કૂતરો પાળવો માત્ર સ્ટેટસ સિમ્બોલ નથી, પણ તે તમને યુવાન, હસમુખ અને ઊર્જાવાન વ્યક્તિત્વ તો આપે છે સાથે તમારી માનસિકતાને પણ સકારાત્મક બનાવે છે. કૂતરો પાળનાર ૬૫ વર્ષની ઉંમર ધરાવતા લોકો પોતાની વાસ્તવિક ઉંમરથી ૧૦ વર્ષ નાના દેખાતા હોય છે. તેઓ હંમેશાં ઊર્જાથી ભરપૂર દેખાતા હોય છે. કૂતરો પાળનાર તમને હંમેશાં તાણમુક્ત અને હસમુખ સ્વભાવના જેાવા મળશે, જ્યારે આજ ઉંમરના બીજા લોકોના સ્વભાવમાં નીરસતા, તાણ, ગૂંગળામણ, આક્રોશ અને ગુસ્સો દેખાશે. તાજેતરમાં એક શોધમાં વાત સામે આવી છે કે ઘરમાં કૂતરો પાળવાથી એક વડીલના માનસિક સ્વાસ્થ્યની સાથેસાથે શારીરિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પડતો હોય છે. બર્લિન સ્થિત યુનિવર્સિટી ઓફ સેન્ટ એંડ્રયૂઝના શોધકર્તા ફેંગ ઝિક્યાંગનું માનવું છે કે ૬૫ વર્ષની ઉંમર કરતા વધારે ઉંમર ધરાવતા લોકોમાં કૂતરાના માલિક હોવા અને તેમની વધેલી શારીરિક સક્રિયતા વચ્ચે સીધો સંબંધ રહેલો હોય છે. વૃદ્ધ કૂતરાના માલિક કૂતરા ન રાખનાર પોતાના સમકક્ષોની સરખામણીમાં ૧૨ ટકા વધારે સક્રિય જેાવા મળ્યા હતા. કૂતરાઓના માલિક થવાનો બોધ વ્યક્તિગત સક્રિયતાની પ્રેરણા આપે છે અને વૃદ્ધોને સામાજિક સહયોગનો અભાવ નથી ખૂંચતો. આ શોખ ખરાબ આબોહવા, બીમારી અને અંગત સુરક્ષા જેવી ઘણી સમસ્યામાંથી બહાર આવવામાં સક્ષમ બનાવે છે. આ અભ્યાસ ૫૪૭ વૃદ્ધો પર કરવામાં આવી હતી. શોધમાં સામે આવ્યું હતું કે કૂતરાઓના માલિક ન માત્ર શારીરિક રીતે વધારે સક્રિય જેાવા મળ્યા હતા, પણ તેમની ગતિશીલતાનું સ્તર પણ પોતાનાથી ૧૦ વર્ષ નાના લોકોના જેવું હતું. ૪૦-૪૫ વર્ષની ઉંમર સુધી આપણે બધા પોતાની કરિયર, લગ્ન, પરિવાર અને બાળકોની દેખરેખ વગેરેમાં બિઝી રહેતા હોઈએ છીએ, પરંતુ ૪૫ ની ઉંમર પછી આપણું શરીર ધીરેધીરે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધવા લાગે છે. ત્યાર પછી ૫૦-૫૫ ની ઉંમર સુધી પહોંચતાં પહોંચતાં આપણને રિટાયરમેન્ટ અને પછી એકલતાના વિચારો પણ સતાવવા લાગે છે. આ બધા પ્રકારની તાણ માત્ર આપણા માનસિક સ્વાસ્થ્ય પર નહીં, આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આ સ્થિતિમાં પાલતુ કૂતરા તમને કામ લાગશે, તે વિશે તમ પણ જાણી લો :

કૂતરા પાળવાના લાભ :

  • ઘરમાં કૂતરો હશે તો તમે રોજ સવારે વહેલા ઊઠીને તેને ફેરવવા લઈ જશો. આ રીતે સાંજે પણ તેને લઈને વોક પર જશો. આમ તમારું દરરોજ ૩-૪ કિમીનું વોક થશે, તમારા ફેફસાને સવારની શુદ્ધ અને તાજી હવા મળશે અને બ્લડ સર્ક્યુલેશન સુચારુ થશે તેમજ શરીરની એક્સર્સાઈઝ સાથે તાણ પણ ગાયબ થઈ જશે.
  • ઘરમાં તમે પપ્પીની સારસંભાળ રાખશો. તેને સમય પર ખવડાવશો, નવડાવશો, તેની સ્વચ્છતાનું ધ્યાન રાખશો અને સમય પર તેને દવા ઈંજેક્શન અપાવવા લઈ જશો. આ રીતે તમે ન માત્ર તેનું ધ્યાન રાખી રહ્યા છો, પણ એક રીતે તમે તમારું પણ ધ્યાન રાખી રહ્યા છો.
  • જ્યારે તમે કૂતરો પાળો છો ત્યારે તેનાથી ફેલાતા બેક્ટેરિયાને લઈન તમે ખૂબ સતર્ક રહો છો. તેના શરીર પરથી ખરતા વાળ દૂર કરવા તમે દરરોજ ઘરની સફાઈ કરો છો અથવા કરાવો છો એટલે કે તમારો કૂતરો તમને પણ બીમારી પ્રત્યે સજાગ રાખે છે.
  • કૂતરો પાળવાથી તમારી સોશિયલ લાઈફ પણ વધી જાય છે. સર્વેક્ષણમાં જેાવા મળ્યું છે કે જે કૂતરા સાથે વોક પર જાય છે તેમને ખૂબ જલદી અજાણ્યા લોકો સાથે મિત્રતા થાય છે. આશ્ચર્યની વાત છે કે અભ્યાસ જણાવે છે કે કૂતરા કેન્સરની જાણકારી મેળવી શકે છે. જેાકે સાંભળવામાં આ થોડું ફની લાગશે, પરંતુ એવા ઘણા કિસ્સા છે જ્યારે કૂતરાએ પોતાના માલિકના શરીરમાં વધતા કેન્સરની જાણકારી મેળવી લીધી હોય.

ન્યૂજર્સીની રહેવાસી એલિનાને જાણ નહોતી કે તેને બ્રેસ્ટ કેન્સર છે. તે જણાવે છે કે તેની વહાલી પપ્પી રોઝમેરી જ્યારે પણ તેની નજીક આવતી ત્યારે તેની છાતી પર પોતાનું માથું મૂકીને ઉદાસ થઈને ઊંઘી જતી હતી. તે લાંબા સમય સુધી છાતી પરના તે ભાગને સૂંઘ્યા પણ કરતી હતી અને ક્યારેક ક્યારેક ઉદાસ થઈને ખાવાનું પણ બંધ કરી દેતી હતી. જેાકે એલિનાની સમજમાં નહોતું આવતું કે તે આવું કેમ કરે છે, પરંતુ ૪ મહિના પછી જ્યારે એલિનાને જાણ થઈ કે તેની બ્રેસ્ટમાં એક ગાંઠ છે. તપાસ કરાવ્યા પછી તેને કેન્સર હોવાની જાણ થઈ. તેનું ઓપરેશન કરવામાં આવ્યું અને હવે તે સ્વસ્થ છે. જેાકે ખાસ વાત છે કે તેની પપ્પી રોઝમેરી પણ હવે ખુશ રહે છે. હવે તે એલિનાના શરીરની તે જગ્યાને સૂંઘતી નથી. એવું ઘણી વાર જેાવા મળ્યું છે કે માલિકના શરીરના કોઈ ખાસ ભાગને કૂતરા ચાટવાનું શરૂ કરી દે અને તપાસ કરાવતા માલિકને કેન્સર નીકળ્યું હોય. કૂતરામાં સૂંઘવાની ક્ષમતા ખૂબ તેજ હોય છે. તે કેટલાય કિલોમીટર દૂર સુધી સૂંઘવાની ક્ષમતા ધરાવતા હોય છે. તે જેાતા હવે તો કૂતરાઓને પણ કેન્સરની જાણકારી મેળવવા માટે પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય કૂતરાઓમાં વિશેષ પ્રકારની સંવેદનશીલતા પણ હોય છે. જેથી તેઓ ચોરબદમાશોની પ્રવૃત્તિની પહેલાંથી જાણકારી મેળવી લેતા હોય છે અને તેમની સામે ભસવા લાગે છે. જે ઘરમાં કૂતરો પાળ્યો હશે તો તમે પણ નિશ્ચિંત થઈને બહાર જઈ શકો છો.

– નસીમ અંસારી કોચર

વધુ વાંચવા કિલક કરો....