દશ્ય-૧ :
ભોપાલના એક મોટા અને જૂના મંદિરમાં ભાગવત કથા ચાલી રહી હતી. પ્રવેશદ્વારની બરાબર સામે મહારાજ અને તેમની ભજનમંડળી સંગીતમય ભાગવત વાંચી રહી હતી. કથાવાચક મહારાજ વિશે પહેલાંથી ખૂબ પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો કે તેઓ ખૂબ પહોંચેલા છે અને ઘણી વાર તેમને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે. પરિણામે તેમને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તેઓ તો માત્ર કળયુગી લોકોને તારવા માટે ધર્મનું કામ કરે છે. આ કથાનો આયોજક એક સંપન્ન બ્રાહ્મણ પરિવાર હતો, જેમના ફ્લેક્સ હોલની ચારેય બાજુ લગાવેલા હતા કે ફલાણો પરિવાર શ્રીમદ્ભાગવત કથામાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. આ બેનરોમાં કથાવાચક સિદ્ધ મહારાજના ફોટા મોટી સાઈઝમાં છાપવામાં આવ્યા હતા. હોલની સજાવટમાં પણ કોઈ કસર બાકી રાખવામાં નહોતી આવી. એક બાજુના ખૂણામાં ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વળી, ભંડારો તો દરરોજ ભાગવતમાં થતો હતો. સિંહાસન જેવું બાજઠ નહીં, પણ સિંહાસન કહેવું વધારે સારું રહેશે, તેની પર બિરાજમાન થઈને મહારાજ માઈકની સામે સુદામા પ્રસંગ સંભળાવી રહ્યા હતા. હોલમાં બેઠેલા અને આસપાસ ઊભા રહેલા લગભગ દોઢ હજાર ભક્ત ભક્તિરસમાં ડૂબીને કથાનો રસાસ્વાદ લઈ રહ્યા હતા. હજી તો ભાગવતનો ચોથો જ દિવસ હતો અને મોહમાયા ત્યાગવાનો દાવો કરનાર મહારાજની સામે હજારોની દક્ષિણા શોભાયમાન થઈ રહી હતી, જેને જેાઈને તેમના ચહેરા પર તેજ વધી ગયું હતું. હજી તો મહારાજે કૃષ્ણસુદામા પ્રસંગનું ભાવભીનું વર્ણન શરૂ કર્યું હતું કે મંચની પાછળથી હાથમાં દાનપાત્ર લઈને એક ગરીબ ગંદા કપડાંમાં આવી ગયો અને મહારાજ સામે હાથ જેાડીને આવતા નીચે ઊતરી ગયો. પછી મહારાજે ઈશારાથી સ્પષ્ટતા કરી કે આ સુદામા છે અને ફરી પાછા મૂળ પ્રસંગ પર આવી ગયા. આ સુદામા જેવા દર્શકોની વચ્ચે આવ્યો કે બેઠેલા ભક્તો તેના ચરણસ્પર્શ કરીને તેના હાથમાં રહેલા દાનપાત્રમાં યથાશક્તિ પૈસા એટલે કે દાન મૂકવા લાગ્યા. ભક્તિમાં આ સહાનુભૂતિનો રસ ભેળવવાની ગરજે આ સુદામા થોડો લંગડાઈને ચાલી રહ્યો હતો. જેાતજેાતામાં તેનું પાત્ર દાનની નોટથી ભરાઈ ગયું ત્યારે તેણે ખભા પર લટકાવેલો થેલો ભરી લીધો, જેથી દાનવીર ભક્તોને દાન આપવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ સુદામાએ લોકોને આશીર્વાદ આપ્યા અને બદલામાં પૈસા લીધા. જેાકે આ નોટની ગણતરી તો પછી મહારાજે કરી હશે, પણ હોલમાં લોકોને દાન આપતા જેાઈને એમ કહી શકાય કે મહારાજે ૧૦ હજાર રૂપિયાથી ઓછા તો ભેગા નહીં જ કર્યા હોય. દાનવીર ભક્તમાં શિક્ષિત અને સંપન્નથી લઈને અભણ અને ગરીબ લોકો પણ હતા. દરેકે હેસિયત મુજબ સુદામાને દાન આપ્યું. જેાકે તેઓ ૪ દિવસથી દરરોજ મંદિર અને મહારાજને પણ પૈસા ચઢાવી રહ્યા હતા, પરંતુ સુદામાને પોતાની વચ્ચે આવેલો જેાઈને તેમણે પુણ્ય કમાવાની અને દાન આપવાની તક પણ ગુમાવી નહોતી. ભાગવત કથાના આયોજનમાં હવે આ પ્રકારના દશ્ય સામાન્ય છે. હકીકતમાં આ દાન કઢાવવાની એક નવી રીત છે, જેને શક્તિ અને ધર્મના સંમોહનમાં ડૂબેલા લોકો નથી સમજતા કે ભાગવત કથા કેવી રીતે તેમના ખિસ્સાને ખંખેરી રહી છે, વળી આ સુદામા પણ કળિયુગનો, તેમના જેવો હાડમાંસનો માનવી, જેા માત્ર પોતાનો રોલ નિભાવી રહ્યો છે.

દશ્ય ૨ :
ભોપાલના પોશ વિસ્તાર શાહપુરામાં આવેલી મનીષા માર્કેટમાં શોપ ચલાવતા અનિલ કુમાર લાલવાણીના કાઉન્ટર પર માર્બલની બનેલી એક ગાય મૂકેલી હતી. દેખાવે ખૂબ આકર્ષક આ ગાય હકીકતમાં એક ગલ્લો છે, તેની પીઠ પર સંબંધિત ગૌસેવા સંસ્થાનું નામસરનામું લખેલું હતું. અનિલના અંદાજ મુજબ દરરોજ ઓછામાં ઓછા ૨૦૦ રૂપિયા ગ્રાહકો આ ગલ્લામાં નાખે છે. કેટલાક લોકો ગાયના ચરણસ્પર્શ કરે છે. થોડા દિવસ પહેલાં મથુરા-વૃંદાવનના આશ્રમના કેટલાક લોકો આ ગાય એટલે કે ગલ્લાને અનિલને વિનંતી કરીને અહીં મૂકી ગયા. એક ભોપાલમાં અલગઅલગ દુકાને મૂકેેલા ગલ્લાની સંખ્યા અંદાજિત ૨૦૦૦ની આસપાસ હશે. હેરાનપરેશાન લોકો ગાયની પીઠ પર બનાવેલા કાણામાં નોટ નાખે છે. ૧-૨ મહિનામાં જ્યારે પીઠ (પેટ કહેવું જેાઈએ) ભરાઈ જાય ત્યારે મૂકનાર સંસ્થાના લોકો ભરેલો ગલ્લો લઈ જાય છે અને તેના સ્થાને બીજેા ખાલી ગલ્લો મૂકી જાય છે. આવા એક ગલ્લામાં નાનીમોટી નોટ મળીને લગભગ ૧૦ હજાર રૂપિયા સરળતાથી મળે છે. અહીં હાસ્યાસ્પદ અને ચિંતનીય વાત એ છે કે મનીષા માર્કેટમાં જીવતીજાગતી ગાય ભૂખીતરસી બેસે છે જેની પર ગૌભક્ત, દાનવીર કોઈ ધ્યાન નથી આપતા. કદાચ જીવિત ગાયને ઘાસચારો ખવડાવવાથી એટલું પુણ્ય નથી મળતું, જેટલું પુણ્ય પૂરા દેશની લાખો દુકાન પર મૂકેલા આવા ગાયછાપ ગલ્લામાં પૈસા નાખવાથી મળે છે. ૧૦૦-૨૦૦ રૂપિયાની એક આરસપહાણની ગાય દ્વારા લાખો રૂપિયાની કમાણી કેવી રીતે કરી શકાય, તે આવા આશ્રમ અને સંસ્થાને પૂછવું જેાઈએ, જેા સંગઠિત રીતે દાનનો ધંધો ચલાવીને ભક્તોની દાન આપવાની માનસિકતા અને કમજેારીનો લાભ લેતા અસલી ગાયના ઘી અને દૂધ ખાઈપી રહ્યા છે. તેમની પર ન કોઈ ટેક્સ લાગે છે ન કોઈ જીએસટી અસર કરે છે. દુકાનદારો આવી ગાયને કેમ પોતાની દુકાનમાં રાખે છે. દુકાનદાર પણ અંધશ્રદ્ધાળુ હોય છે, જે માને છે કે આ એક ગૌસેવા છે, પણ તે એ વાતથી અજાણ હોય છે કે ખરેખર આ દાનના પૈસાથી ગાયના ભલા માટે કંઈ થાય છે કે નહીં અથવા જાણેઅજાણે તેઓ પણ ધર્મના દુકાનદારનું મહોરું બનીને તો નથી રહી ગયા ને. કેટલાક દુકાનદારો માને છે કે પ્રતિસ્પર્ધાના આ સમયમાં આવા ટુચકા પણ અસરકારક સાબિત થાય છે. આરસપહાણની ચમકતી ગાય કાઉન્ટર પર મૂકવાથી નવા ગ્રાહકો દુકાન તરફ આકર્ષિત થાય છે. એટલે કે આ શ્રદ્ધા નહીં સ્વાર્થ છે. આ પ્રકારની બીજી હજારોલાખો અંધશ્રદ્ધા અને ધર્મના નામે થતી છેતરપિંડીની જેમ આ પ્રશ્નનો જવાબ અને આ માનસિકતાનો ઉકેલ નથી.

દશ્ય ૩ :
ભોપાલના કોલાર વિસ્તારના સાંઈ મંદિર શિરડીપુરમમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં કેટલાક સિક્કા દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા, જેને જેાવા હજારો સાંઈભક્ત આવ્યા અને પૈસા પણ ચઢાવ્યા. આ સિક્કાઓ વિશે પ્રચાર કરવામાં આવ્યો હતો કે આ સિક્કા તો સ્વયં સાંઈબાબાએ ૧૦૦ વર્ષ પહેલાં એક ભક્તને આપ્યા હતા. આ વાતમાં નવું શું છે કે લોકો પૂજાપાઠ અને પૈસા ચઢાવવા ઊમટી પડ્યા. આ સિક્કા તો આજે પણ અનેક ઘરમાં મળી જશે, જે ૧૦૦ વર્ષથી પણ વધારે જૂના હશે. અહીં ફરક માત્ર એ વાતનો છે કે આ સિક્કા એટલે ચમત્કારી હશે, કારણ કે તેને સાંઈબાબાએ નહીં, પણ ગૃહસ્વામીના પૂર્વજેાએ સ્પર્શ કર્યો હશે, જે ચમત્કારી તો નહોતા. હકીકતમાં આવા ટુચકા ભક્ત અને દાન આપનારની સંખ્યાને વધારવા માટે કરવામાં આવે છે. સાંઈબાબાના સિક્કા પર પણ દાન ઉઘરાવવાની વાત પરથી એક મહત્ત્વની વાત ઉજાગર થઈ કે અંધશ્રદ્ધા અને દાનદક્ષિણાના કિસ્સામાં લોકો રામ, કૃષ્ણ, હનુમાન અને સાંઈબાબામાં ભેદભાવ નથી રાખતા. ઉલ્લેખનીય છે કે એક શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સાંઈબાબા પર મુસલમાન અને વૈશ્યપુત્ર હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે એ વાત પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી કે લોકોએ સાંઈબાબાની ભક્તિ સનાતની રીતે ન કરવી જેાઈએ. તેમના આ આરોપથી ગુસ્સાહિત સાંઈભક્તે અદાલતનો આશરો લીધો હતો, જેનો કેસ આજે પણ ચાલી રહ્યો છે. આ પ્રસંગનો ઉલ્લેખ એટલે કે વિભિન્ન દેવીદેવતા અને સાંઈભક્ત વચ્ચે પૂજાપાઠ, અંધશ્રદ્ધા અને દાનના કિસ્સામાં કોઈ ફરક નથી રહ્યો. અંતહીન છે

દશ્ય ૪ :
આ એક શહેરના જ ઉદાહરણ છે, તે પરથી સાબિત થાય છે કે દાન ઉઘરાવવા માટે ધર્મના દુકાનદાર શું-શું નથી કરતા. દેશભરમાં આજે આવા સ્થળ અને પ્રતિક ચિહ્ન જેાવા મળે છે. જ્યાં દિલ ખોલીને પૈસા ચઢાવવામાં આવે છે. જરૂરી નથી કે પૈસા મંદિરમાં બિરાજમાન મૂર્તિની સામે ચઢાવવામાં આવે, પણ એવી રીત આ ધર્મના વેપારીઓએ શોધી કાઢી છે કે જેને જેાઈને તેમની કલા અને ચાલાકીના વખાણ કરવાથી તમે પણ અટકી નહીં શકો. ચિત્રકૂટમાં સીતાનું રસોડું છે, નાસિકમાં પણ છે અને બસ્તર જેવા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ છે, આ સીતા રસોડામાં પણ ભક્તો એટલી શ્રદ્ધાપૂર્વક પૈસા ચઢાવે છે જાણે તે મંદિરના માલિક, સંચાલક, પૂજારી અથવા પંડાની પાસે ન જતા સીધા સીતામાતાના બેંક જતા હોય. લેનાર દાન કેમ લે છે, આ વાતને કોઈ પુરાવાની જરૂર નથી કે તેનાથી લેનારનું ઘરે બેઠાંબેઠાં પેટ ભરાય અને એશઆરામભર્યું જીવન જીવી શકે અને તે પણ કોઈ પરસેવો પાડ્યા વિના, તો પછી તેઓ કેમ કામ કરે? પરંતુ આપનારને તો શું કહેવું, જેમના મગજમાં એ વાત ઠાંસીઠાંસીને ભરવામાં આવેલી છે કે બધું ભગવાનનું છે અને તે જ આપે છે. હવે તેમાંથી થોડું દાનદક્ષિણા રૂપે આપવામાં આવે તો મુશ્કેલી શું છે.

પાપથી મુક્તિના પાખંડ : દાન કરવાથી પાપમાંથી મુક્તિ મળી જાય તો પછી કમ સે કમ આપણા દેશમાં તો કોઈ પાપી છે જ નહીં જ્યાં ભિખારી પણ દિવસરાત મહેનત કરીને ભીખ માંગે છે અને તેમાંથી થોડું ભગવાનને દાનરૂપે આપે છે. દાન એ કોઈ પણ પ્રકારની શ્રદ્ધાનું પ્રતીક નથી, પણ તે એક ડર છે કે દાનદક્ષિણા આપશો નહીં તો પાપી અને નાસ્તિક કહેવાશો. આ ડર કોણે અને કેવી રીતે બેસાડ્યો છે તે દરેક ભક્ત સારી રીતે જાણે છે. તેમ છતાં પણ તેનાથી જે મુક્તિ મેળવવા ન ઈચ્છો તો પછી દેશને ઊંડી ખીણમાં ધકેલવામાં તે પોતાનું બલિદાન આપી રહ્યો છે. સરેરાશ ૬ વર્ષની જિંદગીમાં એક મધ્યમ વર્ગના કમ સે કમ ૫૦ લાખ રૂપિયા દાનદક્ષિણા પાછળ ખર્ચતો હોય છે અને તેના બદલામાં તેને તો શું બીજા કોઈને પણ કંઈ મળતું નથી. આટલા પૈસામાં લોકો એક ગરીબ બાળકના અભ્યાસનો ખર્ચ ઉઠાવે તો દેશમાં કોઈ અશિક્ષિત ન રહે. હકીકતમાં લોકો પણ સમાજ અને દેશના ભલા માટે કંઈ જ કરવા નથી ઈચ્છતા, તેથી કમાણીનો મોટો હિસ્સો દાનમાં આપી દે છે, જેથી પોતાની સામાજિક જવાબદારીથી બચેલા રહે. આ હીનતા અથવા ગ્લાનિ જે દિવસે દૂર થશે તે દિવસથી આપણો દેશ ખુશહાલ બની જશે.

– ભારત ભૂષણ શ્રીવાસ્તવ.

વધુ વાંચવા કિલક કરો....