સશક્તીકરણ તથા સ્વતંત્રતાનું સર્વશ્રેભ સ્વરૂપ છે નાણાકીય સ્વતંત્રતા. તેનાથી એક પ્રગતિશીલ સમાજનું નિર્માણ થાય છે અને સમાજ સાથે જેાડાયેલા તમામ લોકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને છે. આજે જીવનના દરેક ક્ષેત્રમાં સ્વયંને સ્થાપિત કરવા માટે મહિલાઓ ખૂબ મહેનત કરી રહી છે. આ સ્થિતિમાં તેમના માટે જરૂરી છે કે તેઓ લાંબા સમય સુધી પોતાની આર્થિક સ્થિતિ સુદઢ બનાવી રાખે. તેમ છતાં લાંબા સમય માટે નાણાકીય સ્વતંત્રતા મેળવવા યોગ્ય સંપત્તિ ભેગી કરવી તથા સ્વયંના સંસાધન ઊભા કરવાનું એક માત્ર કારણ સશક્તીકરણ નથી હોતું. પુરુષોની સરખામણીમાં મહિલાઓના નાણાકીય સંસાધન જલદી ચૂકતા થઈ જવાની શક્યતા અનેકગણી વધારે છે. પછી ભલે ને આ વાત કડવી લાગે, પરંતુ આ વાસ્તવિકતા છે. સરેરાશ મહિલાઓના જીવન સોપાન પુરુષની સરખામણીમાં વધારે લાંબા હોય છે. તેનો સીધો અર્થ એ છે કે મહિલાઓ સામે આર્થિક સમસ્યા પેદા થવાનું જેાખમ પણ હકીકતમાં વધારે હોય છે. તેથી સ્પષ્ટ છે કે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની દેખરેખ તથા સેવાનિવૃત્તિની વ્યવસ્થા કરવા માટે વધારે મહેનત કરવાની આવશ્યકતા રહે છે.

વિકાસના તમામ દાવા વચ્ચે સામાન્ય રીતે મહિલાઓને આજે પણ પુરુષની સરખામણીમાં ઓછી ચુકવણી કરવામાં આવે છે. આ જ વાતને જુદી રીતે સમજીએ તો મહિલાઓના ખિસ્સામાં ખર્ચ કરવા માટે અપેક્ષાકૃત ઓછા પૈસા બચે છે. થોડા સમય માટે માની લઈએ કે તે પુરુષ જેટલો ખર્ચ કરતી હોય છે ત્યારે પણ આ સત્યને નજરઅંદાજ ન કરી શકાય કે આરામદાયક અને દેવામુક્ત જીવન જીવવા માટે પોતાની સેવાનિવૃત્તિ, કટોકટીના સમયે જરૂરી બચત, રોકાણ તથા અન્ય નાણાકીય ઉપાય હેતુ બચત કરવા માટે તેમના હાથમાં પૈસા ઓછા પડે છે. આ સ્થિતિ મુશ્કેલીઓના કાળા વાદળ જેવી અનુભવાય છે, પરંતુ કહેવાય છે કે જ્યાં અંધારું હોય છે ત્યાં પ્રકાશ પણ હોય છે અને અહીં તો પ્રકાશની એક મોટી રેખા નજર સામે છે, ઝડપથી બદલાઈ રહેલા સામાજિક, આર્થિક વાતાવરણમાંથી પેદા થતી તકની રોશની.

ભારતમાં ૨૦૦૮થી ૨૦૧૪ ના સમયગાળા દરમિયાન સ્નાતક થનારી મહિલાઓની ટકાવારી બેગણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન તેમની આવકમાં પણ ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે. સામાજિક આર્થિક પરિસ્થિતિમાં આવેલા આ સુધારાના કારણે નોકરિયાત મહિલાઓની સંખ્યા વધી છે તેના ફળસ્વરૂપ શક્યતામાં પણ વૃદ્ધિ થઈ છે. સામાજિક આર્થિક વાતાવરણમાં આવેલું આ પરિવર્તન માત્ર ઉચ્ચ વર્ગ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ હકીકત એ છે કે આજે ભારતમાં ૩૦ લાખથી વધારે સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો સંપૂર્ણ અથવા આંશિક રૂપે મહિલાઓની માલિકીના છે. તેમની આ વ્યવસાયિકતા ૪ થી ૫ ટકાના વાર્ષિક દરે વધી રહી છે. મહિલાઓ માટે વધારે નાણાકીય સ્થિરતા અને કરિયરની નિતનવી વધતી શક્યતા તેમને ધનસંપત્તિ ભેગી કરવામાં સક્ષમ બનાવી રહી છે. આ સ્થિતિમાં તેમના જીવન માટે વધારે સારું નાણાકીય આયોજન સમજવું આજની જરૂરિયાત બન્યું છે. ‘યોજના’ શબ્દનો સીધો અર્થ છે કે ભવિષ્યને વર્તમાનમાં લાવવું, જેથી આપણે ‘અત્યાર’ થી જ તેની તૈયારી કરી શકીએ. અત્યારથી જ તૈયારી કરો મહિલાઓ માટે જરૂરી છે કે તે પોતાના સામર્થ્ય તથા આવક બંધ થવા પર પેદા થનાર જેાખમનું વાસ્તવિક આકલન કરે. નાણાકીય આયોજનનું પ્રથમ પગલું છે પોતાના મૂલ્યોનું અનુમાન લગાવવું અને તેને બચાવીને રાખવું. મહિલાઓ માટે જરૂરી છે કે તેમણે આજીવિકા અને જીવનશૈલી પ્રભાવિત કરતી અપ્રત્યાશિત પરિસ્થિતિ સામે પોતાની અને પોતાના પ્રિયજનો (તેમાં વૃદ્ધ માબાપ પણ સામેલ છે) ની સુરક્ષા માટે પર્યાપ્ત જીવન વીમો અને સ્વાસ્થ્ય વીમો કરાવવો જેાઈએ. પરિવાર માટે સૌથી નિ:સ્વાર્થ રોકાણ જેા કોઈ હોય તો તે છે જીવન વીમો. મહિલાઓએ આ બાબતે યાદ રાખીને પહેલ ચોક્કસ કરવી જેાઈએ.

મહિલાઓ માટે જરૂરી છે કે તેમણે પોતાની આવકમાંથી બચત કરવી જેાઈએ અને ભવિષ્યમાં આવનાર બોજથી બચવાના ઉપાય કરવા જેાઈએ. તેમણે ટૂંકા ગાળાના રોકડ પ્રવાહ જેમ કે ઘરનું રિપેરિંગ અને રજાઓ વગેરે. મધ્યાવધિ રોકડ પ્રવાહ જેમ કે કાર ખરીદવી અને દીર્ઘાવધિ રોકડ પ્રવાહ જેમ કે સેવાનિવૃત્તિ, દેવાની ચુકવણી વગેરે માટે યોજનાઓ બનાવવી જેાઈએ. નાણાકીય સંસાધનનું સર્જન આ જરૂરિયાતને પૂરી કરવામાં મદદરૂપ બને છે. આ સંસાધનમાં ઉદાહરણ રૂપે લિક્વિડ ફંડ, મનીબેક વીમા પોલિસી અને રિટાયર્ડમેન્ટ પ્લાનનું નામ લઈ શકાય. મહિલાઓએ સામે ચાલીને મોટાંમોટાં સપનાં જેાવા જેાઈએ. પોતાના નામે મકાન લેવામાં અને પોતાનું ભવિષ્ય સલામત કરવામાં આખરે ખોટું પણ શું છે? વર્તમાન જરૂરિયાત અને સેવાનિવૃત્તિની યોજના પર સમાન ધ્યાન કેન્દ્રિત કરવું મહિલાઓ માટે અનિવાર્ય છે. જેા તમને લાગતું હોય કે પૈસાના કિસ્સામાં તમે એક આત્મનિર્ભર મહિલા છો અને તમારી ઉંમર ૪૦ વટાવી ચૂકી છે, તો કૃપા કરીને આ પ્રશ્નો સ્વયંને જરૂર પૂછો, કારણ કે તમારી પાસે હવે પછીના ૪૦ વર્ષ સલામત કરવા માટે હવે પછીના ૧૫-૨૦ વર્ષ બાકી રહ્યા છે : શું મારી પાસે આ વાતનું વાસ્તવિક અનુમાન છે કે મારી કમાણી કેટલી છે અને મારો ખર્ચ કેટલો છે? જે જવાબ ના હોય તો પોતાના માટે એક બજેટ બનાવતી એપ ડાઉનલોડ કરો અને પાઈ-પાઈનો હિસાબ રાખવાનું શરૂ કરો. તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે તમારી દરરોજ ઉપયોગમાં લેવાતી બ્રાન્ડેડ કોફી પૂરા વર્ષમાં તમારા ખિસ્સામાંથી કેટલી મોટી રકમ ગાયબ કરી રહી છે. શું હું પૈસાની ‘બચત’ કરું છું કે પછી રોકાણ? હા, આ બંને અલગઅલગ બાબત છે. તમે એમ માનીને ચાલી શકો છો કે ખર્ચ ન કરવો જ પૈસાની બચત છે. તેનો સીધો અર્થ એ થશે કે તમારા પૈસા બેંક ખાતામાં પડ્યા છે. જેની પર માત્ર ૪ ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે અને તેની પર ટેક્સ પણ લાગે છે.

હવે તમે અંદાજ લગાવો કે ૬ ટકાના વાર્ષિક મોંઘવારી દરના હિસાબે તમારા પૈસાનું મૂલ્ય વિપરીત ઘટી રહ્યું છે. તેની સાથે એ વાત પણ વિચારો કે ભવિષ્યમાં મોંઘવારીને જેાતા તમારા આ પૈસા કેટલા કામમાં આવશે? શું હું ભવિષ્યના ૫ વર્ષ પછી આગળની જિંદગી જેાઈ શકું છું? આપણામાંથી મોટાભાગના લોકો ૨૦-૨૫ વર્ષ પછીની પ્રાથમિકતા અને પોતાની જિંદગીની કલ્પના પણ નથી કરી શકતા (૮૦ વર્ષના થવાની વાત જવા દો) આપણે આપણી સપોર્ટ સિસ્ટમ ખાસ તો નાણાકીય પ્રણાલીની જરૂરિયાતને ઘટાડીને આંકતા હોઈએ છીએ. આપણે ભાવનાત્મક અને સામાજિક માળખું નિર્મિત કરતા પોતાનું જીવન પસાર કરી દઈએ છીએ, પરંતુ પૈસાનું મૂલ્ય નથી સમજતા. તેથી હવે સમય આવી ગયો છે કે તમે તમારી સેવાનિવૃત્તિની યોજના પર ગંભીરતાપૂર્વક વિચાર કરો. શું મેં સ્વયંને અને મારા આરશ્રતોને આકસ્મિક દુર્ઘટના સામે રક્ષણ આપવાની વ્યવસ્થા કરી છે? ઘણી વાર આપણે એમ માનીને ચાલીએ છીએ કે સિંગલ અને ૪૦ થી વધારે ઉંમરના હોવાનો એ અર્થ છે કે આપણું કોઈ આરશ્રત નથી, જ્યારે હંમેશાં આ વાત સાચી નથી હોતી. આપણા વૃદ્ધ માબાપ હોઈ શકે છે. પરિવાર હોઈ શકે છે, જેમની આપણે ચિંતા કરીએ છીએ, પરંતુ સૌથી વધારે મહત્ત્વની વાત તો એ છે કે આપણને સૌથી વધારે સારસંભાળ રાખવાની આવશ્યકતા તો આપણી જાતની જ હોય છે. મહિલાઓ માટે જરૂરી છે કે તે પોતાની નાણાકીય યોજનાઓ બાબતે સચેત અને દઢ નિર્ણય લે. આ વિશે પોતાના જીવન વીમાથી લઈને માબાપના સ્વાસ્થ્યની દેખરેખ સંબંધિત જરૂરિયાતની પૂર્તિ કરનાર ઉપાય સામેલ હોઈ શકે છે. વર્તમાનનું ધ્યાન રાખવાની સાથેસાથે મહિલાઓએ પોતાની સેવાનિવૃત્તિ માટે એક સલામત પેન્શન યોજના લઈને ભવિષ્યને પણ ઉજ્જ્વળ બનાવવું જેાઈએ. પ્રત્યેક મહિલા માટે જરૂરી છે કે તેણે પોતાની આર્થિક વ્યવસ્થાનું આકલન કરવું જેાઈએ અને તેના માટે સાર્થક યોજના પણ બનાવવી જેાઈએ.

– સોનિયા નોતાની

વધુ વાંચવા કિલક કરો....