સામગ્રી :
- ૧ કપ દોઢ ઈંચ લંબાઈમાં અને ૧/૨ ઈંચથી ઓછી જાડાઈ ટુકડામાં સમારેલાં ગાજર
- ૧ કપ મૂળા છોલીને ગાજરના આકારમાં સમારેલા
- ૨ કપ તૂરિયા છાલ ઊતારેલા અને લંબાઈમાં સમારેલા
- ૨ નાની ચમચી આદું અને લીલા મરચા સમારેલા
- ૧/૨ નાની ચમચી મેથી
- ૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
- ૧/૪ કપ ડુંગળી સમારેલી
- ૨ નાની ચમચી તેલ
- ૧ મોટી ચમચી સજવટ માટે કોથમીર સમારેલી
- મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને મેથીનો વઘાર કરો પછી ડુંગળી, આદું અને લીલા મરચા ફ્રાય કરો. બધા શાક નાખીને હલાવો. મીઠું નાખો. ગેસ મીડિયમ ટૂ હાઈ રાખો, જેથી તૂરિયામાં છૂટું પડતું પાણી જલદી સુકાઈ જાય. બધા શાક ચઢી જાય અને પાણી સુકાઈ જાય ત્યારે લાલ મરચું પાઉડર નાખો. કોથમીર નાખીને સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ