સવારે બાળકોને સ્કૂલ અને પતિને ઓફિસ મોકલ્યા પછી ઘરના કામકાજમાં વ્યસ્ત થયા પછી ક્યારે સાંજ પડી જાય છે તેની ખબર જ નથી રહેતી. માત્ર આ જ બાકી રહે છે આપણું ડેલી રૂટિન. આ સ્થિતિમાં આપણા કેટલાક સ્પેશિયલ ડે પણ આવીને ક્યારે જતા રહે છે તેની પણ ખબર નથી રહેતી. જેાકે આ વાજબી તો નથી. તો પછી નવા વર્ષમાં નવા ઉત્સાહ સાથે થોડો સમય પોતાના માટે પણ કાઢો અને ડેલી લાઈફમાં કેટલાક નાનામોટા સેલિબ્રેશન પણ કરતા રહો. આવો જાણીએ કેવી રીતે સેલિબ્રેશન કરવું :

જ્યારે હોય વેડિંગ એનિવર્સરી અથવા બર્થ-ડે : વેડિંગ એનિવર્સરી દરેક કપલની લાઈફનો ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે. જેા તમારી એનિવર્સરી પણ નજીકમાં આવી રહી હોય તો તેને યાદગાર બનાવો. આ દિવસ માટે ખાસ પ્લાનિંગ અગાઉથી જ કરો, જેથી એનિવર્સરીને દિલ ખોલીને એન્જેાય કરી શકો. જેને તમે પ્રેમ કરો છો, જે તમારો સાથી છે જે આ એક દિવસે તેના માટે કંઈક સ્પેશિયલ કરવામાં આવે તો વિચારો તેને કેટલી ખુશી મળશે અને પછી તેને ખુશ જેાઈને તમને પણ ખૂબ ખુશી મળશે. જાણો તે માટેની કેટલીક ટિપ્સ :

  • તમારા લગ્નની ૫ મી, ૧૦ મી, ૧૪ મી અથવા તો ૨૦ મી એનિવર્સરી ભલે ને હોય તો પણ તેને યાદગાર બનાવવા માટે ૨૫ મી વર્ષગાંઠની રાહ કેમ જેાવી? તેને આજે જ યાદગાર બનાવો. જેાકે તેને સેલિબ્રેટ કરવા માટે ચોક્કસ થોડાક પૈસાનો ખર્ચ થશે અને જેા તમે ખર્ચ કરવા સક્ષમ છો તો પછી આ દિવસને યાદગાર જરૂર બનાવો. તમારા તમામ સગાંસંબંધીને બોલાવીને પાર્ટીનું આયોજન કરો. જેા તમને બહાર પાર્ટી કરવાની ઈચ્છા ન હોય તો ઘરે જ મહેમાનને બોલાવો અને એન્જેાય કરો. આમ કરવાથી ખર્ચ પણ ઓછો થશે, પણ આ કામની જવાબદારી તમે એકલા ન ઉઠાવો, પણ થોડાક કામ તમે તમારા બાળક અને પરિવારના અન્ય સભ્યોમાં પણ વહેંચી દો. આ દિવસ તો તમારો છે તો પછી ઘરના બીજા સભ્યે કામ તો કરવું પડશે.
  • જેા એકલા સેલિબ્રેશન કરવા ઈચ્છો તો આ દિવસે તમારી વેડિંગ નાઈટનું મેન્યુ ફરીથી અજમાવી શકો છો. જેાકે પૂરું નહીં, પણ તે દિવસે તમને જે વધારે ગમ્યું હોય તે. જેા તમે ઈચ્છો તો જમવાનું બહારથી ઓર્ડર કરીને પતિને સરપ્રાઈઝ આપી શકો છો અથવા તો તમે જ તેમની સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કરતા ડિનર તૈયાર કરો. હા, વેડિંગ કેક લાવવાનું ન ભૂલશો. ડિનર પહેલાં કેક કાપીને તમારી વેડિંગ એનિવર્સરી થોડી અલગ રીતે ઊજવો.
  • આ દિવસે તમે બંને કોઈ કામ ન કરો, માત્ર એકબીજા સાથે રહો અને તમારા લગ્નનું આલબમ જેાઈને જૂની યાદોને તાજી કરો. આખો દિવસ નાનીનાની સરપ્રાઈઝ આપીને એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવો. તમારી ફીલિંગ્સ જે વર્ષોથી એકબીજાને નથી જણાવી તે વ્યક્ત કરો.
  • એક સરપ્રાઈઝ ટ્રિપ પ્લાન કરો, જેમાં માત્ર તમે બંને જ હો. તે માટે જેા શક્ય હોય તો બાળકોને ૨-૩ દિવસ માટે કોઈ સંબંધીના ઘરે મૂકી દો. જેા આ વાત શક્ય ન હોય તો બાળકોને સાથે લઈને જાઓ, પરંતુ ત્યાં એકબીજા માટે સમય અચૂક ફાળવો.
  • લવ સ્ટોરી થીમ પર ફોટો શૂટ કરો. આજકાલ તો પ્રોફેશનલ ફોટોગ્રાફર દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે, જેા તમારા આ દિવસને સંપૂર્ણ રીતે યાદગાર બનાવી શકે છે.
  • એકબીજાને ભેટ પણ આપો, માત્ર એક જ નહીં, ઘણી નાનીનાની ભેટ આપો, જેા તમારા સાથીને ગમે. અહીં ભેટની સરખામણી કિંમત સાથે ન કરશો, પણ ભેટ પાછળની સાથીની લાગણીને સમજેા.
  • આ જ રીતે જેા સાથીનો બર્થ-ડે હોય તો પણ આ દિવસને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરો, જેથી તે તેને ભૂલી ન શકે. આ દિવસે એ બધું જ કરો જે તમારા સાથીને પસંદ હોય. જેા તેને પોતાના ફેમિલી સાથે ગમતું હોય તો ખચકાટ વગર તેની ફેમિલી સાથે પાર્ટી પ્લાન કરો અને તે પણ તેને જણાવ્યા વિના. આ પાર્ટીમાં તેના જૂના મિત્રોને કોલ કરીને થોડું અલગ પ્લાનિંગ કરો. કોઈ રોમેન્ટિક મૂવી જુઓ અને સ્પેશિયલ કેન્ડલ લાઈટ ડિનર એન્જેાય કરો. ભેટ પણ એવી આપો, જેની ઈચ્છા તેને વર્ષોથી રહી હોય. આ રીતે નાનીનાની ખુશી શોધીને સાથીના આ ખાસ દિવસને સેલિબ્રેટ કરો.

બાળકોની સફળતા પર સેલિબ્રેશન : બાળકોનું રિઝલ્ટ આવતા તેમને ગમતી ગિફ્ટ તો બાળકો લેતા જ હોય છે, સાથે પોતાના મિત્રો સાથે પાર્ટી પણ કરતા હોય છે, પણ તમારું શું? આપણામાંથી એવા ઘણા પેરન્ટ્સ છે જેા બાળકોની એક્ઝામને પોતાની એક્ઝામ ગણતા હોય છે અને પરીક્ષાની તૈયારી કરાવવા માટે બાળકો સાથે પોતે પણ રાતભર જાગે છે. પછી જ્યારે બાળકો સારા માર્ક્સ સાથે પાસ થાય છે અથવા તો તેમને સારી નોકરી મળી જાય છે, ત્યારે જેટલી ખુશી બાળકોને થાય છે તેનાથી અનેકગણી ખુશી પેરન્ટ્સને થતી હોય છે. તો પછી આ પ્રસંગે જ્યારે બાળકો પાર્ટી કરે છે તો તમારે પણ પાર્ટી તો કરવી જ જેાઈએ અને તે પણ થોડી આ રીતે :

  • એક ફેમિલી ગેટટૂગેધર રાખો, જેમાં પરિવારના બધા લોકો સામેલ હોય. આમ કરવાથી પરીક્ષાના દિવસોનો પૂરો થાક ઊતરી જશે અને પરિવાર સાથે સારો એવો સમય પણ પસાર કરવા મળશે.
    શ્ર જેા બાળકને તેની સફળતા બદલ કોઈ ગિફ્ટ આપી રહ્યા છો તો એક ગિફ્ટ તમારા માટે લેવામાં પણ કોઈ કંજૂસાઈ ન કરો, કારણ કે આ તો તમારી પણ સફળતા છે.
  • બાળકો પાછળ લાંબા સમયથી મહેનત કરીને તમે પણ થાક્યા હશો, તેથી તમારા પોતાના માટે પણ થોડો સમય કાઢો. ઘરે જ એક પાર્ટીનું આયોજન કરો, જેમાં બાળકોના મિત્રોને પણ બોલાવો અને નજીકના પરિવારના લોકોને પણ આ બહાને એક સારી પાર્ટી એન્જેાય કરવા મળશે.

ગૃહિણીનું આઉટડોર સેલિબ્રેશન : શું તમારા ઘરમાં પણ તમારી નણંદ, દિયર અથવા તો તમારા દીકરા અથવા દીકરીનાં લગ્ન થયા છે અથવા તો કોઈ પણ એવું ફંકશન ભલે ને ગમે તે હોય, તેની લગભગ બધી જ જવાબદારી ગૃહિણીની બની જતી હોય છે. પછી ભલે ને તે આ જવાબદારીને વહેંચતી હોય, પરંતુ તેણે પોતાની નજર બધા કામ પર રાખવી પડે છે. આ જ કારણ રહ્યું છે કે ઘરના કોઈ પણ ખાસ સમારંભ પછી ગૃહિણી ખૂબ જ થાકતી હોય છે અને તેને પણ રિલેક્સ થવાની જરૂર પડે છે, પરંતુ આ વખતે તમે પણ રિલેક્સ થવા માટે તમારા ફ્રેન્ડ્સ સાથે આઉટડોર પાર્ટી કેમ નથી કરતા. રજૂ કરીએ છીએ તે માટેની કેટલીક ટિપ્સ :

  • આ તક છે ગર્લ્સગેંગ આઉટિંગની. હા પતિ, બાળકો બધાથી દૂર. આખરે તમે ક્યાં સુધી આ બધામાં અટવાયેલા રહેશો. તેથી તમારી ગેંગને તૈયાર કરીને આજે સાંજે પાર્ટી પર નીકળી જાઓ. અરે તેમાં વિચારવાનું શું, આ વિચાર અમલમાં તો મૂકી જુઓ, કોલેજના દિવસો ફરીથી યાદ ન આવી જાય તો કહેજેા.
  • જેા ઘણા બધા દિવસથી તમને કોઈ હિલ સ્ટેશન પર જવાનું મન હોય અને જેા આ વાત કોઈને કોઈ રીતે પાછી ઠેલાઈ રહી હોય તો હવે આ પ્રોગ્રામ ફ્રેન્ડ્સ સાથે સેટ કરો તો કેવું રહે. પરંતુ એ વાત ન ભૂલો કે બધાનું ધ્યાન રાખવાની સાથેસાથે તમારી ખુશી વિશેના વિચાર અને નાનીનાની પળનું સેલિબ્રેશન તમને તમારી જાત સાથે ચોક્કસપણે મુલાકાત કરાવશે.

– શિખા જૈન.

વધુ વાંચવા કિલક કરો....