મોનસૂનમાં ઘણી વાર ગરમીની સાથેસાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ઘણા લોકોને બેક્ટેરિયલ અને ફંગલ ઈંફેક્શન થવાનું જેાખમ રહે છે. જેમની સ્કિન ઓઈલી હોય છે તેમને ખંજવાળ, રેશિસ, ઈંફેક્શન અથવા સ્કિન સંબંધિત અન્ય સમસ્યા લગભગ ૧૦ ગણી વધારે થઈ શકે છે. વરસાદની ઋતુમાં સ્કિનની યોગ્ય સારસંભાળ લેવી ખૂબ જરૂરી બની જાય છે, તેમાં પણ ખાસ પગની આંગળીઓ વચ્ચે, આર્મ પિટ, બ્રેસ્ટની નીચે, ગરદન, પીઠ વગેરે જગ્યા જ્યાં પરસેવાથી ભેજ વધારે રહે છે અને પછી તે ફંગલ ઈંફેક્શન રૂપે સામે આવે છે. આ બાબતે મુંબઈના સ્કિન નિષ્ણાત ડો. સોમા સરકાર જણાવે છે કે વરસાદની ઋતુમાં એન્ટિફંગલ પાઉડર જરૂરી બની જાય છે, કારણ કે વરસાદની ઋતુમાં શરીર અને પગ ભીના થઈ જાય છે. તેથી ભેજવાળા વાતાવરણમાં ફંગસ સરળતાથી ગ્રો થાય છે. વરસાદની ઋતુમાં કોરા રહેવં ખૂબ જરૂરી છે. વળી, આ સ્થિતિમાં એન્ટિફંગલ પાઉડર પણ ખૂબ લાભદાયી રહે છે, કારણ કે તે સ્કિનને સૂકી રાખવામાં મદદ કરે છેે. તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારના ફંગસ ઈંફેક્શનથી બચી શકાય છે.
ક્યારે કરવો ફંગલ પાઉડરનો ઉપયોગ :
ફંગલ ઈંફેક્શન થવા પર, યોનિમાં ઈંફેક્શન થવા પર, પગની આંગળીઓની વચ્ચે ખંજવાળ, કમર પર ફંગલ ઈંફેક્શન એથ્લિટ્સ ફૂટની સારવાર માટે અને સ્કિન પર ખંજવાળ વગેરે થવા પર ફંગલ પાઉડરનો દિવસમાં ૨-૩ વાર ઉપયોગ કરી શકાય છે. સવારે સ્નાન કર્યા પછી અંડરઆર્મ્સ, જંઘની વચ્ચે, છાતીની નીચે, ગરદન, પગની આંગળીઓ વચ્ચે જ્યાં પરસેવો વધારે આવતો હોય ત્યાં ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ. ઉપરાંત જ્યારે પણ ગરમીના લીધે ખંજવાળ અનુભવાય ત્યાં તમે પાઉડર લગાવી શકો છો. મેડિકેટેડ સાબુથી હાથપગને બરાબર ધોઈને સૂકવીને ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ.
ફંગલ ઈંફેક્શનના પ્રકાર :
ફંગલ ઈંફેક્શનના અનેક પ્રકાર હોય છે :