નના વુહાન શહેરમાં ફેલાયેલી કોરોના નામની બીમારી હવે ભારત સાથે અન્ય દેશોમાં પણ પોતાના પગ પ્રસરાવી ચૂકી છે. આ એટલું ખતરનાક સંક્રમણ છે, જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી પહોંચી જાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી જરૂરી છે હાથ સ્વચ્છ રાખો. જોકે લોકો હાથ ધોવામાં બેદરકારી રાખે છે. કેટલાય લોકો માટે હાથ ધોવાનો મતલબ પાણી અને સાબુને વહાવી દેવા. એટલે કે મોટાભાગના લોકોને હાથ ધોવાની યોગ્ય રીત ખબર જ નથી. જે રીતે લોકોમાં સંક્રમણ અને વિવિધ પ્રકારની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.

મેડિકલ સાયન્સ વર્ષોથી માની રહ્યું છે કે બીમારીથી બચવા માટે હાથ ધોવાની પ્રક્રિયા સૌથી જરૂરી છે. એક સર્વે મુજબ આપણા દેશમાં ૪૦ ટકા લોકો ભોજન કરતાં પહેલાં હાથ નથી ધોતા. જો આપણે હાથ ધોવાની પ્રક્રિયા પૂરી પ્રામાણિકતાથી નિભાવીએ તો આપણે કેટલીય બીમારીથી બચી શકીએ છીએ. કોઈ પણ બીમારીનો સામનો કરવા માટે હાથ ધોવા એ સૌપ્રથમ હથિયાર છે. હાથ ધોવા કેમ જરૂરી છે આપણે આખો દિવસ જે કામ કરીએ છીએ તેમાં આપણા હાથનો મહત્ત્વનો રોલ હોય છે. એવામાં હાથમાં જીવાણુ હોવા સામાન્ય વાત છે. આપણે જ્યારે પણ જાહેર જગ્યાએ જઈએ છીએ લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ, બટનને સ્પર્શ કરીએ છીએ, મેટ્રોમાં હેન્ડલ, ઓફિસના દરવાજાને સ્પર્શ કરવો, નળ, રેલિંગ વગેરેને સ્પર્શ કરતા પસાર થઈએ છીએ, જેથી આપણા હાથ સંક્રમિત થાય છે. જો આપણે સંક્રમિત હાથ ધોયા વિના જમી લઈએ, બીજી વ્યક્તિને સ્પર્શ કરીએ, ઘરમાં બાળકો સાથે રમીએ કે પછી આપણા સંક્રમિત હાથથી તેમને ખવડાવીએ ત્યારે હાથના જીવાણુ રોગના વાહક બનીને તમારા પરિવારજનો સુધી સરળતાથી પહોંચી જાય છે.

કોરોના જેવી ખતરનાક બીમારીથી બચવા માટે અમેરિકામાં ડોક્ટરોએ ‘ડોંટ ટચ યોર ફેસ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા ડોક્ટરોનું કહેવું હતું કે કોવિડ-૧૯ ના સંક્રમણથી બચવા માટે સૌથી સરળ રીત છે ફેસને ઓછામાં ઓછો સ્પર્શ કરો. જો આપણે ફેસને વારંવાર સ્પર્શ ન કરીએ તો કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાની શક્યતા ઘટી શકે છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે આપણે મનુષ્યો એક કલાકમાં લગભગ ૨૩ વાર ફેસને સ્પર્શ કરીએ છીએ. તે માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને રોગ નિયંત્રણ અને નિવારક કેન્દ્ર સીડીસીએ કેટલીક એડવાઈઝરી બહાર પાડીને લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમાં હાથ ધોવા, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મુખ્ય છે. તેની સાથે ફેસ, આંખ, નાક અને મોઢાને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તેની પર આયુસ્પાઈન હોસ્પિટલ દિલ્લીના સીનિયર ફિઝિયોથેરપિસ્ટ ડોક્ટર ‘સત્યમ ભાસ્કર’ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હાથ કેવી રીતે ધોવા અને કેટલી વાર સુધી ધોવા જોઈએ. સેનેટાઈઝરથી વધારે ઉત્તમ છે કે પછી સાબુથી હાથ ધોવા એ, કારણ કે બજારમાં જરૂરી નથી કે તમામ સેનેટાઈઝર આલ્કોહોલ બેઝ જ હોય. બાળકો હોય કે વડીલો બધાએ ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ. જોકે તમે હાથ ધોવાની યોગ્ય પ્રક્રિયા અપનાવશો તો તમારા હાથ વ્યવસ્થિત રીતે સાફ થઈ જશે અને તમારે ૨૦ સેકન્ડ ગણવાની જરૂર પણ નહીં રહે.

હાથ ધોવાના યોગ્ય સ્ટેપ્સ :
હાથને જીવાણુથી દૂર રાખવા માટે આ ૭ સ્ટેપ ફોલો કરો :

સ્ટેપ ૧ : હાથ ધોવા માટે જીવાણુરોધક સાબુનો જ ઉપયોગ કરો. સૌપ્રથમ હાથને પાણીથી ધુઓ અને પૂરતા સાબુનો ઉપયોગ કરો.

સ્ટેપ ૨ : બંને હાથથી હથેળીને બરાબર રીતે ઘસો.

સ્ટેપ ૩ : હવે હાથને બીજી બાજુથી પણ સાફ કરો.

સ્ટેપ ૪ : તમારી આંગળીઓને બીજા હાથની આંગળીઓમાં ષ્ઠરાવીને બરાબર સાફ કરો.

સ્ટેપ ૫ : તમારા નખને સારી રીતે સાફ કરો.

સ્ટેપ ૬ : તમારા અંગૂઠા અને કાંડાને બરાબર સાફ કરો.

સ્ટેપ ૭ : હવે પાણીથી હાથને બરાબર ધોઈ લો. જો તમે બહાર છો જ્યાં તમે હાથ ધોવા માટે સાબુ અથવા પાણીનો ઉપયોગ નથી કરી શકતા. તે સ્થિતિમાં તમે આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે તપાસ કરી લો કે તેમાં ૬૦ ટકા આલ્કોહોલ હોય. તો જ તમારા માટે તે લાભદાયી સાબિત થશે.

બાળકોને આ રીતે હાથ સાફ કરતા શિખવાડો બાળકોની ઈમ્યૂન સિસ્ટમ કમજોર હોય છે, જેથી તેમનામાં સંક્રમણ જલદી ફેલાય છે. શું તમે વિચાર્યું છે કે બાળકો જલદીજલદી બીમાર કેમ થઈ જાય છે? હકીકતમાં, બાળકોના ગંદા હાથ તેમના શરીરમાં સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર હોય છે. જો બાળકોના હાથ સાફ ન હોય તો તે ગંદા હાથથી ખાશે અને આંખ અને મોં પર સ્પર્શ કરશે. બાળકોએ હાથ ધોવા કેમ જરૂરી છે, આ વાતની જાણકારી તમામ પેરન્ટ્સને હોવી જોઈએ. હાથ ધોવા કેટલા જરૂરી છે એ બાળકોને ખબર હોવી જોઈએ. જો બાળકોને સમય રહેતા શિખવાડી દેવામાં આવે કે કઈ વસ્તુ ગંદી હોય છે અને તેને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા જરૂરી હોય છે, તો બાળકો બીમારી અને વાયરલ ઈંફેક્શનથી સરળતાથી બચી શકશે. સીડીસીના

રિપોર્ટ્સ મુજબ, ૫ વર્ષથી નાની ઉંમરનાં બાળકો દર વર્ષે ડાયેરિયા અને ન્યુમોનિયાનો શિકાર થાય છે. ડાયેરિયા ગંદકીથી ફેલાતી બીમારી છે. એવામાં ઘરની સાફસફાઈની સાથે સ્વયંને સ્વચ્છ રાખવા જરૂરી છે. બાળકોએ ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ :

  • વોશરૂમનો ઉપયોગ કર્યા પછી.
  • છીંક, ખાંસી કે નાકમાં આંગળી નાખ્યા પછી.

    ભોજન કરતાં પહેલાં અને પછી હાથ ધોવા જરૂરી છે.

  • રમીને.

    બીજા સાથે હાથ મિલાવ્યા પછી.

  • પૈસાને સ્પર્શ કર્યા પછી.
  • જૂતાચંપલને સ્પર્શ કર્યા પછી.
  • ક્લાસમાં બીજાના સામાનનો ઉપયોગ કર્યા પછી.
  • કોઈ પણ પ્રકારના ઘા ને સ્પર્શ કર્યા પછી.

તમારા બાળકને આ રીતે હાથ ધોતા શિખવાડો :
બાળકોને હાથ ધોતા શિખવાડવા માટે પહેલાં તેમને અંગ્રેજીના આ ૬ અક્ષર. યાદ કરાવો. હવે તેમને તેનો અર્થ જણાવો :

S : ‘એસ’નો અર્થ છે સીધું. એટલે પહેલાં હાથને સીધી બાજુથી સાફ કરો.

U: ‘યૂ’ નો અર્થ છે વિપરીત. હવે હાથને બીજી બાજુથી સાફ કરો.

M: ‘એમ’નો અર્થ છે મુઠ્ઠી. એટલે બંને હાથ જોડીને મુઠ્ઠી બનાવીને ઘસો.

A: ‘એ’ નો અર્થ છે અંગૂઠો. અંગૂઠાને સાફ કરો.

N: ‘એન’નો અર્થ અહીં નખ. હવે બંને હાથના નખ સાફ કરો.

K: ‘કે’નો અર્થ છે કાંડા. નખ પછી કાંડાને સાફ કરો.

અંગ્રેજીના ૬ શબ્દથી તમે તમારા બાળકને સરળતાથી હાથ ધોતા શિખવાડી શકો છો. જેને તે ક્યારેય નહીં ભૂલે.

– મોનિકા ગુપ્તા

વધુ વાંચવા કિલક કરો....