મુંબઈના લોખંડવાલામાં એક રેસ્ટોરન્ટે પોતાના એન્ટ્રેન્સ પર ૨ મોટા પાંજરામાં ઠીંગણા વાનર મૂક્યા હતા. જેાકે ગ્રાહકોને પણ તેઓ જ સૌથી વધારે આકર્ષિત કરી રહ્યા હતા. ત્યાર પછી મેં રાજ્યના પશુ કલ્યાણ વિભાગને હોટલના માલિકની ધરપકડ કરવા કહ્યું, પરંતુ વન વિભાગે કાર્યવાહી કરવા એમ કહીને ઈન્કાર કરી દીધો કે દેશી પ્રાણીઓને રાખવા પર કોઈ ગુનો લાગુ નથી પડતો. લાગે છે કે જ્યાં સુધી મને કોઈ આ વાતનો ઉપાય મળી નહીં જાય, ત્યાં સુધી આવા તસ્કરો લુપ્તપ્રાય પ્રાણીઓને દર્શાવતા રહેશે. થોડા મહિના પહેલાં પુણેમાં એક ફેર ભરાયો હતો. અહીં સુંદર વિદેશી પક્ષી, માછલીઓ અને ખાસ પ્રજાતિના કૂતરાને પ્રદર્ષિત કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી, પરંતુ પોલીસ અને વન વિભાગે કોઈ જ પગલાં ભર્યા નહીં, કેમ? કારણ કે તેમનું કહેવું હતું કે વિદેશી પ્રજાતિઓ પર કોઈ પણ ભારતીય કાયદો લાગુ પડતો નથી. તેમને નવા પશુ કલ્યાણ બોર્ડના ચેરમેને મંજૂરી આપી હતી અને આ પશુઓને ખુલ્લામાં નહીં, ચોરીછૂપી વેચી પણ નાખવામાં આવ્યા.

બેરોકટોક ચાલે છે કારોબાર : ગત દિવસોમાં બેંગલુરુના એક ઘરમાંથી ૩ ખાસ વિદેશી પ્રજાતિના અજગર મળ્યા હતા. વન વિભાગે પણ એમ કહીને હાથ ઊંચા કર્યા કે આ તો વિદેશી જાતિના છે અને તેને રાખવા પર કોઈ ગુનો બનતો નથી. પછી માલિકે ચોરીછૂપી આ અજગરો જંગલમાં છોડી દીધા. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ આફ્રિકન પિટ વાઈપર સાપના કરડવાથી મરી ગયો. કદાચ આ સાપ વિદેશમાંથી ચોરીછૂપી લાવવામાં આવ્યો હશે. કોઈ પણ પશુ વેચનારને ત્યાં તમે પહોંચી જાઓ, તમને એક્ઝોટિક દુર્લભ જીવના ઘણા બધા નમૂના મળી જશે. નેટ પર હજારો પ્રકારના રંગબેરંગી, અનોખા જીવ વેચાવા ઉપલબ્ધ છે. મેક્સિકો, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાંથી દુર્લભ જીવ કસ્ટમ પાર કરીને ભારતમાં લવાઈ રહ્યા છે. તેની તસ્કરી પણ ભરપૂર પ્રમાણમાં થાય છે. આ જીવને સામાન્ય રીતે બીજા સામાનથી ભરેલા કંટેનરમાં લવાય છે, જેને ખોલીને જેવું કસ્ટમ વિભાગ માટે પણ અશક્ય હોય છે.

કસ્ટમની મિલીભગત : એક મહિલા કસ્ટમ ઓફિસર તો પોતે જ તસ્કરીમાં સામેલ હતી. તેનો પાર્ટનર થાઈલેન્ડમાં હતો. જ્યારે મેં ફરિયાદ કરી ત્યારે તેની બદલી કરી દેવામાં આવી, પરંતુ હજી પણ તે બીજા કોઈ પોર્ટ પર ફરજ બજાવે છે અને ત્યાં પોતાના પાર્ટનર સાથે મળીને તસ્કરી કરવા માટે આઝાદ છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરો તો માત્ર કાયદો બદલવાની વાત કરતું હોય છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ ને બદલવા માટે જયરામ રમેશ, સુનીતા નારાયણ અને હવે ડો. રાજેશ ગોપાલ પણ કંઈ કરી શક્યા નથી. આ પ્રકારના સોફ્ટ શેલ્ડ કાચબા, ખાસ પ્રજાતિની ગરોળી, કાચિંડા, લમ્બર્ડ્સ, સાપ, મંકોડાને ભારતમાં લાવીને વેચવામાં આવી રહ્યા છે અને કોઈ કંઈ જ કરી શકતું નથી. દિલ્લીમાં સરકારના નાક નીચે દરેક પ્રકારના દુર્લભ જીવ મળી શકે છે. ઈગુઆના રૂપિયા ૧૮ હજારમાં મળે છે અને ટારેંટ્યૂલા રૂપિયા ૧૬ હજારમાં. કાચિંડા પણ રૂપિયા ૧૨ હજારમાં મળી જાય છે. દિલ્લીમાં મુખ્ય વન્યજીવ વોર્ડન કાર્યાલય છે અને તે પણ ૨ ઈન્સ્પેક્ટરની સાથે, પરંતુ તેઓ ક્યારેય પોતાની ઓફિસની બહાર નીકળતા નથી. હું જ્યારે ઈચ્છુ ત્યારે મારી મરજી મુજબ કંઈ પણ અહીંથી ખરીદી શકું છું. મહારેલીમાં એક વ્યક્તિના રાજકારણીઓ સાથે સારા સંબંધ છે, પરંતુ કાયદો ન હોવાથી તે હંમેશાં આ ગુનામાંથી બચી જાય છે. આપણા સરકારી અધિકારીઓની સ્થિતિ એ છે કે તેઓ એમ વિચારતા હોય છે કે દેશ? આંતરરાષ્ટય સમજૂતીઓ પર દુર્લભ જીવને બચાવવા હસ્તાક્ષર કરે છે, જેથી દેશની સારી છબિ જળવાઈ રહે, પરંતુ આ સમજૂતી પર અમલ કરવો અર્થહીન વાત છે. દુનિયાભરના દુર્લભ જીવને નષ્ટ કરવામાં અમેરિકા તથા ચીન પછી ભારતનો નંબર આવે છે.

– મેનકા સંજય ગાંધી

વધુ વાંચવા કિલક કરો....