સામગ્રી :
૧ કપ પાણી
સારી ગુણવત્તાની ટી બેગ્સ અથવા ચા
આઈસ
શુગર
લીંબુ અડધુ કટ કરેલું
ફૂદીનાનાં પાન
રીત :
સૌપ્રથમ એક તપેલીમાં ૧ કપ પાણી ઉકાળી લો. ગેસ પરથી ઉતાર્યા પછી તેમાં ટી બેગ્સ નાખો. તમને જેા આઈસ્ડ ટી લાઈટ પસંદ છે કે સ્ટ્રોંગ, તે મુજબ ટી બેગ્સની માત્રા નક્કી કરો. ટી બેગ્સને ૯-૧૦ મિનિટ પાણીમાં રહેવા દો. ટી બેગ્સને દૂર કરીને આ મિશ્રણને ઠંડું થવા દો. ઠંડું થતા બરફથી ભરેલા ગ્લાસમાં લઈને તેને પીરસો. સારી ગુણવત્તાની ચાપત્તી સાથે જેા તમે તમારી આઈસ્ડ ટીને ગાર્નિશ કરવા ઈચ્છો તો હાફ લેમન કટ કરીને મૂકો, ફૂદીનાના પાનથી ગાર્નિશ કરો. તમે ઈચ્છો તો તેને મોકટેલ અથવા કોકટેલ બનાવી શકો છો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ