટામિન સી વધારે હોય, સાથે લીલા શાકભાજી અને ગ્રીન ટીનો પણ ઉપયોગ કરો.

નિયમિત તપાસ કરાવો
સ્કિન કેન્સરની શરૂઆત જણવા માટે સ્કિનના રંગમાં પરિવર્તન, ગાંઠ નવા તલના વિકાસ વગેરે જેવા કોઈ પણ પરિવર્તન માટે નિયમિત તપાસ કરાવો. કોઈ પરિવર્તન દેખાય તો સ્કિન નિષ્ણાતની સલાહ લો.
હળવા સનબર્ન માટે ઘરેલુ ઉપાય તરીકે કોલ્ડ કંપ્રેશન અથવા આઈસ પેક મસાજ, હાઈડ્રેટિંગ ક્રીમ અને ઘરે સરળતાથી ઉપલબ્ધ દર્દનિવારક દવાઓ સામેલ છે.
એન્ટિઈન્ફ્લેમેટરી ગુણોવાળી દવા જેને કોર્ટિકોસ્ટેરાઈડ્સ કહેવાય છે, સ્કિન પર લાલાશ, સોજે અને સોજે ઓછો કરવામાં મદદ કરે છે.
બોડી લોશન અથવા ક્રીમ લગાવવાથી ખંજવાળ, ડ્રાય સ્કિનથી રાહત મળી શકે છે.
નોનસ્ટેરાઈડલ એન્ટિઈનફ્લેમેટરી ડ્રગ્સ થતા દર્દ અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.
ઠંડા પાણીથી નહાવું સ્કિનને શાંત કરવા અને દર્દ, સોજા ઓછો કરવામાં મદદ કરે છે.

તેને આહારમાં સામેલ કરો
વિટામિન સી યુક્ત ફળો જેમાં સંતરા, આમળા અને લીંબુ સામેલ છે, તેમાં વિટામિન સીની સાથેસાથે એન્ટિઓક્સિડેન્ટ પણ જેાવા મળે છે. જે સૂર્યના કિરણોના નુકસાન અને સનબર્નથી બચાવે છે.
આ રીતે લીલા શાકભાજીમાં વિટામિન-એ જેાવા મળે છે, જેથી શરીર સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. તમે સનબર્નથી પણ બચી શકો છો. જે મહિલાઓને તડકામાં હાથપગ ડાર્ક થવાની ફરિયાદ રહે છે તેમણે પણ લીલા શાકભાજી નિયમિત ખાવા જેાઈએ. ટામેટામાં લાઈકોપિન હોય છે, જે સૂર્યના યૂવીએ અને બી કિરણોના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.
યૂવી કિરણોથી બચવા માટે ગ્રીન ટી પણ ખૂબ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં પોલીફેનોલ એન્ટિઓક્સિડેન્ટ જેાવા મળે છે. તેના સેવનથી સૂર્યના કિરણો સ્કિનને નુકસાન નથી પહોંચાડતા. તમને સન ડેમેજ થવાની ફરિયાદ વધારે રહે છે તો ગ્રીન ટીને રૂટિનમાં સામેલ કરવું તમારા માટે ખૂબ અસરકારક છે.
નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ, બદામ અને કિસમિસમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે, જે સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સનબર્નવાળી સ્કિનને રિકવર કરવામાં મદદ કરે છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....