વાત ૨૦ પ્લસની હોય કે ૫૦ પ્લસની, દરેક ઉંમરમાં મહિલાઓ સુંદરતા નિખારવા માટે અનેક પ્રયાસ કરતી રહે છે. મારી પાડોશણ ૫૦ પ્લસની છે, પરંતુ આ ઉંમરે પણ મેકઅપ અને લુક માટે ખૂબ જ એક્ટિવ છે. કેમ ન હોય? આ ઉંમરમાં પોતાના લુકને નિખારવાની જરૂર ૨૦ પ્લસની છોકરીઓ કરતા પણ વધારે હોય છે, કારણ કે વધતી ઉંમરમાં કરચલીઓ, રિંકલ્સ અને ફાઈન લાઈન્સથી ફેસનો રંગ ઊડી જાય છે, તેથી ફેસ પર નિખાર લાવવા માટે આ મેકઅપ ટ્રિક્સ અપનાવો, જે જણાવી રહ્યા છે મેકઅપ આર્ટિસ્ટ અને સેલિબ્રિટી હેર ડિઝાઈનર સિમરન અને પરમજીત સોઈ :

ફેસ મેકઅપ ટ્રિક્સ : ફેસને વ્યવસ્થિત સાફ કરીને ડાઘધબ્બા પર કંસીલર લગાવો, જેથી તે દેખાય નહીં. પછી તેની પર હળવા હાથ કે બ્રશથી કોંપેક્ટ પાઉડર લગાવો. હવે તેની પર સ્કિન મેચિંગ ફાઉન્ડેશન બેઝનો ઉપયોગ કરો. પૂરા ફેસ પર લગાવીને વ્યવસ્થિત રીતે મર્જ કરો. ક્યારેય પણ વધારે બેઝનો ઉપયોગ ન કરો, નહીં તો તેનાથી સ્કિન વધારે ડલ દેખાશે. બેઝ લગાવીને હળવા બ્રશથી મેચિંગ લૂઝ પાઉડર લગાવો, જેથી બેઝ સેટ થઈ જાય.

આઈ મેકઅપ : બેઝ લગાવીને આઈ મેકઅપની શરૂઆત કરો. આંખ પર ક્રીમ બેઝ શેડ ન લગાવીને પાઉડર બેઝ શેડ જ લગાવીને બ્રશથી મર્જ કરો. પછી લાઈટ બ્રાઉન કે પીચ કલરનો શેડ લગાવો. તેને હળવા હાથે આંખના ખૂણાથી લઈને અંદરની તરફ લગાવો. બહારની તરફ અંદરથી ડાર્ક જ રાખો. હવે બ્રાઉન કે બ્લેક કલર મિક્સ કરીને બ્રશથી લાઈનર લગાવો. અંદરથી લગાવતા બહારની તરફ હળવો લગાવો. જેા વોટર લાઈન એરિયામાં કાજલની જરૂર લાગે તો જ લગાવો, નહીં તો બહારની તરફ લાઈનર લગાવીને બ્રશથી મર્જ કરો. આઈબ્રોઝને શાર્પ દેખાડવા માટે વાળના કલરની આઈબ્રો પેન્સિલનો ઉપયોગ કરો, પણ પેન્સિલ ચલાવીને કોટનથી લૂછો, જેથી તે આર્ટિફિશિયલ ન લાગે.

લિપ મેકઅપ : હોઠના આકાર મુજબ આઉટલાઈન બનાવો. જેા હોઠ પાતળા હોય તો બહારની તરફ કાઢતા આઉટલાઈન બનાવો અને સ્થૂળ છે તો અંદરની તરફ દબાવતા આઉટલાઈન બનાવો. આઉટલાઈન પણ ડાર્ક કલરની ન કરો, જેા કલર તમારી લિપસ્ટિકનો છે, તે જ કલરથી કરો. લિપસ્ટિકનો કલર પણ ઉંમર અનુસાર લાઈટ પિંક, પીચ અને લાઈટ બ્રાઉન જ રાખો. આઉટ લાઈન પછી હોઠ પર લિપસ્ટિક ફિલ કરો.

ચીક્સ મેકઅપ : ચીક્સને ઉભારવા માટે ચીક્સબોન પર બ્રશની મદદથી નીચેથી ઉપરની તરફ એક સ્ટ્રોકમાં પીચ કલરનું બ્લશર લગાવો. આ રીતે જ બીજા ગાલ પર લગાવો.

હેરસ્ટાઈલ :
રોયલ હેરસ્ટાઈલ : વાળ પર બેકકોંબિંગ કરીને એક સાઈડના વાળને વ્યવસ્થિત નીડ કરીને પિન લગાવો. આ રીતે બીજી સાઈડના વાળ કરીને ફ્રેંચ રોલ બનાવીને પિન લગાવો. હવે આગળના વાળનો ૧-૧ સેક્શન લઈને બેકકોંબિંગ કરો. વન સાઈડ વાળને હળવા નીડ કરીને પિન લગાવો. હેરસ્ટાઈલ બની ગયા પછી વાળ પર હેર સ્પ્રે લગાવો. પછી તેને આર્ટિફિશિયલ ફ્લાવરથી સજાવો. હવે સાડીને મેચિંગ લાઈટ વેઈટ જ્વેલરી પહેરો. રોયલ લુક તૈયાર છે.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....