રીના અને નરેશના લગ્નના ૩ વર્ષ થયા છે. પતિપત્ની બંને નોકરિયાત છે. ઓફિસના કામના સિલસિલામાં તેમને શહેરની બહાર પણ જવું પડે છે. જેાકે અત્યાર સુધીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા થોડા મહિનાથી રીનાને થાક, બેચેની અને અનિદ્રાની ફરિયાદ રહેવા લાગી છે. ડોક્ટરને બતાવતા જાણ થઈ કે રીના તાણમાં જીવી રહી છે. નોકરીના લીધે પતિપત્નીએ લાંબા સમય સુધી એકબીજાથી અલગ રહેવું પડતું હતું. જ્યાં સુધી તેનો પતિ સાથે રહેતો, ત્યાં સુધી બધું બરાબર રહેતું, પરંતુ જ્યારે તે એકલી રહેતી હતી, ત્યારે તેના માટે ઘરના કામકાજ અને ોકરી વચ્ચે તાલમેલ બેસાડવો મશ્કેલ બની જતો હતો. આમ પણ રીના ઈચ્છતી હતી કે હવે તે માત્ર પોતાની ઘરગૃહસ્થી સંભાળે, પરિવાર વધારે, પરંતુ તેનો પતિ હજી થોડો સમય રાહ જેાવા ઈચ્છતો હતો. બસ આ કારણસર રીના તાણમાં રહેવા લાગી હતી.

તાણના કારણ :

  • આજકાલની દિવસરાતની દોડધામ, ઓફિસ જવાઆવવાની ચિંતા, બાળકોની દેખરેખ, તેમના અભ્યાસની ચિંતા, પરિવારના ખર્ચ વગેરે એવા કારણ છે, જે પુરુષથી વધારે મહિલાઓને પરેશાન કરતા હોય છે. તદુપરાંત હોર્મોન્સનું વધારે બેલેન્સ ન જળવાવું (માસિક પહેલાં અને મેનોપોઝ દરમિયાન), વાતાવરણમાં પરિવર્તન વગેરે પણ કોઈ મહિલાના જીવનમાં તાણનું કારણ બની શકે છે.
  • ગર્ભધારણના સમયથી મહિલાઓના મગજમાં દીકરો થશે કે દીકરીની ચિંતા સતાવતી હોય છે. પરિવારના વડીલ વારંવાર દીકરો કે દીકરીનો ઉલ્લેખ કરીને તેની તાણમાં વધારો કરતા હોય છે. જ્યારે આ એક વૈજ્ઞાનિક સત્ય છે કે સંતાન દીકરો છે કે દીકરી તેના માટે કોઈ પણ મહિલાને જવાબદાર ન ઠેરવી શકાય. તેમ છતાં આપણા સમાજમાં અભણ જ નહીં. ભણેલાગણેલા લોકો પણ દીકરીનો જન્મ થતા માને દોષી ઠેરવતી હોય છે.
  • સાચું કહેવામાં આવે તો તાણની શરૂઆત દીકરીના જન્મથી થતી હોય છે ને તેની ઉંમરની સાથેસાથે વધતી પણ જતી હોય છે. શ્ર સારા એવા શિક્ષિત હોવા છતાં મનપસંદ નોકરી ન મળવી, નોકરી મળી પણ જાય, પરંતુ સમયસર પ્રમોશન ન થવું અને ઘરબહારના કામકાજ વચ્ચે તાલમેલ ન બેસાડી શકવાથી પણ યુવતીઓ તાણગ્રસ્ત થવા લાગે છે.
  • મનોવૈજ્ઞાનિકની શોધ પરથી જાણી શકાય છે કે કોઈ કોમ્પિટિશનમાં નિષ્ફળ જવા પર પણ મહિલાઓ જલદી નિરાશ થવાથી તાણથી ઘેરાઈ જતી હોય છે.
  • ચિંતા, પરેશાની અને દબાણથી પણ પેદા થતી હોય છે. જેાકે તાણ કોઈ બીમારી નથી. પરિસ્થિતિ સાથે તાલમેલ ન બેસાડી શકવો. પરિવાર અને મિત્રો પાસેથી જરૂરિયાતના સમયે મદદ ન મળવી, મેનોપોઝમાં હોર્મોન્સ બેલેન્સ જળવાઈ ન રહેવું વગેરે કોઈ પણ મહિલાના જીવનમાં તાણનું કારણ બની શકે છે. દારૂ અથવા બીજા નશા, પોતાની કોઈ બીમારીની યોગ્ય સારવાર ન કરાવવી વગેરે પણ તાણ માટે જવાબદાર બને છે. કેટલીક વાર મહિલાઓમાં રિટાયરમેન્ટ પછી પણ આ સ્થિતિ પેદા થતી હોય છે.

લક્ષણ :
યાદશક્તિ નબળી પડવી, ઊલટીની ઈચ્છા થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી, ભૂખ ઓછી લાગવી, શારીરિક ક્ષમતા ઘટવી, કામમાં મન ન લાગવું, માથું દુખવું, વધારે પરસેવો થવો, મોં સુકાઈ જવું, વારંવાર પેશાબ જવાની ઈચ્છા થવી, આ લક્ષણની ચપેટમાં આવનાર પોતાને પરિવાર તથા સમાજ પર બોજારૂપ સમજવા લાગે છે. તેઓ પ્રયત્ન કરવા છતાં સમસ્યાનું સમાધાન નથી શોધી અને ત્યાર પછી ધીરેધીરે નિરાશા તરફ આગળ વધવા લાગે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....