સામગ્રી :
૧ કપ રાગીનો લોટ
૧/૨ કપ દહીં
૧/૨ કપ સોજી
૨ મોટી ચમચી સાબુદાણા ૪ કલાક પલાળેલા
૧/૪ કપ ડુંગળી સમારેલી
૧/૪ કપ ત્રણ પ્રકારના કેપ્સિકમ મોટા જુલિયન્સમાં સમારેલાં
૨ મોટી ચમચી ગાજર છીણેલું
૨ મોટી ચમચી ટામેટાં બીજ રહિત ૨ ઈંચ લાંબા ટુકડા
૨ નાની ચમચી આદું અને લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ
ઉત્તપમ શેકવા માટે સોયા લાઈટ ઓઈલ
મીઠું અને મરચું સ્વાદ મુજબ.

રીત :
રાગીના લોટમાં દહીં, સોજી, સાબુદાણા પાણીમાંથી નિતારીને મિક્સ કરો. ૧/૨ કપ પાણી રેડીને તમામ વસ્તુને મિક્સ કરો. ૧/૨ કલાક ઢાંકીને રાખો. ત્યાર પછી બાકીના તમામ શાક, મીઠું અને મરચું નાખો. મિશ્રણ ઘટ્ટ લાગે તો થોડું પાણી રેડો. નોનસ્ટિક તવાને ગરમ કરો. મિશ્રણમાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખો અને નાનાનાના ઉત્તપમ તવા પર ફેલાવો અને શેકો. ચટણી કે સોસ સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....