દશ્ય-૧ :
ભોપાલના એક મોટા અને જૂના મંદિરમાં ભાગવત કથા ચાલી રહી હતી. પ્રવેશદ્વારની બરાબર સામે મહારાજ અને તેમની ભજનમંડળી સંગીતમય ભાગવત વાંચી રહી હતી. કથાવાચક મહારાજ વિશે પહેલાંથી ખૂબ પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો કે તેઓ ખૂબ પહોંચેલા છે અને ઘણી વાર તેમને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે. પરિણામે તેમને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તેઓ તો માત્ર કળયુગી લોકોને તારવા માટે ધર્મનું કામ કરે છે. આ કથાનો આયોજક એક સંપન્ન બ્રાહ્મણ પરિવાર હતો, જેમના ફ્લેક્સ હોલની ચારેય બાજુ લગાવેલા હતા કે ફલાણો પરિવાર શ્રીમદ્ભાગવત કથામાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. આ બેનરોમાં કથાવાચક સિદ્ધ મહારાજના ફોટા મોટી સાઈઝમાં છાપવામાં આવ્યા હતા. હોલની સજાવટમાં પણ કોઈ કસર બાકી રાખવામાં નહોતી આવી. એક બાજુના ખૂણામાં ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વળી, ભંડારો તો દરરોજ ભાગવતમાં થતો હતો. સિંહાસન જેવું બાજઠ નહીં, પણ સિંહાસન કહેવું વધારે સારું રહેશે, તેની પર બિરાજમાન થઈને મહારાજ માઈકની સામે સુદામા પ્રસંગ સંભળાવી રહ્યા હતા. હોલમાં બેઠેલા અને આસપાસ ઊભા રહેલા લગભગ દોઢ હજાર ભક્ત ભક્તિરસમાં ડૂબીને કથાનો રસાસ્વાદ લઈ રહ્યા હતા. હજી તો ભાગવતનો ચોથો જ દિવસ હતો અને મોહમાયા ત્યાગવાનો દાવો કરનાર મહારાજની સામે હજારોની દક્ષિણા શોભાયમાન થઈ રહી હતી, જેને જેાઈને તેમના ચહેરા પર તેજ વધી ગયું હતું. હજી તો મહારાજે કૃષ્ણસુદામા પ્રસંગનું ભાવભીનું વર્ણન શરૂ કર્યું હતું કે મંચની પાછળથી હાથમાં દાનપાત્ર લઈને એક ગરીબ ગંદા કપડાંમાં આવી ગયો અને મહારાજ સામે હાથ જેાડીને આવતા નીચે ઊતરી ગયો. પછી મહારાજે ઈશારાથી સ્પષ્ટતા કરી કે આ સુદામા છે અને ફરી પાછા મૂળ પ્રસંગ પર આવી ગયા. આ સુદામા જેવા દર્શકોની વચ્ચે આવ્યો કે બેઠેલા ભક્તો તેના ચરણસ્પર્શ કરીને તેના હાથમાં રહેલા દાનપાત્રમાં યથાશક્તિ પૈસા એટલે કે દાન મૂકવા લાગ્યા. ભક્તિમાં આ સહાનુભૂતિનો રસ ભેળવવાની ગરજે આ સુદામા થોડો લંગડાઈને ચાલી રહ્યો હતો. જેાતજેાતામાં તેનું પાત્ર દાનની નોટથી ભરાઈ ગયું ત્યારે તેણે ખભા પર લટકાવેલો થેલો ભરી લીધો, જેથી દાનવીર ભક્તોને દાન આપવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ સુદામાએ લોકોને આશીર્વાદ આપ્યા અને બદલામાં પૈસા લીધા. જેાકે આ નોટની ગણતરી તો પછી મહારાજે કરી હશે, પણ હોલમાં લોકોને દાન આપતા જેાઈને એમ કહી શકાય કે મહારાજે ૧૦ હજાર રૂપિયાથી ઓછા તો ભેગા નહીં જ કર્યા હોય. દાનવીર ભક્તમાં શિક્ષિત અને સંપન્નથી લઈને અભણ અને ગરીબ લોકો પણ હતા. દરેકે હેસિયત મુજબ સુદામાને દાન આપ્યું. જેાકે તેઓ ૪ દિવસથી દરરોજ મંદિર અને મહારાજને પણ પૈસા ચઢાવી રહ્યા હતા, પરંતુ સુદામાને પોતાની વચ્ચે આવેલો જેાઈને તેમણે પુણ્ય કમાવાની અને દાન આપવાની તક પણ ગુમાવી નહોતી. ભાગવત કથાના આયોજનમાં હવે આ પ્રકારના દશ્ય સામાન્ય છે. હકીકતમાં આ દાન કઢાવવાની એક નવી રીત છે, જેને શક્તિ અને ધર્મના સંમોહનમાં ડૂબેલા લોકો નથી સમજતા કે ભાગવત કથા કેવી રીતે તેમના ખિસ્સાને ખંખેરી રહી છે, વળી આ સુદામા પણ કળિયુગનો, તેમના જેવો હાડમાંસનો માનવી, જેા માત્ર પોતાનો રોલ નિભાવી રહ્યો છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....