મોબાઈલ બેંકિંગ આજે બેંકિંગ વ્યવસ્થાનો મુખ્ય ભાગ થઈ ગયો છે. બેંકિંગના ક્ષેત્રમાં તે મહત્ત્વનું છે. ગ્રાહકોને ક્યાંય પણ, ક્યારેય પણ બેંકિંગ અને વ્યવસાય માટે એક સલામત અને સુવિધાજનક માધ્યમ મળી ગયું છે. મોબાઈલ બેંકિંગ પૈસાની ચુકવણી કરવાનું એક સરળ માધ્યમ છે, કારણ કે ડેબિટ કાર્ડ નંબર કે પિન જેવી માહિતીના લીધે તે ગ્રાહકોને જેાખમમાં નથી મૂકતું. મોબાઈલ બેંકિંગથી કેટલીય બેંક સેવાઓ સલામત રીતે મળી જાય છે. ફંડ ટ્રાન્સફરથી લઈને કેટલીય લેણદેણ તેના માધ્યમથી સુલભ રીતે થવા લાગી છે. ખાતામાં બાકી રકમ, મિની સ્ટેટમેન્ટથી લઈને પાસવર્ડ અને એકાઉન્ટ સંબંધિત તમામ માહિતી મોબાઈલથી જ મળી જાય છે. બેંકિંગની સેવાઓની સાથે મોબાઈલ રિચાર્જ, વિમાનની ટિકિટ બુક કરાવવી, બિલની ચુકવણી કરવી, ચેકબુકનો અનુરોધ કરવો, ચેક ચુકવણી રોકવા જેવી તમામ સુવિધાઓ પણ તેના દ્વારા મેળવી શકાય છે.

મોબાઈલ બેંકિંગમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. મોબાઈલ બેંકિંગ તે ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ સક્ષમ બનતી જઈ રહી છે જેની પાસે નિમ્ન સ્તરના કે જાવા રહિત હેન્ડસેટ છે. કેટલીય સેવાઓ એસએમએસ આધારિત મોબાઈલ બેંકિંગ સેવા દ્વારા પણ પ્રદાન કરવામાં આવે છે. દુનિયાભરમાં લોકપ્રિય ૨૦૦૧માં ફિલીપાઈન્સમાં સીમિત સ્તરે શરૂ થયેલ મોબાઈલ બેંકિંગે દાયકાના અંત સુધી લગભગ પૂરી દુનિયામાં બેંકના વિકલ્પ રૂપે પોતાની જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાનમાં નાણાકીય સેવાઓ આપનારી અગ્રણી કંપની મોનેટે પોતાની મોબાઈલ બેંકિંગના જેારે ત્યાંની મહત્ત્વની બેંકો અને નાણાકીય સંસ્થાઓને પછાડી દીધી છે.

ગ્લોબલ સ્તરે નોર્વેની કંપની ટેલિનોરની ગણતરી દુનિયાના અગ્રણી મોબાઈલ બેંકિંગ સેવા રૂપે કરવામાં આવે છે. સ્ટોકહોમની બર્ગ ઈનસાઈટ ઈન્ડસ્ટ્રી રિસર્ચ કંપનીના મતાનુસાર, ૨૦૦૯માં ગ્લોબલ સ્તર પર પગ પ્રસારતી મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા વર્ષ ૨૦૨૦માં ૪૦ ગણા સુધી વધી જશે. તે સમયે દુનિયામાં મોબાઈલ બેંકિંગના ૧૮૯.૪ કરોડ ગ્રાહક હશે, જેમાંથી ૭૮ ટકા ગ્રાહકો એશિયા, આફ્રિકા?અને લેટિન અમેરિકાના વિકસતા બજારવાળા દેશોના હશે. આફ્રિકન દેશોમાં ઈન્ટરનેટ અને બેંકોની વ્યાપક પહોંચ ન હોવાના લીધે ત્યાં મોબાઈલ બેંકિંગની સેવા ખૂબ લોકપ્રિય છે અને ઝડપથી વધી રહી છે. મોબાઈલ બેંકિંગના વર્તમાન ફેલાવાથી જેાડાયેલ એક રસપ્રદ હકીકત એ છે કે વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં મોબાઈલ ફોન ઓપરેટર નાણાકીય સેવાઓ આપવાનું મુખ્ય માધ્યમ બની રહ્યો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ તાજેતરનાં વર્ષોમાં આફ્રિકન દેશોમાં આવેલ મોબાઈલ ટ્રાન્સફરની ક્રાંતિ છે, જેના પગલે દુનિયાના કેટલાય દિગ્ગજ મોબાઈલ ઓપરેટર અને વેલ્યૂ એડેડ સર્વિસ આપનાર આફ્રિકા તરફ વળી રહ્યા છે. મોબાઈલ મની સર્વિસનો ઉપયોગ કરવાની બાબતમાં કેન્યા દુનિયાનો સૌથી અગ્રણી દેશ છે. કમ્યુનિકેશન્સ કમિશન ઓફ કેન્યાના જુલાઈ, ૨૦૧૨ સુધીના આંકડા પ્રમાણે, કેન્યાના લગભગ ૨.૯ કરોડ મોબાઈલધારકોમાંથી ૬૫ ટકા એટલે કે લગભગ ૧.૯ કરોડ યૂઝર મોબાઈલ મની સેવાઓનો ઉપયોગ કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....