માતાપિતા જ્યારે પોતાના નાનકડા જીવને હોસ્પિટલમાંથી ઘરે લાવતા હોય છે ત્યારે તેમની ખુશીઓની કોઈ સીમા નથી હોતી. બાળકના આવતા પહેલાં જ ખૂબસૂરત રંગબેરંગી ક્યૂટ કપડાથી ઘર ભરેલું હોય છે, પરંતુ તેની ખરીદી અને ધુલાઈ કરતી વખતે કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે કપડાં સાથે જેાડાયેલી હોય છે બાળકની તંદુરસ્તી અને સુરક્ષા. કપડાની ખરીદી સમયે સાવચેતી

ફેબ્રિક : બાળક માટે હંમેશાં મુલાયમ અને આરામદાયક કપડાં ખરીદો, જેને ધોવામાં સરળતા રહે. ફેબ્રિક એવું હોવું જેાઈએ, જેથી બાળકની સ્કિનને કોઈ નુકસાન ન થાય. બાળક માટે કોટનના કપડાં સૌથી વધારે સારા રહે છે, પરંતુ ધ્યાન રાખો કે કોટનના કપડાં ધોયા પછી થોડા સંકોચાઈ જાય છે.

સાઈઝ : બાળકોના કપડાં ૩ માસના અંતરાલના આવે છે. તે ૦-૩ માસ, ૩ થી ૬ માસ, ૬ થી ૯ માસ અને ૭-૧૨ માસના હોય છે. બાળકોને ઓવરસાઈઝ કપડાં ન પહેરાવો. આ કપડાં ગરદન અને માથા પરથી ચઢી શકે છે, જેથી શ્વાસ રુંધાવાનું જેાખમ ઊભું થઈ શકે છે.

સુરક્ષા : બીએલ કપૂર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂનેટોલોજી ડો. કુમાર અંકુર જણાવે છે કે નાના બાળકો માટે હંમેશાં સિંપલ કપડાં ખરીદવા જેાઈએ. ફેન્સી અને ડેકોરેટિવ કપડાં ખરીદવાથી દૂર રહો. એવા કપડાં ખરીદો, જેમાં બટણ, રિબિન અને દોરીઓ ન હોય. બાળક બટણને ગળી શકે છે, જેથી તેનું ગળું ચોક થઈ શકે છે. એવા કપડાં પણ ન ખરીદો જેમાં ખેંચાતી દોરીઓ હોય. આ દોરીઓ કોઈ વસ્તુમાં ફસાઈને ખેંચાઈ શકે છે અને બાળકનું ગળું દબાઈ શકે છે.

આરામ : એવા કપડાં ખરીદો જે સરળતાથી ખૂલી જાય, જેથી કપડાં બદલતી વખતે મુશ્કેલી ન પડે. સામેથી ખૂલી જાય તેવા અને ઢીલી બાયના કપડાં સારા રહે છે. એવા ફેબ્રિકના કપડાં લો, જેા સ્ટ્રેચેબલ હોય, જેથી તેને પહેરાવવા અને ઉતારવા સરળ રહે. એવા કપડાં ન ખરીદો, જેમાં ઝિપ લગાવેલી હોય. કપડાં ધોવાની ટિપ્સ ડો. કુમાર અંકુર જણાવે છે કે બાળકોની સ્કિન સંવેદનશીલ હોય છે, તેથી સામાન્ય ડિટર્જન્ટ તો બિલકુલ ન વાપરો. વધારે સારું એ રહેશે કે ઊનનાં કપડાં ધોવા માટેના માઈલ્ડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો. નાના બાળકોના કપડાં પાણીથી સારી રીતે ખંગાળો, જેથી ડિટર્જન્ટ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય. જેા બાળકની સ્કિન વધારે સંવેદનશીલ હોય તો વિશેષ રૂપે નાના બાળકના કપડાં માટે મળતા ડિટર્જન્ટનો ઉપયોગ કરો. બાળકોના કપડાં નાના અને મુલાયમ હોય છે, તેથી તેને વોશિંગ મશીનના બદલે હાથથી ધોશો તો વધારે સારું રહેશે. જેા તમે મશીનમાં ધોઈ રહ્યા હોય તો ડ્રાયરમાં ન સૂકવો. ખુલ્લા સ્થળ પર તાજી હવા અને સૂર્યપ્રકાશમાં સૂકવો. જેા તમે ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો બેબી સ્પેસિફિક સોફ્ટનરનો ઉપયોગ કરો. કપડાં ધોવાની બીજી કેટલીક ટિપ્સ આવો, જેાઈએ કે બાળકોના કપડાની સાફસફાઈ કેવી રીતે કરવી, જેથી તેમને સ્કિન અથવા બીજા કોઈ પણ પ્રકારના રોગ ન થાય :

  • કપડાં પર લાગેલા લેબલને ધ્યાનથી વાંચો. બાળકના ડેલિકેટ બેબી ક્લોથ્સ પર લખેલી સૂચના પ્રમાણે ચાલો.
  • મહદ્ અંશે કપડાં વધારે ઉષ્ણતામાનના કારણે ખરાબ થઈ જતા હોય છે. તેથી કપડાં ધોતી વખતે વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. નવશેકા અથવા ઠંડા પાણીથી બાળકોના કપડાં ધુઓ.
  • બાળકોના કપડાને રંગ, ફેબ્રિક અને ડાઘધબ્બાના આધારે ૨-૩ ભાગમાં વહેંચો. એક જેવા કપડાં સાથે ધુઓ. આમ કરવાથી ધોવામાં સરળતા રહેશે અને કપડાં પણ સલામત રહેશે.
  • બાળકોના કપડાને જેા ડાઘધબ્બા લાગી જાય તો તેના પર બેબી ફ્રેન્ડલી માઈલ્ડ ડિટર્જન્ટ લગાવીને હળવા હાથે મસળો. આમ કરવાથી ડાઘ સામાન્ય થઈ જશે. ત્યાર પછી કપડાને ધોઈ લો.
  • ડોક્સ એપના ડો. ગૌરી કુલકર્ણી જણાવે છે કે જ્યારે બાળક માટે નવા કપડાં ખરીદો ત્યારે તેને પહેરાવતા પહેલાં એક વાર બરાબર ધોઈ લો. આમ કરવાથી કપડાં બનાવતી વખતે વાપરવામાં આવેલ કેમિકલ શિશુને નુકસાન પહોંચાડી નહીં શકે. એટલું જ નહીં, કપડાં પર જેા કોઈ પણ પ્રકારની ગંદકી અથવા ધૂળમાટી લાગેલા હોય તો તે પણ ધોવાઈ જશે. માત્ર બાળકના કપડાં જ નહીં, બ્લેંકેટ, ચાદર, પથારી વગેરે જે શિશુની સ્કિનના સીધા સંપર્કમાં આવતા હોય. તેને ઉપયોગમાં લેતા પહેલાં બરાબર ધોઈ લો. આમ ન કરાતા શક્ય છે કે બાળકની નાજુક સ્કિન પર ખંજવાળ અથવા રેસિઝની સમસ્યા પેદા થઈ શકે છે.
  • બાળકના કપડાને કીટાણુઓથી મુક્ત રાખવા માટે કેટલીક મહિલાઓ તેને એન્ટિસેપ્ટિક સોલ્યૂશનમાં પલાળતી હોય છે. જેાકે આ યોગ્ય નથી. આમ કરવાથી બાળકને નુકસાન થાય છે.
  • કપડાંને ફરસ પર રાખીને મસળવાના બદલે હાથ અથવા રબરની શીટ કે પછી મશીનના ઢાંકણ પર મૂકીને ધુઓ.
  • બાળકોના કપડાં ઘરના બીજા સભ્યોના કપડાથી અલગ ધુઓ. ઘણી વાર મોટાના કપડામાં ગંદકી વધારે હોય છે. આ બધા કપડાને એકસાથે ધોવાથી તેમના કીટાણુ બાળકોના કપડામાં લાગી શકે છે.
  • કપડાં સુકાઈ જાય ત્યાર પછી તેને પ્રેસ કરો, જેથી રહ્યાસહ્યા કીટાણુ પણ મરી જાય.
  • કપડાં ગડી કરીને કવરમાં અથવા કોટનના કપડામાં લપેટીને મૂકો.

– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....