ગણેશ સ્પીકર ડોટકોમ નામના વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જેાવા મળ્યું છે કે ૬૫ ટકા મહિલાઓ ડિવોર્સ અથવા જીવનસાથી દ્વારા દગો કરવામાં આવ્યો હોવાના મુદ્દે ખૂબ પરેશાન રહેતી હોય છે જ્યારે ૩૫ ટકા પુરુષોમાં આ તાણ જેાવા મળી હતી. આ અંદાજ પોર્ટલ દ્વારા ફોન પર ઉપલબ્ધ કરાવનાર સલાહ કોલ સેવા દ્વારા મળેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬ માં મહિલાઓ દ્વારા રિલેશનશિપ સાથે સંબંધિત મુદ્દા માટે કરવામાં આવેલ કોલ્સમાં છેલ્લા વર્ષની સરખામણીમાં ૪૫ ટકાનો વધારો નોંધાયો છે. જાહેર છે કે આજની મહિલાઓ પોતાના લગ્નને જન્મજન્માંતરનું બંધન માનીને દરેક અત્યાચાર ચુપચાપ સહન કરવા માટે તૈયાર નથી. તેમને પોતાના જીવનસાથીનો પૂરો વિશ્વાસ તથા એક પત્ની તરીકેનો પૂરો હક જેાઈતો હોય છે. પતિ અથવા સાસરિયાના અત્યાચાર સહન કરવાના બદલે તેઓ ડિવોર્સ લઈને અલગ થઈ જવાને વધારે સારું માનતી હોય છે. હકીકતમાં, હવે છોકરીઓ ભણીગણીને આત્મનિર્ભર બની રહી છે. લગ્ન પછી તેઓ પોતાના કરિયરને પૂરું મહત્ત્વ આપતી હોય છે અને પતિ પાસેથી પણ બરાબરીનો હક ઈચ્છતી હોય છે. આ સ્થિતિમાં જ્યારે બંનેના અહમ્ ટકરાય છે, ત્યારે આત્મસન્માન ગુમાવવાના બદલે તેઓ પોતાની એક અલગ દુનિયા વસાવી લેવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, આજે તો લોકોના મનમાં ઓછા સમયમાં વધારેમાં વધારે મેળવી લેવાની પ્રકૃતિ પણ જેાર પકડી રહી છે. પતિપત્ની બંને પરિવારને ઓછો સમય ફાળવી શકતા હોય છે, જેથી ઘરમાં તાણ રહે છે. પતિપત્ની વચ્ચે તાલમેલનો અભાવ અને શંકાની દીવાલ પણ સંબંધમાં અંતર વધારે છે. ડિવોર્સનો નિર્ણય લેવો સરળ છે, પરંતુ ડિવોર્સ પછીનું જીવન તેમાં પણ ખાસ એક મહિલા માટે એટલું સરળ નથી રહેતું. આ સંદર્ભમાં પોતાના પુસ્તક ‘ધ ગુડ ઈનફ’ માં ડો. બ્રેડ સાક્સનું કથન સાચું છે કે પતિપત્ની વિચારતા હોય છે કે ડિવોર્સ પછી તેમના જીવનમાં શાંતિ સ્થપાશે, પરંતુ આ વાત એ રીતે શક્ય નથી જેમ કે એક એવા લગ્ન જીવનની કલ્પના જેમાં માત્ર ખુશી જ હોય. તેથી પ્રયાસ એવા જ હોવા જેાઈએ શક્ય હોય ત્યાં સુધી ડિવોર્સને ટાળવા.