હાલમાં યુવતીઓ ઉચ્ચ ડિગ્રી લઈ રહી છે. લગ્ન પહેલાં જેાબ કરવા લાગે છે. લગ્ન પછી પણ તે જેાબ ચાલુ રાખવા ઈચ્છે છે. પતિ કે સાસરીના અન્ય લોકોને પણ તેમાં કોઈ વાંધો નથી હોતો, કારણ કે આજે યુવક પણ નોકરિયાત પત્ની ઈચ્છે છે, જેથી બંનેની આવકથી પોતાની ગૃહસ્થી ચલાવી શકે, પણ તેમની લાઈફમાં નવો વળાંક તે સમયે આવે છે જ્યારે બાળક થાય છે. જ્યાં સુધી તે સ્કૂલ જવા ન લાગે ત્યાં સુધી તેને માની જરૂર પડે છે. આ સ્થિતિમાં બાળકના ઉછેર માટે જેાબ છોડવા મજબૂર થઈ જાય છે, કારણ કે તેની પાસે ૨ વિકલ્પ હોય છે. એક તો તે જેાબ છોડી દે કે પછી બાળકનો ઉછેર. તે બાળકના ઉછેર માટે જેાબ છોડવાનો વિકલ્પ પસંદ કરે છે.

બાળક મા પર નિર્ભર : આજકાલ એકાકી પરિવારનો જમાનો છે. એવામાં સાસુસસરા કે દેરાણી-જેઠાણી સાથે નથી રહેતા. ડિલિવરી પછી માતા તેની મા કે સાસુને બોલાવે છે તો માત્ર કેટલાક દિવસ રહીને પાછી જતી રહે છે. તે ૪-૫ વર્ષ સુધી સાથે નથી રહી શકતી. પતિને પણ એટલો સમય નથી મળતો કે તે બાળકના ઉછેરમાં પત્નીને મદદ કરે. જેાકે બાળકને પિતાથી વધારે માની જરૂર રહે છે. માતાના ખોળામાં આવીને તેને સલામતીનો અહેસાસ થાય છે. કેટલાક બાળક તો માતા વિના ૧ કલાક પણ નથી રહેતા. માતા થોડી વાર ન દેખાય તો રડીરડીને હાલત ખરાબ કરી દે છે. નોકરિયાત મહિલાઓને પ્રસવ માટે રજાઓ મળે છે, તેનો પણ મર્યાદિત સમય હોય છે. કેટલીક મહિલાઓ ગર્ભાવસ્થામાં જ માતૃત્વની રજાઓ લેવાનું શરૂ કરી દે છે, જેા ડિલિવરી પછી પૂરી થઈ જાય છે. જન્મ પછી બાળક સંપૂર્ણ રીતે માતાના દૂધ પર જ નિર્ભર રહે છે. શરૂઆતના ૬ મહિના સુધી તો તે માતાના દૂધ સિવાય પાણી સુધ્ધાં નથી પીતું. ત્યાર પછી તે માતાનું દૂધ છોડીને અન્ય ખોરાક લેવા લાગે છે. બાળકની સ્તનપાનની જરૂરિયાતને પૂરી કરવા માતાએ ઘરે રહેવું પડે છે. તેથી તે જેાબ છોડી દે છે. કેટલાય દાયકા પહેલાં જ્યારે મહિલાઓ નોકરિયાત નહોતી, બાળકના ઉછેર માટે તેમનો જેાબ છોડવાનો પ્રશ્ન જ નહોતો, પણ હવે જ્યારે તે નોકરિયાત છે. તે સારી જેાબ છોડતા ખચકાય છે. એક વાર જેાબ છોડ્યા પછી લાંબો ગેપ પડી જાય છે. ફરીથી જેાબ કરવાનું મન નથી થતું અને સરળતાથી જેાબ પણ નથી મળતી. જેાબ છોડી દેવાથી આર્થિક સ્થિતિ એટલે કે આવક પર અસર થાય છે. સમસ્યા એ છે કે બાળક થવાથી ખર્ચ વધે છે અને જેાબ છોડી દેવાથી આવક ઘટે છે. એવામાં આવક અને ખર્ચ વચ્ચે તાલમેલ રાખવો મુશ્કેલ થાય છે. બાળક માટે જેાબ છોડવી પડે છે તો તેમનો અભ્યાસ નકામો જાય છે. તેમને આ વાતનું દુખ થાય છે. તેથી તમે પણ બાળક માટે નોકરી છોડી રહ્યા છો તો દુખી ન થશો અને પસ્તાશો નહીં. યાદ રાખો, જેાબ માટે તો પૂરી ઉંમર પડી છે, પણ અત્યારે તમારી જવાબદારી તમારા બાળક પ્રત્યે છે, જેને તમે જન્મ આપ્યો છે.

પ્રાથમિકતા સમજેા : નોકર કે આયાના ભરોસે બાળક ઉછેરી શકાય છે, પણ તેનામાં તે સંસ્કાર ક્યાંથી આવશે, જેા તમે આપી શકો છો? તમે તમારી માતા, બહેન, ભાભીને બોલાવીને તેમના ભરોસે બાળકને છોડીને જેાબ પર જશો તો એ પણ ખોટું છે. તેમનો પોતાનો ઘરપરિવાર છે, જેમના પ્રત્યે તેમની જવાબદારી છે. તેમને મુશ્કેલીમાં નાખીને તમે જેાબ પર જશો, આ તો કોઈ વાત નથી. તમે કોઈ પણ કિંમતે જેાબ છોડવા નથી ઈચ્છતા તો તમારે સંયુક્ત પરિવારમાં લગ્ન કરવા જેાઈતા હતા. પરિવારમાં ઘણા સભ્ય હોવાથી બાળકને માની જરૂર ફીડિંગ સમયે રહે છે. તેના ઉછેર માટે દાદાદાદી, કાકા, મોટા કાકા, કાકી, મોટી કાકી, ફોઈ વગેરે હોય છે. એવામાં તમે કેટલાક મહિનાની માતૃત્વ રજા લઈને ફરીથી જેાબ પર જઈ શકો છો. માતૃત્વની રજાઓ પછી કામ પર જવા કે ન જવાનો નિર્ણય તમારે સમજીવિચારીને લેવો જેાઈએ. જેાકે તે નિર્ણય લેવો મુશ્કેલ છે, પણ નિર્ણય તો લેવો જ પડશે. જેા તમે નોકરી છોડવાનો નિર્ણય લો છો તો એ વાત પર વિચાર કરો કે તમે સક્રિય કેવી રીતે રહેશો, કારણ કે જેમજેમ બાળક મોટું થાય છે તેને તમારી ઓછી જરૂર પડશે. તેથી તમે નોકરી ભલે છોડી દો, પણ સ્વયંને બિઝી રાખવા માટે કોઈ ઉપાય જરૂર શોધો, જેથી તમારી બુદ્ધિ, યોગ્યતા અને પ્રતિભાનો ઉપયોગ થાય. તમારા પતિની આવક ઓછી છે તો તમારે નોકરી છોડવાનો નિર્ણય ન લેવો જેાઈએ. તે માટે થોડા સમય માટે રજાઓ લો. જેાકે તેની અસર પ્રમોશન અને કામ કરવાના સમય પર થશે, પણ નોકરી તો રહેશે. તમારી નોકરી ચાલુ રાખો, છોડવા કે બ્રેક લેવાનો નિર્ણય પતિ અને પરિવારની સહમતીથી લો, નહીં તો તે તમને જ દોષ આપશે. જેા નોકરી છોડવી હોય તો કેમ છોડવી અને ન છોડવી જ હોય તો કેમ ન છોડવી, તેના મહેણાં તમારે જ સાંભળવા પડશે. તેથી તેનો નિર્ણય સમજીવિચારીને લો. તેના પરિણામ ભવિષ્યમાં જેાવા મળે છે.

– કિરણ બાલા.

વધુ વાંચવા કિલક કરો....