આ ત્રીજી વાર થયું હતું જ્યારે ગીતાની રચનાને પ્રકાશકો દ્વારા અસ્વીકૃત કરવામાં આવી હતી. કારણ હતું રચના છાપવા યોગ્ય નહોતી. આમ થતા ગીતા દુખી થઈ ગઈ. તેણે આ રચના દિલથી લખી હતી. તેને પોતાની રચના બીજા પ્રકાશકોને મોકલવા કહેવામાં આવ્યું, પરંતુ તે વિચારતી રહી અને લેખનું મહત્ત્વ સમાપ્ત થઈ ગયું. તનુજ ફેશન ડિઝાઈનર છે, પરંતુ તે પોતાની કલાના હિસાબે લોકો પાસેથી મહેનતના પૈસા લઈ શકતી નહોતી. લોકો તેની સાથે શાકભાજીની જેમ ભાવતાલ કરતા અને તે પણ મૌન રહીને કલા સાથે સમજૂતી કરી લેતી હતી. એવું લગભગ આપણા બધા સાથે પણ થતું હોય છે જ્યારે આપણે યોગ્ય સમયે નિર્ણય નથી લઈ શકતા અને વિચારતા રહી જઈએ છીએ અને સંકોચવશ કંઈ બોલી નથી શકતા.

નિશાને બજારમાં એક સાડી ગમી ગઈ, પણ તેણે વિચાર્યું કે પછી ખરીદશે. થોડા દિવસ પછી તેને એક લગ્નસમારંભમાં જવાનું હતું, ત્યારે તેણે વિચાર્યું કે ચાલો હવે આ સાડી બજારમાંથી લઈ આવું, પણ જ્યારે તે દુકાનમાં ગઈ ત્યારે જાણ થઈ કે તે સાડી તો વેચાઈ ગઈ. પછી તો બીજી દુકાનમાં પણ તેવી સાડી ન મળી. એટલે કે નિશા તકનો લાભ ન લઈ શકી. વાસ્તવમાં નિશા દ્વિધામાં અટવાઈ કે ક્યાંક આ સાડી ખૂબ મોંઘી હશે તો, ખબર નહીં તેનું કાપડ સારું નીકળશે કે નહીં. જેાકે એવું પણ નથી કે આવું વિચારતા ઘણા કિસ્સા માત્ર મહિલાઓ અને છોકરીઓ સાથે થતા હશે, પણ ઘણી વાર છોકરાઓ અને પુરુષો પણ આ સ્થિતિનો શિકાર બને છે. જેમ કે કોઈ નોકરીનું આવેદનપત્ર તમારે પણ ભરવાનું હતું, પરંતુ વિચારતા રહી ગયા અને તેની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ.

મોટાભાગના લોકો નિર્ણય લેવાના ગહન પ્રભાવને જાણતા નથી હોતા. ઘણી વાર તેઓ જિંદગીથી અજાણ હોય છે કે તે શું વિચારી રહ્યા છે અને શું કરી રહ્યા છે. આપણો દરેક દિવસનો નિર્ણય આપણા વર્તમાન અને ભવિષ્યની વાસ્તવિકતાને આકાર આપે છે. મહિલાઓને નિર્ણય લેવામાં ઘણી વાર સ્વતંત્રતા નથી મળતી. પરિવાર અને સમાજ પણ તેમને મહદ્ અંશે આ માનસિકતા સાથે મોટા કરે છે. પુરુષ પણ આ સ્થિતિનો શિકાર બને છે. ઉદાહરણ રૂપે, રોહિતની ઓફિસના લોકો પૂર્વોત્તર રાજ્યની સફર પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. રોહિતે પરિવારને પણ જણાવી દીધું હતું, પરંતુ તે કોઈ નિર્ણય ન કરી શક્યો અને ઓફિસના બીજા લોકો ફરવા ચાલ્યા ગયા. બાદમાં મિત્રોના ફોટા ફેસબુક અને વોટ્સએપ પર જેાઈને તે અફસોસ કરતો રહ્યો. દુનિયામાં ૨ પ્રકારના લોકો હોય છે. એક એવા જે માત્ર કામ કરે છે અને બીજા એવા જેા કામ કરવાની સાથે વિચારે પણ છે. તમારે પણ પોતાની અંદરના અવાજને સાંભળવો જેાઈએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જેાઈએ.

નિર્ણય ન લેવાના કારણ :

  • આપણે બીજાની વાતને ધ્યાનથી નથી સાંભળતા, તેમને સમજવા માટે પણ નથી સાંભળતા. ઘણી વાર કોઈની વાત સાંભળતાં પોતાનું કામ કરીએ છીએ. આપણા દ્વારા કરવામાં આવી રહેલી તેમની અવગણનાની બીજા પર શું અસર થાય છે, તેની પણ આપણે ચિંતા નથી કરતા.
  • ઘણી વાર આપણે કહીએ છીએ શું અને કરીએ છીએ જુદું. કથની અને કરણીનું અંતર આપણા ચારિત્ર્ય અને પ્રતિભાને નિર્બળ બનાવે છે.
  • આપણે પોતાના ગુણો અને ખામીઓનું યોગ્ય મૂલ્યાંકન નથી કરી શકતા. પોતાની ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન પણ નથી કરતા.
  • એક સામાન્ય નિર્ણય લેવામાં પણ રિસ્ક ઉઠાવવાથી ડરીએ છીએ.
  • કામને પ્રાથમિકતા અનુસાર નથી કરતા. નિર્ણય લેવાની શક્તિનો અહેસાસ નિર્ણય લેતા પહેલાં તમારે એ વાત વિચારવી જેાઈએ કે કઈ વિપરીત અને સકારાત્મક અસર છે. જેમ કે તમને ખાંડ અને મીઠું ખાવાની મનાઈ છે, તો તમે કઠોર નિર્ણય લેશો અને મીઠું ખાવાનું બંધ કરશો. તમારો આ નિર્ણય તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

મન સાથે જાઓ :

ઘણી વાર આપણે નિર્ણય લેવામાં ખૂબ વધારે સમય લઈએ છીએ, કારણ કે આપણે ભયભીત હોઈએ છીએ અને ત્યાર પછી આપણે ખૂબ વધારે વિશ્લેષણ અને યોજના બનાવીએ છીએ. વળી, નિર્ણયના નફાનુકસાન વિશે પણ વિચારએ છીએ. જેાકે આ એક લાંબી પ્રક્રિયા છે, પરંતુ આ સ્થિતિમાં મન પર વિશ્વાસ રાખતા શીખો. જેા તમે કોઈ ભૂલ કરશો તો પણ તમારામાં આત્મવિશ્વાસ તો વધવાનો જ છે.

નિર્ણય તરત લો :

જ્યારે તમે કોઈ નિર્ણય લો છો ત્યારે તેને અમલમાં મૂકો, કારણ કે તમે યોગ્ય નિર્ણય લેવા પ્રતિબદ્ધ છો, પરંતુ સારું પરિણામ ત્યારે આવે છે જ્યારે તમે કોઈ નિર્ણય લો અને કાર્યવાહી કરો છો. એ નિર્ણય વ્યર્થ હોય છે, જેને તમે લો તો છો, પરંતુ તેન પર કંઈ કરી નથી રહ્યા. આ તો અનિર્ણયાત્મકતાની સ્થિતિ છે. જેા તમે જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવવા ઈચ્છો તો તમારે નિર્ણયને અમલમાં મૂકવાની ટેવ પાડવી પડશે.

તમારા નિર્ણય વિશે બીજાને જણાવો :

નજીકના સગાંસંબંધી અને મિત્રોને ભાવિ પગલાં વિશે અચૂક જણાવો. જેા તમે ઘરમાં થોડો બદલાવ ઈચ્છો છો અથવા તો સ્વયં સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી છે તો લોકોને જણાવો, જેથી તમે પણ નિર્ણય વિશે સજાગ રહી શકો કે જેા તમે આ કાર્ય નહીં કરો તો લોકો તમારો વિશ્વાસ નહીં કરે. આ સ્થિતિમાં તમે તમારા નિર્ણયની નૈતિક જવાબદારીનો અનુભવ કરશો.

ઉત્સાહપૂર્વક કરો દરેક કામ :

દરેક કાર્ય ઉત્સાહથી કરો, દરેક વ્યક્તિને ઉત્સાહપૂર્વક મળો, દરેક નવીનતાને ઉત્સાહથી સ્વીકારો તેમજ દરેક મુશ્કેલીનો પણ ઉત્સાહથી ઉકેલ લાવો. કોઈ ખરાબ ઘટનાથી તમારા મનમાં ડર બેસી જવો અથવા તો તાણગ્રસ્ત થવું, ઘરપરિવારના નિર્ણયમાં ક્યારેય પોતાની જવાબદારીનો અહેસાસ ન કરાવવો, ઘરના લોકો દ્વારા તમને હંમેશાં નાના સમજવામાં આવતા હોય અથવા તો તમારી અવગણના થતી હોય વગેરે વાતો પણ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. જાણો, આ સ્થિતિમાં તમારે શું કરવું જેાઈએ :

  • ડરના સ્રોત વિશે જાણો. તેના વિશે લખો. ઉદાહરણ રૂપે તમે ડાયરી લખો. સ્વયંને પૂછો કે કયો નિર્ણય લેવાની જરૂર છે અને જેા હું ખોટો નિર્ણય લઈશ તો શું મને ડર લાગી શકે છે.
  • સ્વયંને પ્રશ્ન કરો કે શું આ સ્થાયી નિર્ણય છે? જેા તમારો આ નિર્ણય ખોટો હોય તો તમે તેમાં બદલાવ લાવી શકો છો.
  • ધ્યાન રાખો, તમારું મનોબળ તમને એકાગ્ર બનાવવામાં મદદ કરશે.
  • સ્વયં પર કામનો વધારે બોજ ન નાખો. તાણમાં કોઈ પણ નિર્ણય ન લો.
  • જે સમસ્યાનું નિરાકરણ ન આવે, તો કોઈ કાઉન્સેલરની મદદ લેવામાં સંકોચ ન કરો.

– નીમા અસ્થાના.

વધુ વાંચવા કિલક કરો....