સામગ્રી :
૧૧/૨ કપ પનીર મનપસંદ આકારમાં
૧/૨ કપ લાલ અને લીલા કેપ્સિકમ સમારેલા
૧/૨ કપ ડુંગળી સમારેલી
૧૧/૨ નાની ચમચી આદુંલસણની પેસ્ટ
૧ કપ હંગ કર્ડ
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧ નાની ચમચી ચાટમસાલો
૨ મોટી ચમચી તેલ
૧/૨ નાની ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક મોટા બાઉલમાં દહીંને ફીણીને મીઠું અને બધા મસાલા મિક્સ કરો. તેમાં પનીર, કેપ્સિકમ અને ડુંગળી નાખીને મિક્સ કરો. આ મિશ્રણને તૈયાર કરવા માટે ૪-૫ કલાક ફ્રિજમાં મૂકી દો. હવે તવા પર તેલ નાખીને ધીમા ગેસ પર ફ્રાય થવા દો. ઉપરથી લીંબુ નિચાવો. ચટણી સાથે સ્ટાર્ટરની જેમ પીરસો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ