રાષ્ટ્રીય અપરાધ બ્યૂરોના આંકડા પ્રમાણે મહિલાઓ પ્રત્યે ક્રૂરતા સૌથી ઝડપથી વધતો અપરાધ છે. દર ૩૪ મિનિટમાં એક મહિલા સાથે બળાત્કાર કરવામાં આવે છે અને દર ૪૩ મિનિટમાં એક મહિલા અપહરણ કરવામાં આવે છે. ‘પત્ની ઘેલો જેવી કહેવતને ઘણીવાર લોકો મજાકમાં લેતા હોય છે, કારણ કે સામાન્ય રીતે પૂરી દુનિયામાં મહિલાઓને નિમ્ન કક્ષાની સમજાવામાં આવે છે અને પુરુષ જ ઘરનો આગેવાન હોય છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક ગ્રૂપે એક વિસ્તારનું નામ આપીને એવું તંત્ર સ્થાપિત કર્યું છે કે જ્યાં ખરેખર પુરુષ મહિલાઓના ગુલામ હોય છે. ‘વુમન ઓવર મેન’ મોટો ધરાવતા આ કહેવાતા દેશનું શાસન પણ એક મહિલાના હાથમાં જ છે. આ દેશ છે અધર વર્લ્ડ કિંગડમ જે ૧૯૯૬માં યુરોપિયન દેશ ચેક રિપબ્લિકનમાં એક ફાર્મહાઉસમાં બન્યો. આ દેશની રાણી પેટ્રિસિયા પ્રથમ છે, પણ તેમનો ચહેરો આજ સુધી બાહ્ય દુનિયાએ નથી જેાયો. આ દેશની મૂળ નાગરિક માત્ર મહિલાઓ હોય છે અને પુરુષ માત્ર ગુલામની હેસિયતથી રહે છે. આ શગૂફે જેવો જ દેશ છે પણ તેમ છતાં સાબિત કરે છે કે દુનિયામાં આવા લોકો હાજર છે જે મહિલાઓના સંપૂર્ણ શાસનમાં વિશ્વાસ ધરાવે છે.

ભારતના મણિપુરની રાજધાની ઈમ્ફાલનુઈમા બજાર સૌથી મોટું બજાર છે. તેને મણિપુરની લાઈફલાઈન પણ કહી શકાય છે. આ બજારની ખાસિયત એ છે કે અહીં મોટાભાગના દુકાનદાર પણ મહિલાઓ જ છે અને ખરીદદાર પણ. ૪ હજારથી વધારે દુકાનવાળા આ બજારમાં શાકભાજી, ફળ, કપડાં, કરિયાણાથી લઈને દરેક પ્રકારની વસ્તુઓ મળી જશે. અહીં કોઈપણ દુકાન પર પુરુષોને કામ કરવાની મંજૂરી નથી. આ બજારનો પાયો ૧૭૮૬માં મુકાયો હતો. જ્યારે મણિપુરના તમામ પુરુષ ચીન અને બર્માની સેનાઓ સાથે યુદ્ધમાં સામેલ થવા ગયા અને મહિલાઓને પરિવાર સાચવવા માટે બહાર આવવું પડ્યું. તેમણે દુકાનો લગાવીને ધન કમાયું. આ રીતે જરૂરિયાત મુજબ સામાજિક વ્યવસ્થામાં આવેલું આ પરિવર્તન પરંપરામાં ફેરવાઈ ગયું. જાતે સમાજ રચ્યો હકીકતમાં, જે સમાજમાં આપણે રહીએ છીએ તેની રચના આપણે જ કરી હોય છે. જિંદગીને સરળ બનાવવા, એકરૂપતા લાવવા અને બીજી જરૂરિયાતોની દજિએ જરૂરિયાત મુજબ માણસે સમાજના રીતરિવાજ અને પરંપરા બનાવી. મહિલાઓ-પુરુષોની ભૂમિકા નક્કી કરવામાં?આવી. પુરુષ જેાકે શારીરિક રીતે વધારે શક્તિશાળી રહેતા હતા, તેથી તેમને બહાર દોડધામ અને ધનસંપત્તિ લાવવાની જવાબદારી સોંપવામાં આવી. ત્યાં મહિલાઓ જેાકે બાળકોને જન્મ આપે છે, તેથી બાળકોનો ઉછેર અને ઘર સાચવવાની જવાબદારી તેમને આપવામાં?આવી. પરંતુ તેનો અર્થ એ નથી કે સ્ત્રીપુરુષની વચ્ચે કોઈ જન્મજાત અંતર હોય છે. તે દરેક રીતે સમાન છે. સમાજ જ તેમના સ્વભાવગત ગુણ અને ભૂમિકાઓથી તેમને અવગત કરાવે છે?અને એ જ રીતે ભૂમિકાઓ નિભાવવાની આશા રખાય છે. ન તો યુવતીઓ વધારે સંવેદનશીલતા અને બુદ્ધિકૌશલ લઈને પેદા હોય છે અને ન છોકરા સત્તા અને શક્તિ લઈને આવે છે. સમાજ જ બાળપણથી તેમને આ પ્રકારની શીખ આપે છે કે તે સ્ત્રી કે પુરુષ રૂપે મોટા થવા લાગે છે. કેમ વહેંચાઈ ભૂમિકાઓ આ સંદર્ભમાં જૂના સમયની જાણીતી માનવશાસ્ત્રી અને સમાજ વૈજ્ઞાનિક માર્ગ્રેટ મીડનો અભ્યાસ ઘણો રોચક છે. મીડે પૂરી દુનિયાની અલગઅલગ સામાજિક વ્યવસ્થાનો રિસર્ચ કરી શક્યો કે લગભગ તમામ સમાજમાં પુરુષોની જ બોલબાલા છે?અને સ્ત્રીપુરુષની ભૂમિકાઓ પણ વહેંચાયેલ છે. રિસર્ચ પછી મીડને કેટલીક એવી જનજાતિઓ પણ જેાવા મળી જ્યાંની સામાજિક વ્યવસ્થા બિલકુલ અલગ હતી. ૧૯૩૫માં પ્રકાશિત તેમનું પુસ્તક ‘સેક્સ એન્ડ ટેમ્પરામેન્ટ ઈન થ્રી પ્રીમિટિવ સોસાયટી’માં એવી ૩ જનજાતિઓનું વિવરણ છે જ્યાં સ્ત્રીપુરુષની ભૂમિકાઓ બિલકુલ અલગ રીતે નક્કી કરવામાં આવી હતી. મીડે જેાયું કે ન્યૂ ગુયાના આઈલેન્ડના પહાડી વિસ્તારમાં રહેનારી અરાપેશ નામક જનજાતિમાં મહિલાઓ અને પુરુષોની ભૂમિકા એકસમાન હતી. બાળકોના ઉછેરમાં બંને સમાન રીતે સહકાર આપતા, મળીને અનાજનું ઉત્પાદન કરતા, ભોજન બનાવતા અને ક્યારેય પણ ઝઘડો કે વિવાદમાં ફસાવાનું પસંદ નહોતા કરતા. આ રીતે એક જનજાતિ મુંડુગુમોરમાં પણ સ્ત્રીપુરુષની ભૂમિકાઓ સમાન હતી. ફરક માત્ર એટલો હતો કે અહીં સ્ત્રીપુરુષ બંને ‘પુરુષોચિત’ ગુણથી યુક્ત હતા. તે યોદ્ધાઓની જેમ વ્યવહાર કરતા હતા. શક્તિ અને પદ મેળવવા માટે પ્રયાસ કરતા રહેતા હતા અને બાળકોના ઉછેરમાં રુચિ નહોતા રાખતા. ત્રીજી જનજાતિ જેનો માર્ગ્રેટ મીડે ઉલ્લેખ કર્યો તે હતી ન્યૂ ગિયાનાની ચાંબરી કમ્યુનિટી. અહીં સ્થિતિ બિલકુલ અલગ હતી. સ્ત્રીપુરુષોની વચ્ચે અંતર હતું, પણ પરંપરાગત વિચારસરણીથી બિલકુલ ભિન્ન. પુરુષ ઈમોશનલી ડિપેંડેંટ અને ઓછા જવાબદાર હતા. તે ભોજન બનાવવા, ઘરની સાફસફાઈ અને બાળકોની સંભાળ લેવાનું કામ કરતા હતા જ્યારે મહિલાઓ વધારે લોજિકલ, ઈંટેલિજેંટ અને ડોમિનેંટ હતી. જેન્ડર ઈક્વેલિટીની માન્યતા ૧૯મી સદીમાં ઈઝરાયલના ‘કિબુટ્સ’ નામક સમુદાય જેન્ડર ઈક્વેલિટીનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરતા હતા. આ સમય હતો ઔદ્યોગિકીકરણ પહેલાંનો. અહીંના લોકો ખેતીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સમુદાયના પુરુષોને મહિલાઓના પરંપરાગત કામ જેવું ભોજન બનાવવું, બાળકોની સંભાળ વગેરે કરવાને પ્રોત્સાહિત કરવામાં?આવતા. જેાકે મહિલાઓ સ્વયં પણ આ કામ કરતી હતી. તેની સાથે જ પુરુષોવાળા કામ જેમ કે અનાજનું ઉત્પાદન, ઘરપરિવારની સલામતી વગેરે સ્ત્રીપુરુષ બંને મળીને કરતા હતા. તે દરરોજ કે અઠવાડિયાના હિસાબથી પોતાનું કામ બદલતા રહેતા જેથી સ્ત્રીપુરુષ બંને દરેક પ્રકારના કામમાં પોતાનો ફાળો આપી શકે. આજે પણ ઈઝરાયલમાં ૨૦૦થી વધારે કિબુટ્ઝ સમુદાય હાજર છે, જ્યાં સામાજિક વ્યવસ્થા જેન્ડર ઈક્વેલિટીના સિદ્ધાંત પર આધારિત છે. એક દ્રષ્ટિએ જેાઈએ તો આ પ્રકારની સામાજિક વ્યવસ્થા જ આદર્શ કહી શકાય છે. પણ હકીકતમાં આ ઉદાહરણ ખૂબ ઓછા મળે છે.

સમગ્ર દુનિયામાં હંમેશાં સ્થિતિ એ રહી છે કે મહિલાઓ ઘર સાચવવા અને પુરુષ બાહ્ય કામ કરે, પૈસા કમાઈને લાવે. તેનાથી પુરુષોમાં વર્ચસ્વની ભાવના ઘર કરતી રહી. મહિલાઓને પરિવાર અને સમાજમાં નિમ્ન દરજ્જેા મળ્યો. તે ઘરની ચાર દીવાલમાં કેદ થતી ગઈ, જ્યારે પુરુષ ઘરના આગેવાન બનતા ગયા. છેલ્લા એક દાયકામાં સ્થિતિ થોડી બદલાઈ છે. કેટલીય મહિલાઓ છે, જેમણે પોતાની સાથે પરિવાર, દેશનું નામ રોશન કર્યું. રમતગમત, મેડિકલ, એન્જિનિયરિંગ, પર્વતારોહણ જેવા ક્ષેત્ર હોય કે પછી અભિનય, રાઈટિંગ, સિંગિંગ જેવી કલાનું ક્ષેત્ર દરેક જગ્યાએ મહિલાઓએ પોતાનો ડંકો વગાડ્યો. પરંતુ આ બધું હોવા છતાં?આજે પણ તેમનો આગળ વધવાનો પથ સરળ નથી. સામાજિક કાર્યકર્તા શીતલ વર્મા જણાવે છે, ‘‘ખરેખર સ્ત્રી અને પુરુષ બંને જૈવિક રીતે ભિન્ન છે, પરંતુ સામાજિક ભેદ આપણી સામાજીકકરણની પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં?આવે છે. પુરુષ પ્રધાન સમાજમાં નારીની સ્થિતિ બીજા દરજ્જાના નાગરિકની રહી છેઅને આજે પણ એવું જ છે. એવું દરેક દેશ અને દરેક યુગમાં થતું રહ્યું છે. નારીએ પોતાના અધિકારો માટે લાંબી લડાઈ લડીને કેટલાક અધિકાર મેળવ્યા છે, પરંતુ સ્થિતિ હજી પણ વધારે સારી નથી. દરેક સ્તરે મહિલાનો સંઘર્ષ ચાલુ છે. સક્ષમ મહિલાઓ પણ શોષિત જે મહિલા આર્થિક રીતે સક્ષમ છે ત્યારે પણ તેણે કાર્યસ્થળ પર શારીરિક શોષણ, અપમાન, કટાક્ષ વગેરેનો સામનો કરવો પડે છે. આ ખૂબ દુખદ છે કે આપણા સમાજમાં મહિલાઓ પ્રત્યે પક્ષપાતપૂર્ણ વ્યવહાર એક પરંપરા બની ગઈ છે. ઘર, ઓફિસ કે રસ્તો, ક્યાંય પણ સ્ત્રી પુરુષો દ્વારા શોષણની શિકાર થઈ શકે છે. કમજેાર સમજીને હેરાન કરવાની ઘટના ક્યારેય પણ બની શકે છે. આ સંદર્ભમાં શીતલ વર્મા જણાવે છે, ‘‘મહિલાઓને સમાન દરજ્જેા અપાવવો હોય તો સ્વયં મહિલાઓએ પણ આ દિશામાં પ્રયાસ કરવા જેાઈએ અને હકારાત્મક પગલાં ભરવાં પડશે. મહિલાઓએ પોતાના અધિકારો પ્રત્યે સજાગ રહેવું પડશે. તેમણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ બનાવવા અને તેને કાયમ રાખવા માટે આત્મનિર્ભર અને સ્વાવલંબી થવું ખૂબ જરૂરી છે.’’ હકીકત તો એ છે કે સમાજમાં શક્તિશાળી જ શક્તિહીનનું શોષણ કરે છે. પછી કેમ ન પોતાની અંદર તે શક્તિ જગાડવામાં આવે કે કોઈપણ માણસ કેવા પ્રકારનો અન્યાય કરવાની વાત વિચારી પણ ન શકે. પુરુષ સત્તાવાદી સામાજિક સંરચનાનો બહિષ્કાર કરતા કેટલીય મહિલાઓએ પોતાનું અલગ અસ્તિત્વ જાળવીને સમાજ સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. હૈદરાબાદમાં વારંગલની ડી. જ્યોતિ રેડ્ડી એક એવું નામ છે. ૧૯૮૯ સુધી તે રૂપિયા ૫ પ્રતિ દિન મજૂરી કરતા હતા. પરંતુ આજે તે યૂએસએની એક કંપનીની સોફ્ટવેર સોલ્યૂશંસની સીઈઓ છે અને કરોડોના બિઝનેસને હેન્ડલ કરી રહી છે. એક એવો સમાજ, જેમાં મહિલાઓનો સદીઓથી પ્રતિકાર કરવામાં આવે છે, ત્યાંથી નીકળીને એક ઉચ્ચ મુકામ મેળવીને જ્યોતિ રેડ્ડીએ સાબિત કરી દીધું કે રૂઢિવાદી સામાજિક સંરચનામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે અશક્ય નથી. બસ જરૂર છે પોતાની શક્તિને ઓળખવાની. બુલંદ હિંમત છે જરૂરી સ્ત્રી કે પુરુષ હોવું કોઈ મહત્ત્વનું નથી. સામાન્ય રીતે એ માનવામાં આવે છે કે પુરુષ જ શારીરિક રીતે મજબૂત હોય છે અને સ્ત્રીઓ કમજેાર. પરંતુ એવી કેટલીય મહિલાઓ છે, જેમણે આ માન્યતાને ખોટી સાબિત કરી છે.

૪૮ વર્ષની સામાન્ય કદકાઠીની સીમા રાવ પણ એવી જ એક વ્યક્તિ છે. સેવેંથ ડિગ્રી બ્લેક બેલ્ટ હોલ્ડર, કોમ્બેટ શૂટિંગ ઈન્સ્ટ્રક્ટર, ફાયર ફાઈટર, સ્કૂબા ડ્રાઈવર અને રોક ક્લાઈબિંગમાં એચએમઆઈ મેડલિસ્ટ છે, છેલ્લાં ૨૦ વર્ષથી ભારતીય જવાનોને ફ્રીમાં ટ્રેનિંગ આપી રહી છે. તે ભારતની એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર છે. ૩ બહેનોમાં સૌથી નાની સીમા રાવના પિતા સ્વતંત્રતા સેનાની હતા અને તેમની જ પ્રેરણાથી સીમાના મનમાં પોતાના દેશ માટે કંઈક કરવાની ઈચ્છા જાગી. મેડિકલ લાઈન છોડીને તે સ્વેચ્છાથી કમાન્ડો ટ્રેનર બની. અત્યાર સુધી તે ૨ હજારથી વધારે જવાનોને ટ્રેન્ડ કરી ચૂકી છે. તેને પોતાના પતિ મેજર દીપક રાવનો પૂરો સહકાર મળે છે. સ્ત્રી તરીકે, ઘરપરિવાર અને બાળકો સાથે આ પ્રકારના કામમાં ઈન્વોલ્વ રહેવું સરળ નથી. સીમા રાવ જણાવે છે, ‘‘મેં અને મારા પતિએ પરસ્પરની સહમતીથી આ નક્કી કર્યું કે અમે અમારું સંતાન પેદા નહીં કરીએ. કામને લઈને અમારે મોટાભાગે બહાર રહેવું પડે છે. હું વર્ષમાં ૮ મહિના ટ્રાવેલ કરું છું. આ સ્થિતિમાં બધું મેનેજ કરવું સરળ નથી. મારા પતિએ મારી લાગણીને માન આપ્યું અને આ અનુરૂપ પરિસ્થિતિઓ આપી કે હું નિશ્ચિંત થઈને પોતાનું કામ કરી શકું. ‘‘બાળપણથી જ મહિલાઓને એ સમજાવવામાં?આવે છે કે તેમને જિંદગીમાં લગ્ન કરવા છે, બાળકો પેદા કરવા છે અને ઘર સંભાળવું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે સ્ત્રી બીજા કામ નથી કરી શકતી. જ્યારે હું ફિલ્ડમાં હોઉં છું ત્યારે જવાનોની આંખમાં એ પ્રશ્ન જેાઉં છું કે શું એક સ્ત્રી અમને ટ્રેનિંગ આપી શકશે પરંતુ મારી ટેવ છે કે કંઈપણ શિખવાડતા પહેલાં તે કાર્યવાહીમાં સ્વયં કરીને બતાવું છું. તેનાથી તેમને પોતાના પ્રશ્નનો જવાબ પણ મળી જાય છે.’’ શારીરિક રીતે ફિટ રહેવા માટે સીમા રાવ અઠવાડિયામાં ૨ વાર ૫ કિલોમીટર સુધી દોડે છે. ૨ વાર જિમમાં જઈને વેટ લિફ્ટિંગ કરે છે, ૨-૩ વાર ફાઈટિંગ, બોક્સિંગ, કુસ્તી કરે છે. તે પોતાનાથી બેગણું વજન અને અડધી ઉંમરના પુરુષ સાથે ફાઈટ કરે છે પોતાની દિનચર્યા વિશે જણાવતા સીમા કહે છે, ‘‘ટ્રેનિંગ દરમિયાન મારો દિવસ સવારે ૫ વાગે શરૂ થઈ જાય છે. ૬ થી ૭ વાગ્યા સુધી પહેલું સેશન હોય છે. ૯ થી ૧ સુધી શૂટિંગ અને સાંજે ૫ વાગ્યા પછી લેક્ચર્સ, ડેમો વગેરેના સેશન રાત્રે ૩ વાગ્યા સુધી ચાલતા રહે છે.’’ સીમાને અત્યાર સુધી કેટલાય અવોર્ડ્સ મળી ચૂક્યા છે. તે કેટલાય પુસ્તક પણ લખી ચૂકી છે. તેનું માનવું છે કે જે યુવતીઓમાં આગળ વધવાની ઈચ્છા છે, તેમને પહેલા સ્વયંને મજબૂત બનાવવી પડશે અને નક્કી કરવું પડશે કે આ કામ કરવું જ છે. પછી તેમને સફળ થતા કોઈ નહીં રોકી શકે.

– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....